Thursday, August 4, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ - શમશાદ બેગમ



૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની ચર્ચાને એરણે આપણે સ્ત્રી સૉલો ગીતોમાં સુરૈયા અને ગીતા રોયનાં ગીતોને આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
વીન્ટેજ એરામાંની જે પાર્શ્વગાયિકાઓએ તે પછી સુવર્ણયુગ કહેવાતા બે દશકામાંથી પહેલા દશકામાં પોતાનું સ્થાન બનાવી રાખવાવળાં ગાયિકાઓમાં શમશાદ બેગમનું સ્થાન ગીતા રોયની સમકક્ષ જ રહ્યું. એ સમયના '૫૦ના દશકામાં સંખ્યાની દૃષ્ટિએ શમશાદ બેગમનો હિસ્સો ઘટતો ગયો, તેમને ફાળે અમુક ચોક્કસ પ્રકારનાં ગીતો આવતાં ગયાં, પરંતુ જે કંઇ તેમણે ગાયું તે ફિલ સંગીતના ચાહકોમાં ખાસ સ્થાન જરૂર જમાવી શક્યું.
બહુવિધ પ્રકારની સિચ્યુએશન્સ, ઘણે અંશે મુખ્ય અભિનેત્રીઓ માટે પાર્શ્વગાયન, બહુવિધ સંગીતકારો અને ખાસી નોંધપાત્ર કહી શકાય એટલાં ગીતોની સંખ્યાની દૃષ્ટિએ, ૧૯૪૯નાં વર્ષમાં તેમની કારકીર્દી ગીતા રોયના માર્ગની સમાંતર જ ચાલી રહેલ જોવા મળે છે.
પિયા પિયા તૂ બોલ પપીહા - ભોલી - પંડિત ગોવીંદ રામ - ઈશ્વર ચંદ્ર કપૂર
તકદીર કા ખેલ હૈ - ભૂલ ભૂલૈયા - બુલો સી રાની - બી આર શર્મા 
આંખ મિલી દિલ ચલા ગયા કોઈ પ્યારકી દુનિયા - ચાંદની રાત - નૌશાદ - શકીલ બદાયુની 
ઉઠા હૈ ઈક તૂફાન સીને મેં - ચિલમન - હનુમાન પ્રસાદ - પી એલ સંતોષી 
સાથ મેરે હૈ સાંવરીયા - દાદા - શૌકત દહેલવી (ઉર્ફ નાશાદ)- હુસૈની હૈદરાબાદી
ચાંદની રાત હૈ કૈસી સુહાની, હાય રે ચંદા તેરી ઊઠે જવાની - દિલકી દુનિયા - પંડિત ગોવીંદરામ - ઝીઆ સરહદી

ચાંદની આયી બન કે પ્યાર - દુલારી - નૌશાદ - શકીલ બદાયુની 
મસ્તાના નિગાહોંકે દીવાનોં હઝારોં હૈ - ગરીબી - બુલો સી રાની - શેવાન રીઝ્વી 
નૈનો કે મસ્ત ઈશારે, મસ્ત બના ગયે - જલતરંગ - હુસ્નલાલ ભગતરામ - મુલરાજ બાકરી 
તડપ તડપ કે દિન ગુજરા હૈ - જન્નત - હનુમાન પ્રસાદ - એમ કે છીબ્બર
હૈ મૌસમ સુહાના, આંખોમેં કહાની હૈ - મા કા પ્યાર - પંડિત ગોવિંદરામ - ઈશ્વર ચંદ્ર કપૂર 
ટમ ટમ સે ઝાંકો ન રાનીજી - નમૂના - સી રામચંદ્ર - પી એલ સંતોષી 
ખાતેં હૈ ઠોકરેં હાયે કિસ્મતકે મારે - નિસ્બત - પંડિત ગોવિંદરામ - મજરૂહ સુલ્તાનપુરી
નહીં ફરીયાદ કરતે હમ, તુમ્હેં બસ યાદ કરતે હૈં - સાવન આયા રે - ખેમચંદ પ્રકાશ - ભરત વ્યાસ
 
હવે પછીના અંકમાં આપણે વીન્ટેજ એરાનાં એક અન્ય બહુખ્યાત ગાયિકા રાજકુમારીનાં ૧૯૪૯નાં સૉલો ગીતો સાંભળીશું.

No comments: