Tuesday, July 26, 2016

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જુલાઈ, ૨૦૧૬



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુલાઈ,૨૦૧૬ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વર્ષે આપણે ISO 9001ની ૨૦૧૫નાં સંવર્ધિત આવૃતિને પરિણામે થયેલ અલગ અલગ ફેરફારોની દરેક મહિને વાત કરી રહ્યાં છીએ.
અત્યાર સુધી આપણે


વિષે વાત કરી ચૂક્યાં છીએ.
આ મહિનાના આપણા અંકમાં આપણે સંચાલન તંત્રવ્યવસ્થાનાં અન્ય  સ્ટાન્ડર્ડ્સમાં વરિષ્ઠ સંચાલન મંડળની નેતૃત્ત્વ ભૂમિકા વિષે શું કહેવાયું છે તેની જાણકારી મેળવીશું.
The Expanding Role of Leadership in Management System Standardsમાં ચાડ ક્યમાલનું કહેવું છે કે ISO 9001, ISO 14001, અને ISO 45001 માં અગ્રણી નેત્તૃત્વ પાસેની અપેક્ષાઓ બહુ જ સ્પષ્ટ પણ કહેવાયેલ છે. સંચાલન સ્ટાન્ડર્ડ તંત્રવ્યવસ્થાઓમાં નેતૃત્ત્વની ભૂમિકા વિષે તેમણે બૃહદ ચિત્ર પણ રજૂ કર્યું છે.
The Importance of leadership in Management System Standards માં બહુ સરળ રજૂઆત વડે BSI તારણ કાઢે છે કે 'નેતૃત્ત્વની મોટા ભાગની જવાબ્દારીઓ તો પરિશિષ્ટ SLનાં હવે પછી સર્વસામાન્ય રૂપ બની રહેનાર સામગ્રી રૂપ કલમોમાં જ આવરી લેવાયેલ છે. એ દૃષ્ટિએ હવે પછી બધી જ સંચાલન સ્ટાન્ડર્ડ તંત્રવ્યવસ્થામાં નેતૃત્ત્વની લગતી આવશ્યકતાઓ અને સિદ્ધાંતો સરખાં જ જોવા મળશે. એટલે ફરક રહેશે એ સ્ટાન્ડર્ડમાં આવરી લેવાયેલ કાર્યક્ષેત્રને અનુરૂપ સંચાલન તંત્રનો અભિગમ, જેમ કે પર્યાવરણ કે સલામતી અને આરોગ્ય તંત્રવ્યવ્સ્થાનાં સંચાલનમાં નેતૃત્ત્વએ અનુક્રમે પર્યાવરણ કે સલામતી અને આરોગ્યની બાબતો પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાનું રહેશે.'
Top Management Commitment: What Are The Standards માં સૈયદ મહમ્મુદ વાસિફે વરિષ્ઠ સંચાલનની પ્રતિબદ્ધતા માટે જરૂરી ભૂમિકા બાંધતી ૧૦ પહેલ વર્ણવી છે.
Leadership for the Many, Not the Few માં બેથ ઝીમ્મરમૅન કહે છે ઈવાન્સની ટીમનાં બધાં જ સભ્યો પોતાનાં વ્યક્તિગત પસંદગીનાં મુદ્દાઓ અને ઈવાન્સના કોર્પોરેટ ધ્યેયને સાંકળી રહે એ રીતે તેમનાં નેતૃત્વ કૌશલ્યને સઘન કરવા અને અમલ કરવા માટે પૂરેપૂરો ટેકો પૂરો પાડવામાં આવે છે. જે લોકોને લોકો સાથે વધારે વ્યવહાર કરવાની જરૂર હોય તેમને એ લોકો સાથે કામ લેવામાં અને તેમનાં સહયોગીઓને જરૂરી  ટેકો પૂરો પાડવા માટે જે ખાસ કૌશલ્ય જોઈએ તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. લોકોમાં નેતૃત્ત્વની કળા વીકસતી જ રહે તેમાટે માર્ગદર્શન (Coaching), સફળતા માટેનાં સાધનો (Tools for Success), મીલી-જુલી ટીમ્સ (Mixed-level Teams), વિકાસ માટેની આંતરિક તેમ જ બાહ્ય તકો Internal and External Opportunities for Growth), લોકોની સાથે કામ લેતાં કર્મચારીઓ માટે ખાસ તાલીમ (Training for (People Managers) જેવા વિષયો સાથેના અલગ અલગ કાર્યક્રમો ચાલતા રહે છે.
આજના વિષય સાથે પ્રસ્તુત એવી કેટલીક વિડ્યો ક્લિપ્સ પણ જોઈએ-
ISO revisions - All about leadership in the new standards

Management and Leadership overview
Teaching leaders “What to Stop”

સંચાલન સ્ટાન્ડર્ડ્સ તંત્રનાં નવાં સંસ્કરણ મુજબનો અમલ જેમ જેમ વધારે વ્યાપક થતો જશે તેમ તેમ આ વિષય પર વધરે માહીતી આપતા લેખોની સંખ્યા વધતી જશે. હવે પછીના સમયમાં આપણે આ લેખોની શોધ કરતાં રહીશું.
ઓગસ્ટ, ૨૦૧૬નાં આપણા બ્લૉગોત્સવનાં સંસ્કરણમાં આપણે સંચાલન સ્ટાન્ડર્ડ્સ તંત્રનાં નવાં સંસ્કરણમાં પરિવર્તન સંચાલન વિષે શું કહેવાયું છે તેની વાત કરીશું.
 હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy તેમના બ્લૉગકોલમ માં આજના વિષય સાથે પ્રસ્તુત એવો સ્કૉટ રથરફૉર્ડનૉ મહેમાન લેખ - What Do We Expect from Senior Leaders? - રજૂ કરાયો છે. લેખમાં સ્કૉટ રથરફૉર્ડે ડૉ.જોસેફ જુરાને ૧૯૮૬નાં Quality Progress સમીક્ષામાં કહેલું કથન યાદ કર્યું છે -
વરિષ્ઠ સંચાલન મંડળ ગુણવત્તાભિમુખ હોય એ બહુ મહત્ત્વનું છે. વરિષ્ઠ મંડળનાં ખરા દિલનો રસ જોવા ન મળે તો નીચેનાં સ્તરે તો કંઇ અપેક્ષા ન રખાય..
આ માસનાં ASQ TV વૃતાંત માં તાજેતરમાં પ્રકાશિત વિડિયો ક્લિપ્સ જોઈએ :

  • Global State of Quality Shows Organizations Aren’t Linking Quality and Savings માં મિસુરી યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીનાં સહ અધ્યાપક બેથ કડની Global State of Quality Research ના નવા અહેવાલની ચર્ચા કરે છે, જેમાં સંસ્થાઓ ગુણવત્તાને નાણાંકીય ફાયદાઓ સાથે સાંકળી નથી શકતી તે વિષે પણ પણ ચર્ચા કરેલ છે. 
  • Quality and Work, Quality at Home: ટેમ્પા, ફ્લોરિડાનાં જેનીફર સ્ટેપનીઓવસ્કી ગુણવત્તા સાધનોને ઘરનાં રોજિંદા ઉપયોગમાં લેવાથી જન્મેલા રમૂજી પ્રસંગોની વાત કરે છે. 
  • Customer Focused Quality Professionals: Moving From SIPOC to COPIS  - The CPi Coachના સ્થાપક અને મુખ્ય સંચાલક, અરુણ હરિહરન ગ્રાહકોભીમુખી સંસ્થાઓમાં પરિવર્તન લાવવામાં ગુણવત્તા વ્યાવસાયિકોની ભૂમિકાનું મહત્ત્વ સમજાવે છે. આ પ્રક્રિયામાં  SIPOC - પુરવઠાકારો, નિવેશ, પ્રક્રિયા, નિપજ અને ગ્રાહકો - કેન્દ્રીત અભિગમને બદલે તેને ઉલટા ક્રમમાં ગોઠવતો COPIS અભિગમ શી રીતે મદદરૂપ બની શકે તે પણ તેઓ સમજાવે છે. [સ્ટીફન કૉવીની 7 Habits of Highly Effective Peopleમાંની બીજી ટેવ - અંતને ધ્યાનમાં રાખીને આરંભ કરો - તાજી કરી લઈએ.] 
  •  Consumer Product Safety and Quality - બોસ્ખ એન્જિનીયરીંગ, ઉત્તર અમેરિકા, ના પ્રવર ગુણવત્તા એન્જિનીયર, એન્થની જડ્જ પેદાશની સલામતી અને ગુણવત્તા સાધનોને સાથે મેળવવાથી ગ્રાહકને સલામત પેદાશ આપવાના અને ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ફાયદાઓની ચર્ચા કરે છે.

Jim L. Smithનાં જુન, ૨૦૧૬નાં Jim’s Gems નો પણ આસ્વાદ કરીએ.

  • The Magic Ingredient for Success તો મનોવૃત્તિ જ છે! સફળ લોકોનો એક અલગ દૃષ્ટિકોણ
    હોય છે
    . તેઓ અંતરાયોમાં તક જૂએ છે. દરેક સંભાવનાને તેનાં તાર્કિક પરિણામ સુધી લઇ જવા માટે લાગ્યા રહેવાની એક અજબ ધૂન તેમનામાં હોય છે. સકારાત્મક નિશ્ચય કરવની આ મનોવૃતિ અચૂક સફળતા દોરી લાવે છે... સારા સમાચાર એ છે કે આ મનોવૃતિ બદલી, ઘડી, શકાય છે. તેનાં નિયંત્રણની કળ બીજા કોઈના નહીં  પણ આપણા જ હાથમાં છે. તમારી મનોવૃત્તિ કેવી છે? જો તેનાથી સફળતા સિધ્ધ ન થાય એમ લાગતું હોય તો તેને બદલવી ન જોઈએ? 
  • Where Should Organizations Focus their Greatest Efforts?... On Process or People? - મૅનેજમૅન્ટને તાર્કિક વિજ્ઞાનરૂપે રજૂ કરતાં સાહિત્યના ગઈ સદીના ખ્યાતનામ લેખક પીટર ડ્રકરનું કહેવું છે કે ન તો ટેક્નોલોજી કે ન તો લોકો એક બીજાંને ઘડે છે, તેઓ બંનેની આપસી અસરો એકબીજાંને ઘડતી રહે છે...દાવાઓની આકારણી કરવામાટેની આધારભૂત મહિતીના આંકડાઓ અંગે આયોજન કરવામાં તંત્રોન્મુખી વિચારસરણીનું માળખું રચવાનું બહુ જ ફાયદાકારક નીવડ્યું. આંકડાકીય વિચારસરણીના  પ્રક્રિયા સંબંધિત સિદ્ધાંતો એ ગુણવત્તા સુધારણાનો પ્રત્યયાત્મક પાયો નાંખવામાં મદદ કરી., જેમાં  - (૧) બધાં જ કામ એક બીજાં સાથે સંકળાયેલી પ્રક્રિયાઓનો જ ભાગ છે; (૨) દરેક પ્રક્રિયામાં કંઇને કંઇ તો વધઘટ તો થતી જ રહેવાની છે, અને (૩) સફળતાની ચાવી આ વધઘટને સમજવામાં અને તેમાં શક્ય એટલો ઘટાડો કરવામાં રહેલ છે - જેવા પાયાના સિદ્ધાંતો આવરી લેવાયા છે.. જ્યારે પ્રક્રિયાને બદલે લોકોને કેન્દ્રમાં રાખવાથી (૧) બધુ કામ લોકો જ કરે છે; (૨) લોકોનાં કામમાં વધઘટ તો રહેવાની, અને (૩) વધઘટ ઘટાડવાની ચાવી યોગ્ય માટે યોગ્ય વ્યક્તિ મૂકવામાં રહેલ છે જેવા સમાંતર સિદ્ધાંતો લાગુ કરાતા જોવા મળે છે.….લોકો પર અપાતું વધારે પડતું ધ્યાન સંચાલનના પક્ષઘાત જેવી સ્થિતિ પેદા કરી શકે છે. આ પ્રકારની નેતૃત્વ શૈલી પહેલાં પ્રક્રિયા ઘડે છે અને પછી લોકોને તે પ્રક્રિયાનો અમલ કરવા માટેની તક પૂરી પાડે છે.

આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય છે....

No comments: