Tuesday, June 10, 2014

૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો : ચર્ચાને એરણે - શ્રેષ્ઠ યુગલ ગીત - મોહમ્મદ રફી+ સિવાયનાં યુગલ ગીતો



૧૯૫૧નાં યુગલ ગીતો પર નજર કરતાં ઘણા પ્રકારની શક્યતાઓ જોવા મળ તેમ જણાય છે. તેથી 'શ્રેષ્ઠ' યુગલ ગીતની પસંદગી કરતાં પહેલાં આપણે યુગલ ગીતો પૈકી જે ગીતો નોંધપાત્ર જણાય તેમને અલગ તારવીશું, અને આજે હવે પાર્શ્વદર્શન કરતી વખતે જે કોઇ ખાસ પ્રવાહોની શરૂઆતની સંભાવનાઓ જણાશે તેની પણ સાથે સાથે નોંધ કરીશું.
યુગલ ગીતોની યાદી તરફ નજર કરતાં જે વાત સીધે સીધી જ નજરે ચડે છે તે એ કે મોહમ્મદ રફી યુગલ ગીતોમાં ખાસ્સા એવાં પ્રમાણમાં વ્યાપક થયેલ જોવા મળે છે. તેથી આપણે આપણી ચર્ચાને મોહમ્મદ રફી+ સિવાયનાં યુગલ ગીતો અને મોહમ્મદ રફી+ યુગલ ગીતો એમ બે અલગ પ્રવાહમાં વાળવી પડશે.
આજે વાત કરીશું મોહમ્મદ રફી+ સિવાયનાં યુગલ ગીતોની --
સહુથી પહેલું ગીત બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું દેશપ્રેમનું કાવ્ય છે, જેને પન્નાલાલ ઘોષે ફિલ્મ 'આંદોલન' માટે  સુધા મલ્હોત્રા, પારૂલ ઘોષ, મના ડે, શૈલેશ કુમાર અને સાથીઓના સ્વરમાં શૌર્યરસ સભર સમૂહગાન તરીકે રજૂ કર્યું છે - વંદે માતરમ
એ પછી બહુ જ લોકપ્રિય થયેલ એવાં બે સ્ત્રી-યુગલ ગીતો જોઇએઃ
શમશાદ બેગમ + લતા મંગેશકર - દીદાર - નૌશાદ - બચપન કે દિન ભૂલા ન દેના
સંધ્યા મુખરજી + લતા મંગેશકર - તરાના - અનિલ બિશ્વાસ - બોલ પપીહે તૂ બોલ, કૌન તેરા ચિતચોર
જી એમ દુર્રાની ઘણાં યુગલ ગીતોમાં પણ સાંભળવા મળે છે. તેમાંના ઘણાં ગીતો લોકપ્રિયતાની કસોટી કદાચ પાર નથી કરી શક્યાં, પણ મોહમ્મદ રફી કે મુકેશ કે તલત મહમૂદ સાથેનાં યુગલ ગીતો બાદ જી એમ દુર્રાની સાથેનાં યુગલ ગીતો વધારે જોવા મળે છે તેની ખાસ નોંધ લેવી ઘટે –
જી એમ દુર્રાની + શમશાદ બેગમ - દીદાર - નૌશાદ - નઝર ન ફેરો હમસે, હમ હૈ તુમ પર મરનેવાલોં મેં
જી એમ દુર્રાની + શમશાદ બેગમ - એક થા લડકા - રાજ હંસ કટારીયા - એક દિન તુમને કહા થા, હમ તુમ્હારે ઔર તુમ હમારે
જી એમ દુર્રાની, લતા મંગેશકર, સાથીઓ - હમ લોગ - રોશન - ગાયે ચલા જા... એક દિન તેરા ઝમાના આયેગા
એસ ડી બર્મનનો કિશોર કુમારના અવાજમાં હળવાશને રમાડવા માટેની ખૂબીનો પ્રેમ 'બહાર'માં સાંભળવા મળે છે, પણ ચિત્રગુપ્તે પણ કિશોર કુમારના અવાજને 'હમારી શાન'માં ભરપૂર ન્યાય કર્યો છે -
કિશોર કુમાર + શમશાદ બેગમ - બહાર - એસ ડી બર્મન - કસૂર આપકા, હઝૂર આપકા
કિશોર કુમાર + શમશાદ બેગમ - હમારી શાન - ચિત્રગુપ્ત - આયી બહાર હૈ, હમ બેકરાર હૈ, કૈસી મુસીબત હૈ  
'સબીસ્તાન'માં બે અલગ અલગ સંગીતકારો હોવા છતાં તલત મહમૂદ અને ગીતા દત્તની યુગલ જોડી બરકરાર જ રહે છે -
તલત મહમૂદ + ગીતા દત્ત - સબીસ્તાન - સી રામચંદ્ર - કહો એક બાર મુઝે તુમસે પ્યાર હૈ
તલત મહમૂદ + ગીતા દત્ત - સબીસ્તાન - મદન મોહન - હૈ યે મૌસમ-એ-બહાર, સુન જ જવાનીકી પુકાર
૧૯૫૧માં આવેલાં મુકેશ + લતા મંગેશકર યુગલ ગીતો આ શ્રેણીનાં સદા શ્રેષ્ઠ ગીતોમાં મૂકી શકાય તે કક્ષાનાં છે, પણ તલત મહમૂદ + લતા મંગેશકર યુગલ ગીતો એ ગીતોની સામે બહુ જ સરળતાથી ટક્કર ઝીલે છે -
તલત મહમૂદ + લતા મંગેશકર  - બુઝદિલ - એસ ડી બર્મન - ડર લાગે દુનિયા સે બલમા હો
તલત મહમૂદ + લતા મંગેશકર  - સઝા - એસ ડી બર્મન - આજા તેરા ઇન્તઝાર હૈ
તલત મહમૂદ + લતા મંગેશકર - સગાઈ - સી રામચંદ્ર - મોહબ્બત મેં ઐસે જમાને ભી આયે
તલત મહમૂદ + લતા મંગેશકર  - તરાના - અનિલ બિશ્વાસ - નૈન મિલે નૈન હૂએ બાંવરે
તલત મહમૂદ + લતા મંગેશકર  - તરાના - અનિલ બિશ્વાસ - સીને મેં સુલગતે હૈ અરમાં
મુકેશ + લતા મંગેશકરનાં યુગલ ગીતોના કિલ્લાની બહાર, મુકેશ + ગીતા દત્ત યુગલ ગીતો પણ જોવા મળે છે -
મુકેશ + ગીતા દત્ત - પ્યારકી બાતેં - બુલો સી રાની - મસ્ત ચાંદની ઝૂમ રહી હૈ
મુકેશ + ગીતા દત્ત - પ્યારકી બાતેં - બુલો સી રાની - આંસૂ બહાઓ તુમ ઉધર, હમ ઇસ તરફ આહેં ભરેં
મુકેશ + લતા મંગેશકર યુગલ ગીતોનું આગવાપણું અહીં પણ પૂર જોશમાં ખીલ્યું જોવા મળે છે -
મુકેશ + લતા મંગેશકર  - આવારા - શંકર જયકિશન - દમ ભર જો ઇધર મૂંહ ફેરે
મુકેશ + લતા મંગેશકર  - બાદલ  - શંકર જયકિશન - અય દિલ ન મુઝસે છૂપા સચ સચ બતા
મુકેશ + લતા મંગેશકર  - બડી બહૂ - અનિલ બિશ્વાસ - કાહે નૈંનોમેં કજરા ભરો
'મલ્હાર'નાં મુકેશ + લતા મંગેશકરની ઝડી તો કમાલની જ છે - મુકેશ + લતા મંગેશકરનાં શ્રેષ્ઠ યુગલ ગીતોની પસંદગી કરવાની આવે તો આમાંના એક પણ ગીતને મૂકી દેવાનું શકય ન બને એવાં આ ગીતો છે -
મુકેશ + લતા મંગેશકર  - મલ્હાર - રોશન - એક બાર અગર તૂ કહ દે, તૂ હે મેરી મૈં હૂં તેરા
મુકેશ + લતા મંગેશકર  - મલ્હાર - રોશન - કહાં હો તૂમ ઝરા આવાઝ તુમ કો દેતે હૈં
ત્રણેય ગીતોની સ્વર બાંધણી અલગ અલગ છે, મૂડ અલગ અલગ છે, પણ મુકેશ અને લતા મંગેશકરના અવાજોનું સંયોજન દરેક પંક્તિમાં નિખરતું જ જોવા મળે છે.
અન્ય યુગલ ગીતોનાં વર્ગીકરણને ફાળે આવેલાં ગીતો પણ નોંધપાત્ર રહ્યાં છે, તેમાં પણ હેમંત કુમાર + સંધ્યા મુખર્જી યુગલ ગીત તો યુગલ ગીતોની ટોચની હરોળમાં સ્થાન પામે તે ક્ક્ષાનું છે -
હેમંત કુમાર + સંધ્યા મુખર્જી - સઝા - એસ ડી બર્મન - આ ગુપ ચુપ ગુપ ચુપ પ્યાર કરેં
ખાન મસ્તાના + આશા ભોસલે - ગઝબ - નિસાર બઝ્મી - તેરે કારણ સબ કો છોડા, પ્રીત નીભાના હો

No comments: