વર્ષ ૧૯૫૧ લતા મંગેશકરનાં ગીતો માટે કદાચ સહુથી
વધારે યાદગાર વર્ષોમાં મોખરે રહેવાનું શ્રેય ધરાવી શકે છે.
લતા મંગેશકર સિવાયની સ્ત્રી પાર્શ્વગાયિકાઓમાં
આ ગીતોની ટક્કર લઇ શકે તેવાં ગીતો માત્ર બાઝી (ગીતા દત્ત) અને બહાર (શમશાદ
બેગમ)નાં ગીતો જ ગણી શકાય છે. આ બંને
ફિલ્મો એસ ડી બર્મને સ્વરબધ્ધ કરેલ છે.
આમ લતા મંગેશકરનું પ્રથમ હરોળના બધા જ
સંગીતકારોની સાથે સ્થાન નિશ્વિત બની ચૂકેલું જણાય છે.
આ બધાં જ ગીતોમાંથી મારી પસંદનુ શ્રેષ્ઠ ગીત
પસંદ કરવું એ અતિશય કપરૂં હે એમ કહેવું તો
સહેલું છે..... એટલે સામાન્ય રીતે બહુ સાંભળવા ન મળતું હોય, પણ અચાનક યાદ આવી
જ ગયા કરતું હોય તેવાં ગીત - તૂને હાયે મેરે
ઝખ્મ-એ-જીગરકો છૂ લિયા -પર આજે પસંદગી
ઉતારીશ.
ખુશીયોં કે દિન મનાયે જા.. અભી તો મૈં જવાન હૂં
નાં ચીરયૌવન માટે તો એ
ગીતને વારંવાર સાંભળીને જ ન્યાય થઇ શકે.
No comments:
Post a Comment