આપણા મિત્ર શ્રી એન. વેંકટરામને કરેલ આંકડાકીય
સમીક્ષા મુજબ યુગલ ગીતોમાં પુરુષ પાર્શ્વગાયકોમાંથી મોહમ્મદ રફીનો હિસ્સો લગભગ ૨૫%, જી એમ દુર્રાનીનો હિસ્સો ૧૪%,
સી. રામચન્દ્રનો હિસ્સો
૧૦%, તલત મહમૂદનો હિસ્સો ૮% અને મુકેશનો હિસ્સો ૬ %
જેટલો છે. તે સિવાયનાં ૩૭% ગીતો અન્ય ૩૦ પુરુષ ગાયકોને ફાળે રહેલ છે.
તે જ રીતે, કુલ યુગલ
ગીતોમાંથી લતા મંગેશકર ૩૫ %, શમશાદ બેગમ
૧૮ %, આશા ભોસલે ૧૧ % અને ગીતા દત્ત ૧૧ % જેટલો
હિસ્સો ધરાવે છે. તે સિવાય ૧૦%માં સુલોચના કદમ ૭% અને સુરૈયા ૩% હિસ્સો ધરાવે છે, ક્યારે બાકીનાં ૧૫% ગીતો માટે અન્ય ૨૦ સ્ત્રી પાર્શ્વગાયકોનો ઉપયોગ કરાયેલો
જોવા મળે છે.
મોહમ્મદ રફી+ સિવાયનાં યુગલ ગીતોની વાત આપણે
તારીખ ૧૦ જૂન ૨૦૧૪ના લેખમાં કરી ચૂક્યાં છીએ. એથી, મોહમ્મદ રફી+ યુગલ ગીતોને પણ મોહમ્મદ રફીનાં
લતા મંગેશકર સિવાયનાં યુગલ ગીતો અને લતા મંગેશકર સાથેનાં યુગલ ગીતો એમ બે ભાગમાં
વહેંચી નાખીશું.
મોહમ્મદ રફીનાં યુગલ ગીતોમાં તેમની અન્ય
સહગાયકો સાથે તાલમેલ બેસાડવાની કુદરતી બક્ષીસ અને બધાં જ સહગાયકો સાથે મેળ બેસાડવા
માટે તેમ જ ગીતના સૂર અને મુડની સાથે સંયોજન સાધવાનો સાહજિક અભિગમ અહીંથી જ અનુભવી
શકાય છે. યુગલ ગીતોમાં મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગ લગભગ દરેક સ્તરના સંગીતકારોએ
કરેલ છે.
આજે આપણે મોહમ્મદ રફીનાં લતા મંગેશકર સિવાયનાં
અન્ય (સ્ત્રી) પાર્શ્વગાયકો સાથેનાં ગીતોની વાત કરીશું.
મોહમ્મદ
રફી+અમીરબાઇ કર્ણાટકી - બીખરે મોતી - ગુલામ મોહમ્મદ - આંસૂ થી મેરી ઝીંદગી
મોહમ્મદ રફી+
+સુલોચના કદમ - દશાવતાર - અવિનાશ વ્યાસ - ખેલ
રે ખિલોને તેરી ક્યા આની જાની રે
મોહમ્મદ રફી+ગીતા
દત્ત - હમારી શાન - ચિત્રગુપ્ત - યે તારોં
ભરી રાત, હમેં યાદ રહેગી
મોહમ્મદ રફી+આશા
ભોસલે - મુખડા - વિનોદ - જા તેરી મેરી, મેરી તેરી, ટૂ ટૂ ટૂ, ક્યોં
દેખતે હો
મોહમ્મદ રફી+આશા
ભોસલે - જૌહરી - પંડિત હરબંસ લાલ - કિસ્મતકા
સુન ફૈસલા, જબ લગી ચોટ પે ચોટ
મોહમ્મદ રફી+આશા
ભોસલે - સબ્ઝ બાગ - વિનોદ - અપની તસ્વીર સે
કહ દો, હમેં દેખા ન કરેં
મોહમ્મદ
રફી+શમશાદ બેગમ - નાઝનીન - ગુલામ મોહમ્મદ - નખરેં
દીખા કે દિલ લે લિયા
મોહમ્મદ
રફી+સુરૈયા - સનમ - હુસ્નલાલ ભગતરામ - ઓ
સનમ.. તૂઝકો પૂકારૂં ઓ સનમ
મોહમ્મદ
રફી+સુરૈયા - સનમ - હુસ્નલાલ ભગતરામ - મૈં
કહ દૂં તુમ્હે ચોર તો બોલો ક્યા કરોગે
No comments:
Post a Comment