મોહમ્મદ રફી અને લતા મંગેશકરનાં આ વર્ષનાં યુગલ
ગીતોમાં, એક બીજાંનાં સ્વાભાવિક તફાવતોમાંથી જન્મતી
સ્વાભાવિક હરીફાઇમાંથી બંનેનું પોતપોતાની રીતે નવી ઊંચાઇઓ આંબવું, સંગીતકારો દ્વારા બંનેના સૂરોના અબિનવ પ્રયોગો કરીને એકલ ગીત જેટલા જ ભાવ અને
માધુર્ય યુગલ ગીતોમાં પણ લાવવું,
બંને કળાકારોને એક જ સાથે
સાંભળવાને કારણે હિંદી હિલ્મી ગીતોના ચાહકોમાં રફી્ના ચાહકો અને લતાનાં ચાહકો એમ
સ્પષ્ટ વર્ગીકરણ થવું જેવા ભવિષ્યના વરતારા સ્પષ્ટ જોઇ શકાય છે.
ગીતોની સંખ્યા કે ગુણવત્તામાં આ જોડી, તેમનો આ વર્ષમાં ઉપયોગ ન કરતા જોવા મળતા એવા રોશન કે મદન મોહન કે એસ ડી બર્મન
કે શંકર જયકિશન,કે હવે પછી ઉભરી આવવાના છે એવા રવિ, ખય્યામ, ઓ પી નય્યર જેવા સંગીતકારો સાથે નવી ઊંચાઇઓનાં
આધિપત્ય સર કરશે તેમ પણ જોઇ શકાય છે.
દામન - કે દત્તા - યાદ આને લગી દિલ દુખાને લગી
દીદાર - નૌશાદ - દેખ લિયા મૈને, કિસ્મતકા તમાશા દેખ લિયા
ઢોલક - શ્યામ સુંદર - ઐસે રસિયા કા ક્યા ઐતબાર
એક નઝર - એસ ડી બર્મન - મુઝે પ્રીત નગરીયા જાના હૈ, કોઇ હૈ જો રાસ્તા બતલા દે
હલચલ - મોહમ્મદ શફી - પ્રીત જતા કે મીત બના કે ભૂલ ન જાના
કાલી ઘટા - શંકર જયકિશન - કાલી ઘટા ઘીર આયી રે
કાલી ઘટા - શંકર જયકિશન - મધુર મિલન હૈ સજના
ખઝાના - સી રામચંદ્ર - મુઝે તુમ સે બહૂત હૈ પ્યાર, નહીં જી જરા જરા
નાદાન - ચિક ચોકલેટ - ઐસા યા કસૂર કિયા
નખરેં - હંસ રાજ બહલ - હમને ભી પ્યાર કિયા, પ્યાર કિયા (ગીતા દત્ત સાથે)
સગાઈ - સી. રામચંદ્ર - ઉધર સે તુમ ચલે ઔર ઇધર સે હમ, મોહબ્બત હો ગઇ બસ એક નઝર સે
સબ્ઝ બાગ - વિનોદ - જો કૂછ કહેના હૈ ઇશારોં સે કહેંગે હમ
સ્ટેજ - હુસ્નલાલ ભગતરામ - દિલ લે કે દિલ દિયા હૈ, એહસાન ક્યા કિયા હૈ
ઉસ્તાદ પેદ્રો - સી રામચંદ્ર - દુનિયાવાલો હોશ સંભાલો
આ બધાં જ ગીતોમાંથી જો એક ગીત મારે આ વર્ષ માટે
પસંદ કરવાનું હોય તો મારી પસંદ 'તરાના'નું તલત મહમૂદ
અને લતા મંગેશકરનું યુગલ ગીત "નૈન મિલે નૈન હૂએ બાંવરે" રહેશે.
No comments:
Post a Comment