આકસ્મિક આડપેદાશો
કૌશલ્યનો અભાવ, શીખવાની ઓછી દાનત અને ભૂલોમાંથી શીખીને સુધારા ઍકઅરવાની
અણસમજને કારણે વર્કશોપમાં અમે જે પણ ‘જોબા’ બનાવ્યા હશે તેમાં ‘રીજેક્ટ’ , અથવા તો ‘રીપીટ’,ના કારણે ‘વાયા’ વધારે થતો. આજનાં મેનેજમેન્ટ
સાહિત્યની પરિભાષામાં આવી ધરાર મનોદશા માટે ‘વાજબી નિયમનની પરેની
માનવીય વર્તણૂક’ નાં
વાઘા પહેરાવાય છે ! એ સમયે તો આ ઘટનાને
સહજ ગણી લેતા એટલે કંઈ ખોટું કર્યાનો ભાવ
નહોતો થતો, પણ આજે હવે ગુન્હહિત ક્ષોભ જરૂર અનુભવાય
છે. જોકે આ યાદોની સાથે સાથે વર્કશોપમાં આદરેલી બીજી ‘બૂરી
આદતો’નામ પાછળથી આકસ્મિક સારાં પરિણામો મળ્યાં હતાં એવી
લાગણીની અસરને કારણે આ ક્ષોભની ભાવના કંઈક
અંશે હળવી કરી લેવાય છે.
કોઈ પણ વિદ્યાશાખા કે કોલેજ કે છોકરા છોકરી જેવા ભેદભાવ
સિવાય ક્લાસ છોડવા એ તો કોલેજમાં ભણતાં હોઈએ એટલે એમ તો કરવું એ કોલેજ જીવની ‘મજા’ છે એમ સહજ ગણાતી
આદત કહી શકાય એવો (વણલખ્યો) રિવાજ હતો. અમે, એલડીના વિદ્યાર્થીઓએ, પણ તેમાં અપવાદ નહોતા જ ! ક્લાસ
છોડવાને સામાન્યપણે ‘સર બોરિંગ છે’, ‘આ વિષય તો આપણે આગળ જતાં આમ પણ છોડી જ દેવાનો છે’
જેવી દલીલોથી ઉચિત ઠેરવી દેવામાં આવતું, પણ મહડ અંશે તેની
પાછળ ‘કોલેજ જીવનની આઝાદીનો હક્ક’
ભોગવી લેવાની ભાવના રહેતી એમ મારૂં માનવું રહ્યું છે.
જોકે દિલીપ વ્યાસ ખેલદીલીથી સ્વીકારી લઈને એ મજાને મીઠાશથી મમાળાવે
છે કે વર્કશોપ હમેશાં દિવસને અંતે જ
હોય. કોલેજ થી ઘર બહુ દૂર નહીં, એટલે વર્કશોપ પહેલાંનો પિરિયડ છોડીને હું ઘરે પહોંચી જતો. ઘરે જઈને
નાસ્તો કરી લેવાનો અને પછી બોઈલર સ્યૂટ ઠઠાડીને વર્કશોપના પિરિયડમાં દાહયાડમરા થઈ
ને હાજર થઈ જવાનું.
વર્કશોપના (મને યાદ છે ત્યાં સુધી બીજાં વર્ષમાં) છોડવાના
અપવાદ સિયાવાય હું સામાન્યપણે ક્લાસ છોડતો નહીં એમ કહેવામાં ભણવા પ્રત્યે હું બહુ
કર્ત્વ્યનિષ્ઠ હતો કે પછી બીકણ હતો એવું કોઈ કારણ તો ન કહેવાય. પણ એ તો હકીકત છે
કે વર્ક્ષોપના પિરિયડ અમે બહુ સકારણ, આયોજનબદ્ધ રીતે છોડતા હતા.
પહેલાં વર્ષના અંત
સુધીમાં ચારેક ઘરે રહીને ભણતા અને ત્રણચાર હોસ્ટેલમાં રહીને ભણતા એવા સાતેક
મિત્રોનું એક ‘અમારૂં’ ગ્રૂપ બની ગયું હતું. અમારી કોલેજેતર આગવી સામુહિક પ્રવૃત્તિઓમાં જો સમય મળે તો એકબીજાને ઘરે
જવાનું અને સમય ઓછો હોય તો હોસ્ટેલાના મિત્રના રૂમાં પર ભેગા થવાનું સ્થાન બહુ ખાસ
હતું. અમારામાના એક, પ્રિયદર્શી શુક્લને ઘરે જઈએ ત્યારે તેના
મોટાભાઈએ પોતાના શોખ માટે ખરીદેલ રેકોર્ડ પ્લેયર અને મોટા ભાગની ’૪૦ના દાયકાનાં છેલ્લાં વર્ષો અને ‘૫૦ના દાયકાની
ફિલ્મોનાં ગીતોની રેકર્ડો ખાસ બતાવતો. ધીમે ધીમે અમે તેમાંથી કંઈક કંઈક સાંભળતા પણ
થયેલા. લગભગ એ જ સમયે અમારા ધ્યાન પર આવ્યું કે અમદાવાદ શહેરના કિલ્લાના વિસ્તારની
અંદર ‘સેન્ટ્રલ’ અને ‘કલ્પના’ ટોકિઝોમાં આ ફિલ્મો નિયમિત રીતે બતાવાય છે.
બસ, આટલી સમજ પડી કે
અમને સ્ફુરણા થઈ કે આયોજનબદ્ધ રીતે વર્કશોપના ક્લાસ છોડવામાં આવે તો આપણને રસ પડે એવી ફિલ્મ જોઈ શકાય ખરી. ફિલ્મ
જોવામાં અમારો રસ તો માત્ર જે ગીતો અમે રેકર્ડ પર સાંભળ્યાં તેને પરદા પણ જોવાનો
લહાવો લેવાનો હતો એટલે થિયેટરમાં થોડા મોડા પહોંચીએ કે વહેલાં નીકળી જવું પડે એમાં અમને ખાસ કોઈ વાંધો નહોતો.
આમ એ વર્ષમાં દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવા આનંદની ફિલ્મો ઉપરાંત બીજી પણ જે થોડીક ફિલ્મોના ગીતો રેકર્ડો પણ સાંભળ્યા તે
બધી ફિલ્મો લગભગ જોઈ પાડી.
આ વાત જો આટલી જ
હોત તો કોલેજ કાળમાં જે બીજી નાની મોટી મજાઓ કરી અને પછી સમયની સાથે ભૂલી પણ ગયા
તેમ આ મજા પણ ભુલાઈ ગઈ હોત. પણ અહીં મૂળ વાત તો વર્કશોપના પિરિયડ છોડવાના ફાયદાની
સાથે રેકોર્ડ પર ગીત સાંભળીને પરદા પર
જોવાથી હિંદી ફિલ્મ ગીતો પ્રત્યેની મારી સમજણને જે એક દિશા મળ્યા સ્વરૂપની આડપેદાશની
છે. જોકે આ વાત મને બહુ મોડેથી સમજાઈ એ અલગ વાત છે!
મજાની વાત તો એ છે
કે આ આડપેદાશની બીજી એક આડપેદાશનો પણ મને લાભ મળ્યો. ફિલ્મો જોવા કે મિત્રોને ઘેર
જવા માટે સાઈયકલનો ઉપયોગ અમને બહુ સગવડભર્યો પડતો. ઘણી વાર ડબાલ સવારી પણ જવાનૂં
થતું. શહેરના અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ પ્રકારના
ટ્રાફિકમાં, સાઈકલ ચલાવવાને
કારણે સાઈકલ ચલાવવાનો મારો આત્મવિશ્વાસ વધ્યો. તે ઉપરાંત તેને કારણે જે ટ્રાફિકની
જે સૂઝ વીકસી તેનો સીધો ફાયદોમાં ભવિષ્યમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ઓટોમોબાઈલ
વાહનો ચલાવવામાં જે સ્વાભાવિક સૂઝ વીકસી
તેમાં થયો!
આજની યાદોનો આ મણકો પૂરો કરતાં પહેલાં એક રસપ્રદ
આડવાત યાદ આવે છે તે જણાવવાની લાલચ નથી રોકી
શકાતી.
રેકોર્ડ પર જે ગીત
સંભાળવું ગમ્યું હોય તે પરદા પર એટલું જ
ગમશે એવી અમારી માન્યતા તો બહુ તરતમાં જ ભાંગી ચૂકી હતી. એ ભાંગેલી માન્યતાના
ભંગારને ભૂકો કરી નાખવાનું કામ ‘દેવદાસે’ કરી આપ્યું. દિલીપકુમારનું દેવદાસ (૧૯૫૩) જોઈને
અમને કે એલ સાયગાળાનાં દેવદાસ (૧૯૩૫) જોવાનૂં જે શૂરાતન ચડ્યું હતું તે ફિલ્મ જોતાં જ બાષ્પીભવન થઈ ગયું.
ગીતો જેટલાં સારાં હતાં તેટલાં જ પરદાપર
રસહીન, નાટકીયાં અને
કૃત્રિમ લાગ્યાં. એ પછીથી ગીત ગમે એટલે ફિલ્મ જોવી જ એવી ભૂલ ક્યારે પણ ના કરવી એ
પાઠ શીખવા મળ્યો.
પણ અમારા એક મિત્રને હજુ બીજી વાર ખરડાવું હતું. બડી બહન (૧૯૪૯)નાં ચૂપ ચૂપ ખડે હો
જરૂર કોઈ બાત હૈ કે મુહબ્બત કે ધોખેમેં કોઈ ન આયે જેવાં ગીતોને પરદા પર જોવા એ ભાઈ
અમારા બધાની સલાહ અવગણીને એકલા ગયા. હજૂ
તો કલાક ધોઢ કલાક માંડ થયો હશે ને એતો પાછો આવી ગયો. થોડા દિવસો સુધીની અમારી
પૂછપરછને અંતે ખબર પડી કે આવી સુંદર છોકરી જ્યારે એના પ્રેમમાં હતી તો પેલો હીરો
બે ફૂટ પહોળી પેંટ પહેરીને પણ તેને પરણી જવાની ફિરાક જ ન ગોઠવી શક્યો ( એ જમાનામાં
છોકરાઓ ચામડી સાથે ચોંટી ગયેલી પેંટ પહેરતા !) એ વાત જ એ ગળે નહોતો ઉતારી શક્યો, એટલે થિયેટરમાંથી રીતસરનો ભાગી જ આવ્યો હતો !
હવે પછીના મણકામાં અન્ય પ્રેક્ટિકલ્સની થોડી યાદો અને ખાસ તો મૌખિક પરીક્ષાઓના
સમયનાં વાતાવરણની યાદો તાજી કરવી છે.
દિલીપ વ્યાસે વર્કશોપની મમળાવેલી તેમની યાદોમાંથી સાભાર.
No comments:
Post a Comment