હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ
યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - ૬_૨૦૨૩ માં આપનું સ્વાગત છે.
Veteran
singer Sharda (Rajan Iyengar, -25.10.1933 – 14.06.2023) has passed away at the age
of 89. મને
તેમણે ઓછું સાંભળેલું ગીત યાદ આવે છે - જિગર કા દર્દ બઢતા જા રહા હૈ (સ્ટ્રીટ
સિંગર ૧૯૬૬ – મોહમ્મદ રફી સાથે – ગીતકાર: હસરત જયપુરી – સંગીતકાર: સુરજ).
આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –
હિંદી ફિલ્મનાં રસિકજનોની
હિંદી ફિલ્મનાં સુવર્ણ યુગનાં ગીતોની યાદોને જીવંત કરતાં કરતાં Songs of Yore
completes 13 years
Did you know that Neecha Nagar was first Indian film to win the grand prize at Cannes Film Festival? – ‘નીચા નગર’નું સંગીત રવિશંકરે સ્વરબદ્ધ કર્યું હતું.
Rajinder
Krishan — Hum Kuchh Nahi Kehte - ૧૯૪૮ થી ૧૯૭૩ નાં રાજેન્દ્ર કૃષ્ણનાં સૌથી વધારે સક્રિય
વર્ષોને Monica Kar તેમના ત્રણ ભાગમાં વિસ્તરાયેલા લેખમાં આલેખે છે. Part 1 માં રાજેન્દ્ર
કૃષ્ણનાં અનિલ બિશ્વાસ, હંસરાજ બહલ, એન દત્તા, એસ ડી અને આર ડી
બર્મન, સલીલ ચૌધરી, શ્યામ સુંદર, સોનિક ઓમી, ઉષા ખન્ના
સાથેની કેટલાંક ગીતો યાદ કરાયાં છે. ઓછાં કહી શકાય એટલી સંખ્યામાં જેમની સાથે રાજેન્દ્ર
કૃષ્ણએ ગીતો રચ્યાં હોય એવાં સંગીતકારોની યાદીમાં
Part 2 માં ચિત્રગુપ્ત, હેમંત કુમાર, હુસ્નલાલ ભગતરામ, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલા, રવિ અને શંકર જયકિશનનાં કેટલાંક ગીતોને યાદ
કર્યાં છે. આ ગુલદસ્તામાંથી મેં દિલમે સમા ગયે સજન ફૂલ ખીલેં
ચમન ચમન - સંગદિલ, ૧૯૫૨ – તલત મહમુદ અને લતા મંગેશકર સંગીતકાર સજ્જાદ હુસૈન ને ખાસ પસંદ કર્યું
છે.
On NT Rama Rao's centenary, remembering the
early NTR – અભિનેતા તરીકે એનટીઆર સિવાજી ગણેશનાની જેમ આખી ફિલ્મ પોતા
ઉપર ખેંચી શકવા માટે જાણીતા ન ગણાય પણ હળવી રમૂજને પરદા પર રજૂ કરી શકવાની તેમની
કાબેલિયતનો રંગ જ અનોખો રહેતો.
6th
June marks Sunil Dutt’s Birth Anniversary
and 1st
June marks the birth anniversary of Nargis
What
makes ‘Bicycle Thieves’ so special? –
સમાનુભૂતિની
બરછટ જણાય એવાં પદ્યના આંતરપ્રવાહમાં અનુભવાતા ક્રોધ જેવી માનવ
લાગણીઓના આ દસ્તાવેજની કેટલી તકનીકી બારીકીઓ આજે પણ ફિલ્મ નિર્માણનાં પાઠ ભણાવી
જાય છે.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં
ગીતો ના ૮મા સંસ્કરણના જૂન ૨૦૨૩ના અંકમાં દત્તારામ - આપ આયે તો ઉજાલા
સા હુઆ મહેફિલમેં શીર્ષક હેઠળ દત્તારામ સર્જિત ૧૯૭૦ અને ૧૯૭૧નાં વર્ષનાં ગીતોને યાદ કર્યાં છે.
દત્તારામ સર્જિત જાણીતાં તેમ જ ઓછાં જાણીતાં ગીતોને યાદ કરવાના 'દિલ્લી આટલી નજદીક છતાં કેટલી દૂર' શીર્ષક હેઠળના આપણા આ ઉપક્રમ હેઠળ અત્યાર સુધી , આપણે
૧૯૫૭ થી ૧૯૫૯નાં વર્ષનાં ગીતો ૨૦૧૮માં ,
૧૯૬૦ અને ૧૯૬૧નાં વર્ષનાં ગીતો ૨૦૧૯માં,
૧૯૬૨ અને ૧૯૬૩નાં વર્ષનાં ગીતો ૨૦૨૦માં, અને
૧૯૬૫નાં વર્ષનાં ગીતો ૨૦૨૧માં,
૧૯૬૮નાં વર્ષનાં ગીતો ૨૦૨૨માં
સાંભળ્યાં છે
દત્તારામે
સ્વતંત્ર સંગીતકાર તરીકે રચેલાં ગીતોની સફરની લેખમાળા 'દિલ્લી આટલી નજદીક છતાં કેટલી દૂર' ના બધા મણકા એકસાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર
ક્લિક કરશો.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના
કેટલાક લેખો પર –
Mahefil Mein Meri
Telephone Songs, Jhoola Songs and the romantic songs picturised on the couple
with a group of dancers in the background જેવા ખૂબ સંશોધન માગી લેતા લેખો રજૂ કરે છે.
The
Adieu Solos એવાં
ગીતો છે જે વિદ્યા લેતી વ્યક્તિ ગાઈ રહી હોય. એ ભલે ક્યારેય પાછા ન આવવાનૂં
વિચારતી પણ હોય, પણ આ
ગીતો તે જેની વિદાય લેવા ધારે છે તેમને ઉદ્દેશીને નથી ગવાયાં. આ ગીતોમાં આત્મહત્યા
કરવાની ધારણાઓનાં ગીતો પણ નથી સમાવાયાં .
D P Rangan તેમની ત્રિપુટી રચનાઓ Ballads of Love: Ecstacy, Ballads of Love: Agony, અને Ballads of Love: Flippantને આગળ વધારીને હવે ફરિયાદ, તકરાર
જેવા મુદ્દાઓને લાગતાં ગીતો Shikwa
in Bollywood માં રજૂ કરે છે.
Songs with Paradoxes – અમુક ગીતોમાં વિરોધાભાસ મુખડામાં છે તો અમુકમાં અંતરામાં, પણ એ વિરોધાભાસ સ્પષ્ટ તો થઈ જ રહે છે.
ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada
Sharma નાં અઠવાડીક
કોલમ, Bollywood
Rewind, ના લેખો –
·
This Hema Malini-Jeetendra film rewards the
hero for his mistakes, and leaves her blind – ગુલઝારની ૧૯૭૭ની ફિલ્મ ‘કિનારા’માં અંધ બનતી
હેમા માલિનીનાં પાત્રને સજા પર સજા આજ મળતી રહે છે પણ જીતેન્દ્રનાં પાત્રની
વારંવાર થતી દરેક ભૂલો માફીપાત્ર જ બની રહે છે.
·
Hrishikesh Mukherjee’s
Khoobsurat cracked the code on being political without making it obvious – ખૂબસૂરત હૃષીકેશ મુખર્જીની
બહુ લોકપ્રિય થયેલી ફિલ્મ છે. દેખીતી રીતે તો તે એક સીધી સરળ કૌટુંબીક વાર્તા
છે, પણ તેની સાથે તેમની પોતાની વિચારસરણી પણ તેમણે બહુ ખૂબીથી વાણી
લીધી છે.
- Shekhar Kapur’s Masoom released when Hindi cinema was all about Coolie, Himmatwala but has aged better than its contemporaries – શેખર કપૂરે તેમની ૧૯૮૩ની ફિલ્મ, માસુમ, ની અનુગામી આવ્રુતિ બનાવવાની જાહેરાત કરી.
અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર
કરીએ
જૂન ૨૦૨૩માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
ફિલસુફીભર્યા ગીતો – ૧૧ – ख़तम हुए दिन इन उस डाली के जिस पर तेरा बसेरा था
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં ધુંદ (૧૯૭૩) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી ‘સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ’માં (૨૭) ગીત અને સિતારા પ્રકરણ રજુ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી
આ મહિને " ગિટાર (૧)"ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર
ગીતો રજૂ કરે છે..
ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને તેઓ શૈલેન્દ્ર , સાહિર લૂધીયાનવી, શકીલ બદાયુની અને મજરૂહ સુલ્તાનપુરીની ગઝલો પેશ કરે છે.
ગાઓ રે ગાઓ રે ગાઓ ખુશીયોં કે તરાને
ઝૂમ ઝૂમ કે આઈ હૈ આઝાદી – સમુંદર (૧૯૫૭) - ગીતકાર: રાજેન્દ્ર ક્રુષ્ણ – સંગીતકાર: મદન
મોહન
ઓ સોનીયે ઓ સોનીયે જબ જીત હુઈ હૈ હમારી તો ચાલો હમ શાન સે ચાલે – ૧૦ ઓ’ક્લોક (૧૯૫૮) – ગીતકાર: શ્યામ હિન્દી – સંગીતકાર: રામ ગાંગુલી
ગોરે ગોરે ગાલોં પે કાલા કાલા તીલ હાયે મેરા દિલ – ચંદુ (૧૯૫૮) – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન – સંગીતકાર: બિપીન બાબુલ
કલ તલક તો ઠીક થા આજ હમેં ક્યાં હો ગયા – ડીટેક્ટીવ (૧૯૫૮) – ગીતકાર: શૈલેન્દ્ર – સંગીતકાર: મુકુલ રોય
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો
આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ,
તસ્વીરો અને વિડીયો / ઓડીયો
લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment