દત્તારામ
– દેખી
તેરી દુનિયા અરે દેખે તેરે કામ
દત્તારામની
સંવત્સરીના મહિનામાં આપણે આ મંચ પર
સ્વતંત્ર સંગીતકાર તરીકે દત્તારામ દ્વારા રચાયેલાં ગીતોની યાદ, વર્ષ ૨૦૧૮થી, તાજી કરી રહ્યં
છીએ. અત્યાર સુધી , આપણે દત્તારમે રચેલાં
૧૯૫૭ થી
૧૯૫૯નાં વર્ષનાં ગીતો ૨૦૧૮માં ,
૧૯૬૦ અને
૧૯૬૧નાં વર્ષનાં ગીતો ૨૦૧૯માં,
૧૯૬૨ અને ૧૯૬૩નાં વર્ષનાં ગીતો ૨૦૨૦માં, અને
૧૯૬૫નાં વર્ષનાં ગીતો ૨૦૨૧માં
સાંભળી ચુક્યાં છીએ.
૧૯૬૬ અને ૧૯૬૭નાં વર્ષો ખલી ગયા બાદ દત્તારામે ૧૯૬૮માં ફરિશ્તા અને ૧૯૬૯માં - ફરિશ્તા, બાલક અને બેક઼સુર- એમ ત્રણ ફિલ્મો માટે રચેલાં
ગીતો આજે આપણે સાંભળીશું.
ફરિશ્તા (૧૯૬૮)
આ બી ગ્રેડની ફિલ્મ માટે દત્તારામનો સાથ ગીતકાર
અસદ ભોપાલી આપે છે.
હિંદી થ્રિલર ફિલ્મો માટે કંઈ પણ ઉત્તેજનાપૂર્ણ ઘટના બનવાની હોય એટલે ક્લબ માં ગવાતું નૃત્ય ગીત મુકવું જ જોઈએ એવો શિરસ્તો પડી ગયો છે. ગિટારને મુખ્ય વાદ્ય તરીકે ઉપયોગમાં લઈને દત્તારામ પોતાની અપેક્ષિત ભૂમિકાને ન્યાય આપે છે.
દેખી તેરી દુનિયા અરે દેખે તેરે કામ - મુકેશ
ફિલ્મનાં મુખ્ય પાત્રની મનોસ્થિતિને અનુરૂપ શેરી નૃત્ય ગીત પણ ગોઠવાઈ જ જાય ! મુખ્ય કલાકારના મનમાં કંઈક ગંભીર ગડમથલ ચાલે છે, એટલે દત્તારામે મુકેશના કંઠનો પાર્શ્વસ્વર તરીકે ઉપયોગ કરવનું નક્કી કર્યું હશે !
એક ખુબસુરત લડકી મેરી નયી મુલાક઼ાતી - કિશોર કુમાર, આશા ભોસલે
શરારતો ભર્યાં ગીત માટે કિશોર કુમારની સહજ હરકતોને, પહેલી જ વાર, ઉપયોગમાં લેવાનો દત્તારામનો પ્રયોગ 'આરાધના' (૧૯૬૯) પછીના કિશોર કુમાર ૨.૦ના ઉદયનું એંધાણ હશે !
ભાઈને હાથે રાખડી બાંધવાના પરંપરાગત પ્રસંગને દત્તારામ અનોખી સૂઝથી રમતિયાળ ગીતનાં સ્વરૂપમાં રજૂ કરે છે.
પરદા પર હીરોઈન પોતાના પ્રેમની કબુલાત વ્યક્ત કરે છે એવા ભાવને દત્તારામે લાડ લડાવીને રજુ કર્યા છે.
બાલક (૧૯૬૯)
માણસ જન્મથી જ
ખારાબ સંજોગો લખાવીને આવે છે ક એ કેમ એવા આદર્શવાદી વિષય પર બનાવાયેલ આ ફિલ્મના
લેખમાં જ ટિકિટબારી પરની નિષ્ફળતા લખી હશે?
દત્તારામ અને
ગીતકાર ભરત વ્યાસ પોતાના સંન્નિષ્ઠ પ્રયાસોથી તેમાં કંઈક બદલાવ કરી શકવાની કોશિશ
કરે છે.
આ ગીત સાંભળતાંની સાથે જ યાદ આવી ગયું કે એ વર્ષોમાં પણ આ ગીત રેડિયો પર ઘણું સાંભળ્યું છે. એ બતાવે છે કે 'અબ દિલ્લી દૂર નહીં' (૧૯૫૭)ની સફળ રચનાઓનાં સર્જનના એક દસકા પછી પણ દત્તારામના કસબને ઝંખપ નથી લાગી.
ફિલ્મની વાર્તાનો અર્ક સમાવી દેનારાં બેકગ્રાઉન્ડ ગીતોનો પ્રકાર હિંદી ફિલ્મોમાં બહુ હાથવગો ગણાતો. દત્તારામે મોહમ્મદ રફીને પસંદ કરીને ગીતને પ્રસંગોચિત બનાવી આપ્યું છે.
દત્તારામની સામે એક વર્ગની જે મોટી ફરિયાદ હતી કે તેઓ શંકર જયકિશનની શૈલીમાં જ ગીતો રચતા તે આ મુજરા નૃત્ય ગીતમાં ચરિતાર્થ થાય છે.
નન્હા મુન્ના રાહી હું (સન ઑફ ઇન્ડિયા, ૧૯૬૨)ની ગાયક શાંતિ માથુરનો અહીં કરેલો પ્રયોગ દત્તારામની સંગીત નિર્દેશક તરીકેની તેજ સૂઝની ગવાહી પુરે છે.
બેક઼સૂર (૧૯૬૯)
આ પણ બી ગ્રેડની
જ ફિલ્મ હશે, પણ તેની બહુ
વિગતો પ્રાપ્ય નથી જણાતી. ફિલ્મમાં ચાર ગીતો હતાં જે ફારુક઼ કૈસરે લખ્યાં છે.
સમયની દૃષ્ટિએ ભલે દત્તારામની કારકિર્દીની સંધ્યા કહી શકાય, પણ દત્તારામની આ રોમેન્ટિક રચના હજુ એટલી જ તરોતાજા છે.
'૬૦ના દાયકાની શરૂઆતનાં ગીતો જેવી જ રચના દત્તારામ દાયકાના અંતમાં પણ એટલી જ સરળતાથી કરી લે છે.
ચુલબુલાં ક્લબ ગીતો બનાવતી વખતે દત્તારામ હજૂ પણ એટલા જ ખીલે છે.
ફિલ્મનાં ચોથાં
ગીત - મોહબ્બત સે કહ દો (આશા ભોસલે)-ના નેટ પર ડિજિટલ સગડ નથી મળી શક્યા.
દત્તારામનાં ગીતો ન મળે પરિસ્થિતિ હવે થવા લાગી છે ત્યારે અણસાર આવવા લાગે છે કે હવે તેમની કારકિર્દીનો સૂર્ય અસ્તાચળને અંતિમ તબક્કે છે. એ અહેસાસ સાથે હવે પછીના, છેલ્લા,મણકામાં, દત્તારામની છેલ્લી બે ફિલ્મોનાં ગીતોનો પરિચય કરીશું.
No comments:
Post a Comment