Sunday, June 19, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - જૂન ૨૦૨૨

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  જૂન ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી ડૉ. એલન હન્ટરનો લેખ, સંકર પ્રજ્ઞા / Hybrid Itelligence, આ મહિને પસંદ કરેલ છે.

એ લેખનાં સંક્ષિપ્ત સંસ્કરણ વિશે વાત કરતાં પહેલાં ડિજિટલ ટેક્નોલોજિ વિશેનાં વર્તમાન સાહિત્યમાં સંકર પ્રજ્ઞા વિશે શું કહેવાયું છે તેના પર એક નજર કરી લઈએ

સંક્રર પ્રજ્ઞાનો મૂળભુત તર્ક વિષમ વૈવિધ્ય ધરાવતી પંચમેળ પ્રજ્ઞાઓ (માનવ અને કૃત્રિમ બુદ્ધિ સ્રોતો)ની પૂરક શક્તિઓનો સામાજિક-ટેક્નોલોજિ સંબંધિત સમગ્ર ચિત્ર રજુ કરવાનો છે.… સંકર પ્રજ્ઞાની વ્યાખ્યા આ મુજબ કરવામાં આવે છે - માનવ અને કૃત્રિમ પ્રજ્ઞા (AI) નાં સંધાન વડે સામુહિક સ્તરે જટિલ લક્ષ્યો સિદ્ધ કરવાની ક્ષમતા, જેને કારણે વધારે સારાં પરિણામો અને એકબીજાથી શીખતાં રહેવાનું શક્ય બનતું રહે. - ડેલરમૅન્ન વગેરે (૨૦૧૯)[1]


જોતજોતામાં AI ને કોર્પોરેટ અને સામાજિક ક્ષેત્રે મળી રહેલી સફળતાને કારણે માનવીનો એકડો નીકળી જવાનો જે ભય પેદા થયો છે તેને કારણે શુદ્ધ AIની જગ્યાએ IA (પ્રજ્ઞા વર્ધન) વિકસાવવા વિશે વિચાર કરાવા લાગ્યા છે. ખરેખર તો મોટા ભાગના વર્તમાન AI ઉપયોગોમાં માનવી પણ સંકળાયેલ હોય - human-in-the-loop (HITL)- તેવું ઘણું છે, એ દૃષ્ટિએ તે AI કરતાં તો વધારે  IA જ છે. હવે પછી બે પ્રવાહો જોવા મળશે. એકમાં (મશીનની ગણતરીઓ ચકાસવા માટે) માણસને સાંકળ ઉપર રાખીને - human-on-the-loop  - પછીથી ધીમેથી માણસને સાંકળમાંથી ખસેડી લેવો. આ દૃષ્ટિકોણની સામે બે પડકારો છે - ૧) અગત્યતાને સાંકળવાની સમસ્યા (જ્યારે આપણે પણ આપણી પસંદ નાપસંદ વિશે સ્પષ્ટ નથી થઈ શકતાં એવા સંજોગોમાં મશીન માણસની પસંદ શી રીતે સંતોષી શકશે), અને ૨) અલ્ગોરિધમોના વિકાસને કારણે માનવ કૌશલ્યોમાં થનાર ધરખમ ઘટાડો. પ્રસ્તુત વ્યક્ત્વયમાં આ બન્ને પડકારોનો સામનો શી રીતે કરવો તે બીજા પ્રવાહથી રજુ કરાયું છે. એ પ્રવાહ છે  મશીન અને માણસની સંકર પ્રજ્ઞા -hybrid intelligence (HI)- જેમાં બન્ને એકબીજાં સાથે સહક્રિયાત્મક રીતે આપલે કરે છે અને એકબીજામાંથી સતત શીખતાં રહે છે. [2]

વર્તમાન સાહિત્યના આ અભિગમની સામે આજે પસંદ કરેલો લેખ સંકર પ્રજ્ઞા વિષય વિશે નવી જ દિશાઓ ખોલી આપે છે. અહીં પ્રસ્તુત છે એ લેખનો સંક્ષિપ્ત અંશ:

શ્વાસોચ્છશ્વાસ એ દરેકની વ્યક્તિગત પ્રવૃતિ જણાય. પરંતુ જંગલમાં કે કોઇ ટેકરીની આસપાસ ચક્કર મારતાંવેંત, લગભગ સમગ્ર અસ્તિત્ત્વને શ્વાસ લેતાં અનુભવીને આપણો વિશાળ દૃષ્ટિકોણ ખુલી જાય છે.

તે જ રીતે, માનવ શરીરમાં વહેતું પાણી દરેક સજીવમાં વહેતાં પાણીનાં જળવિદ્યા ચક્રનું એક અમથું ટીપું જ છે. 

આમ, શ્વાસોચ્છશ્વાસ કે પાણીને વૈશ્વિક વ્યાપકતાની આપણને ખબર હોવા છતાં, મોટા ભાગે આપણે માનીએ છીએ કે પ્રજ્ઞા અને સચેતનતા આપણા અને આપણને પસંદ લોકો પુરતાં જ મર્યાદિત છે. કદાચ, આંતરપ્રતીતિના વિશાળ સમુદ્ર સામે આપણે આંખ જ બંધ કરી દીધી છે.

શક્ય છે કે પ્રકૃતિની પ્રજ્ઞા વિશેનો આપણો મર્યાદિત, વ્યક્તિગત દૃષ્ટિકોણ જ આપણી અનેક સમસ્યાઓનું અને તેમનું સમાધાન શોધી શકવાની અક્ષમતાનું મૂળ હોય.

જોકે ડિજિટલ યુગે માનવીની વિદ્યુતચુંબકીય તરંગો મેળવી અને મોકલી શકવાની ક્ષમતા અનેક ગણી વધારી દીધી છે. તેને કારણે સૌરમડળની પારનાં અસ્તિત્વો સાથે પ્રત્યાયન કરી શકવાની સંભાવના અશક્ય નથી જણાતી. આવો સંપર્ક આપણા મૂળભૂત વિચારો અને ક્ષમતાઓમાં આમુલ પરિવર્તન પણ લાવી શકે છે.

જોકે, પૃથ્વી બહાર સાથેનાં પ્રત્યાયન સિવાય પણ, માનવી આજે પોતાની પ્રજ્ઞા અને નિર્ણય-પ્રક્રિયામામ વર્ધન કરવાની સ્થિતિમાં છે. આવો વધારો અમુક અંશે વધેલી વ્યક્તિગત પ્રજ્ઞા, કે કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક વિલક્ષણ પ્રતિભાના ઉદયને પ્રતાપે પણ હોઈ શકે છે.

તે ઉપરાંત આપણે માણસ-મશીન, માણસ-વનસ્પતિ, માણસ-ઉપપરમાણ્વિક પ્રજ્ઞાઓનાં અને એવી અનેક સંભાવનાઓનાં સંકર સ્વરૂપોનો પણ ફાયદો મેળવી શકીએ છીએ. મશીન સાથે સહકાર તો માણસ-કમ્પ્યુટર સંપર્કોનાં વિવિધ સ્વરૂપોનાં નિયમન કરવામાં બિન-જૈવ પ્રજ્ઞાનો ઉપયોગ વધારી જ રહ્યો છે. જે લોકોને દર્શનશાસ્ત્ર કે આધ્યાત્મિકતામાં રસ છે તેઓ સર્વવ્યાપક સત્યોની અનુભૂતિમાં AIની ભૂમિકા વિશે વિચારી શકે.

માણસે વનસપતિ કે ફુગ જેવાં જીવોનો સાધન તરીકે જ ઉપયોગ કર્યો છે. પરંતુ હવે એ સમજ વધી રહી છે કે આપણી પૃથ્વી પરનાં વનસ્પતિ જગતને પોતાની 'પ્રજ્ઞા' છે. વનસ્પતિ વિશ્વના પરંપરાગત દૃષ્ટિકોણથી કરાતા અભ્યાસ, ethnobotany, થી સમજાય છે કે પરંપરાગત ભારતીય સંસ્કૃતિ પાસે, પીપળો, વડ, અશોક, તુલસી, બિલી, નાળિયેરી જેવાં વૃક્ષોનું આ બાબતમાં વિશાળ જ્ઞાન હતું 

માણસ કરતાં અનેક ગણી આધુનિક જન્મજાત GPS ધરાવતાં અમુક પક્ષીઓ જેવી પ્રાણીઓની પ્રજ્ઞાનાં આધ્યાત્મિક અંગ માટે પુરાણી સંસ્કૃતિઓને ખુબ જ માન હતું.

ટુંકમાં, વનસ્પતિ અને પ્રાણી જગત તેમની આસપાસનાં જીવાવરણની સાથે પુરેપુરાં સુગ્રથિત, પૂરક અને સંતુલિતપણે એકરાગ છે.

શક્ય છે કે નજદીકનાં ભવિષ્યમાં જ વનસ્પતિ પ્રજ્ઞા અને AIની મદદથી થતાં નિરીક્ષણ વચ્ચે મજબુત કડી હોય. જોકે એ પરિણામો સુધી પણ રાહ જોવાની આપણને જરૂર નથી. આપણી આસપાસ, હરહંમેશ, સુયોજિત કુદરતી બ્રહ્માંડ છે જ.

બૌદ્ધિક સચેતના કોઈને કોઈ રીતે માનવ મગજ સાથે જોડાયેલ છે તેમાંથી જ ઉદ્‍ભવે છે એ ખયાલને ખુબ સન્માનીય વૈજ્ઞાનિકો અને દર્શનશાસ્ત્રીઓ  ભારપૂર્વક નકારે છે. વિજ્ઞાનવાદ (scientism) કે ભૌતિકવાદ (physicalism) તરીકે ઓળખાતો આ વિચાર સંદતર જરીપુરાણો છે અને તેમાંથી જે તારણો નીકળે છે તે વિજ્ઞાન આધારિત છે તે ભ્રમ જ છે તેવું તેમનું સ્પષ્ટ માનવું છે.

એક વૈકલ્પિક દૃષ્ટિકોણ એવો છે કે બૌદ્ધિક સચેતના બ્રહ્માંડમાં સહજ અને તેનું મૂળ તત્ત્વ છે. એના પરથી એમ કહી શકાય કે સંકર પ્રજ્ઞા દ્વારા એમ સૂચવવું જોઈએ કે તેનાં સ્વરૂપ ભલે સંકર છે, પણ પ્રજ્ઞા તો મળભૂત અને એક આગવું એકમ જ છે. માનવ પ્રજ્ઞા તો આ વનસ્પતિ, પ્રાણીઓ, નદીઓ, પહાડો, તારાઓ અને આકાશગાંગાઓ સહિતનાં, એક પ્રજાતિ પર બીજીને પ્રાથમિકતા ન આપતાં, એકરૂપ, તીવ્ર બુદ્ધિશાળી, ત્વરિત પ્રતિભાવ આપતાં, બ્રહ્માંડનું એક નજીવું ઘટક છે.

માનવ સભ્યતાના આધુનિક વિકાસની સાથે સાથે જૈવવૈવિધ્ય પણ ખતમ થવા ભણી જઈ રહ્યું છે. તેને કારણે થઈ રહેલાં અન્ય નુકસાનોની સાથે આપણા સિવાય અન્ય પ્રજાતિઓ સાથે ઘટી રહેલાં પ્રત્યાયન, કે સહભાગિતાનું નુકસાન પણ ગણતરીમાં લેવું જોઈએ. નીકળી રહેલાં આ નિકંદનને, મૂળભૂત સ્તરે જ પડકારવાને બદલે, ડિજિટલ ટેક્નોલોજિએ વધારે ગતિ આપી છે. પોતાની જાતમાંજ છે અને અન્ય કશે બુદ્ધિ છે જ નહીં એમ માનનાર પ્રજાતિની આ ધવલ અને શ્યામ વિચારસરણી્, કદાચ, પરંપરાગત ટ્રાંસિસ્ટરની ઓન-ઑફ્ફ કાર્યપદ્ધતિનું સુંદર રૂપક છે.

સંકર પ્રજ્ઞાની સમજની વધારે સારી રીતે છાનબીન કરવામાં વધારે આધુનિક ક્વૉન્ટમ ટેક્નોલોજિ કદાચ વધારે મદદરૂપ બની શકે અને પરિણામે માનવીય ચેતનાને બુદ્ધિશાળી અને સર્જનાત્મક બ્રહ્માંડમાંથી વ્યુત્પન્ન ક્રિયાનું સ્થાન મળે.

આટલું લખ્યા પછી મને ખ્યાલ આવ્યો કે આ આખી દલીલને મહર્ષિ રમણે બે જ શબ્દો- અરૂણાચલ શિવ[3] -માં વધારે સારી રીતે રજુ કરી છે.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • The Importance of the 'We' Culture - The We Cultureનાં લેખિકા લ્યુસિઆના પૌલિસ ASQTV સાથેની વાતચીતમાં જણાવે છે કે વર્તમાન સંજોગોમાં બદલતી જતી સંસ્કૃતિઓને કારણે કંપનીઓને પરિણામો માટે ઉપર-થી-નીચે પ્રકારનાં માળખાંની સંસ્કૃતિને બદલે સંઘીય સંસ્કૃતિઓ પર ભાર મુકવો પડી રહ્યો છે

Jim L. Smithની Jim’s Gems નો લેખ


  • Failure is a Myth - ભવિષ્યને કારણે સર્જનાત્મકતાને ન અવરોધશો. - એરિસ્ટોટલ સર્જનાત્મક્તાને ઈશ્વરીય વરદાન માનતા હતા …. પરંતુ સર્જનાત્મકતા ઉદ્‍ભવે ક્યાંથી છે? એક ઘડી પહેલાંનું કોરૂં પાનું બીજી જ ઘડીએ નવાં જ વિચરબીજમાં પરિવર્તિત થઈ જાય છે….. જ્યારે નવા વિચાર સાથે કંઈ કરવાનું આવે છે, ત્યારે નિષ્ફળતાનો ડર દાખલ થાય છે. કોઈને પણ નિષ્ફળ ન જ થવું હોય.… પરંતુ નિષ્ફળતા એ સફળતા તરફની સીડીનું અગત્યનું પગથિયું છે…..નિષ્ફળતા જેવું કંઈ જ હોતું નથી. નિષ્ફળતાનું વિઘટન કરીશું, વેધક સવાલો પુછીશું, અનુભવ-સિદ્ધ શાણપણનું એકેએક ટીપું નિચોવી લઈશું તો નિષ્ફળતા સાવ સીધો સાદો પ્રતિભાવ જ જણાશે.

 


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.



[2] Hybrid Intelligence: First Rate Humans, Not Second-Class Robots • Jacob Sherson

[3] અરૂણાચલ (વિવેકનો પર્વત) શિવ (આત્મા)

અહીં અરૂણાચલની પોતાની પવિત્રતા માત્રનો જ સંદર્ભ નથી પણ અરૂણાચલ જેનું કેન્દ્ર છે એવા અદ્વૈતના સિદ્ધાંતનું અને આત્મનિરીક્ષણના માર્ગનાં અગ્રિમ માહાત્મ્યનું પણ છે. - સંદર્ભ Arunachala Hill

અરૂણાચલ મંત્ર                                                                                                       

No comments: