મોહમ્મદ રફી (જન્મ: ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ – ઇંતકાલ: ૩૧ જુલાઈ ૧૯૮૦)ની ૪૩મી પુણ્યતિથિની યાદાંજલિ – એક હી બાત જમાનેકી કિતાબોમેં નહીં
એમની ગૈર ફિલ્મી રચનાઓમાં પ્રાધાન્ય રચનાના ભાવને જ હોય, એટલે
અત્યાર સુધી
૨૦૨૧માં
૪૧મી પુણ્યતિથિ પ્રસંગે ક્યા યાદ તુમ્હેં હમ આયેંગે
અને
૯૭મી જન્મ
જયંતિ પ્રસંગે મેરે ગીતોંકા સિંગાર હો તુમ
અને પછી
૨૦૨૨માં
૯૮મી જન્મજયંતિ
પ્રસંગે ભૂલે ચૂકે મળે તો મુલાકાત માગશું
શીર્ષકો હેઠળ કેટલાંક ગૈર-ફિલ્મી
ગીત અને ગઝલ ગીતો આપણે યાદ કરી ચુક્યાં છીએ.
આ ગીતો સાંભળતી
વખતે ખય્યામ અને તાજ અહમદ ખાન દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં ગીતો શ્રવણીય પાસાંઓ અને
સંખ્યાએ ધ્યાન ખેંચેલ. ખય્યામ દ્વારા રચિત મોહમ્મદ રફીનાં ગૈર ફિલ્મી ગીતો વધારે સાંભળેલ હતાં, પણ દિલકી બાત કહી
નહીં જાતી (ગીતકાર મિર તકી મીર), હાયે મહેમાન
કહાં તે ગ઼મ-એ-જાના હોગા (ગીતકાર: દાગ
દહેલવી) અને દિયા યે દિલ અગર ઉસકો બશર હૈ ક્યા કહિયે (ગીતકાર: મિર્ઝા ગ઼ાલિબ) જેવી રચનાઓ જે ખુબ સાંભળેલી હતી, પણ તેમના સંગીતકાર તાજ અહમદ ખાન છે તે તો
ઉપરોક્ત પ્રસંગો નિમિત્તે મોહમ્મ્દ રફીનાં ગૈર-ફિલ્મી ગીતોને વ્યવસ્થિત રીતે
દસ્તાવેજિત કરતી વખતે જ ધ્યાન પર આવ્યું. એટલે મોહમ્મદ રફીની ૪૩મી પુણ્યતિથીની
અંજલિ માટે મોહમ્મદ રફીનાં ઉસ્તાદ તાજ અહમદ ખાન દ્વરા સંગીતબદ્ધ કરાયેલાં
ગૈર-ફિલ્મી ગીતોનો એક અલગ મણકો કરવો એમ નક્કી કર્યું.
તાજ અહમદ ખાને જે ગઝલો મોહમ્મદ રફીના
સ્વરમાં રજુ કરી છે તે બધી જ શુદ્ધ ઉર્દુ કે ફારસી ભાષામાં લખાયેલ પદ્યરચનાઓ છે.
એટલે એ શબ્દોના અર્થ જાણવા માટે ક્યાં તો ઉર્દુ શબ્દકોશ કે પછી ગુગલની જ મદદ લેવી
પડે. પણ એમ કરતાં ગઝલની શ્રવણીયતા માણાવાનું એક તરફ
રહી જાય. એટલે ગઝલનો ભાવ જાણી શકાય એટલી જ વિગત મુકીને સંતોષ માની લીધો છે. આમ પણ
આપણો મુળ આશય તો તાજ અહમદ ખાનની ગૈર - ફિલ્મી રચનાઓનું વૈવિધ્ય ઝીલવામાં
મોહમ્મ્દ રફી પણ કેવા સહજ બની જાય છે એ માણવાનો છે ને ! તો ચાલો, હવે આપણે આજના વિષય, મોહમ્મદ રફીનાં ઉસ્તાદ તાજ અહમદ ખાન દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં ગૈર-ફિલ્મી
ગીતો અને ગઝલો તરફ આપણું ધ્યાન કેન્દ્રીત કરીએ.
એક હી બાત ઝમાનેકી કિતાબોંમેં નહીં.... જો ગ઼મ -એ - દોસ્તમેં નશા હૈ શરાબોંમેં
નહીં - રચનાઃ સુદર્શન ફ઼ાક઼ીર
વાંસળીના મૃદુ સુરની સાથે રફીનું હં... અ
.. અ નું મનોમન ગણગણવું આપણને પણ મનોવિચારમાં ઉતારી લઈ જાય છે. બસ, પછી તો શાયરની સાથે સાથે આપણે પણ જીવનની કિતાબમાં ન લખાયેલ વાતોની યાદમાં
ખોવાઈ જઈએ છીએ.
ફ઼લસફે ઈશ્ક઼ મેં પેશ આયે સવાલોંકી તરહ, હમ પરેશાં હી રહે અપને ખયાલોં કી તરહ - રચનાઃ સુદર્શન ફ઼ાક઼ીર
વિચારમગ્ન દશામાં ખોવાયેલ શાયરની એક બીજી
ગઝલ, પણ તાજ અહમદ ખાન તેને ગમની વ્યથાની ધીમે ધીમે ઝુલસતી તડપના ભાવમાં રજુ કરે છે.
તલ્ખી-એ-મય મેં ઝરા તલ્ખી-એ-દિલ ભી ઘોલેં.. ઔર કુછ દેર યહાં બૈઠ કર પી લેં રો લેં - રચનાઃ કૃષ્ણ અદીબ
મદ્યની કડવાશના નશામાં દિલની કડવાશ પણ
ઘોળી જઈને બે ઘડી રોઈ લેવાની કોશિશ સમયે જે થોડો સમય બેફિકરાશની અનુભૂતિ થાય તેને
મોહમ્મદ રફી પોતાની ગાયકીમાં વ્યક્ત કરી રહે છે.
ન શૌક઼ -એ - વસ્લ કા મૌકા ન જ઼િક્ર -એ-આશ્નાઈ કા, મૈં એક નાચીજ઼ બંદા ઔર ઉસે દાવા ખુદાઈ કા - રચનાઃ અમીર મીનાઈ
મોહમ્મદ રફીના સ્વરની આવી મિઠાશ ફિલ્મી
ગીતોમાં ભાગ્યે જ સાંભળવા મળતી હશે.
સાક઼ી કી હર નિગાહ પે બલ્ખા કે પી ગયા લહરોં સે ખેલતા હુઆ લેહરોંકો પી ગયા - રચનાઃ જિગર મોરાદાબાદી
પ્યાલીઓ પર પ્યાલીઓ પી જવા માટે સાક઼ીની
મદહોશ કરતી નજરનું બહાનું ભલે કરે પણ ખરેખર તો જમાનાની આસર હેઠળ કરેલ પોતાની ભુલો
માટે માફી માગવામાં દિલની વ્યથા ઠલવાઈ રહી છે.
રાજન પી પર્રિકરના બ્લોગ પર ગઝલની રચનાને
રાગ તોડીમાં બતાવાઈ છે.
મોહમમ્દ રફીનાં ગીતો બહુ અભ્યાસપૂર્ણ
રીતે પોતાના અવાજમાં રજુ કરતા કલાકાર સંજીવ રામભદ્રને મોહમ્મદ રફીની ૪૦મી
પુણ્યતિથિ જે ૪૦ ગીતો રજુ કર્યાં હતાં તેમાં આ ગઝલની પસંદગી
કરી હતી. તેના પરથી આ ગઝલ પણ મોહમ્મદ રફીની ગાયકીનો કેવો આદર્શ નમુનો હશે તે કલ્પી
શકાય.
હળવે હાથે આડવાતઃ
જગજિત સીંઘે આ ગઝલને પંજાબી
થાટમાં મૈં ઝિંદગીકા સાથ
નિભાતા ચલા ગયાની ધુન પર પોતાના એક કાર્યક્રમમાં રમતી
મુકી હતી.
હમકો મિટા સકે યે જ઼માનેમેં દમ નહીં, હમસે જ઼માના ખુદ હૈ જ઼માને સે હમ નહીં - રચનાઃ જિગર મોરાદાબાદી
પોતાના હોવા માટે જે ગરૂર ગઝલમાં વ્યક્ત
થાય છે તેને મોહમ્મદ રફી આત્મવિશ્વાસપૂર્ણ બેફિકરાઈથી રજુ કરે છે. અંતરામાં આવતાં
આ બેફિકરાઈની સાથે વિચારમગ્ન થવાની અનુભૂતિ પણ ભળે છે.
જલવા બક઼દ્ર-એ-ઝર્ફ-એ-નજ઼ર દેખતે રહે ક્યા દેખતે હમ ઉનકો મગર દેખતે રહે - રચનાઃ જિગર મોરાદાબાદી
અહીં જિગર મોરાદાબાદી રોમેન્ટીક ભાવમાં છે. તેઓ કહે
છે કે એમનાં દર્શનની ભવ્યતાને કદરભરી નજરથી જોઈ રહ્યા સિવાય બીજું કશું કરી જ શકાય
તેમ નહોતું. તાજ મોહમ્મ્દ ખાન મોહમ્મદ રફીના સ્વરમાં આ અભિભૂતિને સાકાર કરે છે.
ગઝલ ગાયકીની આ શૈલીમાં પદ્યના ભાવને બદલે ગાયકીને વધુ
મહત્ત્વ અપાતું હોય છે.
મૈને જબ સે તુજ઼ે જાન -એ-ગઝલ દેખા હૈ ... મુસ્કુરાતા હુઆ ઈસ દિલમેં કમલ ખિલતા
હૈ - રચનાઃ સબા અફઘાની
જેને જોતાંવેંત દિલમાં કમલ ખીલવા માંડે, એની નજર સાથે નજર મળે તો એની પલકોંની ઘેરી છાયામાં તાજ મહલ દેખાય, જેમનાં સ્મિતમાં નવપલ્લવિત કળીયોની તાજગી છે, જેમની અવાજમાં મસ્તીથી વહેતાં ઝરણાંનો કલકલાટ છે, જેના હોઠ પરનું સ્મિત, કપાળમાં પડતા સલ કે લહરાતી ઝુલ્ફમાં પ્રભાતની હવાની ખુશનુમા આત્મા છે એવી પ્રિયતમાની યાદને વર્ણવતી આ ગઝલ રફી એક અનોખી મૃદુતાથી રજુ કરે છે.
જીને કા રાઝ મૈંને મોહબ્બતમેં પા લિયા ... જિસકા ભી ગમ હુઆ ઉસે અપના બના લિયા - રચનાઃ મિર્ઝા ગાલિબ
પ્રેમનું રહસ્ય સંબંધોમાં દિલને પહોંચતી ઠેસને
સ્વીકારી લેવામાં છે. એ દુખની અસર રોવાથી ઓછી નથી થતી પણ હાસ્યની આડશ તેને
સંતાડવામાં અસરકારક નીવડે છે. જો આપણી વાત સાંભળનાર ન મળે તો સામે અરીસો રાખીને વાત કહી જ દેવી. ગાલિબની આ
જિંદાદીલ જીવનદૃષ્ટિને મોહમ્મદ રફી એટલી સહજતાથી કહી શકે છે.
મૈંને સોચા થા અગર મૌત સે પહલે પહલે, મૈંને સોચા થા અગર દુનિયા કે વીરાનોંમેં, મૈંને સોચા થા અગર હસ્તીકે શમશાનોંમેં, કિસી ઇન્સાન કો બસ એક ભી ઇન્સાનકી ગર સચી બેલાગ મુહબ્બત મિલ જાય - રચનાઃ મિર્ઝા ગાલીબ
માણસની અપેક્ષાઓ તો અપાર, અનંત, અખૂટ જ હોય છે. મોટા ભાગની એવી અપેક્ષાઓ અધુરી જ રહેવા પામતી હોય છે, તો પણ માનવીનું મન એ ઉમ્મીદોને ટેકે ટેકે જીવન સાગર પાર કરી લેવાની મનસા છોડી નથી શકતો. ગાલિબની ગઝલોમાં જે ગહન જીવનદૃષ્ટિ હોય છે તે અહીં પણ એટલી જ ઊંડાણથી કહેવાઈ છે.
યું બેખુદી સે કામ લિયા હૈ કભી કભી અર્સ-એ- બરી કો થામ લિયા હૈ કભી કભી .... મૈંને તુમ્હેં પુકાર લિયા હૈ તો ક્યા જ઼ુલ્મ કિયા તુમને ભી મેરા નામ લિયા હૈ કભી કભી - રચનાઃ મિર્ઝા ગાલીબ
પ્રિયતમાને યાદ કરી લેવાની મુર્ખતા કરી લીધી તો એવડો
કયો મોટો ગુનો કરી નાખ્યો એવી ફરિયાદ મોહમ્મ્દ રફીના સ્વરની તડપમાં ધારદાર અનુભવાય
છે.
https://youtu.be/BC3IBiypDcU
નક઼ાબ રૂખસે ઉઠાયે મેરે નસીબ કહાં, વો મુજ઼કો અપના બનાયે મેરે વો નસીબ કહાં - રચનાકાર જાણી નથી શકાયા
પ્રિયતમાની એક ઝલક માટે પણ સમાજનાં જે
બંધનો આડે આવે છે, તેમ છતાં જો એ, બસ, એક પળ પણ મળે તો પણ કેવાં સદનસીબ ....
બીચારો પ્રેમી આનાથી વધારે દાદ પણ શું માગે !
કિતની રાહત હૈ દિલ ટૂટ જાને કે બાદ .. જિંદગીસે મિલે મૌત આને કે બાદ – રચના : શમીમ જયપુરી
દિલ તૂટ્યા પહેલાની પીડા ભોગવતા રહેવા
કરતાં એક વાર તે તૂટી જાય તો જે કાયમની રાહત મળવાની પણ જે નિરાંત છે તેની ટીસ
મોહમ્મદ રફીના સ્વરમાં ઘુંટાય છે.
છેલ્લે એક ગીત સાંભળીએ -
ફલક સે ઉતરે ઝમીં પર તારે ... ચિરાગ બન બનકે ઝીલમીલાયે ... કહાંસે આયી
હૈ યે દિવાલી ખુશી કે નગમેં દીલોંને ગાયે - રચનાઃ મધુકર
રાજસ્થાની
દિવાળીના અવસરની ખુશીને મધુકર રાજસ્થાનીએ
જેટલા અલગ અંદાજમાં વર્ણવી છે એટલા જ અનોખા ભાવમાં તાજ અહમદ ખાન એ ખુશીને સંગીતમાં
ઝીલી લે છે.
હાલ પુરતી તો મને આટલી જ રચનાઓ મળી છે, પણ મોહમ્મદ રફીએ ગાયેલ તાજ મોહમ્મ્દ ખાનની અન્ય રચનાઓ પણ આપ સૌનાં ધ્યાનમાં આવે તો જરૂર જણાવશો.
2 comments:
તાજ અહમદ ખાન સાહેબ અને મોહમ્મદ રફીના અન્ય ग़ैर ફિલ્મી ગીતો વિષે આટલું વિગતવાર પહેલી વાર વાંચ્યું!
આટલા વિષદ સંશોધન બદલ અભિનંદન અને આભાર!
અહીં રજુ કરેલી ગઝલોમાંથી ત્રણ ચારને બાદ કરતાં મેં પણ આ બધી ગઝલોને લગભગ પહેલી જ વાર સાંભળી, આ લેખ લખવ અમાટે ગઝલોને આટલી ધ્યાનથી સંભળવાની જે મજા આવી છે તેની સર તો લાંબા સમય સુધી છવાયેલી રહેશે.
આપના આટલા પ્રેરક પ્રતિભાવ બદલ આભાર.
Post a Comment