ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના
બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના જુલાઈ ૨૦૨૩ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન
વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે. આજના અંકમાં આપણે સુનિયોજિત રીતે સંગઠિત કરેલ
નવિનીકરણ અભિગમ ની ટુંક ચર્ચા કરીશું.
સામાન્ય રીતે, નવીનીકરણ એ વ્યક્તિની સર્જનાત્મક ક્ષમતાની નીપજ મનાય છે, તેથી વ્યક્તિ માટે તે અણધારી અને કદાચ અનન્ય છે એમ માની લેવામાં આવે છે.
મોટાભાગની 'સફળ' સર્જનાત્મક વ્યક્તિઓ પણ તેમની રચનાત્મકતાની ભાવનાને સતત પ્રોત્સાહિત રાખવા
માટે સુનિયોજિત માળખાગત અભિગમને અનુસરે છે. સતત નવીનીકરણને ટકાવી રાખવા માટે
સંસ્થાઓએ વધુ સુનિયોજિત માળખાંનું ઘડતર કર્યે રાખવું જરૂરી છે.
સુનિયોજિત નવીનીકરણ સંચાલન અભિગમ
માટેનાં ૫ કારણો[1]:
૧. સૌથી નબળી કડી સાંકળની કાર્યસિદ્ધિ
નક્કી કરે છે.
૨. આજે ભલે તાત્કાલિક નથી, પરંતુ આવતીકાલ માટે મહત્વપૂર્ણ
૩. સફળતા, તેમજ નિષ્ફળતાઓ, માટે અપૂરતાં પ્રોત્સાહનો અને પુરસ્કારો
૪. અસરકારક અને કાર્યક્ષમ સુધારણા પ્રણાલી વ્યવસ્થાપનની જરૂર
૫. શ્રેષ્ઠ કરતાં વધુ સારા બનવું
XXII
ISPIM કોન્ફરન્સ પેપર, Collaborative Trend Management, સુનિયોજિત નવીનીકરણ સંચાલનના
નીચેના ઘટકો સૂચવે છે:
ISO
એ ISO 56002:2019 અમલમાં મુકેલ છે જે
તમામ કાર્યરત સંસ્થાઓમાં ઉપયોગમાં આવી શકે તે મુજબની નવીનીકરણ વ્યવસ્થાપન
પ્રણાલીની સ્થાપના, અમલીકરણ, જાળવણી અને સતત સુધારણા માટે
માર્ગદર્શન પૂરું પાડવા માટે નવીનીકરણ સંચાલન તંત્રવ્યવસ્થા તરીકે સેવા આપી શકે
છે. નવીનીકરણ સંચાલન માટે તંત્રવ્યવસ્થાનો અભિગમ એ વાતને સ્વીકારે છે કે સંસ્થામાં
પરસ્પર સંબંધિત અને ક્રિયાપ્રતિક્રિયા કરતાં ઘણાં તત્વો અથવા પરિબળો હોય છે જે
નવીનીકરણની સફળતાને સુનિશ્ચિત કરવા માટે
યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ અમલમાં હોવાં જોઈએ.
The
systems approach to innovation management અને how to implement an innovation management
system વિશે વધુ વાંચો.
તે ઉપરાત:
Introduction to innovation management
system
The systems approach to innovation
management
સુનિયોજિત નવીનીકરણને શરૂઆતથી શરૂ થતાં અને અંતનો પુરેપુરો લાભ લેતાં
નવીનીકરણની બે સંસ્કૃતિઓનાં કથાનક તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. શરૂઆતથી શરૂ
થતાતું નવીનીકરણ જે તક અથવા સમસ્યા નો યોગ્ય રીતે હલ નથી કરાયો તેને વ્યાખ્યાયિત
કરવા અને સમસ્યાને ઉકેલવા માટે વધુ સારા વિકલ્પ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
અંતનો પુરેપુરો લાભ લેતું નવીનીકરણ શરૂઆતથી શરૂ થતાં નવીનીકરણ પ્રક્રિયા દરમિયાન
વિકસિત થયેલ મજબૂત વિભાવનાઓને અને સમસ્યાઓના અપેક્ષિત ઉકેલો લાવવા માટે બિઝનેસ
મોડલની રચનાની અને તેને અપનાવવાની વ્યૂહરચનાને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે
છે. [2]
BMGI’s Structured Innovation and D4
methodology એવું માળખું પૂરું પાડે છે
જે ઉત્પાદન અથવા સેવા તરીકે નવીનીકરણ માટેની તકનાં વ્યાવાહારિક વિચારોના મૂલ્યને
ઓળખવામાં સહાય કરે છે.
સારી રીતે વિચારાયેલ નવીનીકરણ માળખું એ સફળ નવીનીકરણ પ્રક્રિયાનું આવશ્યક ઘટક છે. જો કે, આનો અર્થ એ નથી કે સંપૂર્ણપણે નવું માળખું બનાવવું પડે. પહેલેથી જ અમલી કોઈ પ્રક્રિયા અથવા ટીમ રચના વિશેનો નવો દૃષ્ટિકોણ પણ પૂરતો થઈ શકે છે. [3]
સુનિયોજિત નવીનીકરણને સસ્થાએ તેનાં વ્યાપાર જીવનનો માર્ગ બનાવવો પડશે. સંપોષિત
નવીનીકરણ એ ઉચ્ચ-ઉત્પાદકતાની સ્થિતિ છે જેમાં સમગ્ર મેનેજમેન્ટ, બધા વિભાગો, સંસ્થાની બધી કામગીરી, બધા ગ્રાહકો અને પુરવઠાકારો સહિત દરેક હિતસંબંધીઓ સંસ્થાના વ્યવસાયના તમામ
પાસાઓમાં નવીનીકરણ લાવવાનો પ્રયત્ન કરે છે. કોઈ પ્રકારની તોડ જોડ સિવાયનાં જે સુનિયોજિત સંચાલન
અભિગમની જરૂર છે તે નિયામક મડળ- અને સીઇઓ-સ્તરના નેતૃત્વથી શરૂ થાય છે અને તકનીકી રોકાણ અને
અમલીકરણ દ્વારા તમામ પાસાંઓને જોડે છે. સૌથી મહત્ત્વની બાબત એ જ છે કે
સાતત્યપૂર્ણત નવીનીકરણ એ માત્ર ગંતવ્ય રૂપી સીમાચિહ્ન નહીં પણ અવિરત સફર છે. [4]
વધુ વાંચન: Shaping the Future of Innovation
વ્યાપારનાં મોડલનું નવીનીકરણ
એ ફાયદાઓ વધારવાની અને મૂલ્ય નિર્માણને વધારવાની કળાની સાથે-અને પરસ્પર સહાયક રીતે પણ -ગ્રાહકો અને ગ્રાહક સંબંધી સેવાઓ સહિતનાં
સંસ્થાની અંતર્ગત કાર્યરત મોડલ માટે પરિવર્તનો પણ લાવે છે. મૂલ્ય વધારાના સંદર્ભમાં આ
પરિવર્તનોનું લક્ષ્ય ચોક્કસ ગ્રાહક વર્ગને, ઉત્પાદન અથવા સેવાઓ સંબંધિત દરેક બાબતો અને આવકનાં મોડલની પસંદગી પર કેંદ્રિત
રહે છે. રોજબરોજની કામગીરીનાં સ્તરે, મૂલ્ય દરખાસ્તને ગ્રાહક સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગેના આ નિર્ણયો દ્વારા
નફાકારકતા, સ્પર્ધાત્મક લાભ અને
મૂલ્ય નિર્માણ કેવી રીતે વધારવું તેના પર આ પરિવર્તનો ધ્યાન આ રીતે કેન્દ્રિત કરે
છે:
• મૂલ્ય સાંકળ સાથે ક્યાં ક્યાં કેમ કામ લેવું
• આકર્ષક વળતર સુનિશ્ચિત કરવા
માટે કયા ખર્ચ મોડેલની જરૂર છે
• સફળતા માટે કયું સંગઠનાત્મક
માળખું અને ક્ષમતાઓ આવશ્યક છે[5]
ઉદ્યોગ, ભૂગોળ કે કદને ધ્યાનમાં લીધા વિના, સંસ્થાએ તેના વ્યવસાય મોડલ્સને નવીનીકરણ સભર રાખવાની જરૂર છે: [6]
નવીનીકરણ પરિયોજનાઓ ખરાબ રીતે નિષ્ફળ જવાનું એક કારણ એ છે કે, પ્રારંભિક તબક્કામાં ચેતવણીના સંકેતોને અવગણીને જ્યાં સુધી ખૂબ મોડું ન થઈ જાય અને પછી સંભાળી લેવું ખૂબ મોટું કામ ન બની જાય ત્યાં સુધી આ પરિયોજનાઓ આગળ ધપાવતા રહીએ છીએ. આ પરિસ્થિતિનાં નિવારણ માટે નવીનીકરણ પરિયોજનાઓમાં જોખમનું સંચાલન કરવું આવશ્યક બની જાય છે. સારી રીતે વ્યાખ્યાયિત જોખમ વ્યવસ્થાપન પ્રક્રિયા:
અ) સમીક્ષા ટીમના
મનોવિચારઓને પરખી શકે છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયના માપદંડને પહેલેથી જ રજૂ
કરેછે,
બ) કોઈપણ ફેરફારોના વ્યાપની
ચર્ચા કરવા અને મંજૂર કરવા માટે એક ફોરમ અને સમય પૂરો પાડે છે,
ક) અમલીકરણ દરમિયાન સંબંધિત
હિતસંબંધોની ભૂમિકાઓ અને જવાબદારીઓને સ્પષ્ટ કરે છે અને સ્વીકારે છે,
ડ) સંસાધનોની ઉપલબ્ધતા,
વ્યવસાયની વાસ્તવિક
પરિસ્થિતિ અને જોખમ વિશ્લેષણના આધારે પરિયોજનાને ચાલુ રાખવી કે નહીં તે માટે
વિવેકપૂર્ણ નિર્ણય લેવાની સુવિધા આપે છે, અને
ઇ) બૌદ્ધિક સંપત્તિ અને અન્ય
વ્યવસાય સુરક્ષા જરૂરિયાતોને પારખીને ધ્યાનમાં લે છે.
વધુ વાંચન: : Top
7 Reasons Why Innovation Fails in Organizations?
હજુ કેટલુંક વધારાનું વાંચન:
Innovative
Organizations: Structure, Learning and Adaptation -
Alice
Lam
The
Credera
Brief series
- to distil the trends and ideas to meet the toughest business challenges and
to share different insights and perspectives across the spectrum,
HBR
report: “Business
Transformation and the Role of the CIO.”
HBR
articles @ Competitive
Strategy
Innovation
Management website
Innovating India – In pursuit of Global Leadership by IBM Institute for Business Value
હવે આપણે આપણા
નિયમિત વિભાગો તરફ વળીએ.
ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું –
- 2023 Standards Update માં ISO સ્ટાન્ડર્ડ્સને લાગે વળગે છે ત્યાં સુધી આ વર્ષે શું ચાલી રહ્યું છે અને શું બની શકે છે તેની માહિતી છે.
Quality Magazineના સંપાદક, ડેર્રીલ
સીલૅન્ડ, ની કૉલમ ‘From the Editor' નો એક તાજો સાંદર્ભિક લેખ
ધ્યાન પર લઈશું-
- Maps Have Been Helping Us for a Thousand
Years - નકશાનો ઉપયોગ હવે માત્ર ભૌતિક
સ્તરે સ્થળો શોધવા પુરતો મર્યાદિત નથી
રહ્યો. જે કોઈ પ્રવૃતિનું કોઇને પણ પુનરાવર્તન કરવું પડતું હોય છે એનો વિચાર કરો.
કહે છે ને કે જો કોલંબસની પાછળ પાછળ કોઈ ગયું હોત તો નવી દુનિયાની સફરનું શું
થયું હોત? ગમે એટલું કંટાળાજનક લાગે તેમ
છતાં પણ જો ટેબલ કે ખુરસીની રચનાની કાર્યપદ્ધતિ કોઈ બતાવે નહીં તો શું હાલ થાય? ઉચ્ચ ગુણવત્તાની પેદાશો
બનાવવાની પ્રક્રિયાઓની કાર્યરીતિઓ કોઈએ દસ્તાવેજ ન કરી હોત તો? 'સંસ્થાકીય ઉત્કૃષ્ટ કાર્યસિદ્ધિ
સિદ્ધ કરવા અને તેની આસપાસની અંસ્કૃતિ ઘડવાની' દિશાની કોઈ માર્ગદર્શિકા જ ન
બની હોત તો?
નકશાઓને કારણે આપણે આ બધા પ્રશ્નો વિશે કંઈ વિચારવું કે ચિંતા નથી કરવી પડતી. લેખકો હંગ લૅ, પીએચ ડી અને ગ્રેસ એલ ડફીનું કહેવું છે કે, ઉત્ક્રષ્ટ સંસ્થાનાં ઘડતર અને સુધારણા માટે વ્યવસ્થિત પ્રયાસો જરૂરી છે. કાર્યસિદ્ધિ લક્ષ્યોને લાંબા ગળા સુધી પાર કરતાં રહેવા માટેનું મોડલ સશક્ત હોવું જોઈએ. આ માટેની સફર શરૂ કરતાં પહેલાં જ સંસ્થાએ પોતાની પ્રક્રિયાઓની પરિપક્વતા અને આવશ્યક એવી કાર્યપદ્ધતિઓના અમલ માટેની સંસ્થાગત તૈયારીઓ ચકસી લેવી જોઈએ.'
ગુણવત્તા
સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ’ વિશેની
ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન
/ અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં
દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
[2] Structured
approach to innovation pays off big time - Dimitri
Markolides, SCP and Structured Innovation Leader, BMGI
[5] Business Model
Innovation – Boston Consulting Group
No comments:
Post a Comment