Monday, July 31, 2023

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૧ – મણકો : ૭_૨૦૨૩

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - _૨૦૨૩ માં આપનું સ્વાગત છે.

Impossible double roles, Lyricist’s cameo, Singers Mentioning Their Own Name and Songs mentioning Hindi Film personalities જેવા વિષયોની મિજબાની સાથે Mehfil Celebrates 6th Anniversary!.

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

૨૨ જુલાઈના રોજ મુકેશની ૧૦૦મી જન્મતિથિ નિમિત્તે Dusted Off Mukesh in Ten Moods ની અંજલી આપે છે. 

‘Feelings, Lyrics, Orchestra — Everything was Different in Salil Chowdhury’s Songs’: રન્નોત્તમા સેનગુપ્તાના Jyoti Chowdhury – Transcript of an interview, બિમલ રોય પરનાં એક પુસ્તક માટે ય બિમલ રોય દ્વારા રેકોર્ડ કરાયેલ. શ્રીમતી જ્યોતિ સલીલ ચૌધરીનું ૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ દેહાવસાન થયેલ.


The Sculptors of Film Songs (5): Manohari Singh, ની સેક્ષોફોન સાથેની કમાલનો રંગપટ ઉઘાડે છે. આ પહેલાં આ શ્રેણીમાં  Sebastian D’ Souza, Anthony Gonsalves Enoch Daniels અને Kishor Desai આવરી લેવાયેલ છે. . 

Remembering Rajesh Khanna, The First Superstar of Bollywood - Samriddhi Patwa - મોહક હાવભાવ, આગવી શૈલી અને ખુબ લાગણીસભર પર્દાપરની હાજરીએ રાજેશ ખન્નાને બહુ ટુંક સમયમાં અપૂર્વ ખ્યાતી અપાવી. પોતાની રૂમાની શૈલીથી રાજેશ ખન્નાએ ભારતીય સિનેમાના ઇતિહાસમાં અગાઉ કોઈ દાખલો ન હોય તેવી ઝળહળતી કારકિર્દી ભોગવી.

50 years of Abhimaan: When newly married Amitabh Bachchan-Jaya Bachchan shot for climax next day after returning from honeymoon - એ તારીખ હતી ૨૭મી જુલાઈ, ૧૯૭૩અને એ ફિલ્મ હ્તી હૃષિકેશ મુખર્જી દ્વારા દિગ્દર્શિત 'અભિમાન' (૧૯૭૩).

Rajinder Krishan — Hum Kuchh Nahi Kehte - ૧૯૪૮ થી ૧૯૭૩ નાં રાજેન્દ્ર કૃષ્ણનાં સૌથી વધારે સક્રિય વર્ષોને Monica Kar તેમના ત્રણ ભાગમાં વિસ્તરાયેલા લેખમાં આલેખે છે. Part 1 અને Part 2 માં અન્ય સંગીતકારો સાથે લખેલાં ગીતો બાદ હવે (Part 3)  માં સી રામચંદ્ર અને મદન મોહન સાથે લખેલાં તેમણે લખેલાં સૌથી વધુ ગીતોમાંથી સદાબહાર ગીતોને યાદ કરાયાં છે. તે ગીતોમાંથી મારી પસંદ ઓ ચાંદ જહાં વો જાયે (શારદા, ૧૯૫૭ - સી રામચંદ્ર) અને મુઝે લે ચલો આજ ફિર ઉસ ગલીમેં (શરાબી, ૧૯૬૪ - મદન મોહન) પર વિશેષ રહી છે.

Sanjeev Kumar forgot Thakur had no arms while shooting the final scene of Sholay: ‘What arms?’Sampada Sharma - અનુપમા ચોપડાનાં પુસ્તક Sholay: The Making of a Classicમાં  ફિલ્મના છેલ્લા દિવસોના શુટીંગનો એક કિસ્સો છે જેમાં જયનાં મૃત્યુ પછી રાધાને ભાંગી પડતી બતાવવાની હતી.   એ દૃશ્યનાં હરિભાઈ (સંજીવ કુમાર) એટલો બધો ઓતપ્રોત થઈ ગયો હતો કે બે ઘડી  તો એ ભુલી ગયો કે ઠાકુરના બન્ને હાથ તો કપાઈ ચુક્યા હતા. જયા ભાદુડીના એકદમ જીવંત અભિનયથી વિચલિત થઈ જઈને તેણે રમેશ (સિપ્પી)ને કહ્યું,' રાધાની આંખમાં તેનાં જીવનનાં સપનાંનો વિનાશ મને દેખાય છે... મારા દીકરાને પરણીને આવી ત્યારે જે સપનાં આંખમાં દેખાતાં હતાં... તેને જય સાથે પરણાવીને ફરીથી તેની આંખમાં વસાવવાં હતાં.....ત્યાં હવે આ કરૂણાંતિકા બની...મને એમ થાય છે કે મારા બન્ને બાહુઓમાં સમાવીને હું તેને દિલાસો આપું.' રમેશે તેની સામે જોઈને પુછ્યું, 'કયા હાથ?'

“Courageous, Passionate & Combative” – Sunita Shirole, હિંદી ફિલ્મો અને ટીવી સિરિયલોનો જાણીતો ચહેરો છે.

The year-wise review of Lata Mangeshkar’s career, શ્રેણીમાં Mehfil Mein Meri લતા મંગેશકરનાં with Actors, Lyricists and Others  યુગલ ગીતોને યાદ કરે છે.

Golden era music directors in the 1970s માં ૧૯૫૦ કે તે પહેલાં પોતાની સ્વતંત્ર સંગીતકારો તરીકેને કારકિર્દી શરૂ કરનારા સંગીતકારોનાં ૧૯૭૦ પછી રચાયેલાં દસ ઓછાં જાણીતાંગીતો યાદ કરાયાં છે. 

RD Burman archival interview: ‘Only if you have a rapport with the director do tunes come to you’ - ૧૯૮૩માં  Nasreen Munni Kabir સાથે થયેલ વાતચીતમાં આર ડી તેનાં શરૂઆતના વર્ષોને યાદ કરે છે. ગીતા (દત્ત)નો સ્વર અલગ જ હતો. લતાબાઈના સ્વરમાં સ્ત્રી સહજતા હતી. આશાજી તો કોઈ પણ ગીત એકદમ ગાઈ શકે તેવાં વિવિધ ક્ષમતાવાળાં હતાં. ગીતાજી સામાન્યપણે એકદમ મૃદુ ભાવનાં ગીતો ગાતાં. તેમના સ્વરમાં અજબ શાતા અનુભવાતી. પણ તેઓ કેબ્રે ગાય ત્યારે તેમાં કેબ્રેની સ્વાભાવિક રોમાંચક આક્રમકતા પણ એટલી જ સહજ રહેતી.  

૧૮ જુલાઈ ના મુબારક બેગમની પુણ્ય તિથિના અવસરે બીરેન કોઠારી દેવતા તુમ હો મેરા સહારા (દેવતા, ૧૯૫૩ - મોહમ્મદ રફી અને કોરસ સાથે – ગીતકાર: કૈફ ભોપાલી – સંગીતકાર: જમાલ સેન)ને યાદ કરે છે. 



વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૮મા સંસ્કરણના જુલાઈ ૨૦૨૩ના અંકમાં સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત  : બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૩ ૧૯૫૦ ને યાદ કરેલ છે. આ પહેલાં આપણે ૨૦૨૧માં ૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને આવરી ચૂક્યાં છીએ. હાલમાં આપણે ૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગવાયેલાં યુગલ ગીતોને યાદ કરી રહ્યાં છીએ અત્યાર સુધી 

જુલાઈ ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગઅને

ડિસેમ્બર ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનૉ બીજો ભાગ 

સાંભળ્યો છે. ૧૯૪૯નાં વર્ષમાં કુલ ૪૯ યુગલ ગીતો મોહમમ્દ રફીના ફાળે આવ્યાં હતાં.

મોહમ્મદ રફી (જન્મ: ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ઇંતકાલ: ૩૧ જુલાઈ ૧૯૮૦)ની ૪૩મી પુણ્યતિથિની યાદાંજલિ રૂપે મોહમ્મદ રફીનાં ઉસ્તાદ તાજ અહમદ ખાન રચિત ગૈર-ફિલ્મી ગીત અને ગઝલએક હી બાત જમાનેકી કિતાબોમેં નહીં યાદ કરેલ છે.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Aye Mere Pyaare Watan: The Yearn for the Motherland - શિરીષ વાઘમોડે કાબુલીવાલાનાં આ અવિસ્મરણીય ગીતની યાદ તાજી કરે છે. 

Love Counsellors in Bollywood માં દિલની બાબતોમાં અપાતી સલાહોને લગતાં ગીતો રજુ કરાયાં છે.

When the Hindi film industry went on strike in 1986 - Avijit Ghosh   - કૃત્રિમ પ્રજ્ઞાની સામે રક્ષણાત્મક પગલાંઓ અને પોષણક્ષમ મહેનતાણાંની હોલીવુડનાં લેખકોની માગણીઓ માટેની હડતાળમાં અભિનેતાઓ પણ જોડાયા છે ત્યારે When Ardh Satya Met Himmatwala: The Many Lives of 1980s’ Bombay Cinema (Avijit Ghosh, Speaking Tiger)નો આ અંશ બોલીવુડનાં આવાં જ  (૧૯૮૬નાં) આંદોલનને યાદ કરે છે.  



Sometime, Somewhere, Someone Songs એવાં ગીતો છે જેમાં આ શબ્દો સાથે 'તો'ને મુઅકતાં સંભાવનાઓની અનેક વિવિધતાઓ ખુલવા લાગે છે.

Richard S. (of Dances on the Footpath)ના સુફી પદ્યવિહારની Excursions Into Sufi Poetry I: Introduction and The Conference of the Birds રજુઆત છે.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

·        Decades before Adipurush, Jai Santoshi Maa was the mythological blockbuster that gave Sholay a run for its money - શોલે અને દીવાર જેવાં અત્યંત સફળ ફિલ્મોવાળાં વર્ષમાં 'જય સંતોષીમા' લખલૂટ સફળતાને વરી હતી.

·        Alarming similarities between Dharmendra’s Mera Gaon Mera Desh, Rishab Shetty’s Kantara are a sorry commentary on state of Indian cinema - રાજ ખોસલાની 'મેરા ગાંવ મેરા દેશ' (૧૯૭૧) ધર્મેંદ્રનાં બહુ જ ચર્ચાસ્પદ વર્તનો છતાં એ પાત્રને લોકોમાં માનની નજરે જોવાતું બતાવે છે. 

Best songs of year શ્રેણીમાં સોંગ્સ ઑફ યોર અબુ ઓછાં જાણીતાં ૨૩ પુરુષ ગીતોને ચાળીને Best songs of 1942: Wrap Up 1 માં કે એલ સાયગલને તેમનાં 'ભક્ત સુરદાસ'નાં ગીતો માટે ૧૯૪૨નાં વર્ષ માટે શ્રેષ્ઠ ગાયક પદોનિત કરે છે.  

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

જુલા ૨૦૨૩માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યા ગીતો૧૨मर के भी किसी को याद आयेगे, किसी के आंसुओ में मुस्कुरायेंगे

આજા’, ‘આઓવાળાં ગીતો -आजा रे

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં  સમ્બંધ (૧૯૬૯)  નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

નલિન શાહના પુસ્તકMelodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણીસૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં (૨૮) આંકડાબાજી પ્રકરણ રજુ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને " ગિટાર (૨)"ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..

ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. મહિને તેઓ રાજેન્દ્ર કૃષ્ણ, હસરત જયપુરી, આનંદ બક્ષી,  ક઼મર જલાલાબાદી અને અસદ ભોપાલીની ગઝલો પેશ કરે છે.

 આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૩નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે ગીતા દત્ત અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને સાંભળીશું. જે વર્ષમાં કોઈ સંગીતકાર સાથે એકથી વધુ ફિલ્મ કે એકથી વધુ યુગલ ગીત છે ત્યાં મેં મારી પસંદગી અનુસાર ગીતોને રજૂ કરેલ છે. 

મેરા દિલ તુજ઼ પે ક઼ુરબાન - નયા પૈસા (૧૯૫૮) -ગીતકાર: મનોહર ખન્ના – સંગીત: એસ મોહિંદર 


ઠુમક ઠુમક ....તામ્ તૈ થૈયા - પંચાયત (૧૯૫૮) - ગીતકાર: શકીલ નુમામી - સંગીત: ઈક઼બાલ ક઼ુરૈશી

 

કોઈ ચાંદ કોઈ તારા દેખા ન તુજ઼સે પ્યારા - ટેક્ષી ૫૫૫ (૧૯૫૮) – ગીતકાર: પ્રેમ ધવન – સંગીત: સરદાર મલિક 



ઓ બચકે ..... ઊંચી એડીવાલેને કાટે કાટે બાલોંને - બેદર્દ જ઼માના ક્યા જાને (૧૯૫૯) – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: કલ્યાણજી વીરજી શાહ



 


હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: