Thursday, October 14, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - પુરુષ યુગલ ગીતો [૨]

 ૧૯૪૪નાં  યુગલ ગીતોની એક બહુ જ આગવી જે લાક્ષણિકતા નજરે ચડે છે તે  છે સંગીતકારો, એક ગીતકાર અને એક માત્ર અભિનેતા તરીકે જ કદાચ જેમની ઓળખ કહી શકાય એવા પુરુષ અભિનેતા (ગોપ),ની ગાયકો તરીકે હાજરી. એ સમયનાં ફિલ્મ સંગીત વિશે જેને કંઈ જ ખબર ન હોત તેવા મારા જેવા શ્રોતાને આજે કેટલાય સવાલો મનમાં થઈ આવે  - અભિનેતા-ગાયકની શું એટલી બધી તંગી હશે કે અન્યથા ક્યારે પણ ગીત ગાતા ન સાંભળ્યા હોય એવા સંગીતકારે પોતાની વહારે ધાવું પડે? તો પછી, એ જ સંગીતકારોએ સૉલો ગીતો કેમ નહીં ગાયાં હોય?

ખેર, આ બધા સવાલોના જવાબ પણ ક્યારેક જાણવા મળશે એમ માનીને અત્યારે તો ૧૯૪૪નાં વર્ષમાટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગૉતોના બીજા, અને હાલ પુરતા આખરી, બૅચ તરફ ધ્યાન વાળીએ.

લીલા ચીટાણીસ, વી ભાટકર - સાજન પાસ બુલા લો….નયનન બીચ બસા લો  - કલીયાં - ગીતકાર: કેદાર શર્મા - સંગીતકાર: જી એ ચિશ્તી

જી એમ દુર્રાની, ઝોહરાબાઈ અંબાલેવાલી - ભંવરા ના….તબ તક હંસના ના રે, જબ તક કલીયાં હંસ દે - લલકાર - ગીતકાર: પંડિત મધુર - સંગીતકાર: સી રામચંદ્ર

પહાડી સન્યાલ, સ્નેહપ્રભા - આજ ના ફૂલ સજાઓ સખી, લટ સુંદર લાગે - મહાકવિ કાલિદાસ - ગીતકાર: રામમૂર્તિ - સંગીતકાર: પલસેકર

મલકા અમીર જાન, ગુલશન સુફી -  મેરી ઊઠતી જવાની કી દેખો દેખો બહાર – મૌજી જીવન - ગીતકાર: બાબા પાગલ - સંગીતકાર: ગુલશન સુફી

હમીદા બાનો, ગુલશન સુફી - ન્યુ ફેશન કા….આઓ પ્રેમ રચાયે – મૌજી જીવન - ગીતકાર: બાબા પાગલ - સંગીતકાર: ગુલશન સુફી

હિંદી ફિલ્મ ગીત કોશમાં માત્ર હમીદા બાનો જ ગાયિકા તરીકે દર્શાવાયાં છે.

જી એમ દુર્રાની, રાજકુમારી - ચલે પ્રેમ કે દેશ પુજારી - માયા નગરી -? – સંગીતકાર: વીર સિંહ

જી એમ દુર્રાની, રાજકુમારી - ખોલે રે કૌન….મેર મન કે દિવાર - માયા નગરી -? – સંગીતકાર:  વીર સિંહ

અનિમા દાસગુપ્તા, અજ્ઞાત પુરુષ સ્વર - ભટકે હુએ મુસાફીરોં, આગે બઢો - સબહ શામ - ગીતકાર: ફૈય્યાઝ હાશ્મી - સંગીતકાર: સુબલ દાસગુપ્તા

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયકોનો ઉલ્લેખ નથી. તે ઉપરાંત ગીતના બીજા ભાગ - બહતી નહીં હૈ ખૂન કી નદી વહાં - નો પણ ઉલ્લેખ છે.

રાજકુમારી, અજ્ઞાત પુરુષ સ્વર  - સબ હાલ બતા દેંગેં, જો હમ પે ગુજરતી હૈ - પન્ના - ગીતકાર: વલી સાહબ - સંગીતકાર: અમીર અલી

બલવંત સિંગ, કૌશલ્યા - આએ દિન પ્યાર કે સજના, પીછલી બાતેં ભુલા - પરખ - ગીતકાર: ગાફીલ હરિયાનવી - સંગીતકાર: ખુર્શીદ અન્વર


No comments: