Thursday, January 14, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - યુગલ ગીતો : વિન્ટેજ એરાના (પુરુષ +) ગાયકોનાં યુગલ(+) ગીતો [૧]

 વિન્ટેજ એરાના તથાકથિત છેલ્લાં વર્ષો - ૧૯૪૮, ૧૯૪૭ અને ૧૯૪૬નાં યુગલ ગીતોની ચર્ચાની એરણે આપણી પાસે ઉસ્વર્ણ કાળના પુરુષ ગાયકો નુસાર અને વિન્ટેજ એરા પુરુષ ગાયકો દીઠ પણ અલગ અલગ ફિલ્મોમાં ગવાયેલાં ગીતો એટલી સંખ્યામાં મળી રહેતાં હતાં કે આપણે ગીતોનું વર્ગીકરણ પુરુષ ગાયક અનુસાર કરી શકતાં હતા. હિંદી ફિલ્મ ગીત કોષ પર એક નજર કરતાં એટલું તો જણાઈ જ રહ્યું હતું કે ૧૯૪૫નાં વર્ષમાં યુગલ ગીતોની દસ્તાવેજીકરણ માટે આ પ્રકારની ગોઠવણી કામ નહીં આવે.

તેથી, ૧૯૪૫નાં વર્ષ માટે વિન્ટેજ એરાનાં (પુરુષ +) યુગલ ગીતોને ફિલ્મનાં અંગ્રેજી બારાખડીના અક્ષરોના ક્રમમાં અહીં રજૂ કર્યાં છે.કોઇક કિસ્સામાં કોઇ કોઇ ગાયકનાં વધારે ગીતો મળશે તો તેને ગાયક દીઠ પણ ગોઠવ્યાં છે.

શ્રીનાથ ત્રિપાઠી  + ગીતા રોય - આયી બેલૂનવાલી, કોઈના લેના મોસે ઉધાર - આધાર – સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: એમ એ રાઝી

હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીત શાહજ઼ાદીના નામે સૉલો તરીકે દર્શાવાયું છે.

શ્રીનાથ ત્રિપાઠી  + ગીતા રોય - ઓ મેરે મન કે મીત, આ ગાયેં સુહાને ગીત - આધાર – સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: એમ એ રાઝી

હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીત અબ્દુલ અને ઊષાના સ્વરોમાં દર્શાવાયેલ છે.

ધીરેન્દ્રકુમાર મિત્ર + કાનન દેવી - માલન બતા દે કિસકે લિયે હાર બનાયે – બન ફૂલ – સંગીતકાર: ધીરેન મિત્તર – ગીતકાર: પંડિત મધુર

ધીરેન્દ્રકુમાર મિત્ર + કાનન દેવી - યે દિલ હૈ તુમ્હેં પુકારે. જિસ દિન તુમસે મિલન હોગા – બન ફૂલ – સંગીતકાર: ધીરેન મિત્તર – ગીતકાર: પંડિત મધુર

ખાન મસ્તાના + નિર્મલા - મોટર ગાડી ચલાનેવાલે ઓ બાલમા - ચાલીસ કરોડ – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ખાન મસ્તાના + જોહરાબાઈ + કોરસ - જાગો જાગો સાવધાન હો, નવયુગ હમેં બનાના હૈ - ચાલીસ કરોડ – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ગુલરાજ + ઝીનત બેગમ  - ઓ સૈયાં રે સૈયાં રે ….મન અચ્છા કે નૈન અચ્છા - ચમ્પા- સંગીતકાર: અનુપમ ઘટક 

હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીત માટે કોઈ ગાયકો દર્શાવાયાં નથી.


કે સી ડે + પુતુલ ચેટર્જી - તોતા બોલે મેરા કાન્હા કહાલતે મનમોહન - દેવદાસી – સંગીતકાર: કૃષ્ણ ચંદ્ર ડે – ગીતાકાર: પંડિત નરોત્તમ વ્યાસ

કે સી ડે  + શ્રીમતી ઘોષ - કો તુમ, કો તુમ બોલો મોય મેં જાગ રહ્યો - દેવદાસી – સંગીતકાર: કૃષ્ણ ચંદ્ર ડે – ગીતાકાર: પંડિત નરોત્તમ વ્યાસ

ધનીરામ + મુન્નવર સુલ્તાના - અપને કોઠેમેં મૈં ખડી ખીલી ચાંદની રાત - ધમકી – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: ડી એન મધોક


હવે પછીના અંકમાં આપણે ૧૯૪૫નાં વર્ષનાં વિન્ટેજ એરાના પુરુષ ગાયકોનાં યુગલ(+) ગીતોનો શેષ ભાગ ચર્ચાની એરણે સાંભળીશું.


No comments: