હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૧૧_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.
દિવાળી પુરી થતાં સુધીમાં ભારતમાં હવે વહેલી સવારે ગુલાબી ઠંડક થવા લાગી છે. આવી ઋતુની અમેરિકામાં ઝીલાતી તાસીર ઉજાગર કરતી પૉસ્ટ્થી આપણે આ મહિનાના બ્લૉગોત્સવના આ અંકની શરૂઆત કરીશું.
My Favourites: Songs of Cool Breezes : 'ઠંડી હવા'થી શરૂ થતાં ગીતોની પહેલી યાદ સ્ફુરે તેવાં ગીતોની સાથે અહીં એવાં ગીતો પણ છે, જે આપણે બહુ વાર સાંભળ્યાં નહીં હોય. એ ગીતોની અહીં અલગથી નોંધ લઈએ :
- દિલ ઠંડી હવા મેં - શમા (૧૯૪૬) - શમશાદ બેગમ, હમીદા બાનો - ગુલામ હૈદર
- ઠંડી ઠંડી ચલી રે હવા - ગેસ્ટ હાઉસ (૧૯૫૯) - લતા મંગેશકર - ચિત્રગુપ્ત
- કેહતી હૈ યે ઠંડી હવા - ઈલ્ઝામ (૧૯૫૪) - આશા ભોસલે - મદન મોહન
- ઠંડી ઠંડી યે હવા - ક્યા યેહ બોમ્બે હૈ ? (૧૯૫૯) - આશા ભોસલે, મન્ના ડે - બિપિન દત્તા
- ઠંડી ઠંડી હવા પૂછે - જોહ્ની વૉકર (૧૯૫૭) - ગીતા દત્ત, આશા ભોસલે - ઓ પી નય્યર
- ઠંડી ઠંડી હવા - માલ રોડ (૧૯૬૨) - સુમન કલ્યાણપુર – સુદર્શન
“Dekh Lo Ishq Ka Martaba Dekh Lo” – B.S.Thapa - ૩જી જુલાઈના રોજ બી એસ થાપાએ ૯૨ વર્ષ પૂરાં કર્યાં.તેઓ હવે ફિલ્મક્ષેત્રે સક્રિય નથી રહ્યા, પણ એક શિક્ષક અને દિગ્દર્શક તરીકે તેમનાં યોગદાન ચિરસ્મરણીય રહ્યાં છે.
તેલુગુનાં બહુ જાણીતાં ગાયિકા P.Susheela just turned 80. એ પ્રસંગે તેમનાં ગીતોની એક યાદ. તેમણે ગાયેલાં હિંદી ફિલ્મનાં કેટલાંક ગીતો અહીં સાંભળી શકાશે.
Please Go To My Post From Last Year to Celebrate the Birthday of the Great Sitara Devi - ગયે વર્ષે આ જ સમયે લેખકે સિતારા દેવી અભિનિત સાત ફિલ્મ દૃશ્યો રજૂ કર્યાં હતાં. આ સિવાય અન્ય ફિલ્મોનાં આટલાં જ અન્ય યાદગાર દૃશ્યો યાદ આવે છે ? આપણે તેમનાં કથક નૃત્યની એક ઝલક ઠુમક ચલત રામચંદમાં જોઈશું.
૩૧મી ઓક્ટોબરના રોજ સચિન દેવ બર્મનની ૪૦મી મૃત્યુતિથિ હતી. એ ઉપક્રમે તેમને અપાયેલી અંજલિ પોસ્ટ્સ –
Ten best songs (solos) composed by SD Burman - સોંગ્સ ઑફ યોર પર પહેલાં સચિન દેવ બર્મનનાં અન્ય ગાયકોએ ગાયેલાં ગીતોની પૉસ્ટ્સ રજૂ થતી રહી છે. આજે જૂદા જૂદા ગાયકોનાં દસ ગીતોને રજૂ કરાયાં છે.My Favourites: Children's Songs - પંડિત જવાહરલાલ નેહરૂની ૧૨૫મી જન્મ જયંતિના ઉપલક્ષમાં તેમનાં પ્યારાં બાળકો માટેનાં ગીતો. જરૂરી નથી કે આ ગીતો દેશભક્તિનાં જ હોય, પણ પર્દા પર તે બાળ કલાકારે ગાયેલાં તો હોવાં જોઈએ.આપણે અહીં રજૂ કરાયેલાં ગીતો પૈકી બે ઓછાં સાંભળવા મળતાં ગીતોની નોંધ લઈશું –
Tere Mere Sapne Ab Ek Rang Hain – Eternal Melodies of SD Burman-Rafi - પીયૂશ શર્મા - જો આપણે આ પૉસ્ટને સચિન દેવ બર્મનને અંજલિ સ્વરૂપે ન લીધી હોત તો મોહમ્મદ રફી વિષેના ખાસ લેખોના આપણા નિયમિત વિભાગ માટે તે બહુ જ ઉપયુક્ત બની રહેત.
The Incomparable Music Of S D Burman Transcends Generations -સચિન દેવ બર્મનની ધૂનોની, અને તેના માટે ગાયકની, પસંદગીની એક અલગ શૈલી હતી જે તેમના પછી આવનારી પેઢીઓને પણ આકર્ષતી રહી છે.
- મૂછવાલે દાદા ગોલમોલ દાદી - હમ કહાં જા રહે હૈં (૧૯૬૬) - ઉષા મંગેશકર - બસંત પ્રકાશ
- ઐંગન બૈંગન - દુનિયા ના માને - (૧૯૫૯) - આશા ભોસલે, શમશાદ બેગમ - મદન મોહન
Watch 100 Years of Indian Cinema Come Alive in 200 Seconds of Sand Artમાં તાન્યા સિંઘ પ્રખ્યાત રેતશિલ્પકાર રાહુલ આર્યએ માત્ર ૨૦૦ સેકંડમાં પૂરી કરેલ સફરની નોંધ લે છે.
સ્ક્રૉલ.ઈન પરની કેટલીક પૉસ્ટ્સ –
Do Chetan Anand’s best-known films stand the test of time?Hai kya kya jalwa bhara hua Ghanshyaam tumhaari aankhon mein - અતુલ લખે છે કે ૧૯૩૨નાં ગીતો પૈકી માત્ર ૯ ગીતો જ ઇન્ટરનૅટ પર ઉપલબ્ધ છે એમ જણાય છે. એ પૈકી છ ગીતો આ પહેલાં રજૂ થઈ ચૂક્યાં છે. આજે પ્રસ્તુત છે સાતમું ગીત - હૈ ક્યા ક્યા જલવા ભરા હુઆ - આંખકા તારા (૧૯૩૨) - જહાંઆરા કજ્જન - મોતીલાલ નાયક.
Back to Boral: Looking for Satyajit Ray in the town in which he shot ‘Pather Panchali’ -
The brilliance of Salim-Javed lies not just in what they said, but how they said it
When Javed told Salim, ‘I was thinking that maybe we should work separately’ - સલીમ જાવેદની જોડીના વિચ્છેદ સાથે સંકળાયેલી કેટલીક બહુ ચર્ચિત માન્યતાઓને ગ્રંથસ્થ કરેલ પુસ્તકનો પરિચય દિપ્તકીર્તી ચૌધરી કરાવે છે.
Saxy Desi: Check out the sounds of the saxophone in South Asia - Nate Rabe - ૧૮૪૧માં બેલ્જીયમમાં એડૉલ્ફ સૅક્ષ દ્વારા વિકસાવાયેલ એક જાઝ સંગીત વાદ્યને યાદ કરીને હિંદુસ્તાની કળાકારો કરેલા કેટલાક યાદગાર પ્રયોગોને રજૂ કરેલ છે: રાગ રૉક - બ્રાઝ ગોન્સેલ્વસ ૭ ॥ ઓ સાથી રે - જો ગૉમ્સ ॥ O Saathi Re - અજ્ઞાત ॥ અભોગી - રૂદ્રેશ મહન્તપ્પ ॥ ઓમ મણિ પદ્મે ઓમ - સાહિબ શીહાબ.
My Favourites: Teasing Songsમાં પ્રેમમાં પડી ચૂકેલ નાયિકાને તેની સહેલીઓ ચીડવતી હોય તેવા ભાવનાં ગીતો રજૂ થયાં છે. કેટલાંક ઓછાં સાંભળવા મળતાં ગીતો આપણે પણ ફરીથી સાંભળીશું -
- આજ અચાનક જાગ ઉઠે ક્યોં - લક્ષ્મી નારાયણ )૧૯૫૧) - ગીતા રોય, સુલોચના કદમ - એસ એન ત્રિપાઠી
- જા રી ન બતાઉં મૈં તોહે ચિતચોર - અંગુલીમાલ (૧૯૬૦) - મીના કપૂર, લતા મંગેશકર - અનિલ બિશ્વાસ
એક ગીતમાં નાયક પણ એ સ્થિતિમાં મૂકાયેલ છે.
- જીસ પ્યારમેં યે હાલ હો ઉસ પ્યાર સે તૌબા......જો બોર કરે યારકો ઉસ યાર સે તૌબા - ફિર સુબહ હોગી (૧૯૫૮) - મોહમ્મદ રફી, મુકેશ - ખય્યામ
Top Ten Songs Sung by Actors Themselves (or by Singers Appearing Onscreen) - અભિક મજુમદારના મહેમાન લેખમાં અદાકારોએ ખુદ ગાયેલાં ગીતોને સમાવાયાં છે. અહીં એક અદાકાર-ગાયકનું એક જ ગીત સમાવવાની પૂર્વશરતની સાથે કિશોર કુમાર, સુરૈયા કે તલત મહમુદ જેવાં જે ગાયકો એકટીંગ પણ કરતા તેમનાં ગીતો નથી લીધાં. અહીં એ જ ગીતોને સમાવાયાં છે જેમાં ગીતની સર્વસામાન્ય સ્તરની સ્વૂકૃત ગુણવત્તા પણ જળવાઈ હોય. જ્યારે અદાકારો પોતે જ પોતાનાં ગીતો ગાતાં એવાં ગીતોને પણ અહીં નથી લીધાં.
Ten of my favourite ‘Aaja’ songs - "આ જા" શરૂ થતાં ઘણાં જાણીતાં ગીતોની સાથે કેટલાંક થોડાં ઓછાં જાણીતાં ગીતો પણ આ યાદીમાં તેમ જ વાચકોના પ્રતિભાવમાં સમાવાયાં છે, જેમ કે
- આ જા રે ચાંદની હમારી ગલી - ચાંદ (૧૯૫૯) - લતા મંગેશકર અને સાથીઓ - હેમંત કુમાર
- આ જા કે બુલાતે હૈં તૂઝે અશ્ક હમારે - પઠાણ - તલત મહમૂદ- બ્રીજ ભૂષણ
- આ જા મેરે રાજા - નગ઼્મા(૧૯૫૩) - શમશાદ બેગમ - નાશાદ
- આજા સનમ આજા સનમ દેર ન લગા - માશુક઼ા (૧૯૫૩) - સુરૈયા - રોશન
In photos: Bollywood cinema is life and life is a movie માં ફોટોપત્રકાર ફવઝાન હુસૈન ફિલ્મોની તેના સેટ્સ બહારની દુનિયા પરની અસરોને ફૉટોગ્રાફસમાં ઝીલી આપી છે.
મુંબઈના કમાટીપુરા વિસ્તારમાં એક દરજી ફિલ્મોના શ્વેતશ્યામ યુગની હીરોઈનોની નિગેહબાની હેઠળ પોતાના કામમાં મશગૂલ છે. |
સોંગ્સ ઑફ યૉર પરના Best songs of 1950: And the winners are? પ્રવેશાત્મક લેખ પછીથી પુરુષ ગાયકોનાં અને અન્ય સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોની અનુક્રમે Wrap Up 1 અને Wrap Up 2 માં કરાયેલી સમીક્ષા બાદ લતા મંગેશકરનાં સૉલો ગીતોની સમીક્ષા Best songs of 1950: Wrap Up 3માં રજૂ કરાયા બાદBest songs of 1950: Wrap Up 4 માં યુગલ ગીતોની પસંદગી વિષે સમીક્ષા આવરી લેવાઈ. સમગ્ર ચર્ચાનાં સમાપનની ભૂમિકાવાળા લેખ Best songs of 1950: Final Wrap Up 5માં વર્ષના શ્રેષ્ઠ સંગીતકારની પસંદગીની ચર્ચાને બહુ બૃહદ સ્તરે લઈ જવાનો ખુબ સ-રસ પ્રયોગ પણ કરાયો છે.
સોંગ્સ ઑફ યૉરની વાર્ષિક સમીક્ષા શૄંખલાના લેખ Best songs of 1950: And the winners are? પરની ચર્ચા આપણે ૧૯૫૦નાં યાદગાર ગીતોને ચર્ચાની એરણે ની શૃંખલાનાં સ્વરૂપે કરી રહ્યાં છીએ. આ ચર્ચાના પહેલાં ચરણમાં યાદગાર સ્ત્રી ગીતો અંતર્ગત આપણે લતા મંગેશકરનાં સી. રામચંદ્ર તેમ જ હુસ્નલાલ ભગતરામ અને ગુલામ મોહમ્મદ રચયિત ગીતોની વાત જુલાઈ ૨૦૧૫ના અંકમાં કરી હતી. ઓગસ્ટ ૨૦૧૫માં લતા મંગેશકરનાં અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી રાની અને વિનોદનાં ગીતો તેમ જ અન્ય સ્ત્રી ગાયિકાઓનાં યાદગાર ગીતોમાં સુરૈયા, શમશાદ બેગમ, રાજ કુમારી અને ગીતા દત્ત તેમ જ કેટલાંક અન્ય ગાયિકાઓનાં ગીતો સાંભળ્યાં. સપ્ટેમ્બર, ૨૦૧૫માં પુરુષ ગાયકોનાં ૧૯૫૦નાં વર્ષનાં યાદગાર સૉલો ગીતોમાં મુકેશ, તલત મહમૂદ, મોહમ્મદ રફી, જી એમ દુર્રાની તેમ જ ચીતળકર, મન્ના ડે અને અન્ય પુરુષ ગાયકોનાં ગીતો આપણે સાંભળ્યાં. વર્ષમાં રાજ કપુર માટે મુકેશ ઉપરાંત અન્ય પાંચ ગાયકોએ ગાયેલાં ગીતોની ખાસ નોંધ પણ લીધી છે. આ ઉપરાંત વર્ષવાર ગીતોની સમીક્ષાનાં ત્રીજાં, મહત્ત્વનાં પરિમાણ - યુગલ ગીતો -માં આપણે મુકેશનાં, મોહમ્મદ રફીનાં, તલત મહમુદનાં અને જી એમ દુર્રાની, ચીતળકર અને અન્ય ગાયકોનાં યુગલ ગીતો પણ ઓક્ટોબર ૨૦૧૫ના અંકમાં સાંભળી ચૂક્યાં છીએ. આ મહિને આપણે
૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૫) : પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી ગાયકોનાં યાદગાર યુગલ ગીતો
૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૬) : યાદગાર ત્રિપુટી અને ત્રિપુટી+ ગીતો
ની મુલાકાત કર્યા પછીથી આપણી આ સફરનો અંત ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં ગીતો (૧) : સ્ત્રી ગાયિકાઓનાં અને પુરુષ ગાયકોનાં સૉલો ગીતો
૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં ગીતો (૨) : યુગલ ગીતો, પુરુષ-પુરૂષ / સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો અને ત્રિપુટી ગીતો
૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં ગીતો (૩) : ૧૯૫૦ના વર્ષના શ્રેષ્ઠ સંગીતકારથી કરીશું.
આ મહિનાથી આપણે જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની બહુ જ વર્ષોથી નિયમિતપણે આવતી કોલમ 'રાગરંગ'ના લેખોની પણ નોંધ લઈશું :
૨૫-૧૦-૨૦૧૫ સિને શીર્ષકોને સાંપડેલો રળિયામણો સધિયારો
૧-૧૧-૨૦૧૫ સિનેશીર્ષકોની 'ગંગોત્રી' ગીતપંક્તિઓ
૮-૧૧-૨૦૧૫ સીનેશીર્ષકમાં 'હમ'ની હકૂમત
૧૫-૧૧-૨૦૧૫ રાજશ્રીનું સિનેક્ષેત્રે 'રજવાડું'
૨૨-૧૧-૨૦૧૫ ભાષાની ભવ્યતા બની પાત્રની પાત્રતા
૨૯-૧૧-૨૦૧૫ ઓછાં ગીતોના ઓચ્છવ સમી ગાયિકા
નવેમ્બર ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
હાસ્યથી મોંને ભરી દેતી પેરડીની પ્રસાદી : ૧ :પ્રકાશિત થયેલ છે.
‘ગબ્બરસિંઘનો બાપ’ : જયંત
બંદિશ એક, રૂપ અનેક (૧૩) : દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખિશ્ત
આપણે દર મહિને આપણા મિત્રોએ યાદ કરેલાં ગીતો પણ અહીં સાંભળતા હતા. બ્લૉગોત્સવના દરેક અંકમાં આપણી પાસે સામગ્રીની જે વિપુલતા મળતી રહી છે તેને કારણે દરેક અંક ખાસ્સા ભારી બનતા જતા હતા. દરેક અંકને વધારે સારી રીતે માણી શકવાના આશયથી આ મહિનાથી આ ગીતોને આપણે દર મહિનાના બીજા રવિવારે એક સ્વતંત્ર પૉસ્ટ તરીકે, "વિસરાતી યાદોં...સદા યાદ રહેતાં ગીતો" શ્રેણીમાં પ્રકાશિત કરીશું.
હવે પછીથી દરેક અંકના સમાપનમાં ફરીથી મોહમ્મદ રફીને કેન્દ્રમાં રાખીને લખાયેલ પૉસ્ટ લઈશુ:
Jaao Mere Siva Tum Kahan Jaaoge – Remembering Rafi through Rahul Dev Songs By Peeyush Sharma - અહીં કેટલાંક ઓછાં જાણીતાં ગીતોને ખાસ યાદ કરાયાં છે :
- લેહરા કે આયા ઝોંકા બહાર કા, મૌસમ હૈ પ્યાર કા આ ભી જા - વારિસ (૧૯૬૯) - લતા મંગેશકર સાથે
- જાઓ તુમ ભી જાઓ, સમજતે ક્યા હો, અકેલે ભી રહ કે હમ જી લેંગે - દિલ કા રાજા (૧૯૭૨)
- નાગ દેવતા, જાગ દેવતા, જનમ દિયા જિનકો તુમને ક્યોં ડસ લિયા - શાલીમાર (૧૯૭૮)
- કૌન કિસી કો બાંધ સકા શાયદ તો ઈક દિવાના હૈ - કાલિયા (૧૯૮૧)
- પૂછો ના યાર ક્યા હૂઆ - ઝમાને કો દિખાના હૈ (૧૯૮૧)- આ શા ભોસલે સાથે - ચક ચકાયી ચકાહ જેવી મોજીલી શરૂઆત કરી રફી મૂળ ગીતનો અલગ મૂડ ઊભો કરે છે.
આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........
No comments:
Post a Comment