Showing posts with label Songs of 1947. Show all posts
Showing posts with label Songs of 1947. Show all posts

Thursday, November 15, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો : મને સૌથી વધુ ગમેલાં યુગલ ગીતો


 
૧૯૪૭નાં યુગલ ગીતોમાંથી મારી પસંદનાં યુગલ ગીતોને પસંદ કરવાનું કામ, પુરુષ કે સ્ત્રી સૉલો ગીતો કરતાં થોડું સહેલું પડ્યું, કેમકે ઘણાં ગીતો આ પહેલાં અનેક વાર સાંભળ્યાં હતાં. જોકે જે યુગલ ગીતો આ ચર્ચાની એરણે પહેલી જ વાર સાંભળ્યાં તેમાંથી પસંદ પડતાં ગીતો નક્કી કરવાનું થોડું મુશ્કેલ જણાયું કેમકે ઘણાં ગીતો પહેલી વાર સાંભળવાં ગમતાં હતાં, પણ બે ચાર વખત સાંભળવાથી જ ગમી જાય એવાં ગીતો પસંદ કરી નહોતાં શકાતાં.

કયાં યુગલ ગીતો મને સૌથી વધારે ગમ્યાં એ તો ૧૯૫૦ પહેલાંનાં કોઈ પણ ગીતો માટે કહેવું ઉતાવળીયું જ કહેવાય કેમકે, આંગળીને વેઢે ગણી શકાય એવં બહુ સાંભળેલાં થોડાં ગીતો સિવાય મોટા ભાગનાં ગીતો તો પહેલી જ વાર સાંભળવા મળ્યાં છે. એટલે મારી પસંદને મેં બે વિભાગ -'પહેલાં પણ ઘણી વાર સાંભળેલ યુગલ ગીતો' અને '૧૯૪૭નાં ગીતોની ચર્ચાની એરણે પહેલીવાર સાંભળેલાં યુગલ ગીતો'માં વહેંચીને મેં ૧૯૫૦ પહેલાંનાં ગીતોની મારી મર્યાદાની સીમાને ઓળંગી નથી.
 
પહેલાં પણ ઘણી વાર સાંભળેલ યુગલ ગીતો
મુકેશ, હમીદા બાનો - દૂર કહીં દૂર કહીં ઈસ જગ સે દુનિયા હમ તુમ નઈ બસાયેંગે - બુત તરાશ – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: અમીન ગિલાની
મુકેશ, શ્મશાદ બેગમ - મોતી ચુગને ગયી રે હંસી માન સરોવર તીર - છીને લી અઝાદી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર
મોહમ્મદ રફી, ખુર્શીદ - સાવન કી ઘટાઓ ધીરે ધીરે આના - આગે બઢો - સંગીતકાર સુધીર ફડકે - ગીતકાર અમર વર્મા
ખાસ નોંધ :  હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર આ ગીત મન્ના ડે અને ખુર્શીદના સ્વરમાં રેકોર્ડ થયેલું છે.
મોહમ્મદ રફી, નુર જહાં - યહાં બદલા બેવફાઈ કે સિવા ક્યા હૈ - જુગનુ - સંગીતકાર ફિરોઝ નિઝામી બી એ - ગીતકાર - 
મોહમ્મદ રફી, લલિતા દેઉલકર - કિસકો સુનાઉં હાલ-એ-દિલ.. હમ કો તુમ્હારા હી આસરા તુમ હમારે હો ન હો = સાજન સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: મોતી બી એ
જી એમ દુર્રાની , નુરજહાં - હાથ સીને પે રખો કે ક઼રાર આ જાયે - મિર્ઝા સાહિબાન - સંગીતકાર પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ - અઝીઝ કશ્મીરી
રાજ કપૂર, ગીતા રોય - ઓ દુનિયાકે રહને વાલો બોલો કહાં ગયા ચિત ચોર - દિલકી રાની – સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: વાય એન જોશી
સુરેન્દ્ર, ખુર્શીદ - મેરા ચાંદ આ ગયા મેરે દ્વારે - મંઝધાર - સંગીતકાર અનિલ બિશ્વાસ - ગીતકાર શ્મ્સ લખનવી
ચિતળકર, મીના કપૂર - આના મેરી જાન સન્ડે કે સન્ડે - શેહનાઈ - સી રામચંદ્ર - પી એલ સંતોષી
આ ગીતનું બીજું વર્ઝન પણ છે જેમાં શમશાદ બેગમનો યુગલ સ્વર છે, જે આ ક્લિપમાં @૨.૨૬થી શરૂ થાય છે.
ઉમા દેવી, સુરૈયા - બેતાબ હૈ દિલ દર્દ-એ-મુહબ્બત કી અસર સે - દર્દ - સંગીતકાર નૌશાદ અલી - ગીતકાર શકીલ બદાયુંની 
અમીરબાઈ, શમશાદ બેગમ - હમારે અંગના હો હમારે અંગના આજ બાજે શહનાઈ - શહનાઈ – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પી એલ સંતોષી 
ઝોહરા, નુરજહાં, શમશાદ બેગમ, સાથીઓ -હાયે રે ઊડ ઊડ જાયે મોરા રેશમી દુપટ્ટા - મિર્ઝા સાહિબાન – સંગીતકાર: પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી 
આ વિભાગમાં આટલી મોટી સંખ્યામાં ગીતોનું હોવું એ ગીતોની લોકપ્રિયતાનું પ્રતિબિંબ કહી શકાય. આ લોકપ્રિયતા હજૂ સુધી પણ ટકી રહેવા માટે હું એ ગીતોની સહજ કર્ણપ્રિયતાની સાથે સાથે પછીથી સુવર્ણ યુગના દશકાઓમાં પણ આ ગીતના રચયિતાઓની સક્રિય હાજરીને આપીશ.
૧૯૪૭નાં ગીતોની ચર્ચાની એરણે પહેલીવાર સાંભળેલાં યુગલ ગીતો
મુકેશ, હમીદા બાનો - દૂર કહીં દૂર કહીં ઈસ જગ સે દુનિયા હમ તુમ નઈ બસાયેંગે - બુત તરાશ – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: અમીન ગિલાની

કે એસ રાગી, ગીતા રોય - યાદ રખના યાદ રખના મુઝે યાદ રખના, પ્રીત કી દુનિયા મેરી આબાદ રખના - દો ભાઈ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
હેમંત કુમાર, કલ્યાણી દાસ - ધીરે ધીરે આ તુ ઈસ નદી મેં - મનમાની – સંગીતકાર: કમલ દાસગુપ્તા
કરણ દિવાન, મીના કુમારી - નૈન દોર સે બાંધ લિયો ચિતચોર - પિયા ઘર આજા – સંગીતકાર:  બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
આ વિભાગમાં આટલાં જ ગીતોની પસંદગી એ ૧૯૫૦ પહેલાંનાં હિંદી ફિલ્મનં ગીતો વિષે મારી ઓછી જાણકારીને કારણે જ છે.


સોંગ્સ ઑફ યોર પર ૧૯૪૭નાં યુગલ ગીતોની સમીક્ષા કરતી પૉસ્ટ, Best songs of 1947: Wrap Up 3 . પ્રકાશિત થઈ ચૂકી છે, જેમાં હમકો તુમ્હારા હી આસરા (સાજન, સંગીતકાર: સી રામચંદ્ર) અને યહાં બદલા વફા કા બેવફાઈ કે સીવા ક્યા હૈ (જુગનુ, સંગીતકાર ફિરોઝ નિઝામી)ને સંયુક્તપણે ૧૯૪૭નાં શ્રેષ્ઠ યુગલ ગીત તરીકે પસંદ કરાયાં છે..
૧૯૪૭નાં યુગલ ગીતોની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ એક સાથે ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો - યુગલ ગીતો પર ક્લિક કરવાથી વાંચી/ડાઉનલોડ કરી શકાશે.

હવે પછીના અંકમાં 'મને પસંદ પડેલા સંગીતકારો'ને ચર્ચાની એરણે લઈને ૧૯૪૭નાં ગીતોની ચર્ચા સમાપ્ત કરીશું.