Showing posts with label Lata Mangeshkar. Show all posts
Showing posts with label Lata Mangeshkar. Show all posts

Thursday, September 19, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - અન્ય ગાયિકાઓ [૪]


ગીતા રોય (દત્ત) અને લતા મંગેશકર 'અન્ય' ગાયિકોની યાદીમાં જોવા મળે એટલે ૧૯૪૬નું વર્ષ વર્ષ વિન્ટેજ એરાનું જ વર્ષ છે તે સાબિત થઈ રહે.
ગીતા રોયનાં સૉલો ગીતો
મોટા ભાગના સંદર્ભો ૧૯૪૬ની ફિલ્મ 'ભક્ત પ્રહલાદ'નાં સમુહ ગીતમાં ગીત અરોયે ગાયેલી બે પંક્તિઓને તેમનાં હિંદી ફિલ્મ સંગીતમાં પદાર્પણ તરીકે સ્વીકારે છે. જોકે, હિંદી ફિલ્મ ગીત કોષમાં આ વિષે કોઈ નોંધ નથી જોવા મળતી.
અબ જાની રે પહચાની રે - ભકત પ્રહલાદ - સમૂહ ગીત – સંગીતકાર: હનુમાન પ્રસાદ
યુ ટ્યુબની ક્લિપમાં કલ્યાણી દાસને સહગાયિકા તરીકે દર્શાવાયાં છે. હિંદી ફિલ્મ ગીત કોષમાં 'સમૂહ ગીત' એટલો જ ઉલ્લેખ છે. 

સુનો સુનો બિનતી હમારી પ્રભુ જી ભૂલ હુઈ મુઝસે ભારી - ભકત પ્રહલાદ - સમૂહ ગીત – સંગીતકાર: હનુમાન પ્રસાદ -   ગીતકાર કે સી વર્મા
અહીં પણ હિંદી ફિલ્મ ગીત કોષમાં 'સમૂહ ગીત' એટલો જ ઉલ્લેખ છે.

તુમ્હે સાજન મનાએ તુમ રૂઠ જાના - મિલન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એલ સંતોષી 
હિંદી ફિલ્મ ગીત કોષમાં કોઈ ગાયકનો ઉલ્લેખ નથી.

છન મેં બજેગી બાંસુરીયાં પ્રીત ભરી - મિલન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એલ સંતોષી
હિંદી ફિલ્મ ગીત કોષમાં કોઈ ગાયકનો ઉલ્લેખ નથી.

લતા મંગેશકરનાં સૉલો ગીતો
૧૯૪૬નાં વર્ષ માટે લતા મંગેશકર્ની હાજરી અભિનેત્રી-ગાયિકાનાં સ્વરૂપે છે.
ચિડિયા બોલે ચુન ચુન મેના બોલે હું હું હું - જીવન ધારા – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: દીવાન શરાર

પ્યારે બાપુ તિરંગાકી લે લો કસમ - સોના ચાંદી – સંગીતકાર: ડી સી દત્ત
ક્લિપમાં કોરસની સાથે એક સ્પષ્ટ પુરુષ સ્વર પણ સાંભળી શકાય છે, જે યુ ટ્યુબ પર અપલોડ કરનાર પ્રમાણે એ આર ઓઝા છે. પરંતુ હિંદી ફિલ્મ ગીત કોષમાં આવો ઉલ્લેખ ન હોવાને કારણે આપણે આ ગીતને સૉલો ગીત તરીકે ગણ્યુ છે.

પિયા આયેગા ગોરી સુધ ના બિસાર - સુભદ્રા – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: પંડિત સુદર્શન

સાવરીયા ઓય બાંસુરીયા ઓય બજાયે રે - સુભદ્રા – સંગીતકાર: વસંત દેસાઈ – પંદિત ઈન્દ્ર

સ્ત્રી ગાયિકાઓનાં ૧૯૪૬નાં વર્ષનાં સૉલો ગીતોની આટલી લાંબી ચર્ચા બાદ પણ હજૂ અહીં આવરી ન શકાયાં હોય એવાં ઠીક ઠીક પ્રમાણનાં સૉલો ગીતો હોઈ શકે છે. આ એવાં ગીતો છે જેના માટે હિંદી ગિત કોષમાં ગાયિકાઓનાં નામનો ઉલ્લેખ નથી થઈ શક્યો. આવાં ગીતો ખોળવાનો મેં પ્રયાસ નથી કર્યો. તે સિવાય એવાં પણ બહુ ઘણાં ગીતો છે જેની ડિજિટલ લિંક મને નથી મળી શકી.
હવે પછીના અંકમાં આપણે મને સૌથી વધારે ગમેલાં, ૧૯૪૬નાં વર્ષનાં, સ્ત્રી સૉલો ગીતોની સમીક્ષા કરીશું

Thursday, September 13, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકર : [૫]


હમીદા બાનુનાં સૉલો ગીતો
હમીદા બાનુ હિદી ફિલ્મ જગતની 'લાહોર ક્લબ'નાં એવાં સભ્ય છે જેને એ સમયની સ્પર્ધામાં નસીબે યારી ન આપી. ૧૯૪૭નાં વર્ષ મટે પણ હિંદી ફિલ્મ ગીત કોષમાં ઘણાં સૉલો ગીતો તેમનાં નામે બોલે છે, પણ એ બધામાંથી આટલાં જ ગીતોની યુ ટ્યુબ લિંક મળી શકી છે.
ચંપાકલી હૈ ઉદાસ, ભંવરા ન જાયે પાસ - છીન લી આઝાદી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

હમારા માસ્ટર ખુદા કરે બીમાર હો જાએ - દેખોજી – સંગીતકાર: સાબીર હુસૈન – ગીતકાર: વલી સાહબ

હમ તો બરબાદ હુએ અબ તો કોઈ આબાદ રહે - કૌન હમારા – સંગીતકાર: બુલો સી રાની -

હમ તુમ્હારે તુમ હમારે આઓ કરે પ્યાર - લાખોંમે એક – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

તુ કહાં છૂપા ભગવાન, તેરા મિલતા નહીં નિશાન - લાખોંમે એક – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

બીનાપાની મુખર્જીનાં સૉલો ગીતો
લાખોં કે બોલ સહે, સાંવરિયા તેરે લિયે મૈને - લીલા - સંગીરકાર: સી રામચંદ્ર - ગીતકાર: જી એસ નેપાલી

નયન જલ ભર આયે - સમ્રાટ અશોક - સંગીતકાર: જ્ઞાન દત્ત - ગીતકાર: શમ્સ લખનવી

સીતારા દેવીનાં સૉલો ગીતો
અહીં જે સૉલો ગીતો રજૂ કર્યાં છે તેની ગાયિકા તરીકે  હિદી ફિલ્મ ગીત કોષમાં 'સીતારા'નો ઉલ્લેખ જોવા મળે છે. એટલે મેં માની લીધું છે કે તેઓ 'સીતારા કાનપુરી'થી અલગ છે.
ભૂલે સે દિલ તુઝે ન ભુલાયે તો ક્યા કરૂં - અમર આશા - સંગીતકાર શાન્તિ દેસાઈ - ગીતકાર ક઼ાબીલ અમૃતસરી

સોઝ-એ-ગમ દેકે મુઝે ઉસને યે ઈર્શાદ કિયા - શાહઝાદી  -સંગીતકાર એસ કે પાલ 

લતા મંગેશકરનાં સૉલો ગીતો
લતા મંગેશકરએ ૧૯૪૭નાં વર્ષમાં પાર્શ્વગાયક તરીકે પદાર્પણ કર્યું છે. આ વર્ષ એટલે જ એવું વર્ષ છે જેમાં તેમના નામે માત્ર ત્રણ સૉલો ગીતો બોલતાં હોય. બહુ થોડા સમયમાં એવી પરિસ્થિતિ પણ જોવા મળવાની છે કે મોટા ભાગની અન્ય પાર્શ્વ ગાયિકાઓ કરતાં તેમણે ત્રણ ગણાં સોલો ગીતો એ વર્ષમાં ગાયાં હશે.
એક નયે રંગ મેં - આપ કી સેવામેં - સંગીતકાર: દત્તા દાવજેકર - ગીતકાર: મહિપાલ 

પા લાગુ કર જોરી રે - આપ કી સેવામેં - સંગીતકાર: દત્તા દાવજેકર - ગીતકાર: મહિપાલ 

અબ કૌન સુનેગા મેરે મનકી બાત - આપ કી સેવામેં - સંગીતકાર: દત્તા દાવજેકર - ગીતકાર: મહિપાલ 


નોંધ: જે ગીતોની યુ ટ્યુબ લિંક મળી નથી શકી એવાં ગીતો અહીં નથી સમાવ્યાં.

સ્ત્રી ગાયિકાઓનાં ૧૯૪૭નાં વર્ષનાં સૉલો ગીતોની આટલી લાંબી ચર્ચા બાદ પણ હજૂ અહી આવરી ન શકાયાં હોય એવાં ઠીક ઠીક પ્રમાણનાં સૉલો ગીતો હિંદી ફિલ્મ ગીતકોષમાં જોવા મળે છે. આ ગીતો ક્યાં તો એવાં ગાયકોનાં છે જેમનાં આ વર્ષમાં એક બે ગીતો જ મળે છે અથવા તો એવાં ગીતો છે જેની યુ ટ્યુબ લિંક નથી મળી શકી.

હવે પછીના અંકમાં આપણે મને સૌથી વધારે ગમેલાં, ૧૯૪૭નાં વર્ષનાં, સ્ત્રી સૉલો ગીતોની સમીક્ષા કરીશું

Thursday, December 21, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો

૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી ગીતોને ચર્ચાને એરણે લીધા પછી એક બાબત સ્પષ્ટ થઇ ગઈ કે ગીત ગમવાની બાબતમાં ગીતને જૂદા જૂદા પ્રસંગે, જૂદા જૂદા સમ્દર્ભમાં, અનેક વાર સાંભળવાની એક ખાસ અસર તો જરૂર છે. જેમ કે, ૧૯૪૮નાં સ્ત્રી ગીતોમાં મને જે ગીતો ગમ્યાં છે તે ગીતો એવાં છે જ કે જે રેડીયો પર ગીતો સાંભળવાના સમયથી જે પસંદ પડતાં હતાં તે જ છે. કોઇ એક વાત વારંવાર જોવા સાંભળવા મળે તો જે કાયમી ગમો (કે અણગમો) ઘર કરી જાય, જેને આપણે બીજા શબ્દોમાં આપણાં માનસીક વલણ તરીકે ઓળખીએ છીએ, તે કદાચ આ જ કહી શકાય.
મારી પસંદગીમાં આટલો જે પક્ષપાત જોવા મળે તેની મર્યાદા સ્વીકારીને મારી પસંદના ૧૯૪૮નાં સ્ત્રી ગીતો, કોઈ ચોક્કસ ક્રમ સિવાય, આ મુજબ છે –
લતા મંગેશકર - ચંદા રે જારે જારે પીયા સે સંદેશા મોરા કહીયો જા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન
લતા મંગેશકર - કબ આઓગે બાલમા... બરસ બરસ  બદલી ભી બીખર ગયી - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
લતા મંગેશકર - એક દિલ કા લગાના બકી થા તો વો ભી લગા કે દેખ લિયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
સુરીન્દર કૌરબદનામ ન હો જાયે મોહબ્બત કા ફસાના - શહીદ - ગુલામ હૈદર - ક઼મર જલાલાબાદી
મીના કપૂર - એક દિલ કા લગાના બકી થા તો વો ભી લગા કે દેખ લિયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
મીના કપૂર -  યાદ રખના ચાંદ તારોં યે સુહાની રાત કો - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
શમશાદ બેગમ - ધરતી કો આકાશ પૂકારે આ જા આ જા પ્રેમ દ્વારે - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
શમશાદ બેગમ -  કાહે કોયલ શોર મચાયે રે મોહે અપના કૉઇ યાદ આયે રે - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી
ગીતા રોય - નનદીયા મારે બોલી કે બાન, બાલમ મૈં તુમ સે ના બોલું - ગુણસુંદરી - અવિનાશ વ્યાસ - પંડિત ઈન્દ્ર
સુરૈયા - ઓ દૂર જાને વાલે વાદા ન ભૂલ જાના - પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી 
સુરૈયા - તેરે નૈનોને ચોરી ક્યા મોરા નન્હા સા જિયા -  પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
સુરૈયા - કીનારે કીનારે ચલે જાયેંગે જીવન કી નૈયા ખેતે જાયેંગે- વિદ્યા - એસ ડી બર્મન - વાય એન જોશી
પસંદ પડેલાં આ ગીતોમાંથી મારે સૌથી વધારે ગમતાં ગીતો નક્કી કરવાનાં આવે તો મારી પસંદગી, દરેક ગીત માટે સરખી, આ પ્રમાણે રહે
સુરૈયા - તેરે નૈનોને ચોરી ક્યા મોરા નન્હા સા જિયા -  પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
શમશાદ બેગમ -  કાહે કોયલ શોર મચાયે રે મોહે અપના કૉઇ યાદ આયે રે - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી
મીના કપૂર -  યાદ રખના ચાંદ તારોં યે સુહાની રાત કો - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
સુરીન્દર કૌરબદનામ ન હો જાયે મોહબ્બત કા ફસાના - શહીદ - ગુલામ હૈદર - ક઼મર જલાલાબાદી
લતા મંગેશકર - ચંદા રે જારે જારે પીયા સે સંદેશા મોરા કહીયો જા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન

આ સાથે આપણે એ પણ નોંધ લઈએ કે સોંગ્સ ઑવ યોરના તારણ અનુસાર, the Best Female Playback Singer  તરીકે લતા મંગેશકર અને શમશાદ બેગમ, અનુક્રમે ચંદા જા રે જા રે અને કાહે કોયલ શોર મચાએ રે માટે પસંદ થયેલ છે.

પાદ નોંધઃ ૧૯૪૮નાં સ્ત્રી સૉલો ગીતોની બધી જ પૉસ્ટ અહીં એક સાથે વાંચી શકાશે. 

Thursday, December 14, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : લતા મંગેશકર [૩]

લતા મંગેશકરનાં ૧૯૪૮નાં સૉલો ગીતોનો ત્રીજા ભાગમાં પણ તેમનાં સૉલો ગીતોના પહેલા અને બીજા ભાગને સમાંતર પ્રવાહો જોવા મળે છે. પહેલા ભાગમાં જોયું હતું કે એક કે બે ગીત સદાકાલીન લોકચાહનાની યાદમાં રહે એવાં હતાં. તે ઉપરાંત આપણે એ પણ જોયું કે લતા મંગેશકરની પસંદગી કરતા સંગીતકારોની યાદીમાં વૈવિધ્ય ઘણું છે, પણ તેમાંથી સર્વકાલીન લોકપ્રિયતા મેળવી શકનાર ગીતના સર્જક તો અનિલ બિશ્વાસ અને ખેમચંદ પ્રકાશ એ બે જ છે.
બહુ જાણીતાં થયેલાં ગીતો
ચંદા રે જારે જારે પીયા સે સંદેશા મોરા કહીયો જા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન

ઓછાં સાંભળેલાં ગીતો
પીયા મિલને કો આ, મૈં તો જીતી હૂં તેરે ભરોસે - મજબૂર - ગુલામ હૈદર - નઝીમ પાણીપતી
દિલ મેરા તોડા મુઝે કહીં કા ન છોડા મજબૂર - ગુલામ હૈદર - નઝીમ પાણીપતી
દામન હૈ ચાક ચાક મેરા.. અબ કોઈ જી કે ક્યા કરે જબ કોઈ આસરા નહી - મજબૂર - ગુલામ હૈદર - નઝીમ પાણીપતી
દિલવાલોં દીલોં કા મેલ દીલોં કા ખેલ દેખો જો જો જીત ગયા વો હારા મેરી કહાની - દત્તા કોરેગાંવકર વહીદ ક઼ુરૈશી
નન્હી બુંદીયા જીયા લહરાયે બાદલ ગીર આયે - મેરી કહાની  - દત્તા કોરેગાંવકર - નખ્શાબ જરાચ્વી
દેખો દુનિયાવાલો ઉઝડા હૈ - હમારી કહાની (રીલીઝ ન થયેલ) - હેમંત કેદાર (મૂળ નામ રામકૃષ્ણ શિંદે) - બનવાસી
મોહન ક્યું નહીં આયે - હમારી કહાની (રીલીઝ ન થયેલ) - હેમંત કેદાર - બનવાસી
આઓ સેજ બીછાયેં સજની - હમારી કહાની (રીલીઝ ન થયેલ) - હેમંત કેદાર - બનવાસી
બેદર્દ તેરે દર્દ કો સીને સે લગા કે - પદ્મિની - ગુલામ હૈદર - વલી સાહબ
તેરે નૈનો મેં નીંદીયાં નીંદીયાં મેં સપને, સપનોં મેં સજના - દીદી - મુકુન્દ મસુરેકર - ઈન્દીવર
તુઝે ઓ બેવફા હમ ઝિંદગીકા આસરા સમઝે - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - રાજા મહેંદી અલી ખાન
જાદૂ કર ગયે કીસી કે નૈના કી મન મોરે બસમેં નહીં - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન
અબ કૌન સહારા હૈ જબ તેરા સહારા છૂટ ગયા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન
હવે પછીના અંકમાં આપણે મને સૌથી વધારે ગમેલાં, ૧૯૪૮નાં વર્ષનાં, સ્ત્રી ગીતોની સમીક્ષા કરીશું