૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી ગીતોને ચર્ચાને એરણે લીધા પછી એક
બાબત સ્પષ્ટ થઇ ગઈ કે ગીત ગમવાની બાબતમાં ગીતને જૂદા જૂદા પ્રસંગે,
જૂદા જૂદા
સમ્દર્ભમાં, અનેક વાર સાંભળવાની એક ખાસ અસર તો જરૂર છે. જેમ કે, ૧૯૪૮નાં સ્ત્રી ગીતોમાં મને જે
ગીતો ગમ્યાં છે
તે ગીતો એવાં છે જ કે જે રેડીયો પર ગીતો સાંભળવાના સમયથી જે પસંદ પડતાં હતાં તે જ
છે. કોઇ એક વાત વારંવાર જોવા સાંભળવા મળે તો જે કાયમી ગમો (કે અણગમો) ઘર કરી જાય,
જેને આપણે
બીજા શબ્દોમાં આપણાં માનસીક વલણ તરીકે ઓળખીએ છીએ, તે કદાચ આ જ કહી શકાય.
મારી પસંદગીમાં આટલો જે પક્ષપાત જોવા મળે તેની મર્યાદા
સ્વીકારીને મારી પસંદના ૧૯૪૮નાં સ્ત્રી ગીતો, કોઈ ચોક્કસ ક્રમ સિવાય,
આ મુજબ છે –
લતા મંગેશકર - એક દિલ કા લગાના બકી થા તો વો ભી લગા કે દેખ લિયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ
સરહદી
મીના કપૂર - એક દિલ કા લગાના બકી થા તો વો ભી લગા કે દેખ
લિયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ
સરહદી
ગીતા રોય
- નનદીયા મારે બોલી કે બાન, બાલમ મૈં તુમ સે ના બોલું - ગુણસુંદરી - અવિનાશ વ્યાસ - પંડિત ઈન્દ્ર
પસંદ પડેલાં આ ગીતોમાંથી મારે સૌથી વધારે ગમતાં ગીતો નક્કી
કરવાનાં આવે તો મારી પસંદગી, દરેક ગીત માટે સરખી, આ પ્રમાણે રહે –
આ સાથે આપણે એ પણ નોંધ લઈએ કે સોંગ્સ ઑવ યોરના તારણ અનુસાર, the Best Female Playback Singer તરીકે લતા મંગેશકર અને શમશાદ બેગમ, અનુક્રમે ચંદા જા રે જા રે અને કાહે કોયલ શોર મચાએ રે માટે પસંદ થયેલ છે.
No comments:
Post a Comment