આપણી
ચર્ચાને એરણે હવે ‘Best songs of 1948: And the winners are?’ ના
ત્રીજાં પાસાં - યુગલ ગીતો-ને સાંભળીશું. 'ચર્ચાને
એરણે' પ્રસ્થાપિત
કરેલ આપણી પધ્ધતિ અનુસાર આપણે,
૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફરમાં
યુગલ ગીતોની ચર્ચા સ્ત્રી-પુરુષ યુગલ ગીતો,
પુરુષ-પુરુષ
યુગલ ગીતો અને સ્ત્રી- સ્ત્રી
યુગલ ગીતો એમ ત્રણ ભાગમાં કરીશું.
સ્ત્રી-પુરુષ
યુગલ ગીતો
યુગલ
ગીતોમાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોનું સ્થાન લગભગ સ્ત્રી કે પુરુષ સૉલો ગીતો જ રહ્યું
છે. હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં જેટલાં કેટલાંક સૉલો ગીતો સીમાચિહ્નરૂપ મનાયાં
છે તેમ જ કેટલાંક સ્ત્રી-પુરુષ યુગલ ગીતો પણ માનક સીમાચિહ્ન તરીકે માનભર્યું સ્થાન
મેળવી ચૂક્યાં છે.
મુકેશનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
૧૯૪૮નાં વર્ષમાં મૂકેશનાં સ્ત્રી
ગાયિકાઓ સાથેનાં ગીતોની સંખ્યાનો દબદબો રહ્યો છે. તેમાં પણ શમશાદ બેગમ સાથેનાં
યુગલ ગીતોનો તો સિંહ ફાળો તો અસાધારણ કક્ષાનો જ કહી શકાય એટલો છે. જો કે આ બધાં
ગીતોમાંથી લોકપ્રિય રહેલાં યુગલ ગીતોમાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો સંખ્યા
અને લોકપ્રિયતામાં બહુ પાછળ નથી રહ્યાં.
લતા મંગેશકર સાથે
અબ ડરને કી કોઈ બાત નહીં અંગ્રેજી છોરા ચલા ગયા - મજબૂર - ગુલામ હૈદર - નઝીમ પાણીપતી
અબ યાદ ન કર ભૂલ જા અય દિલ વો ફસાના - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - શમ્સ અઝીમાબાદી
શમશાદ બેગમ સાથે
રાત કો જી ચમકે તારે દેખો બાલમ મોહે અખિયાં મારે - આગ - રામ ગાંગુલી - મજરૂહ સુલ્તાનપુરી
કૈસે બતાઉં ઉનસે દિલ કો પ્યાર ક્યું હૈ - અન્જુમન - બુલો સી રાની - મજરૂહ સુલ્તાનપુરી
ભૂલ ગયે ક્યોં કે દેકે સહારા લૂટનેવાલે ચૈન હમારા - અનોખી અદા - નૌશાદ - શકીલ બદાયુની
તેરે નાઝ ઊઠાને કો જી ચાહતા હૈ - ગૃહસ્થી – ગુલામ હૈદર - શકીલ બદાયુની
ધરતી કો આકાશ પુકારે આજા આજા પ્રેમ દ્વારે - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
ફિલ્મમાં આ ગીતને મૂકેશના સૉલો સ્વરમાં અને ફિલ્મના
અંતમાં શમશાદ બેગમના સૉલો સ્વરમાં પણ પ્રયોજાયું છે.
આયી સાવન ઋતુ આયી સજન મોરા ડોલે હૈ મન - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
મૈં ભવરા તૂ ફૂલ યહ દિન મત ભૂલ - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
મેરા દિલ તોડનેવાલે દિલકી દુઆ લેના - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
ઓ જાનેવાલે ઓ જાનેવાલે હમ કો ભૂલ ના જાના – ઓ જાનેવાલે - અલી હુસૈન મોરાદાબાદી - કૈફ મુસ્તફા
સજનવા પ્રેમ કહાની ...ઓ ધીરે ધીરે કહના - ઓ જાનેવાલે - અલી હુસૈન મોરાદાબાદી - કૈફ્ફ મુસ્તફા
ગીતા રોય સાથે
રાજા મોહે લે ચલ તૂ દિલ્લી કી સૈર કો - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ)
રેહતે હો અબ હર ઘડી મેરી નઝર કે સામને - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ)
અન્ય સ્ત્રી ગાયિકાઓ સાથે
હુસ્ન બાનો સાથે - પરવાને ઓ
પરવાને તૂ ક્યા જલના જાને - પરદેસી મહેમાન - હંસરાજ બહલ - પંડિત
ઈન્દ્ર
રાજકુમારી સાથે - યે બુરા કિયા જો સાફ સાફ કહે દિયા - સુહાગ રાત - સ્નેહલ - કેદાર શર્મા
મીના કપૂર સાથે - અબ યાદ ના કર ભૂલ જા દિલ વો ફસાના - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - શમ્સ અઝીમાબાદી
સીતારા (કાનપુરી) સાથે - એક તીર
ચલાનેવાલેને દિલ લૂટ લિયા - પગડી - ગુલામ મોહમ્મદ - શકીલ
બદાયુની
સુરૈયા સાથે - લાયી ખુશીયોંકી દુનિયા હંસતી હુઈ
જવાની - વિદ્યા - એસ ડી બર્મન - અન્જુમ
પીલીભીતી
હવે પછી આપણે ૧૯૪૮નાં મોહમ્મદ રફીનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતોને ચર્ચાને એરણે સાંભળીશું.
No comments:
Post a Comment