ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને
બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ડીસેમ્બર, ૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૧૭નાં વર્ષનો
ગુણવત્તા બ્લૉગોત્સવનો આ છેલ્લો અંક છે. આ સાથે ગુણવત્તા
બ્લૉગોત્સવની આપણી આ શ્રેણીની સફર તેનાં પાંચ વર્ષ પૂરાં કરશે. પાંચ વર્ષની આ
સહસફરમાં આપણે ગુણવત્તાનાં જૂદાં જૂદાં પાસાંઓને અલગ અલગ દૃષ્ટિકોણથી સમજતાં
રહ્યાં છીએ. ડીસેમ્બર, ૨૦૧૭ના અંકની ચર્ચાના વિષય તરીકે ૨૦૧૮માં જોવા મળનારા
પ્રવાહોને પસંદ કરેલ છે.
# ૧: ગુણવત્તા સર્વવ્યાપી
છે.
# ૨: ગુણવત્તાનું સંચાલન
એક પરિયોજના તરીકે કરો
# 3: ગુણવત્તા એક વ્યૂહાત્મક
સાધન છે.
# ૪: સંપોષિતા અને
ગુણવત્તા સંચાલન સાથે સાથે જ ચાલે છે.
# ૫: ગુણવત્તા સંચાલનનું SMAC - Social Media / સામાજિક
માધ્યમ, Mobility / સ્થળાંતર ગતિશીલતા, Analytics / વિશ્લેષ્ણાત્મકો અને Cloud / મેઘ કંપ્યુટીંગ-કરણ થી ચૂક્યું છે.
ગુણવત્તા સંચાલન સર્વવ્યાપક બની રહેશે.
ગુણવત્તા સંચાલન પરિયોજના તરીકે અમલ થશે.
ગુણવત્તા વ્યૂહાત્મક સાધન તરીકે વપરાશે.
સામાજિક માધ્યમો ગુણવત્તા કાર્યક્રમોમાં સંકલિત કરી
લેવાશે.
Internet of Thingsનો ગુણવત્તા કાર્યક્રમોમાં અમલ થશે.
ગુણવત્તા સંચાલન અને સંપોષિતા સંઘટિત બની રહેશે.
ગુણવત્તા સંચાલનમાં મેઘ કંપ્યુટીંગ વપરાવા લાગશે.
આપણે હવે વધારે વ્યાપક ફલક પર આ વિષયને જોઈએ.
૧. આપણે અનુભવાધારિત અર્થતંત્ર છીએ. લોકોને સાંકળી
લેવા માટેના જરીપુરાણા નિયમો હવે કામ નહીં આવે.
૨. અનુભવના યુગમાં દરેકેદરેક ગ્રાહક છે.
3. આપણે હવે એવા અર્થપૂર્ણ વ્યાપાર ઉદ્યોગના સમયમાં છીએ જેનાં
ચાલકબળ સહયોગ,
સમાવેશ અને દુનિયાને
કંઈક વધારે સારી છોડતાં જવાનો વિચાર બની રહ્યાં છે. સહભાવ એ હવે સહયોગ અને સાથે કામ
કરવા માટેનો નવો મંત્ર બનશે.
૪. અનૈસ્રર્ગિક બુધ્ધિમતા વિષે ચિંતા કરવાનું છોડી
દઈએ. સંવર્ધિત બુધ્ધિમતા (Artificial Intelligence) વિષે હવે ધ્યાન આપીએ જે માણસની ક્ષમતાઓને યંત્રનાં શીખતાં
રહેવા અને જ્ઞાન પ્રક્રિયાત્મક ટેક્નોલોજિ વડે વૃધ્ધિ કરે છે.
૫. માત્ર ચપળ બનીને બેસી ન રહીએ. ભાવાત્મક બુધ્ધિમતા
કેળવીએ. સીમોન સીનેક આપણને જેમ કહેતા રહે છે તેમ આજે શું ને બદલે કોણ અને કેમ પર વધારે ધ્યાન આપવું જરૂરી છે.
Top 10
Manufacturing Trends For 2018 - IQMSની તાજેતરની એક મોજણી અનુસાર ૯૨% ઉત્પાદકોનું કહેવું છે કે ગુણવત્તા જ
તેમની ગ્રાહકોનૉ નજરોમાં સફળતા નક્કી કરે છે.૫૬% ઉત્પાદકોનું કહેવું છે કે તેમના
ગ્રાહકોને બહુ ઓછો સમય આપીને ઉત્પાદન ક્ષમતાઓને મૂલ્ય-વૃધ્ધિ સેવાઓનાં સ્વરૂપે
જોઈએ છે. ૫૦% ઉત્પાદકો માટે સતત સમયસર માલ પહોંચાડવઓ એ સફળતા માટેનું મહત્ત્વનું
પરિબળ છે. ૨૦૧૮ માટે ઉત્પાદન અંગેના પ્રવાહો ઉત્પાદનોની શ્રેષ્ઠ ગુણવત્તા વડે
વધારે પ્રગતિના માર્ગ પર કાર્યક્ષમ આગળ વધતા રહેવાની સાથે સાથે આ જ પડકારોને
પહોંચી વળવા કે તેમને અતિક્રમવા વિષે જ રહેવાના:
૧. ૨૦૧૮નું વર્ષ ઉત્પાદનમાં સૉફ્ટ્વૅરની ઉપયોગિતા
માટે મહત્ત્વનું બની રહેશે.
૨. ઉત્પાદન એન્જિનીયરીંગ, કામગીરીની માહિતી
સામગ્રી સમજી શકે એવા બીઝનેસ એનાલીસ્ટ્સ અને ઉત્પાદન ક્ષેત્રથી પરિચિત હોય એવા
માહિતી સામગ્રી વૈજ્ઞાનિકોની માંગ આકાશને આંબી શકે છે.
3. રૉબોટિક્સને કારણે
માનવીનું કામ છીનવાઈ જશે એવા ભયની સામે ૨૦૧૮ પૂરતું તો રૉબોટ્સનો ઉપયોગ પુનરાવર્તીત
અને હાથથી થતાં સાદાં કામોમાં થશે, જેને કારણે ઉત્પાદન અને એન્જિનીયરીંગ ટીમનો સમય વધારે
જ્ઞાન પ્રક્રિયાત્મક અને મહત્ત્વનાં કામોમાં ઉપયોગમાં લ ઈ શકાય.
૪. સહયોગી રૉબોટ્સ(collaborative robots), ત્રિ-પરિમાણીય મુદ્રણ (3D printing), આભાસી
વાસ્તવિકતા (virtual reality), અવાજ-સક્રિયકરણ મદદનીશ (voice-activation assistants) જેવી નવી ઊભરતી ટેક્નોલોજિઓ પ્રાયોગિક ધોરણે ઉપયોગમાં
લેવાતી થશે અને તેનો વ્યાપક અમલ ૨૦૨૧ સુધીમાં થવા લાગી શકશે.
૫. ઉત્પાદન ગુણવત્તામાં સુધાર લાવવા માટે અને અનુપાલન
સિધ્ધ કરવા વધુ કાર્યક્ષમ વ્યૂહરચનાના અમલ માટે ઈન્ડસ્ટ્રી ૪.૦ અને સ્માર્ટ કારખાનાંઓ તરફ
વધારે લોકો ૨૦૧૮માં વળશે.
૬. એકંદર સાધનસામગ્રી અસરકારકતા (OEE) અને ઉત્પાદન કામગીરી
માપણીના પારંપારિક કોષ્ટકોમાં રીઅલ-ટાઈમ મોનીટરીંગ (એ જ સમયે નજર હેઠળ રાખવું) અને
ભાવિસૂચક વિશ્લેષણવિદ્યા(predictive analytics)ને કારણે રૂપાંતર થશે.
૭. વધારે અસરકારક ગુણવત્તા સંચાલન વ્યૂહરચનાઓ, અનુપાલન કાર્યક્રમો વડે
વૈશ્વિક પુરવટઃઆ સાંકળને લગતાં જોખમો ઘ્ટાડવાં અને પુરવઠાકારો સાથેના સહયોગને
વ્યૂહાત્મક પ્રાથમિકતા આપવી.
૮. કારખાનાની દરેક વસ્તુ પર સેન્સર લગાડવાની ઈન્ટરનેટ
ઑવ થિંગ્સ (The Internet of Things
(IoT))ની ઘેલછાને બદલે ખરેખર
લાખો રૂપિયાની બચત થાય કે વધુ સારાં ચોકસાઈનાં સ્તર સિધ્ધ કરી શકાય એવી આગવી
પરિસ્થિતિઓમાં આ ટેક્નોલોજિનો કેમ ઉપયોગ કરવો તેના પર ધ્યાન અપાશે.
૯. ઉત્પાદન બાતમી દસ્તાવેજોની તંત્રવ્યવસ્થા તરીકે
ઊભરશે, જે ઉત્પાદન કામગીરીને વધારે કાર્ય્ક્ષમ રીતે કરી શકવા માટે
માહિતીના ખજાના તરીકે કામમાં આવે.
૧૦. ૨૦૧૮માં સ્થળ-પરની, અન્ય સર્વર પર સંગ્રહ
કે મેઘ કંપ્યુટીંગ ઉત્પાદન અનુપ્રયોગોને ઉત્પાદનની સફળતા માટેનાં મહત્ત્વનાં
પરિબળો સાથે સંઘટિત કરશે.
•
સંવર્ધિત
બુધ્ધિમતાનું આગમન - ઉદ્યોગજગતમાં ઘણાં ક્ષેત્રોમાં સંવર્ધિત બુદ્ધિમતા એક પાયાનું
પરિબળ બની રહેશે. ઉત્પાદક કારીગરોને ખસેડી નાખવાને બદલે હાલના તબક્કે આ ટેક્નોલોજિ
કામગીરીને સરળ બનાવવામાં વપરાઈ રહી છે.
•
અનૈસ્રર્ગિક
બુધ્ધિમતા મુખ્ય પ્રવાહમાં ભળે છે. - અનૈસર્ગિક બુધ્ધિમતાનું લોકશાહીકરણ થયું
છે... તે હજુ ભાંખોડીયાં ભરે છે એટલે તેને કારણે નોકરીઓ ખોવાની હજૂ નોબત આવી નથી.
અને આ જ પરિસ્થિતો હજૂ એકાદ દશકા સુધી રહેશે. લોકો માટે એ સારા સમાચાર છે કેમકે
તેમને કદેડી મૂકવાના દિવસો હજૂ દૂર છે, જ્યાં સુધી....
•
સ્વયંસંચાલન
નાટકીય વિકાસ પામે છે - અનૈસર્ગિક બુધ્ધિમતા અને અદ્યતન હાર્ડવેરની મદદથી
સ્વયંસંચાલન આપણે જે રીતે કામ કરવા ટેઅવાયેલાં છીએ તેને ધરમૂળથી બદલવાના આરે છે.
પારંપારિક કામોનું અસ્તિત્વ ભુંસાવા લાગ્યું છે.
•
ગુણવત્તાનો
અંત, અનુભવાતિત અર્થતંત્રનો ઉદય - ગુણવત્તા તો હોય જ. તેના માટે
તેમને પુરસ્કાર કે માન નહી મળે. તે તો અપેક્ષિત જ છે, પણ એક પશ્ચાદવિચાર તરીકે. લોકોને હવે પહેલેથી છેલ્લે સુધી
સતત અદ્ભૂત અનુભવ જોઈએ છીએ. સારા સમાચાર એ છે કે જો સારો અનુભવ થાય અને મૂલ્ય મળે
તો લોકો વધારે ખર્ચ કરવા પણ તૈયાર છે.
•
જેમ જેમ
વ્યાપાર જગત નવા નવા પ્રકારનાં વ્યાપાર મૉડેલ્સની સાથે કદમ મેળવવા મથે છે તેમ તેમ
ઈટ-ચૂનાના સર્વનાશસમા પ્રવાહો વેગવાન બનતા જોવા મળે છે.
•
છેલ્લી રેખા ફાયદા (નફા)ને બદલે મૂલ્યનું વધતું વજન - ગ્રાહકો માટે વહેંચાયેલ
મૂલ્ય હંમેશાં વધારે મહત્ત્વનું રહ્યું છે. આ મૂલ્યો માટેની અપેક્ષા અને માગ વધતી
ચાલી છે. તેમને માટે શું વધારે મહત્ત્વનું છે તે તમે વધારેને વધારે સમજો તેમ
ગ્રાહકો ઇચ્છે છે. પછી,
તેઓ ઇચ્છે કે આ માહિતી
વડે તમે તેમનું ધ્યાન આકર્ષે અને તેમની સુખાકારી સુધારો.
•
પાંચ
ડરામણા ઈજારા - આપણે પાંચ ડરામણાં - ગુગલ, એમૅઝોન, એપલ, ફેસબુક અને
માઈક્રોસૉફ્ટ-નાં હેવાયાં થઈ ગયાં છીએ. તેઓએ એવી એક પારિસ્થિતિક વ્યવસ્થા ઊભી કરી
છે કે જેને તમારાં મિત્રો, કુટુંબીઓ અને મનપસંદોની
જગ્યા ભરવા માંડી છે. તેમનું વ્યાપાર મૉડેલ બે બાબતો આસપાસ વીટળાયેલ છે - મર્યાદિત સંબંધો અને સમર્પિત સંબંધો. મર્યાદિત સંબંધો જાળવી રાખવા
મુશ્કેલ છે. અફસોસ નિવારણ, ખોટ અણગમો અને નિયમન
માટેની ઇચ્છા આપણને બાંધી રાખે છે. સમર્પિત સંબંધો વહેંચાયેલ મૂલ્યો, ઉદારતા, નૈતિકતા અને
કાર્યકુશળતા પર આધાર રાખે છે. અમૂર્ત વિગતો આપણને સંબંધ ટકાવી રાખવા પ્રેરે છે, આ પાંચ ડરામણા ઈજારાઓ આ સંકેતોમાં ખૂંપી બેઠા છે.
•
બધે જ
બ્લૉકચેન - તાત્ત્વિક રીતે બ્લૉકચેન
વ્યવહારો કે દસ્તાવેજોને જૂદી જૂદી રીતે દસ્તાવેજિત કરી શકાય કે યાદ રખી શકાય એ
રીતની વહેંચણીની એક જૂદી રીતની કાર્યવાહી છે. આરોગ્યસંભાળ કે નાણાંકીય વ્યવહારોમાં
તેનો વપરાશ વધતો આવ્યો છે. ચલણ તરીકે બિટકૉઇનનું જે થવું હોય તે થાય, પણ બ્લૉકચેન તો આપણી સાથે જ રહેવાનું છે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ –The
Drucker Perspective માં પ્રકાશિત લેખ Crafting &
Executing Strategy: Part
1 and Part
2 ના મુખ્ય મુદ્દા અહીં રજૂ કરેલ છે.:
પીટર ડ્રકર માટે વ્યૂહાત્મક વિચારસરણી એ નિયમોની એક યાંત્રિક વ્યવસ્થા નથી પણ
સંસ્થાના હેતુ અને લક્ષ્યો બાબતે પધ્ધતિસર વિચારી જવાની એક પ્રક્રિયા હતી.
ડ્રકરનું માનવું હતું કે કોઈ પણ પ્રકારનાં કે કદની સંસ્થામાંના સંચાલકે આ ત્રણ
સવાલો પોતાની જાતને પધ્ધતિસર રીતે પૂછવા જોઈએ
૧) આપણી સસ્થાની વર્તમાન સ્થિતિને વધુ અસરકારક શી રીતે બનાવી શકાય?
૨) સંસ્થાના વિકાસની શક્યતાઓને શ્રી રીતે પારખી શકાય અને સિધ્ધ કરી શકાય?
3) એક અલગ ભવિષ્ય માટે સંસ્થાનાં વર્તમાન સ્વરૂપને નવું સ્વરૂપ શી રીતે આપી શકાય ?
ડ્રકરનું કહેવું છે કે : 'આ દરેક પ્રશ્ન એક ચોક્કસ દૃષ્ટિકોણ માગે છે. દરેક સવાલ જૂદો છે. દરેકનાં
તારણો પણ અલગ અલગ હોઈ શકે છે. અને તેમ છતાં તેમને વિખૂટા પણ પાડી શકાય તેમ નથી.'
બાકીનો આખો લેખ- 'આપણી સંશ્થાનું અસ્તિત્ત્વ શા માટે
છે' એ બાબતની ચર્ચા આપણી સમક્ષ
વિચારાર્થે રજૂ કરે છે.:
- Quality Gurus : આ વિડીયો ક્લિપમાં ગૂણવત્તા વિચારસરણીમાં આમૂલ પરિવર્તન શરૂ કરનારા છ અગ્રણી વિચારકોનાં પ્રદાનને યાદ કરેલ છે.
- Auditing Process-Based Quality Management Systems (Part 1 of 2) and (Part 2of 2) - જેની બીજી આવૃતિ પ્રકાશિત થઈ છે એવાં પુસ્તક - How to Audit the Process-Based QMS-ના લેખકો જૅક વેસ્ટ અને ચાર્લ્સ સ્યાનફ્રાનીના સ્વમુખે આંતરીક ગુણવત્તા ઑડીટ અને પ્રક્રિયા ઑડીટીંગનાં મૂળભૂત તત્ત્વો જાણવા મળે છે. પહેલા ભાગમાં :
·
ઑડીટ
એટલે શું?
·
ઑડીટ
માટેની તૈયારી શી રીતે કરવી?
·
ઑડીટ
માટે આયોજન શી રીતે કરવું?
ને આવરી લેવાયેલ છે.
બીજા ભાગમાં ઑડીટ કેમ કરવું અને ઑડીટનો અહેવાલ કેમ તૈયાર
કરવો તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.
- Root Cause Analysis for Beginners (Part 1 of 2) and (Part 2 0f 2) - બે ભાગના વેબકાસ્ટની આ શ્રેણીમાં ASQ ફેલો અને વિવિધ ક્ષ્ત્રેમાં ૩૦થી વધુ વર્ષના ગુણવત્ત્તા વિષયના અનુભવી જિમ રૂની મૂળ કારણ વિશ્લેષણની સમજ આપે છે.
- 2017: A Year of Transitions in ISO-related Standards - Aaron Troschinetz - આવશ્યકતાઓ પૂરી કરવી એટલું જ મહત્વનું નથી પણ આ આવશ્યકતાઓ સંસ્થાને વધારે અસ્રકારક બનાવવામાં 'શી રીતે' અને 'શા માટે?'ની ભૂમિકા કેમ ભજવી શકે તે પણ સમજવું જોઈએ.
- A Paradigm Shift to a Culture of Quality - Chuck Cimalore - ગુણવત્તા પ્રતીતિ અને પ્રક્રિયા સુધારણાનાં ગૂણવત્તાના ક્ષેત્રમાં મહત્ત્વ અંગે ઉત્પાદન ક્ષેત્રના વ્યાવસાયિકો અજાણ નથી. પરંતુ સંસ્થાનાં કામમાં નીતિઓ, વ્યવહારો અને પ્રક્રિયાઓના અમલનું ચાલક બળ કેમ પૂરૂં પાડીને ગુણવત્તાયુક્ત વાતાવરણ કેમ રચતાં રહેવું એ બાબતની તેમને જાણ હોય છે? ગુણવત્તાયુક્ત વાતાવરણની શરૂઆત થાય છે રોજબરોજનાં કામોમાં માર્ગદર્શક ફીલોસોફી,વર્તણૂકો અને અભિગમો જેવાં મૂળભૂત મૂલ્યોને મૂર્તિમંત કરવાથી.
- The Next Generation of Manufacturing Professionals - Edward McMenamin - ઉત્પાદન ક્ષેત્રનાં ભવિષ્યની નોકરીઓ માટેની જગ્યાઓની પૂર્તિ કરવામાં ભરતી, વૈવિધ્ય અને સંસ્થાનાં પ્રભાવક્ષેત્રના વ્યાપનું મહત્ત્વ રહેશે.
બસ, આ સુર પર આપણે ૨૦૧૭નાં
વર્ષને વિદાય આપીએ અને ૨૦૧૮નું આપ સૌનું વર્ષ ખૂબ અર્થસભર ફળદાયી બને અને તમારી
ભવિષ્યની દડમજલને સંપોષિત બનાવવાનું ચાલક બળ પૂરૂં પાડે એ શુભેચ્છાઓ.
આ
અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
પ્રકાશન તારીખ: ૨૬ ડીસેમ્બર,૨૦૧૭
No comments:
Post a Comment