Thursday, December 28, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: યુગલ ગીતો : સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - મોહમ્મદ રફી +



મોહમ્મદ રફીના ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતોની સંખ્યા નગણ્ય નથી જણાતી. જો કે તેમનાં સહગાયિકાઓનાં કે સંગીતકારોનાં વૈવિધ્યના માપદંડની ગણતરી મૂકીએ તો મોહમ્મદ રફીનાં મોજાંની શરૂઆત હજૂ બહુ પ્રાથમિક તબક્કામાં છે એમ કહી શકાય. શમશાદ બેગમ સાથેનાં યુગલ ગીતો આ માપદંડોમાં વધારે સબળ જણાય, પણ તેનું કારણ એ સમયની શમશાદ બેગમની વ્યાપક અને લોકપ્રિય સ્વીકૃતિ વધારે ગણી શકાય. ખૂબ લોકપ્રિય નીવડેલાં યુગલ ગીતોની સંખ્યા પણ પ્રમાણમાં પાતળી જ કહી શકાય તેવી રહી છે.
સુરૈયા સાથે
તારોં ભરી રાત પર તૂ નહીં હૈ, યે ઝિંદગી ક્યા હૈ તૂ કહી હમ કહીં - કાજલ - ગુલામ મોહમ્મદ - ડી એન મધોક 
શમશાદ બેગમ સાથે
સોલહ બરસ કી ભઈ ઉમરીયા - આગ - રામ ગાંગુલી - નખ્શાબ જરાચ્વી  
ધીરે ધીરે બોલ કોઈ સુન ન લે બોલ - એક્ટ્રેસ - શ્યામ સુંદર - નખ્શાબ જરાચ્વી 
અરે ઓ અલબેલી નાર ક્યોં કરે છીપ કે વાર લાલ દુપટ્ટા - જ્ઞાન દત્ત - મનોહર ખન્ના  
નન્હી સી જાન મેં હૈ જવાની કા સીતમ ક્યોં - નદીયા કે પાર - સી રામચંદ્ર - મોતી બી એ
એક અબ્રે સિયાહ છાયા આજ મેરે સાથી - રહનુમા - ધુમી ખાન - ધુમીખાન 
અમીરબાઈ કર્ણાટકી સાથે
મુઝે તુમસે મુહબ્બત હૈ યે મેરી ચાક દામાની - શહનાઝ - અમીરબાઈ કર્ણાટકી - ફીઝા કૌસર બેંગ્લૌરી
નઝરોં સે ખેલું બહારોંસે ખેલું મેરા બસ ચલે તો ચાંદ તારોંસે ખેલું - શહનાઝ - અમીરબાઈ કર્ણાટકી - અખ઼્તર પીલીભીતી 
તેરે નઝદીક જાતે હૈ, ન તુઝસે દૂર હૈ - શહનાઝ - અમીરબાઈ કર્ણાટકી - અખ઼્તર પીલીભીતી
ઝિંદગી કી રાહ મેં તેઝ ચલ કહીં ન થમ - શહનાઝ - અમીરબાઈ કર્ણાટકી અમિર ઉસ્માની દેવબંદી
મનકી સૂની નગરીયા સુહાની બની - સોના ચાંદી - તુફૈલ ફારૂખી - ખાવર ઝનામ 
ગીતા રોય સાથે
ફૂલ કો લે બૈઠા ભૂલ કર - ચુનરીયા - હંસરાજ બહલ - મુલ્ક રાજ ભાકરી
બિનાપાની મુખર્જી સાથે
મેરા દિલ ઘાયલ કર કે બૈરી જગ સે ડર કે - સત્યનારાયણ - હંસરાજ બહલ - સુરજીત શેઠી
ક્યા યાદ હૈ તુમ કો વો દિન - સત્યનારાયણ - હંસરાજ બહલ 
અન્ય ગાયિકાઓ સાથે
મોહનતારા તલપડે સાથે - બૈરન હો ગયી રાત પિયા બિન - અદાલત - દત્તા ડાવજેકર - મહિપાલ
રેખા રાની સાથે - જમના કે તટ પર હમ રોકેંગે બાણ - અમર પ્રેમ - દત્તા ઠાકર - મોહન મિશ્રા એમ એ
રાજકુમારી સાથે - ઓ આઓ ચલે મનવા દૂર કહીં - અમર પ્રેમ - દત્તા ઠાકર - મોહન મિશ્રા એમ એ 
લલિતા દેઉલકર સાથે - મોરે રાજા હો લે ચલ નદીયા કે પાર  - નદીયા કે પાર - સી રામચંદ્ર  - મોતી બી એ
હવે પછી ત્રણ ભાગમાં ફેલાયેલાં ૧૯૪૮નાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો ચર્ચાને એરણે સાંભળીશું.

No comments: