હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં
બ્લૉગવિશ્વ - ૧૨_૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું
સ્વાગત છે.
ડીસેમ્બર ૨૦૧૭નો મહિનો હિંદી ફિલ્મ સંગીત સાથે
સંકળાયેલ બહુ બધી વ્યક્તિઓની જન્મ તિથિ કે સંવત્સરીનો મહિનો છે.
પરંતુ આજના આપણા આ અંકની શરૂઆતમાં એ સંવત્સરીઓમાં એક ઉમેરો થતાં અવસાનની નોંધ
લઈને.. ૪થી ડીસેમ્બરે શશી કપૂરે આ દુનિયાની અંતિમ વિદાય લીધી. પરિણામે Muhammad Rafi’s birthday, in the presence ofShashi Kapoor in the heaven. શશી કપૂર અને મોહમ્મદ રફીનો પહેલ વહેલો સંગાથ
થયો ફિલ્મ 'યે દિલ કિસકો દૂં' (૧૯૬૩, સંગીતકાર ઈક઼બાક ક઼ુરેશી, ગીતકાર ક઼મર
જલાલાબાદી)માં લગભગ અડધો ડઝન ગીતો દ્વારા. આ ગીતો પૈકી ૪ યુગલ ગીતો અહીં અને બે
સૉલો ગીતો આજના લેખના અંતમાં યાદ કર્યાં છે:
શશી કપૂરનાં અભિનેતા તરીકેનાં વિવિધ પાસાંઓ તેમ
જ ફિલ્મ નિર્માતા તરીકેના આગવા અભિગમ વિષે પણ જૂદી જૂદી અંજલિઓમાં વૈવિધ્યપૂર્ણ
ઉલ્લેખ થયેલ છે
•
Traversing the Two Worlds of
Mainstream and Art: Shashi Kapoor’s Unexampled Journey - Antara
Nanda Mondal
-શશી કપૂરે હિંદી
સિનેમામાં આગવી કેડી કંડારી. જેમાં તેમણે મુખ્ય પ્રવાહ તેમ જ સમાંતર ફિલ્મોની સાથે
આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં ખૂબ દૃઢ સંકલ્પ અને દક્ષતાથી કામ કર્યું.
•
7 Films That Prove Shashi
Kapoor Was Way Ahead of His Time – વાણિજ્યિક ફિલ્મોમાં ખૂબ કમાણી અને નામ મેળવવા
છતાં પણ શશી કપૂરે અભિનેતા અને નિર્માતા તરીકે સમયથી બહુ આગળ કહી શકાય એવી
ફિલ્મોમાં જે કામ કર્યું તે ૭ ફિલ્મો - ધર્મપુત્ર (૧૯૬૧) । સિધ્ધાર્થ (૧૯૭૨) ।
સત્ય્મ શિવમ સુંદરમ (૧૯૭૭) । કલયુગ (૧૯૮૦) । ન્યુ દિલ્હી ટાઈમ્સ (૯૧૮૪) । ઉત્સવ
(૧૯૮૪) । સેમી એન્ડ રોઝી ગેટ લેઈડ (૧૯૯૪)-ને
ખાલિદ મોહમ્મદ યાદ કરે છે.
•
Not just a matinee idol: Shashi
Kapoor diversified his career so much that no one type could take hold - Beth Watkins
•
Shashi Kapoor loses and finds
himself in ‘Tum Bin’ from ‘Pyar Ka Mausam’ - Archana
Nathan - નાસીર હુસૈનની ફિલ્મમાં આર ડી બર્મને સ્વરબધ્ધ કરેલ આ ગીત
બહુ મહત્ત્વના પ્રસંગોએ મુકાયું છે.
•
The Final Curtain – લેખિકાનું
કહેવું છે કે પાંચ વર્ષ પહેલાં શશી કપૂર પર લખેલા એક
લેખમાં કહ્યુમ હતું કે મને તેમનાં મૂત્યુ વિષે નહીં પણ તેમનાં જીવન વિષે લખવું ગમે
છે. મેં એ મુજબ કર્યું પણ છે. પરંતુ સુવર્ણ યુગના એક ખુબ-ચાહત પામેલા એક
અભિનેતાનાં મૃત્યુને કારણે એ યુગનાં વધુ એક પ્રકરણનો અંત થયો છે.
•
Shashi Kapoor: The Cinematic
Journey of a Phalke Award Winner by Karan Bali –મર્ચન્ટ -
આઈવરી સાથેના સહયોગને કારણે ધ હાઉસહોલ્ડર (૧૯૬૩), શેક્સપીયરવાલા (૧૯૬૫), બોમ્બે ટૉકી (૧૯૭) અને હીટ એન્ડ ડસ્ટ (૧૯૮૩)
તેમજ સિધ્ધાર્થ (૧૯૭૨), સૅમી અને
રોઝી ગિટ લેઈડ (૧૯૮૪) તેમ જ સાઈડ સ્ટ્રીટ (૧૯૮૮) જેવી ફિલ્મોમાં શશી કપૂર બહુ
પહેલેથી આંતરરાષ્ટ્રીય પરદા પર પણ નામ કાઢી શક્યા હાતા.
•
શશી કપૂરની યાદમાં મધુલિકા લિડ્ડલે તેની બે
ફિલ્મો - A Matter of
Innocence (1967) અને Mohabbat
Isko Kehte Hain (1965) નો પરિચય રજૂ કર્યો છે.
- પૃથ્વીવાલા શશી કપૂર - આશિષ ભીન્ડે.
- ખિલતે ગુલ યહાં, ખિલકે બિખરને કો - સોનલ પરીખ
અને હવે ડીસેમ્બર મહિનાની અન્ય અંજલિઓ સાથે આપણે પણ
જોડાઈએ –
દિલીપ કુમાર
The Many Moods of Dilip Kumar - દિલીપ કુમાર એક અદ્ભૂત કલાકાર હતા. તેઓ ભલે ટ્રેજેડી કિંગ કહેવાતા, પણ તેઓ કોમેડી અને રોમાંસમાં પણ એટલા જ સહજ રહ્યા છે. રોમાંસની બાબતે તેમની પહોંચ જોવી હોય તો 'તરાના'નું બેઈમાન તોરે નૈનવા જોવું રહ્યું.
નૌશાદ:
- Always Aashiqana With Naushad Ali’s Music માં નૌશાદની જન્મ તિથિ (૨૫ ડીસેમ્બર)ના ઉપલક્ષ્યમાં તેમનાં યાદગાર ગીતોને યાદ કરાયાં છે.
- Aawaz De Kahaan Hai: The Golden Music of Naushad - નૌશાદની નિયતિ સંગીતમાં સંગીત વડે સંગીતમય થવામાં હતી. પીયૂષ શર્મા તેમની સંગીત સફરની ઝાંખી કરાવે છે.
- NAUSHAD-Once All of India was crazy about his Melodies. - આ વિચક્ષણ સંગીતકારે 'અંદાઝ', 'મેલા'માં મૂકેશ કે 'બાબુલ'માં તલત મહમૂદને દિલીપ કુમારના અવાજ તરીકે સાંગોપાંગ રજૂ કર્યા. પણ એવું લાગે છે કે સાથે સાથે તો ખાનગીમાં રફીને અંગદ કુદકા માટે તિયાર કરી રહ્યા હ્તા. 'અનમોલ ઘડી'(૧૯૪૬)નાં સૉલો તેરા ખિલૌના તૂટા'થી શરૂ કરીને, ૧૯૫૨ની 'બૌજુ બાવરા'ની સફળતાના તરાપે ઉડન ખટોલા (૧૯૫૫)નાં ઓ દૂર કે મુસાફિર હમકો ભી સાથ લે લે સુધીમાં રફીએ ઘણું અંતર કાપી કાઢ્યું.
નૂર જહાં:
- Noor Jehan, the Original ‘Chandni Raatein’ Singer -૨૩ ડીસેમ્બરે નૂર જહાંની ૧૭મી સંવત્સરીના ઉપલક્ષ્યમાં તેમનાં અવર્ણનીય સંગીતની ઝાંખી કરીએ.
- The journey of singing great Noor Jehan in Bollywood - મુંબઈ હિંદી ફિલ્મ જગતમાં નૂર જહાંની આખરી ફિલ્મ 'મિર્ઝા સાહિબાન' (૧૯૪૭) હતી જેમાં પૃથ્વી રાજ કપૂરના ભાઈ ત્રિલોક કપૂર નાયકની ભૂમિકામાં હતા.
My Favourites
by Shailendra
(30 ઓગસ્ટ ૧૯૨૭ -૧૪ ડીસેમ્બર ૧૯૬૬) - શૈલેન્દ્ર એ નૌશાદ અને ઓ
પી નય્યર જેવા અપવાદ બાદ કરતાં લગભગ બધાજ સંગીતકારો સાથે કામ કર્યું હતું.
Remembering Meena Kapoor- મીના કપૂરનું ૨૩
નવેમ્બર, ૨૦૧૭ના રોજ દેહાવસાન થયું.તેમની
છેલ્લી ફિલ્મ ૧૯૬૫માં રજૂ થયેલ 'છોટી છોટી બાતેં' હતી.
Chalte Chalte Mere Yeh Geet
Yaad Rakhna: Bappi Lahiri’s Melodious Hits - ૨૭મી નવેમ્બરના
રોજ બપ્પી લાહિરીએ ૬૫ વર્ષ પૂરાંકર્યાં. ૧૯૭૩માં રજૂ ત્ય્હયેલ તેમની પહેલી ફિલ્મ 'નન્હા શિકારી'થી શરૂ થયેલ તેમની
સફરને ૪૫ વર્ષનાં વહાણાં વહી ગયાં.પીયૂષ શર્મા
આપણને તેમનાં સંગીતની સફરની યાદ તાજી કરાવે છે.
ગૂગલે ૨૭
ડીસેમ્બરના મિર્ઝ ગ઼ાલિબની ૨૨૦મી જન્મતિથિને યાદ કરી-
આ પ્રંસંગે બીજી
પણ પૉસ્ટ્સ પ્રકાશિત થઈ છે –
- Remembering Mirza Ghalib as he turns 220: ‘The world is the body, Delhi its soul’
- Famous Mirza Ghalib Lines That Leave Deep Imprints On Heart And Mind
- 5 heart-warming couplets by the real king of romance, Mirza Ghalib
•
The debt owed by Gulzar’s
lyrics to Mirza Ghalib - Manish
Gaekwad
- હિંદી ફિલ્મ
સંગીતનાં સુજ્ઞ વાચકોને જાણ તો છે જ કે 'મૌસમ'નું ગીત 'દિલ ઢૂંઢતા હૈ
ફિર વોહી'
ગ઼ાલિબના શેર
પરથી પ્રેરીત છે. આ વિડીયો ક્લિપમાં ગુલઝાર અને આશા ભોસલે ગીતની માર્મિક બાબતોની
છણાવટ કરે છે.
આપણા આ બ્ળોગોત્સવ
તેમજ આ બ્ળોગ પર ડીસેમ્બરનું ખાસ મહત્ત્વ મોહમ્મદ રફીના જન્મ દિવસને કારણે પણ
રહ્યું છે.
ડીસેમ્બર, ૨૦૧૭માં વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ને મોહમ્મદ રફીએ
કોઈ પણ સંગીતકાર સાથે ગાયેલ પહેલ વહેલાં સૉલો ગીતની યાદ આપણે તાજી કરીએ છીએ.
૨૦૧૭નાં વર્ષમાં આપણે મોહમ્મદ
રફીની કારકીર્દીનાં ૧૯૪૯ , ૧૯૫૦-૧૯૫૧ અને ૧૯૫૨-૧૯૫૩
એમ ૧૯૪૯થી ૧૯૫૩નાં બીજાં પાંચ વર્ષનાં આવાં પહેલ વહેલાં સૉલૉ ગીત યાદ કર્યાં.
આ ઉપરાંત –
- Mohammad Rafi Jukebox: Striking the Right Chord Since 1944
- ‘Main Zindagi Ka Saath’ from ‘Hum Dono’ is a tune from 1961 about 2017 - Nandini Ramnath - આશાવાદનું ઉર્મિ કાવ્ય કે બેપરવાઈ અને સંજોગો સાથે બાંધ છોડ કરવાને આલીગવાનું આમંત્રણ?
- Ten Songs of Mohd. Rafi We Could Not Include in ‘Gaata Rahe Mera Dil’- Balaji Vittal મોહમ્મદ રફીના એવાં ૧૦ ગીતોની નોંધ લે છે જે તેઓ તેમનાં પુસ્તક, Gaata Rahe Mera Dil – 50 Classic Hindi films Songs,માં સમાવી ન શક્યા..
અને હવે આપણે અન્ય
વિષયો પરની પોસ્ટ્સની મુલાકાત કરીશું –
માં રવિન્દ્ર કેળકરે ઓ પી નય્યરની સંગીત
સફરનાં ત્રણ વધારે પાસાં રજૂ કરેલ છે.
Beauties bond over baubles in
‘Mann Kyun Behka’ from ‘Utsav’ - Nandini
Ramnath
- ગીરીશ કર્નાડ દિગ્દર્શિત
ફિલ્મ 'ઉત્સવ'નાં લક્ષ્મીકાન્ત પ્યારેલાલ રચિત આ ગીતમાં રેખા અને અનુરાધા પટેલ
ચિત્તાક્રર્ષક રહે છે.
- જેના ગાયક નહીં પણ
પરદા પર રજૂ કરતા કળાકાર કંઈક અંશે અસામાન્ય હોય, અને /અથવા
-
પરદા પર રજૂ કરતા કળાકાર ચહેરો જાણીતો હોય પણ ફિલ્મમાં ગીત ગાવાનું તેમના ભાગે
સમાન્યપણે ન આવતું હોય.
“Nazar Lagi Tore Bangle Par”
and Zarina Begum - બેગમ અખ્તરનાં શિષ્યા ઝરીના બેગમે
કાલા પાનીનાં ગીત તરીકે આપણે જેને સાંભળતાં આવ્યાં છીએ તે બહુ પહેલાં ગાયું છે.
સોંગ્સ ઑવ યોરની Best songs of year શ્રેણીની સફરમાં આપણે ૧૯૪૮નાં જાણીતાં અને
ઓછાં જાણીતાં ગીતોની સફર ના સ્ત્રી સૉલો ગીતોના બીજા પડાવની
સફરમાં લતા મંગેશકરનાં સૉલો ગીતોનો પહેલો ભાગ સાંભળી રહ્યાં
છીએ સાંભળ્યા બાદ હવે બીજો
અને ત્રીજો ભાગ સાંભળ્યો. તે
પછી. મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો થી ૧૯૪૮નાં
સ્ત્રી સૉલો ગીતોના પડાવની સફરને પૂરી કરેલ છે.. યુગલ ગીતોના ત્રીજા પડાવનાં
પહેલાં પગથિયે સ્ત્રી-પુરુષ યુગલ ગીતોમાં મૂકેશનાં
તેમ જ મોહમ્મદ
રફીનાં યુગલ ગીતો આપણે સાંભળ્યાં
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની
નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના ડીસેમ્બર, ૨૦૧૭ના લેખો:
- દેવના દાયરામાં ક્વચિત પ્રવેશ પામેલી સંગીત રચનાઓ
- અભિનય ક્ષેત્રના 'દાદા'મોનીનું અપરંપાર અભિનય કૌશલ્ય
- અનેકવિધ વ્યક્તિત્ત્વના સ્વામી શશી કપૂર
- મહમદ રફી અને નૌશાદના સમન્વયનો સુરીલો "મ્હાનાદ"
- જન્મોત્સવથી- મરણોત્સવથી - જન્મોત્સવનો સીલસીલો
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે
પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ
હાલમાં વનરાજ ભાટિયા પર લેખમળા કરી રહ્યા છે.....
અતીતને સંગીત દ્વારા જીવંત કરવાનો સંનિષ્ઠ પ્રયાસ એટલે શ્યામ બેનેગલની ફિલ્મ ‘ભૂમિકા’
- ઝુનૂન ફિલ્મમાં વનરાજે ઔર એક કમાલ કરી, સદી પહેલાંના માહૌલને સજીવ કર્યો
- ઝુનૂનનાં બીજાં બે ગીતો પણ ઉલ્લેખનીય બની ગયાં હતાં.
વનરાજ ભાટિયા અને સિનિયર સંગીતકાર નૌશાદ વચ્ચે એક સરસ સમાનતા હતી
અને મહિના
છેલ્લા શુક્રવારના યુવા પેઢી માટેના તેમના લેખ:
ડીસેમ્બર, ૨૦૧૭માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
- સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત – ૧૯૫૦ – ૧૯૫૧
- ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૨)
- ફિલ્મીગીતોમાં ‘વરસાદ’
- બંદિશ એક રૂપ અનેક:૩૮:"બહોત કઠિન હૈ ડગર પનઘટકી"
અય મેરે દિલ સુના કોઈ કહાની :: ૩::
આપણા કોઈ પણ અંકના અંતમાં
મોહમ્મદ રફીને લગતા લેખો આપણે લેતાં હોઈએ છીએ, તે આજે તો અંકના
મધ્યમાં આપણે લઈ લીધા. આજ અંકની શરૂઆતમાં મોહમ્મદ રફીના જન્મ દિવસે શશી કપૂરની
હાજરીને યાદ કરતાં 'યે દિલ કિસકો દૂં'નાં યુગલ ગીતો આપણે સાંભળ્યા પછી અંકના અંતમાં એ ફિલ્મનાં મોહમ્મદ રફીનાં બે
સૉલો ગીતો સાંભળીએ
યે દિલ કિસકો દૂં
મેરા દિલ તુમ પે આ ગયા, મેરે
પહલૂ સે દિલ ગયા
૨૦૧૭નાં નાતાલના તહેવારોની
ખુશીઓને મમળાવતાં, ‘The Christmas Celebration in
Hindi Films’ માં હિંદી ફિલ્મોમાં
આપણને હાસ્ય પીરસી જનારાં ખ્રિસ્તી પાત્રોને યાદ કરીએ, અને એ જ ખુશી આપ સૌને ૨૦૧૮નાં વર્ષમાં પણ મળે એ શુભેચ્છાઓ સાથે
…….
No comments:
Post a Comment