Thursday, January 4, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: યુગલ ગીતો : સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - અન્ય પુરુષ ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો [૧]



સુવર્ણ યુગના આપણા જાણીતા પુરુષ ગાયકો મૂકેશ અને મોહમ્મદ રફીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાને એરણે સાંભળ્યા બાદ હવે અન્ય પુરુષ ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો આપણે સાંભળીશું.
૧૯૪૮નાં વર્ષમાં કોઈ એક પુરુષ ગાયકનાં આ પ્રકારનાં યુગલ ગીતો મૂકેશ કે મોહમ્મદ રફીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો જેટલાં સંખ્યામાં નથી. હિંદી ફિલ્મ ગીત કોષની મદદથી તૈયાર કરેલી પ્રાથમિક સૂચિ અનુસાર અન્ય પુરુષ ગાયકોનાં સ્ત્રી-પુરુષ ગાયકોની સંખ્યા લગભગ મૂકેશ અને મોહમ્મદ રફીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની કુલ સંખ્યા જેટલી જ થાય છે.
જો કે આ યુગલ ગીતોની સંખ્યા એ બહુ મોટું પરિમાણ નથી. આ યુગલ ગીતોમાં વીન્ટેજ તેમ જ સુવર્ણ યુગના સંગીતકારો, તેમની વાદ્યસજ્જા અને સ્વરબાંધણી શૈલીઓ, તેમ જ ગાયક અને ગાયિકાઓનાં જોડકાંઓમાં જે વૈવિધ્ય જોવા / સાંભળવા મળે છે તે ખરેખર ખૂબ રસમય અને રસપ્રદ છે.
હિંદી ફિલ્મ ગીત કોષની મદદથી બનાવેલ પ્રથમિક સૂચિમાંનાં ઘણાં યુગલ ગીતોની સૉફ્ટ લિંક નેટ પર મુકાઇ નથી જોવા મળતી. એ ગીતો અત્યારે તેની મૂળ રેકોર્ડ્સ કે તેની માસ્ટર પ્રતનાં સ્વરૂપમાં પણ હશે કે કેમ તે પણ એક પ્રશ્ન જ રહે છે.
બહુ જાણીતાં થયેલાં ગીતો
શમશાદ બેગમ + સુરેન્દ્ર - ક્યું તુમ્હેં દિલ દિયા, હાયે યે ક્યા કિયા - અનોખી અદા - નૌશાદ - શકીલ બદાયુની 
શમશાદ બેગમ + શૈલેશ - કહીં કા દીપક કહીં કી બાતી આજ બને હૈ જીવનસાથી - આગ -રામ ગાંગુલી - સરસ્વતી કુમાર દીપક

ઓછાં સાંભળેલાં ગીતો
સુરૈયા  + જી એમ દુર્રાની - ક્યોં દિલ મેં મેરે બસે હુએ હો, તુમ કૌન હો ક્યા હો - આજ કી રાત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ 
સુરૈયા  + જી એમ દુર્રાની - મેરે આંસૂ મેરી હસરતોં મેરી જિંદગાની કો યે ક્યા હુઆ - આજ કી રાત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ 
ઉમા દેવી + મોતી - સાંઝ કી બેલા જીયા અકેલા - ચંદ્રલેખા - એસ રાજેશ્વર રાવ - ભરત વ્યાસ
અમીરબઈ કર્ણાટકી  + શંકર દાસગુપ્તા - પ્યારી રાત પ્યારી રાત આજ આયી હૈ સુહાગ રાત - દી દી - મુકુંદ મસૂરેકર - ઈન્દીવર
જોહરાબાઈ અંબાલેવાલી  + સુરેન્દ્ર - તુમ મીત હમારે હમ મીત તુમ્હારે હૈં - દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ કૈસર
જોહરાબાઈ અંબાલેવાલી  +  જી એમ દુર્રાની - ચાંદની રાતેં,સર સર જાયે મસ્ત હવાયેં - દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ કૈસર
મીના કપૂર + નીનુ મજુમદાર - આયી ગોરી રાધિકા બ્રીજમેં બલ ખાતી - ગોપી નાથ - નીનુ મજુમદાર - સુરદાસ 
શમશાદ બેગમ + જી એમ દુર્રાની - તારોં કી ટોલીયોં પર યે કૈસા હૈ નિખાર - ઘર કી ઇઝ્ઝત - પંડિત ગોવિંદરામ - ઈશ્વર ચંદ્ર કપૂર   
અમીરબાઈ કર્ણાટકી  + એ આર ઓઝા - આના ન થા  જો દિલ મેં આંખોંમેં હી આતે - ગુણસુંદરી - હુસ્નલાલ ભગતરામ - પંડિત ઈન્દ્ર 

હવે પછીના અંકમાં પણ ૧૯૪૮નાં અન્ય પુરુષ ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો ચર્ચાને એરણે ચલુ રાખીશું.

No comments: