Wednesday, May 31, 2017

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૫_૨૦૧૭



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
મે મહિનાને લગતી બે ખાસ પૉસ્ટ્થી જ આજના અંકની શરૂઆત કરીએ:


મે મહિનો ભારતીય સિનેમા માટે સૌથી મહત્ત્વનું સીમાચિહ્નનો મહિનો ગણી શકાય.  ડી જી (દાદા) ફાળકેની મહેનતનાં ફળ સમી 'રાજા હરિશ્ચંદ્ર'  ૩ મે, ૧૯૧૩ના રોજ થીયેટરોમાં રજૂ થઈ હતી. ફિલ્મ નિર્માણ દરમ્યાન શું શું થયું તે અહીં જોવા મળે છે. સૃતિ ગણપતિ રામન યાદ કરે છે કે તે કંઇ આસાન ખેલ નહોતો પરવડ્યો.
હવે આપણે તિથિઓ અને અંજલિઓને લગતી પોસ્ટ્સ જોઈશું:
હિંદી ફિલ્મના સુવર્ણ યુગના છેલ્લા ભાગમાં પદાર્પણ કરેલા કલાકારોમાં વિનોદ ખન્નાનું સ્થાન અદકેરૂં રહ્યું હતુ. તેમનાં અવસાન પર તેમને અનેકવિધ અંજલિઓથી યાદ કરવામાં આવે તે સ્વાભાવિક છે. એ અંજલિઓમાંની કેટલીક અહીં રજૂ કરી છે

  • Vinod Khanna conquered Hindi cinema by just being there - મુસ્તાનસીર દળવી - જ્યારે જ્યારે વિનોદ ખન્ના વિલનની ભૂમિકા ભજવતા ન હોય ત્યારે તેના સાથી કલાકારો સાથે એક બહુ સીધા સાદા મણસ તરીકે બહુ ભળી જતા.
  • ઉદાસ આંખો, આત્મવિશ્વાસ ખરો પણ ઘમંડ નહીં, છેલ્લે જેને પોતાની શાંતિ મળી ચૂકી છે તેવા એક ઉમદા માણસનું Thus Endeth Another Chapter.પુરુષોમાં પુરુષ માફકનું કડક દેખાવડાપણું, હોઠ પર રમતી શરારતી અર્ધમુસ્કાન અને હસતી વખતે ચમકી ઉઠતી એ આંખો સદા યાદ રહ્યા કરશે. એ હાસ્ય જ એમની એક સાચા અને ખરા માનવી તરીકેની પહેચાન હતી.
  • In Tribute: Vinod Khanna (1946-2017) - સંજીવ કુમારને મળી તેવી ઊંડી માર્મિક ભૂમિકાઓ ભલે વિનોદ ખન્નાને ફાળે ન આવી, પણ તેને જે ભૂમિકાઓ ભજવી તે ખરેખર ભજવી જાણી.ખૂબ જ વિશ્વાસપૂર્વક તેમણે એ ભૂમિકાઓને ન્યાય આપ્યો. તેમની ભૂમિકાઓને જે સ્વાભાવિકતાથી તે નીભાવતા તે દિલને જચી જતી.
  • ‘Where are the available men’ and other tales from the sets of the sexual liberation drama ‘Rihaee’ - તેમનાં પહેલ વહેલાં સૉલો દિગ્દર્શન સાહસ 'રીહાઈ'નું ૧૯૮૮માં ગુજરાતમાં શૂટીંગA કરતી વખતના અરૂણારાજે પાટીલના અનુભવો- તેમની આત્મકથા Freedom My Storyમાંથી લીધેલા કેટલાક અંશ - “'રિહાઈ'નાં ડબીંગ વખતે મને મારામાં ગુંચાયેલી જોઈને વિનોદ ખન્નએ મને ક વાર રીત સરની ઘેરી લીધી અને સમસ્યા શું છે તે વિષે પૂછ્યું.મને શું બાબત પજવે છે એ જાણ્યા પછી તે સ્ટુડિયોની બહાર ગયા અને પોતાની કારમાં પડેલ ત્રીસ હજાર રૂપિયા લાવીને મારા હાથમાં મૂક્યા. મારી પહેલી પ્રિંન્ટ માટે મારે એટલા જ રીપ્યા જોઈતા હતા. મારા ચહેરા પરની અવઢવ જોતાં જ તેમણે બહુ હળવાશથી કહ્યું, જ્યારે થાય ત્યારે ચૂકવી દેજો.
  • Remembering (and Re-Introducing) Vinod Khanna - પોતાનાં ગોગલ્સ અને શર્ટનાં ખુલ્લાં બટન એક ડેશીંગ મૉડેલ જેવા હીરો બનવા માટે જેની બોલકી જાહેરાત બની રહેત એવા એકદમ દેખાવડા યુવાને ઘણી ઑફબીટ કે અંડરપ્લે ભૂમિકાઓ કરવાનું પસંદ કર્યું. ગુલઝારની 'મેરે અપને' અને 'અચાનક, સુનીલ દત્તની 'રેશમા ઔર શેરા'થી શરૂ કરીને લાગલગાટ બે દાયકા સુધી 'મીરા', 'લેકિન' કે મુઝફ્ફર અલીની અધૂરી રહેલ 'ઝૂની' કે અરૂણારાજે પાટીલની 'રિહાઈ'એ વિનોદ ખન્નાની નવી પહેચાન તેના ચાહકો સમક્ષ રજૂ કરી.

Zohra Sehgal was the mother of all screen grandmothers - ર્હીયા નાથ - એક પછી એક ફિલ્મોમાં નૃત્યકાર અને નાટ્યકલાકર એવાં ઝોહરા સાયગલે પોતે જેવાં જીવંત છે તેવીજ અદાથી વડીલ માવિત્રની ભૂમિકાઓ ભજવી.
Waqt Ne Kiya – The Introspective Songs of Kaifi Azmi પીયૂષ શર્મા - કૈફી આઝમીનાં ખૂબ યાદગાર ગીતોને અહીં રજૂ કરાયાં છે. તે પૈકી આપણે આજે એવું ગીત પસંદ કર્યું છે જે કદાચ બહુ સાંભળવા નથી મળતું, પણ કૈફી આઝમીની શાયરીની ખૂબીઓને તંતોતંત રજૂ કરે છે.હા, મને બહુ જ ગમતું એવું એક અન્ય ગીત આજના આ અંકના અંતમાં પણ મૂક્યું છે :
આજ કી કાલી ઘટા મસ્ત મતવાલી ઘટા (૧૯૬૬)- ગીતા દત્ત - કનુ રોય 
Zindagi Ek Safar Hai Suhana: Shankar Jaikishan’s Melodies of 1971 – 18 Films, 104 Songs પીયૂષ શર્મા - શંકરે આ ફાની દુનિયાની વિદાય લીધી ૨૬ એપ્રિલ ૧૯૮૭ના રોજ. જયકિશને તો ૧૨ સપ્ટેમ્બર ૧૯૭૧ના રોજ વિદાય લઈ લીધેલી.૧૯૭૧નાં વર્ષમાં એક તેલુગુ ફિલ્મ સાથે તેમની ૧૮ હિંદી ફિલ્મો રજૂ થઇ હતી.હવે તેમણે હસરત જયપુરી ઉપરાંત રાજેન્દ્ર કૃષ્ણ, એસ એચ બીહારી, નીરજ, શૈલી શૈલેન્દ્ર, આનંદ બક્ષી, વર્મા મલિક, ઈન્દીવર અને ગુલઝાર જેવા અનેક ગીતકારો સાથે પણ કામ કરવાનું શરૂ કરી દીધેલ. જયકિશને છેક ૧૯૫૭માં 'બેગુનાહ' માટે મૂકેશનું ગીત અય પ્યાસે દિલ બેજુબાં પરદા પર ગાયું હતું. આ વર્ષે તેમણે ફરી એક વાર કિશોર કુમાર સાથે નાચ મેરી જાન ફ્ટાફટ ગીતનાં રેકર્ડીંગમાં બેલેન્સીંગ મશીન પર કામ કરતા દેખાવાનું નક્કી કર્યું હતું. તેમની તેલુગુ ફિલ્મ જીવીત ચક્રમનાં ત્રણ ગીતો અહીં યાદ કર્યાં છે :
કલ્લાલો કલ્લુપેટ્ટી  
કાંતિ ચૂપુ  
અને તેનું પુરુષ અવાજનું વર્ઝન 
સોંગ્સ ઑફ યોર પર શંકર જયકિશનનાં ગીતોની ગત વર્ષની શ્રેણીમાં આપણે લતા મંગેશકર, મૂકેશ, રફી, મન્ના ડે તેમજ અન્ય ગાયકો ઉપરાંત લતા મંગેશકર અને અન્ય સ્ત્રી નૃત્ય યુગલ ગીતો પરના રસપ્રદ લેખો વાંચી ચૂક્યાં છીએ. આ વર્ષે હવે  તેમનાં યુગલ ગીતપરના બે લેખ Shankar-Jaikishan’s duets (1): Mukesh/Rafi with female singers અને Shankar Jaikishan’s duets (2) રજૂ થયા છે.
મે, ૨૦૧૭ના 'વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો'ના અંકમાં સ્નેહલ ભાટકરની કૅટલીક રચનાઓને યાદ કરેલ છે.
અને હવે અન્ય વિષયો પરના લેખ તરફ વળીએ –
Returning to the songs of Ningalenne Communistakki (but still looking for subtitles)માં  મલયાલમ ફિલ્મ નીંગલેન્ને ક્મ્યુનીસ્તકીનં ગીતો રજૂ કરાયાં છે.
અશ્વિન ભંડારકર સોંગ્સ ઑફ યોરના એક વધુ વાચક મહેમાન લેખક તરીકે Beena madhur madhur kacchu bol દ્વારા પદાર્પણ કરે છે. આઈટી ક્ષેત્રના વ્યાવસાયિક એવા અશ્વિન ભંડારકર સક્રિય વાચક તરીકે ચર્ચાને શસ્ત્રીય સંગીત તરફ દોરી જતા. આજે હવે તેમણે શ્લેષના માધ્યમથી હળવાશનું વાતાવરણ ખડું કરીને વિષયની નવીજ રજૂઆત કરી છે.
Pakeezah’ resonates to the sound of Meena Kumari’s anklets મનીશ ગાયકવાડ - ૧૯૭૨ની આ ફિલ્મના સાઉન્ડ ટ્રેકમાં ઘુંધરૂનાના રણકારનો કરાયેલો અનોખો ઉપયોગ ગુલામ મોહમ્મદનાં સંગીત નિયોજનને એક અલગ આયામ બક્ષી રહે છે.
Lovers burn up the phone wires in ‘Jalte Hai Jiske Liye’- નન્દીની રામનાથ - બિમલ રોયની ૧૯૫૮ની આ ફિલ્મનું આ રોમેન્ટીક પ્રણય ગીત સૌથી માર્દવપૂર્ણ રીતે પ્રેમનો ઈકરાર વ્યક્ત કરે છે.
Dil Dhoondta Hai’ and the heart that never stops searching- બુબ્લ બાસુ - ગુલઝારે તેમની ફિલ્મ 'મૌસમ'માં આ ગીત બે વખત રજૂ થયું છે. 'દિલ ઢૂંઢતા હૈ' જેવા શબ્દોથી શરૂ થતાં જ આપણે યાદોનાં આવરણોમાં સમાવા લાગીએ છીએ. કોઇ, કોઈક્ને , ક્યાંક, કોઈક રીતે શોધે છે. સૉલો ગીત ભૂલાયેલા નહીં એવા ખોવાયેલા પ્રેમનો પડધો પાડે છે. મદન મોહને તેમના આગવા સ્પર્શથી ગુલઝારના શબ્દોના વળાંકને એવી ઊંડાઈએ લ ઈ જાય છે કે જ્યારે ફિલ્મમાં ગીત બીજી વાર, રમતિયાળ યુગલ ગીતનાં સ્વરૂપે આવે છે ત્યારે આપણને પણ એ પ્રેમ મળી આવ્યો હોય એવી લાગણી થઇ આવે છે.
The original ‘Meri Pyari Bindu’ from ‘Padosan’ is more than just a comical tune - ૧૯૬૮ની ફિલ્મ 'પડોસન'નું ગીત મેરી પ્યારી બિંદુ એ સામાન્ય ફારસીયા ધુન નથી. પરંપરાગત બાઉલ સંગીત અને કવ્વાલીનાં તત્ત્વોનો લોકકથા રસ ભર્યાં ગીત સાથે સુમેળ કરાયો છે. 
When the bhajan ‘Om Jai Jagdish Hare’ inspired a Pakistani love song કરણ બાલી - ૧૯૫૭ની પાકીસ્તાની ફિલ્મ 'નૂરાં'ના હઝીન ક઼ાદરીએ લખેલ નૂરજહાંએ ગાયેલ ગીત ફીરની આન મૈં લબ્દીની ધુન ભારતીય ભજન પરથી સંગીતકાર સફદર હુસ્સૈનને સૂઝી લાગે છે.
સોંગ્સ ઑવ યોરની Best songs of year  શ્રેણીની સફરમાં આપણે ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર ના પ્રવેશક નું પહેલું કદમ માંડી ચૂંક્યા પછી હજૂ આગળ નથી વધી શક્યાં.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના મે ૨૦૧૭ના લેખો:


જન્મભૂમિ પ્રવાસી'ની 'મધુવન' પૂર્તિમાં કાજલ ઓઝા વૈદ્ય તેમની કોલમ 'વામા'માં  ઈસાક મુજાવરે લખેલ 'ગુરુદત્ત એક અશાંત કલાકાર' પુસ્તકમાંથી વહીદા રહેમાનનાં સંસ્મરણોને - ગુરુ દત્ત મારા પ્રેમી હતા..હું એમને પ્રેમ કરતી હતી, પણ એ મારા પ્રેમી નહોતા - યાદ કરે છે.
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના લેખો હમણાં થોડા સમયથી નિયમિત રીતે વેબસાઈટ પર અપડેટ થતા નથી. એટલે આપણે આજના અંકમાં એવી ત્રુટક કડીઓને સમાવવાને બદલે હવે પછીના અંક સુધી રાહ જોઈશું.
એપ્રિલ, ૨૦૧૭ના છેલ્લાં સપ્તાહમાં વેબ ગુર્જરી સાઈટમાં બૌ મોટા પાયે તકનીકી સમસ્યાઓ થઇ હતી. પરિણામે  તેનો બધો જ ડેટા બેઝ નષ્ટ થયા હોવાની સંભાવના છે. આથી આપણે ત્યાં પ્રકાશિત થયેલા લેખોની લિંક આપણા આજના અંકમાં નથી મૂકી શક્યા.
આજના અંકની સમાપ્તિ કરતી વખતે મોહમ્મદ રફીનું ગીત જે ગીત આપણે પસંદ કર્યું છે તે મોહમ્મદ રફીનાં મારાં અતિપ્રિય ગીતોમાંનું એક છે - તુમ જો મિલ ગયે હો, યે જહાં મિલ ગયા... (હંસતે જ઼ખ્મ, ૧૯૭૩). વરસાદની જોરથી ઝાપટ વાગતી હોય, દરિયાના મોજાં કિનારા સાથે અફળતાં હોય એવાં દિલમાં તોફાન જગાવતાં વાતાવરણમાં એકદમ જ શાંતિ પ્રસરી જાય એટલે યાદોઅ પણ મનને ઘેરી વળે

તુમ ભી તો ખોયે ખોયે, મૈં ભી બુઝા બુઝા
તા અજનબી જમાના અપના કોઈ ન થા
દિલ કો મિલ ગયા હૈ તેરા સહારા

હિંદી ફિલ્મોનાં વીન્ટેજ અને સુવર્ણ યુગનાં ગીતોને લગતા લેખોના નવા નવ સ્ત્રોત વિષે આપનાં સૂચનો વડે આપણા આ દરેકને વધારે સમૃધ્ધ બનાવવામાં આપનો સહકાર મળતો રહેશે તેવી આશા સાથે....

Sunday, May 28, 2017

સચિન દેવ બર્મન અને તલત મહમૂદ


ડાબેથી: બિમલ રોય, તલત મહમૂદ, મોહમ્મદ રફી અને એસ ડી બર્મન - 'સુજાતા'નાં રેકર્ડીંગ સમયે


૧૯૫૧ પહેલાંની ફિલ્મોમાં એસ ડી બર્મન જૂદા કલાકારો માટે જૂદા જૂદા ગાયકોનો પ્રયોગ કરતા જોવા મળે છે. જેમ કે ૧૯૪૭ ની 'દિલકી રાની' અને ૧૯૫૦ની 'પ્યાર' માં રાજ કપૂર માટે કિશોર કુમાર, ૧૯૪૮ની 'વિદ્યા' અને ૧૯૫૧ની 'બાઝી'માં દેવ આનંદ માટે અનુક્રમે મૂકેશ અને કિશોર કુમાર તો ૧૯૪૯ની 'શબનમ'માં દિલીપ કુમાર માટે મૂકેશ.
સમાંતરે તલત મહમૂદની કારકીર્દી પર નજર કરીએ,છેક ૧૯૪૧માં બિન ફિલ્મી ગીતો કે કલકત્તામાં ૧૯૪૫માં ફિલ્મોનાં ગીતોથી શરૂ થયેલ કારકદીમાં તસવીર તેરી દિલ મેરા બહલા ન સકેગી જેવાં ગીતોથી તલત મહમૂદ પોતાનું આગવું સ્થાન ઊભું કરી ચૂક્યા હતા. પણ તેમને લોકપ્રિયતાનું અદકેરું સ્થાન મળ્યું ૧૯૫૦ની ફિલ્મ 'આરઝૂ'નાં અય દિલ મુઝે ઐસી જગ લે ચલ થી.આ ગીતે તલત મહમૂદને કેટલાક સમય માટે દેવ આનંદ તેમ જ દિલીપ કુમારના સ્વર તરીકે સ્થાન પણ અપાવ્યું હતું. એ પછીના વિવિધ પ્રવાહોને કારણે લગભગ  ભારતની ૧૨ ભાષાઓમાં ૭૪૭ ગીતોમાં પ્રસરેલી તલત મહમૂદની કારકીર્દીની વિગતો સુજ્ઞ ભાવકોને જાણ હશે જ.
ગીતના ગાયક તરીકે પોતાની પસંદગીની બાબતમાં એસ ડી બર્મન માટે તેમની ધૂનની માંગ મહત્ત્વનું પરિબળ મનાતું રહ્યું છે. વાણિજ્યિક પ્રભાવોની અસરને બાજૂમાં રાખીને જોઈએ, તો  જે કોઇ ગાયકનો તેમણે બહુ પસંદગી પ્રમાણે ઉપયોગ કર્યો છે એ ગાયકનાં ગીતો, સંખ્યાની દૃષ્ટિએ ઓછાં રહેવાં છતાં, સમગ્ર ફિલ્મ સંગીત વિશ્વમાં સદાબહાર સ્થાન મેળવી ચૂક્યાં છે. એસ ડી બર્મન - તલત મહમૂદ સાયુજ્ય પણ આ પ્રવાહને જ અનુસરે છે.  
એસ ડી બર્મનની સંગીત શૈલીમાં બંગાળી સંસ્કૃતિની સૌમ્યતા અને સંગીતની અસરનું પ્રાધાન્ય રહ્યું હતું એ દૃષ્ટિએ ગાયકીની મૂળભૂત મૃદુતાને કારણે તલત મહમૂદનું સ્થાન બહુ આગળ પડતું રહેવું જોઈએ એમ માનવા પ્રેરાવું અસ્થાને ન કહી શકાય. પરંતુ આંકડાઓ કંઇક જૂદું જ ચિત્ર રજૂ કરે છે. એસ ડી બર્મનની તલત મહમૂદ સાથેની ભાગીદારીનું ખાતું ૧૯૫૧થી ખૂલે છે અને ૧૯૫૯માં બંધ થઈ જાય છે. આ વર્ષો દરમ્યાન એસ ડી બર્મને, માત્ર ૧૧ ફિલ્મોમાં જ તલત મહમૂદ સાથે કામ કર્યું, જેના પરિપાક રૂપે તલત મહમૂદનાં ૧૦ સૉલો અને ૪ યુગલ ગીતો હિંદી ફિલ્મ સંગીત જગતને મળ્યાં.
એસ ડી બર્મનની ૧૯૫૧માં છ ફિલ્મો આવી, પણ તેમાં તલત મહમૂદનાં ગીતોને ચાર ફિલ્મોમાં સ્થાન મળ્યું.
આ જા આ જા તેરા ઈન્તઝાર હૈ, તુઝે ઢૂંઢ રહા મેરા પ્યાર હૈ
- સઝા (૧૯૫૧) - લતા મંગેશકર સાથે - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ -પરદા પર પુરુષ કલાકાર: દેવ આનંદ
આ ફિલ્મનાં હેમંતકુમાર- સંધ્યા મુખર્જીનાં યુગલ ગીત આ ગુપ ચુપ પ્યાર કરેં જેટલું પ્રસ્તુત ગીત કદાચ જલદી યાદ ન આવે. હેમંત-સંધ્યાનાં યુગલ ગીત જેટલું જ તલત-લતાનું આ યુગલ ગીત પણ તેમનાં ઉત્કૃષ્ટ યુગલ ગીતોમાંનું એક ગણાય છે.
લૂટા દે અપની ખુશી ખુશી કે અય દિલ યે કિસ્મત હૈ ઈશારા
કે તેરી નૈયા કે ડુબને સે જિસી કિ મિલ જાયેગા કિનારા.....
યે આંસુ ખૂશી કે આંસુ હૈ...દિલ ખુશીકે મારે રોતા હૈ
યે કિસીકી ખાતર બહતા હૈ...વો આંસુ મોતી હોતા હૈ જો કિસીકી ખાતીર....
- એક નઝર (૧૯૫૧) - તલત મહમૂદ (સૉલો) – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ - પરદા પર પુરુષ કલાકાર: કરણ દિવાન
ફિલ્મમાં પુરુષ સ્વરમાં બીજાં બે ગીત છે - એક છે મોહમ્મદ રફી-લતાનું યુગલ ગીત  જે પરદા પર ફિલ્મના નાયક રહેમાન અને નલીની જયવંત પર ફિલ્માવાયું છે અને બીજું છે કિશોર કુમારના સ્વરમાં ગવાયેલું, જે ગોપ પર ફિલ્માવાયું છે. ત્રણે ત્રણ ગીત અલગ અલગ ભાવનાં છે અને ત્રણે ત્રણ ગીતની પોતપોતાની ખૂબીઓ છે, જેમાંની કેટલીક  ખૂબીઓ ગાયકના સ્વરની ખાસીયત સાથે સંકળાયેલ છે. પ્રસ્તુત ગીતમાં વણાયેલું સ્વાભાવિક દર્દ  તલત મહમૂદના સ્વરમાં આપણાં દિલને સ્પર્શી જાય છે.
ડર લાગે દુનીયા સે... બલમા ઉલ્ફત ના બને અફસાના
ગ઼મ ક્યું હો, ગ઼મ ક્યું હો..તેરે સાથ તેરા દિવાના
- બૂઝદિલ (૧૯૫૧) - લતા મંગેશકર સાથે – ગીતકાર: કૈફી આઝમી - પરદા પર પુરુષ કલાકાર: પ્રેમનાથ
પ્રેમનાથની કારકીર્દીની શરૂઆત એ-ગ્રેડની ફિલ્મોના નાયક તરીકે થઇ હતી.રોમેન્ટીક સૉલો કે યુગલ ગીતો ગાવાનું તેમને ભાગે આવતું અને લગભગ એ બધાં જ ગીતો યાદગાર ગીતોની કક્ષાનાં પણ રહેતાં, જેમકે પ્રસ્તુત ગીત. તલત-લતાનાં અન્ય કોઈ પણ ઉત્કૃષ્ટ રોમેન્ટીક યુગલ ગીતની બરોબરીમાં ઊભું રહે એવું આ ગીત આજે પણ સાંભળવું એટલું જ ગમે છે.
અય ઝીંદગી કે રાહી હિમ્મત ન હાર જાના, બીતેગી રાત ગ઼મકી બદલેગા યે ઝમાના
- બહાર (૧૯૫૧) - તલત મહમૂદ સૉલો ગીત - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ - બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત
ફિલ્મના પરદા પરના કલાકારની મુંઝવણના સમયે તેને સધિયારો મળે તેવા વિચારો કલાકારના મનમાં ચાલી રહ્યા છે તેવી સ્થિતિ ફિલ્મમાં પરદા પર સમજાવવા માટે બેકગ્રાઉન્ડમાં ગવાતાં ગીતો એક બહુ જ મહત્ત્વનો પ્રકાર રહ્યો છે.
'બહાર'  મૂળ તો તમિલમાં બની હતી. એકથી વધારે ભાષામાં ફિલ્મ બનાવવાનું ચલણ પણ ફિલ્મ જગત માટે નવું નહોતું. પ્રસ્તુત ફિલ્મનું અન્યથા મહત્ત્વ એ છે કે વૈજયંતિમાલાની એ સૌથી પહેલી હિન્દી ફિલ્મ હતી. 
૧૯૫૨માં એસ ડી બર્મનની બે ફિલ્મો આવી હતી. તેમાં 'જાલ'માં દેવ આનંદ  અને 'લાલ કુંવર'માં (દિલીપ કુમારના નાના ભાઈ) નાસીર ખાન નાયકની ભૂમિકામાં હતા. 'સચિન દેવ બર્મન અને હેમંત કુમાર' લેખમાં જોયું હતું તેમ 'જાલ'માં દેવ આનંદ માટે એસ ડી બર્મને હેમંત કુમારના સ્વરનો પ્રયોગ કર્યો હતો. 'લાલ કુંવર'માં તો પુરુષ સ્વરનો જ ઉપયોગ નહોતો કરાયો.
એ પછી ૧૯૫૩માં સચિન દેવ બર્મનની ચાર ફિલ્મો આવી.
ભરમ તેરી વફાઓ કા મિટા દેતે તો ક્યા હોતા
તેરે ચેહરે સે હમ પરદા, ઊઠા દેતે તો ક્યા હોતા
- અરમાન (૧૯૫૩) - તલત મહમૂદ (સૉલો) – ગીતકાર: સાહિર લુધ્યાનવી - પરદા પર પુરુષ કલાકાર: દેવ આનંદ
તલત મહમૂદનાં ગીતોમાં બહુ ઓછાં સાંભળવા મળતાં ગીતો પૈકી એક ગીત. 
ચાહે જિતના મુઝે તુમ બુલાઓગે, નહીં બોલુંગી
બોલ ન બોલ અય જાનેવાલે, સુન તો લે દિવાનોકી..
અબ નહીં દેખી જાતી હમસે યે હાલત અરમાનોકી
- અરમાન (૧૯૫૩) - આશા ભોસલે સાથે – ગીતકાર: સાહિર લુધ્યાનવી - પરદા પર પુરુષ કલાકાર: દેવ આનંદ 
ગીતનો મુખડો આશા ભોસલેના સ્વરમાં છે જે તેમણે ગાયેલાં સૉલો વર્ઝનમાં પણ છે. અંતરામાં નાયક પોતાના પ્રતિભાવ જણાવે છે. અહીં પણ સાહિર લુધ્યાનવી કવિ તરીકે પૂરેપૂરા નીખર્યા છે.
જગ મે આયે કોઈ કોઈ જાયે રે
- બાબલા (૧૯૫૩) - તલત મહમૂદ (સૉલો) – ગીતકાર: સાહિર લુધ્યાનવી - પરદા પર પુરુષ કલાકાર: ગીત માત્ર ઑડીયો સ્વરૂપે જ મળેલ છે એટલે પરદા પર કોણે ગાયું હશે તે નથી જાણી શકાયું.
પ્રમાણમાં ઓછું જાણીતું ગીત. અંતરાની રજૂઆત તો કાવ્યપઠનની શૈલીમાં કરાયેલ છે. શબ્દોના ભાવ અને ગાયકી દ્વારા તેની કરાવાતી અનુભૂતિ એ બન્નેને તલત મહમૂદ સ્વાભાવિકપણે જ પૂરો ન્યાય કરે છે.
નાઝો કે પલે કાંટો પે ચલે ઐસા ભી જહાંમેં હોતા હૈ
તક઼દીર કે ઝાલીમ હાથોં સે દિલ ખૂન કે આંસુ રોતા હૈ
-શહેનશાહ (૧૯૫૩) - તલત મહમૂદ (સૉલો) – ગીતકાર: સાહિર લુધ્યાનવી - પરદા પર પુરુષ ગાયક: રંજન
'શહેનશાહ' કોસ્ચ્યુમ ડ્રામા તરીકે ઓળખાતા પ્રકારની ફિલ્મ છે. કંઇક દ્રુત લયમાં ગીતની સજાવટના એસ ડી બર્મનના પ્રયોગને તલત મહમૂદે ભલીભાંતી રજૂ કરેલ છે. 

૧૯૫૪માં પણ સચિન દેવ બર્મનની ચાર ફિલ્મો આવી. જેમાંની એક ફિલ્મ નાયિકા પ્રધાન હતી. બીજી ફિલ્મ કામિની કૌશલે ખુદ નિર્માણ કરી હતી પણ મહદ અંશે નાયિકા પ્રધાન જ કહી શકાય. એમાં પુરુષ અવાજમાં એક જ ગીત હતું, જે કિશોર કુમારે લતા મંગેશકર સાથે તોફાની અંદાજમાં ગાયું હતું. એ સિવાયની બન્ને ફિલ્મોનાં તલત મહમૂદને ફાળે આવેલાં ગીતો અનોખી ભાત ચીતરે છે.
તેરે સાથે ચલ રહે હૈં યે જમીં ચાંદ તારે
યે જમીં ચાંદ તારે તેરી એક નજ઼ર પે વારે
- અંગારે (૧૯૫૪) - લતા મંગેશકર સાથે – ગીતકાર: પી એલ સંતોષી - પરદા પર: નાસીરખાન સાથે નરગીસ
વિરહ પછી મિલનની આવી રહેલી ઘડીઓની ઉત્સુકતા ગીતમાંથી છલકે છે. 
ડૂબ ગયે આકાશ કે તારે, જાકે તુમ ના યે
તકતે તકતે નૈના હારે, જાકે તુમ ન આયે
- અંગારે (૧૯૫૪) - તલત મહમૂદ (સૉલો) – ગીતકાર: પી એલ સંતોષી - પરદા પર કલાકાર: નાસીર ખાન
પ્રિયતમા સાથે મળવાનું હતું, પણ રાહ જોતાં જોતાં હવે ઊંડે ઊંડે મનમાં ગુસ્સો ઘુંટાય છે.ગીતમાં દર્દ સાથે આ ગુસ્સાના ભાવને તલત મહમૂદે બખૂબી રજૂ કરેલ છે.
૧૯૫૪ની 'ટેક્ષી ડ્રાઈવર' ક્લાસ અને માસ બન્નેની દૃષ્ટિએ સફળ રહી હતી. ફિલ્મનાં લતા મંગેશકરનાં કે આશા ભોસલેનાં ગીતો પણ એસ ડી બર્મનની કારકીર્દીનાં સીમાચિહ્ન ગીતોમાં સ્થાન પામે છે.
જાએ તો જાએ કહાં સમજેગા કૌન યહાં દર્દ ભરે દિલકી જુબાં...
-ટેક્ષી ડ્રાઈવર (૧૯૫૪) - તલત મહમૂદ અને લતા મંગેશકરનાં અલગ અલગ સૉલો વર્ઝન - ગીતકાર સાહિર લુધ્યાનવી - પરદા પર કલાકાર દેવ આનંદ
આ ગીત એટલી હદે લોકચાહના પામ્યું હતું કે હવે પછી દેવ આનંદ માટે તલત મહમૂદ જ એક માત્ર પાર્શ્વ ગાયક ન બને તો જ નવાઈ કહેવાય ! એસ ડી બર્મનને પહેલ વહેલો ફિલ્મ ફેર ઍવૉર્ડ પણ આ ગીત માટે જ મળ્યો. અને, તેમ છતાં, હિંદી ફિલ્મ જગતની ફટકિયા નિયતિની કમાલ પણ એ જ રહી કે એસ ડી બર્મનનાં સંગીતમાં તલત મહમૂદના સ્વરમાં, દેવ આનંદ માટે ગવાયેલું આ છેલ્લું ગીત બની રહ્યું!
૧૯૫૫ની દિલીપકુમારની 'દેવદાસ' તો અનેક દૃષ્ટિએ પડકાર હતી, પરંતુ સંગીતની દૃષ્ટિએ તેની હરિફાઈ સીધી જ આ પહેલાં ૧૯૩૫માં આવેલ કે એલ સાયગલનાં ગીતો સાથે હતી. આવી કપરી સરખામણીમાં પણ ઊણાં ન ઉતરે એવાં પુરુષ સ્વરનાં ગીતો આ 'દેવદાસ'પાસે ગવડાવવાનાં હતાં
કિસકો ખબર થી કિસકો યકીં થા ઐસે ભી દિન આયેંગે
જીના ભી મુશ્કિલ હોગા ઔર મરને ભી ન પાયેંગે
હાયે...કિસકો ખબર થી
- દેવદાસ (૧૯૫૫) - તલત મહમૂદ (સૉલો)- ગીતકાર સાહિર લુધ્યાનવી - પરદા પર દિલીપ કુમાર
સાહિરે તેમની કવિ તરીકેની બધી જ કાબેલિયત દેવદાસની પ્રેમભગ્ન દશાના મનોચિતારને વર્ણવવામાં કામે લગાડી દીધી છે. ઓછામાં ઓછાં વાદ્યોની સાથે બનાવેલી ધુન અને તલત મહમૂદના અવાજની સ્વાભાવિક માર્દવતા દેવદાસની હતાશા ગીતનાં દર્દને ઘુંટે છે.
મીતવા...મીતવા લાગી રે કૈસી યે અનબુઝ આગ...
- દેવદાસ (૧૯૫૫) - તલત મહમૂદ (સૉલો)- ગીતકાર સાહિર લુધ્યાનવી - પરદા પર દિલીપ કુમાર
જેમ જેમ તે ભૂલવા માગે છે તેમ તેમ દિલમાંથી પેલા પ્રેમની યાદ જરા પણ હટવાનું નામ નથી લેતી... જે વ્યક્તિની કોઈ જ કારી કામ નથી આવી રહેતી તેની વ્યથાને શબ્દો દ્વારા તે વ્યક્ત ક્યાંથી કરે ? ગીતની સીચ્યુએશન આદર્શ સીચ્યુએશન છે. પણ જો તેમાં પરંપરાગત સ્વરૂપનું કરૂણ ભાવનું ગીત લખ્યું હોત તો આપણે દેવદાસની એકલતાને સમજી ન શકત ! સાહિરે જેટલા ઓછા શબ્દોથી કામ લીધું છે, એટલા જ ઓછાં વાદ્યો અને લયની મદદથી એસ ડી બર્મને દેવદાસનાં દર્દને બહાર લાવી મૂક્યું છે.અને તેમને તલત મહમૂદ જેવું આદર્શ માધ્ય્મ મળ્યું આ હેતુને બર લાવવામાં.... ગીત પૂરૂં થઈ ગયા પછી આપણે પણ થોડા સમય માટે સુન્ન થઇ જઈએ છીએ. 
આટઆટલી ઊંચાઈઓ સર કર્યા પછી પણ હવે એસ ડી બર્મન માટે તલત મહમૂદ પસંદગીનો અવાજ નહોતો રહ્યો. ભલે બાહ્ય પરિબળોએ વધારે ભાગ ભજવ્યો હશે, પણ એસ ડી હવે મોહમ્મદ રફી કે કિશોર કુમારના સ્વરમાં જ એમનાં પુરુષ ગીતોની રચના કરતા રહેવા લાગ્યા હતા..
પણ દરેક નિયમને એક અપવાદ તો હોય જ.
જલતે હૈ જિસકે લિયે તેરી આંખો કે દિયે
ઢૂંઢ લાયા હું બહી ગીત મૈં તેરે લિયે
- સુજાતા (૧૯૫૯) - તલત મહમૂદ (સૉલો) - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી - પરદા પર ગાયક સુનીલ દત્ત
કહેવાય છે કે ગીતને પોતાની અપેક્ષા પ્રમાણે ગવડાવવા એસ ડી બર્મન મોહમ્મદ રફી સાથે રિયાઝ પર રિયાઝ કરાવી રહ્યા હતા, પણ વાત જામતી નહોતી. એ સમયના તેમના સહાયક જયદેવે એસ. ડી.ને તલત મહમૂદ માટે સમજાવ્યા. બસ, એ પછી તો ઈતિહાસ જ બની ગયો....
સચિન દેવ બર્મન અને તલત મહમૂદનાં સાયુજ્યનાં આ સ્વાન સોંગને  તેમનાં સૌથી વધારે લોકચાહના મળેલ ગીત તરીકે સર્વસ્વિકૃતિ મળતી રહી છે .

આડવાત :
તલત મહમૂદને આવી જ બીજી એક તક ૧૯૬૪ની ફિલ્મ 'જહાં આરા' વખતે પણ મળી હતી. એ ફિલ્મનાં ગીતો પણ તલત મહમૂદ જ ગાય એ માટે પણ ફિલ્મના સંગીતકાર મદન મોહનનો ખાસ્સો એવો આગ્રહ હતો, અને એ ગીતો પણ તલત મહમૂદનાં અમર ગીતોની યાદીમાં ઇતિહાસને પાને કંડારાઈ ગયાં છે. જોકે તલત મહમૂદની કારકીર્દીને આ ગીતોની અપ્રતિમ સફળતાને કારણે બહુ લાભ ન થયો એ હિંદી ફિલ્મ જગતની નિયતિની વક્ર ખૂબી છે !

સચિન દેવ બર્મનની ગાયકો સાથેની સફરના હવે પછીના મુકામમાં આપણ તેમણે રચેલાં મૂકેશનાં ગીતો સાંભળીશું.