હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૫_૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું
સ્વાગત છે.
મે મહિનાને લગતી બે ખાસ પૉસ્ટ્થી જ આજના અંકની શરૂઆત કરીએ:
- Singing for a better tomorrow: A Hindi film song helpline for May Day - અશ્વિની દેશપાંડે
- આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે હિંદી ફિલ્મના એ ગીતો યાદ આવી જાય છે જેમાં આશાઓ, ઉમ્મીદો અને વધુ સારા, એકસમાન જીવનધોરણનાં સ્વપ્નાં ધબકતાં હતાં.
- મેહનતકશ ઈન્સાન જાગ ઊઠા - ઈન્સાન જાગ ઊઠા (૧૯૫૯) - મોહમ્મદ રફી, આશા ભોસલે - એસ ડી બર્મન - શૈલેન્દ્ર
- ઠહર જરા ઓ જાનેવલે - બુટ પોલીશ (૧૯૫૪) - મન્ના ડે, આશા ભોસલે, મધુબાલા ઝવેરી - શંકર જયકિશન - શૈલેન્દ્ર
- સાથી હાથ બઢાના - નયા દૌર (૧૯૫૭) - મોહમ્મદ રફી, આશા ભોસલે, સાથીઓ - ઓ પી નય્યર - સાહિર લુધ્યાનવી
- સુનો જી યે કલકત્તા હૈ - હાવરા બ્રિજ (૧૯૫૮) - મોહમ્મદ રફી - ઓ પી નય્યર - ક઼મર જલાલાબાદી
- યેહ હૈ બમ્બઈ મેરી જાન - સી આઈ ડી (૧૯૫૬) - મોહમ્મદ રફી, ગીતા દત્ત - ઓ પી નય્યર, મજરૂહ સુલ્તાનપુરી
- હાલ ચાલ ઠીક ઠાક હૈ - મેરે અપને (૧૯૭૧) - મૂકેશ, કિસોર કુમાર, સાથીઓ - સલીલ ચૌધરી - ગુલઝાર
- યે મહલોં યે ખ્વાબોંકી દુનિયા - પ્યાસા (૧૯૫૭) - મોહમ્મદ રફી - એસ ડી બર્મન - સાહિર લુધ્યાનવી
- ચીન ઓ અરબ હમારા હિંદોસ્તાં હમારા - ફિર સુબહ હોગી (૧૯૫૮)- મૂકેશ - ખય્યામ - સાહિર લુધ્યાનવી
- વો સુબહ કભી તો આયેગી - ફિર સુબહ હોગી (૧૮૫૮)- મૂકેશ, આશા ભોસલે - ખય્યમ - સાહિર લુધ્યાનવી
મે મહિનો ભારતીય સિનેમા માટે સૌથી મહત્ત્વનું સીમાચિહ્નનો મહિનો ગણી
શકાય. ડી જી (દાદા) ફાળકેની મહેનતનાં ફળ
સમી 'રાજા હરિશ્ચંદ્ર' ૩ મે, ૧૯૧૩ના રોજ થીયેટરોમાં રજૂ થઈ
હતી. ફિલ્મ નિર્માણ દરમ્યાન શું શું થયું તે અહીં જોવા મળે છે. સૃતિ ગણપતિ રામન યાદ કરે છે કે તે કંઇ આસાન ખેલ નહોતો પરવડ્યો.
હવે આપણે તિથિઓ અને અંજલિઓને લગતી પોસ્ટ્સ જોઈશું:
હિંદી ફિલ્મના સુવર્ણ યુગના છેલ્લા ભાગમાં પદાર્પણ કરેલા કલાકારોમાં વિનોદ
ખન્નાનું સ્થાન અદકેરૂં રહ્યું હતુ. તેમનાં અવસાન પર તેમને અનેકવિધ અંજલિઓથી યાદ
કરવામાં આવે તે સ્વાભાવિક છે. એ અંજલિઓમાંની કેટલીક અહીં રજૂ કરી છે
- Vinod Khanna conquered Hindi cinema by just being there - મુસ્તાનસીર દળવી - જ્યારે જ્યારે વિનોદ ખન્ના વિલનની ભૂમિકા ભજવતા ન હોય ત્યારે તેના સાથી કલાકારો સાથે એક બહુ સીધા સાદા મણસ તરીકે બહુ ભળી જતા.
- “ઉદાસ આંખો, આત્મવિશ્વાસ ખરો પણ ઘમંડ નહીં, છેલ્લે જેને પોતાની શાંતિ મળી ચૂકી છે તેવા એક ઉમદા માણસનું Thus Endeth Another Chapter.પુરુષોમાં પુરુષ માફકનું કડક દેખાવડાપણું, હોઠ પર રમતી શરારતી અર્ધમુસ્કાન અને હસતી વખતે ચમકી ઉઠતી એ આંખો સદા યાદ રહ્યા કરશે. એ હાસ્ય જ એમની એક સાચા અને ખરા માનવી તરીકેની પહેચાન હતી.
- In Tribute: Vinod Khanna (1946-2017) - સંજીવ કુમારને મળી તેવી ઊંડી માર્મિક ભૂમિકાઓ ભલે વિનોદ ખન્નાને ફાળે ન આવી, પણ તેને જે ભૂમિકાઓ ભજવી તે ખરેખર ભજવી જાણી.ખૂબ જ વિશ્વાસપૂર્વક તેમણે એ ભૂમિકાઓને ન્યાય આપ્યો. તેમની ભૂમિકાઓને જે સ્વાભાવિકતાથી તે નીભાવતા તે દિલને જચી જતી.
- ‘Where are the available men’ and other tales from the sets of the sexual liberation drama ‘Rihaee’ - તેમનાં પહેલ વહેલાં સૉલો દિગ્દર્શન સાહસ 'રીહાઈ'નું ૧૯૮૮માં ગુજરાતમાં શૂટીંગA કરતી વખતના અરૂણારાજે પાટીલના અનુભવો- તેમની આત્મકથા Freedom My Storyમાંથી લીધેલા કેટલાક અંશ - “'રિહાઈ'નાં ડબીંગ વખતે મને મારામાં ગુંચાયેલી જોઈને વિનોદ ખન્નએ મને ક વાર રીત સરની ઘેરી લીધી અને સમસ્યા શું છે તે વિષે પૂછ્યું.મને શું બાબત પજવે છે એ જાણ્યા પછી તે સ્ટુડિયોની બહાર ગયા અને પોતાની કારમાં પડેલ ત્રીસ હજાર રૂપિયા લાવીને મારા હાથમાં મૂક્યા. મારી પહેલી પ્રિંન્ટ માટે મારે એટલા જ રીપ્યા જોઈતા હતા. મારા ચહેરા પરની અવઢવ જોતાં જ તેમણે બહુ હળવાશથી કહ્યું, જ્યારે થાય ત્યારે ચૂકવી દેજો.
- Remembering (and Re-Introducing) Vinod Khanna - પોતાનાં ગોગલ્સ અને શર્ટનાં ખુલ્લાં બટન એક ડેશીંગ મૉડેલ જેવા હીરો બનવા માટે જેની બોલકી જાહેરાત બની રહેત એવા એકદમ દેખાવડા યુવાને ઘણી ઑફબીટ કે અંડરપ્લે ભૂમિકાઓ કરવાનું પસંદ કર્યું. ગુલઝારની 'મેરે અપને' અને 'અચાનક, સુનીલ દત્તની 'રેશમા ઔર શેરા'થી શરૂ કરીને લાગલગાટ બે દાયકા સુધી 'મીરા', 'લેકિન' કે મુઝફ્ફર અલીની અધૂરી રહેલ 'ઝૂની' કે અરૂણારાજે પાટીલની 'રિહાઈ'એ વિનોદ ખન્નાની નવી પહેચાન તેના ચાહકો સમક્ષ રજૂ કરી.
Zohra Sehgal was the mother of
all screen grandmothers - ર્હીયા નાથ - એક પછી એક ફિલ્મોમાં નૃત્યકાર અને નાટ્યકલાકર એવાં ઝોહરા સાયગલે પોતે જેવાં
જીવંત છે તેવીજ અદાથી વડીલ માવિત્રની ભૂમિકાઓ ભજવી.
Waqt Ne Kiya – The
Introspective Songs of Kaifi Azmi – પીયૂષ શર્મા - કૈફી આઝમીનાં ખૂબ યાદગાર
ગીતોને અહીં રજૂ કરાયાં છે. તે પૈકી આપણે આજે એવું ગીત પસંદ કર્યું છે જે કદાચ બહુ
સાંભળવા નથી મળતું, પણ કૈફી આઝમીની શાયરીની
ખૂબીઓને તંતોતંત રજૂ કરે છે.હા, મને બહુ જ ગમતું એવું એક
અન્ય ગીત આજના આ અંકના અંતમાં પણ મૂક્યું છે :
આજ કી કાલી ઘટા મસ્ત મતવાલી
ઘટા (૧૯૬૬)- ગીતા દત્ત - કનુ રોય
Zindagi Ek Safar Hai Suhana:
Shankar Jaikishan’s Melodies of 1971 – 18 Films, 104 Songs – પીયૂષ શર્મા - શંકરે આ ફાની દુનિયાની વિદાય લીધી ૨૬ એપ્રિલ ૧૯૮૭ના રોજ.
જયકિશને તો ૧૨ સપ્ટેમ્બર ૧૯૭૧ના રોજ વિદાય લઈ લીધેલી.૧૯૭૧નાં વર્ષમાં એક તેલુગુ
ફિલ્મ સાથે તેમની ૧૮ હિંદી ફિલ્મો રજૂ થઇ હતી.હવે તેમણે હસરત જયપુરી ઉપરાંત
રાજેન્દ્ર કૃષ્ણ, એસ એચ બીહારી, નીરજ, શૈલી શૈલેન્દ્ર, આનંદ બક્ષી, વર્મા મલિક, ઈન્દીવર અને ગુલઝાર જેવા અનેક ગીતકારો સાથે પણ કામ કરવાનું
શરૂ કરી દીધેલ. જયકિશને છેક ૧૯૫૭માં 'બેગુનાહ' માટે મૂકેશનું ગીત અય
પ્યાસે દિલ બેજુબાં પરદા પર ગાયું હતું. આ વર્ષે તેમણે ફરી એક વાર કિશોર કુમાર
સાથે નાચ મેરી જાન ફ્ટાફટ
ગીતનાં રેકર્ડીંગમાં બેલેન્સીંગ મશીન પર કામ કરતા દેખાવાનું નક્કી કર્યું હતું.
તેમની તેલુગુ ફિલ્મ જીવીત ચક્રમનાં ત્રણ ગીતો અહીં યાદ કર્યાં છે :
કલ્લાલો કલ્લુપેટ્ટી
કાંતિ ચૂપુ
અને તેનું પુરુષ અવાજનું વર્ઝન
સોંગ્સ ઑફ યોર પર શંકર જયકિશનનાં ગીતોની ગત વર્ષની શ્રેણીમાં આપણે લતા
મંગેશકર, મૂકેશ, રફી, મન્ના ડે તેમજ અન્ય ગાયકો ઉપરાંત લતા મંગેશકર અને અન્ય
સ્ત્રી નૃત્ય યુગલ ગીતો પરના રસપ્રદ લેખો વાંચી ચૂક્યાં છીએ. આ વર્ષે હવે તેમનાં યુગલ ગીતપરના બે લેખ Shankar-Jaikishan’s
duets (1): Mukesh/Rafi with female singers અને Shankar Jaikishan’s duets (2) રજૂ થયા છે.
અને હવે અન્ય વિષયો પરના લેખ તરફ વળીએ –
Returning to the songs of Ningalenne Communistakki (but still looking
for subtitles)માં મલયાલમ ફિલ્મ
નીંગલેન્ને ક્મ્યુનીસ્તકીનં ગીતો રજૂ કરાયાં છે.
અશ્વિન ભંડારકર સોંગ્સ ઑફ યોરના એક વધુ વાચક મહેમાન લેખક
તરીકે Beena madhur madhur kacchu bol દ્વારા પદાર્પણ કરે
છે. આઈટી ક્ષેત્રના વ્યાવસાયિક એવા અશ્વિન ભંડારકર સક્રિય વાચક તરીકે ચર્ચાને
શસ્ત્રીય સંગીત તરફ દોરી જતા. આજે હવે તેમણે શ્લેષના માધ્યમથી હળવાશનું વાતાવરણ
ખડું કરીને વિષયની નવીજ રજૂઆત કરી છે.
‘Pakeezah’
resonates to the sound of Meena Kumari’s anklets – મનીશ ગાયકવાડ - ૧૯૭૨ની આ ફિલ્મના સાઉન્ડ ટ્રેકમાં ઘુંધરૂનાના રણકારનો
કરાયેલો અનોખો ઉપયોગ ગુલામ મોહમ્મદનાં સંગીત નિયોજનને એક અલગ આયામ બક્ષી રહે છે.
Lovers burn up the phone wires
in ‘Jalte Hai Jiske Liye’- નન્દીની રામનાથ - બિમલ રોયની ૧૯૫૮ની આ ફિલ્મનું આ રોમેન્ટીક પ્રણય ગીત
સૌથી માર્દવપૂર્ણ રીતે પ્રેમનો ઈકરાર વ્યક્ત કરે છે.
‘Dil
Dhoondta Hai’ and the heart that never stops searching- બુબ્લ બાસુ - ગુલઝારે તેમની ફિલ્મ 'મૌસમ'માં આ ગીત બે
વખત રજૂ થયું છે. 'દિલ
ઢૂંઢતા હૈ' જેવા શબ્દોથી
શરૂ થતાં જ આપણે યાદોનાં આવરણોમાં સમાવા લાગીએ છીએ. કોઇ, કોઈક્ને , ક્યાંક, કોઈક રીતે શોધે
છે. સૉલો ગીત ભૂલાયેલા નહીં
એવા ખોવાયેલા પ્રેમનો પડધો પાડે છે. મદન મોહને તેમના આગવા સ્પર્શથી ગુલઝારના
શબ્દોના વળાંકને એવી ઊંડાઈએ લ ઈ જાય છે કે જ્યારે ફિલ્મમાં ગીત બીજી વાર, રમતિયાળ યુગલ ગીતનાં સ્વરૂપે આવે છે ત્યારે
આપણને પણ એ પ્રેમ મળી આવ્યો હોય એવી લાગણી થઇ આવે છે.
The original ‘Meri Pyari Bindu’
from ‘Padosan’ is more than just a comical tune - ૧૯૬૮ની ફિલ્મ 'પડોસન'નું ગીત મેરી પ્યારી બિંદુ એ સામાન્ય ફારસીયા ધુન
નથી. પરંપરાગત બાઉલ સંગીત અને કવ્વાલીનાં તત્ત્વોનો લોકકથા રસ ભર્યાં ગીત સાથે
સુમેળ કરાયો છે.
Two Mukesh duets buzzing me
today: યે
દુનિયા હૈ ..યહાં દિલકા લગાના કિસકો આતા હૈ (શાયર, ૧૯૪૯, ગુલામ મોહમ્મદ) અને ખયાલોંમેં
કિસીકે ઈસ તરહ આયા નહીં કરતે (બાવરે નયન, ૧૯૫૦, રોશન)
When the bhajan ‘Om Jai Jagdish
Hare’ inspired a Pakistani love song – કરણ બાલી - ૧૯૫૭ની પાકીસ્તાની ફિલ્મ 'નૂરાં'ના હઝીન ક઼ાદરીએ લખેલ
નૂરજહાંએ ગાયેલ ગીત ફીરની આન મૈં લબ્દીની ધુન ભારતીય ભજન પરથી સંગીતકાર સફદર
હુસ્સૈનને સૂઝી લાગે છે.
સોંગ્સ ઑવ યોરની Best songs of year શ્રેણીની
સફરમાં આપણે ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં
જાણીતાં ગીતોની સફર ના પ્રવેશક નું પહેલું કદમ માંડી ચૂંક્યા પછી હજૂ આગળ નથી વધી
શક્યાં.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં
શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના મે ૨૦૧૭ના લેખો:
જન્મભૂમિ
પ્રવાસી'ની 'મધુવન' પૂર્તિમાં કાજલ
ઓઝા વૈદ્ય તેમની કોલમ 'વામા'માં ઈસાક મુજાવરે
લખેલ 'ગુરુદત્ત એક
અશાંત કલાકાર' પુસ્તકમાંથી
વહીદા રહેમાનનાં સંસ્મરણોને - ગુરુ
દત્ત મારા પ્રેમી હતા..હું એમને પ્રેમ કરતી હતી, પણ
એ મારા પ્રેમી નહોતા - યાદ
કરે છે.
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના
લેખો હમણાં થોડા સમયથી નિયમિત રીતે વેબસાઈટ પર અપડેટ થતા નથી. એટલે આપણે આજના
અંકમાં એવી ત્રુટક કડીઓને સમાવવાને બદલે હવે પછીના અંક સુધી રાહ જોઈશું.
એપ્રિલ, ૨૦૧૭ના છેલ્લાં
સપ્તાહમાં વેબ ગુર્જરી સાઈટમાં બૌ મોટા પાયે તકનીકી સમસ્યાઓ થઇ હતી. પરિણામે તેનો બધો જ ડેટા બેઝ નષ્ટ થયા હોવાની સંભાવના
છે. આથી આપણે ત્યાં પ્રકાશિત થયેલા લેખોની લિંક આપણા આજના અંકમાં નથી મૂકી શક્યા.
આજના અંકની સમાપ્તિ કરતી
વખતે મોહમ્મદ રફીનું ગીત જે ગીત આપણે પસંદ કર્યું છે તે મોહમ્મદ રફીનાં મારાં
અતિપ્રિય ગીતોમાંનું એક છે - તુમ જો મિલ ગયે
હો, યે જહાં
મિલ ગયા... (હંસતે જ઼ખ્મ, ૧૯૭૩). વરસાદની જોરથી
ઝાપટ વાગતી હોય, દરિયાના
મોજાં કિનારા સાથે અફળતાં હોય એવાં દિલમાં તોફાન જગાવતાં વાતાવરણમાં એકદમ જ શાંતિ
પ્રસરી જાય એટલે યાદોઅ પણ મનને ઘેરી વળે
તુમ ભી તો ખોયે ખોયે, મૈં ભી બુઝા બુઝાતા અજનબી જમાના અપના કોઈ ન થાદિલ કો મિલ ગયા હૈ તેરા સહારા
હિંદી ફિલ્મોનાં વીન્ટેજ અને સુવર્ણ યુગનાં ગીતોને લગતા લેખોના નવા નવ સ્ત્રોત વિષે આપનાં સૂચનો વડે આપણા આ દરેકને વધારે સમૃધ્ધ બનાવવામાં આપનો સહકાર મળતો રહેશે તેવી આશા સાથે....
No comments:
Post a Comment