Wednesday, April 30, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૪/૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ' ૪ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ માસનાં બ્લૉગોત્સવ સંસ્કરણની શરૂઆત કરીએ Welcome, spring!વડે વસંતનાં આગમનને વધાવીને.
માર્ચ ૨૦૧૪નાં આ બ્લૉગોત્સવનાં સંસ્કરણનાં પ્રકાશન  સાથે સાથે જ SoY દ્વારા Forgotten Composers Unforgettable Melodies (9): Lachhiram પણ પ્રકાશીત થયેલ, તે એક સુખદ સુયોગ તો છે જ, પણ તેનાં મૂળમાં રહેલ એક બહુ જ પ્રતિભાશાળી, પણ કિસ્મતે જેમને યારી નથી આપી એવા અનેક સંગીતકારોમાં અગ્રસ્થાન ધરાવતા સંગીતકાર લચ્છીરામને પણ એક અનોખી યાદાંજલી બની રહેશે. તેમણે બધું થઇ ને લગભગ વીસેક  ફિલ્મો માં સંગીત આપ્યું હશે, પણ આજના ઇન્ટરનેટના આટલા સક્રિય સમયમાં પણ તેમનાં ૧૯૫૦ પહેલાંનાં સંગીતને જોવા નથી મળતું, એ પણ (તેમનાં) નસીબની બલિહારી કહી જ શકાય !
            આ લેખપરની 13 મી ટીપ્પણમાં અરૂણકુમાર દેશમુખ જણાવે છે કે  ફિલ્મ મૈં સુહાગન હુંનું લતા મંગેશકરનું ગીત - અય દિલ મચલ કે ક્યૂં, રોતા હૈ ઝાર ઝાર ક્યા - એ ફિલ્મમાં લતા મંગેશકરના અવાજમાં એક માત્ર ગીત છે. લચ્છીરામ લતા પાસે એક ફિલ્મમાં એક જ ગીત ગવરાવતા તેમ જોઇ શકાય છે. લચ્છીરામની આશા ભોસલેમાટેની પસંદ તે તો આપણે માર્ચ ૨૧૦૪ના સંસ્કરણમાં ઉલ્લેખ કર્યો હતો તે અશોક દવેના "મૈં સુહાગન હૂં"ના લેખમાં પણ ભાર પુર્વક આ રીતે નોંધવામાં આવ્યું હતું :
"આમે ય, લતાના આ બેનમૂન ગીત સિવાય લચ્છુએ લતાનો ઉપયોગ ભાગ્યે જ કર્યો છે. આશા એમની ફેવરિટ ગાયિકા હતી"
જેમની પ્રતિભા પ્રમાણે મળવી જોઇએ તેટલી વાણિજ્યીક સફળતા નથી મળી તેવા સંગીતકારો પૈકી કેટલાકને યાદ કરતો એક બીજો લેખ, Celebrating the Uncelebrated: Ten of my favourite songs by lesser-known composers, પણ આ મહિને થયો છે.
પ્રતિભા અને સફળતાની આ કશમકશને આજે પણ આટલી તિવ્રતા અને ઊંડાણમાં યાદ કરનાર અને ઇન્ટરનેટ પર દસ્તાવેજીકરણ કરનાર ચાહક વર્ગ મળે છે તે 'પ્રતિભા'નો 'સફળતા' પર વિજય ગણી શકાય.
હવે, આપણે ગીતોની અન્ય અનોખી યાદીઓની મુલાકાત કરીએ :
The haunting music of Hemant Kumar વારંવાર યાદ આવનારાં ગીતો તરીકે, આ ગીતો કોઇને કોઇ કારણે યાદમાં જડાઈ જાય છે, આપણે તેમને વારંવાર ગણગણાવતાં રહીએ છીએ અને આપણી આંખોની સામે એ ગીતો તરી રહેતાં હોય છે, કે પછી કોઇ ગીત બહુ જ ગહરી લાગણી જગાવી દેતું હોય છે, કે પછી જ્યારે એ ગીત ન પણ સાંભળતાં હોઇએ ત્યારે પણ તેની છાપ આપણા પર છવાયેલી રહે છે. હેમંત કુમારે સ્વરબધ્ધ કરેલાં આવાં ૨૨ ગીતો અહીં સાંભળી શકાશે.
લતા મંગેશકરે લક્ષ્મીકાંત પ્યારેલાલ માટે ગાયેલાં ગીતોના પહેલા ભાગમાં ૧૯૬૦ના દાયકાનાં અને બીજા ભાગમાં ૧૯૭૦થી ૧૯૯૬ના ગીતોની સફર માણવા મળશે.
'સિનેમા નૃત્ય ઘરાના'વી. એસ. મુથુસ્વામી પીલ્લૈપરના પહેલા લેખમાં તમિળ ફિલ્મ 'ચિત્તોડ રાણી પદ્મિનિ (૧૯૬૩)'વૈજયંતિમાલાનાં ભારત નાટ્યમ નૃત્યની વાત કરી હતી. [આપણા બ્લૉગોસ્તવના ૮/૨૦૧૩ અંકમાં પણ એ લેખનો ઉલ્લેખ છે.] તે સમયે થોડો વસવસો હતો કે ફિલ્મના અંત ભાગમાં રાજા સમક્ષ કરેલાં એક નૃત્યની વીડિયો ક્લિપ મળતી નથી. Found: Vyjayanthimala's Other Bharatanatyam Dance in Chittor Rani Padmini (1963, Tamil)!  હવે એ ખોટ પૂરી કરે છે. કંડાસામી સેક્કરકુડ્ડી સુબ્બૈઆ પીલ્લૈની યુ ટ્યુબ ચેનલ પર તે જોવા મળશે.
ફિલ્મ ખજાનચીમાં એવાં બે નૃત્યો છે જેનાં અદાકારો હજૂ સુધી ઓળખી નથી શકાયા (જો કે ઓળખી કાઢવાની ઇચ્છા તો છે જ !) અને એક અન્ય ગીત એવું છે  જેનાં કેટલાંક  અદાકારો વિષે ગરમા ગરમ ચર્ચા છેડાઇ પડેલ છે. ખજાનચી (૧૯૪૧)પરની આ પહેલી પૉસ્ટમાં એ રહસ્યાચ્છાદીત ગાયકો અને નર્તીકાઓની વાત માંડી છે.
The Mystery of the Missing Songsમાં ફિલ્મમાં પહેલાં ફિલ્માવાયેલાં, પણ પાછળથી કોઇને કોઇ કારણસર ઉડાડી કાઢવામાં આવેલાં ગીતોને યાદ કર્યાં છે.
Ten of my favourite ‘classic poem’ songsમાં પૂરેપૂરૂં કે આંશિક પણે, કોઇને કોઇ ઉચ્ચ કોટિના કવિ / શાયર વડે લખાયેલાં કાવ્યના ફિલ્મનાં ગીત તરીકે થયેલા ઉપયોગની વાત છે.
My Favourites: Ghoda-Gaadi Songsમાં ઘોડા દ્વારા ચલાવાતાં વાહનોએ હિંદી ફિલ્મોને જે કર્ણપ્રિય ગીતો આપ્યાં છે તે્માંનાં કેટલાંક ગીતોની પસંદ રજૂ કરાઇ છે, જો કે - 
-          ઘોડા વડે ચાલતાં કોઇ પણ વાહન , જેમ કે ગાડી, ટાંગો, વિક્ટોરીયા કે ગાડું, પર ગીત ગવાયેલું હોવું જોઇએ.
-          આખું ગીત એ વાહનપર જ ફિલ્માવાયેલું હોવું જોઇએ (આને કારણે 'હાવરા બ્રિજ'નું યે ક્યા કર ડાલા તુને અને 'બાંવરે નૈન'નું સુન બૈરી બલમ અહીં નથી સમાવી શકાયાં.)
-          ગીતમાં નાયક અને નાયિકા બંને હોવાં જોઇએ, પછીથી ભલે ગીત કોઇ એક ગાતું હોય. (આ કારણે આ પૉસ્ટનું  શીર્ષક 'ઘોડો, ઘોડી અને ઘોડાગાડી' રાખવાનું વિચારેલ.) આ કારણે પણ 'આહ'નું છોટી સી યે ઝીંદગાની અને 'એક ગાંવકી કહાની'નું ઝૂમે રે નીલા અંબર ઝૂમે રે પણ બાદ થઇ ગયાં છે.
અને આપણી અપેક્ષા સાચી પડે જ - આ વિષય પર આવી જ એક સ-રસ પૉસ્ટ Ten of my favourite ghoda-gaadi songs પહેલાં પણ થઇ છે, જેમાં લેખીકાએ જોયેલાં '૭૦ પહેલાંની ફિલ્મોમાંથી ગીતો હોવાં જ જોઇએ, પણ તે તે શરત ઉપરાંત -
૧. પરદા પર ગીત ગાતી વ્યક્તિ ગીતના ૮૦% હિસ્સામાં તો ઘોડાગાડી પર રહેવી જ જોઇએ (જેને કારણે અય દિલ હૈ મુશ્કિલ બાદ કરવું પડ્યું છે).
૨. ઘોડા વડે ચાલતું કોઇ પણ વાહન - ટાંગો, ગાડી, વિક્ટોરીયા કે રથ પણ - સ્વીકાર્ય છે, માત્ર ઘોડા પર ગવાતાં ગીતો બાદ.
3. એક જ ફિલ્મનું એકથી વધારે ગીત ન લેવાવું જોઇએ.
SoY પરની સચીન દેવ બર્મનની, તેમનાં જુદાંજુદાં પાર્શ્વગાયકોને કેન્દ્રમાં રાખીને ચાલી રહેલી, શ્રેણી શમશાદ બેગમની પહેલી મૃત્યુતિથિના પરિપ્રેક્ષ્યમાં, East meets West: Shamshad Begum’s songs by SD Burmanનાં સ્વરૂપે આગળ વધે છે.
હિંદી ફિલ્મ સંગીત જગતના બહુ ખ્યાત  'નેપથ્ય' કાર્યકર અને વાદ્યવાદક તરીકે મનોહરી સીંગનાં નામથી ભાગ્યેજ કોઇ અપરિચિત હશે. અહીં તેમના વિષેની કેટલાક બહુ માહિતીપ્રદ લેખ / ક્લીપ જોઇશું -
The Reed Manમાં મનોહરીદા તેમનાં જીવન, તેમના અનુભવો, તેમના સાથીદારો અને હિંદી ફિલ્મ સંગીતના આનંદમય દિવસોને યાદ કરે છે. [આ પૉસ્ટ અશ્વીન પેનમેંગલોર વડે લખાયેલ મહેમાન લેખ છે. અશ્વીન પેનમેંગ્લોર મૂળે ઇલેક્ટ્રીકલ એન્જીનીયર છે અને એલ એન્ડ ટીની સૉફ્ટવેર અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ક્ષેત્રની ગ્રુપ કંપનીઓમાં લાંબા સમય સુધી ઉચ્ચ કક્ષાએ કામ કર્યા બાદ, હવે નિવૃત્તિમાં તેઓ તેમના જાઝના શોખની મજા માણે છે.]
Manohari Singh - The Charming Pied Piper- સંગીતના જાણકારો અને સામાન્ય ચાહકો જેમનાં વાદ્યના અવાજ સાંભળવા એકઠાં થઇ જતાં - સેક્ષોફોન હોય કે પછી ચાવીવાળી પાશ્ચાત્ય વાંસળી હોય કે પછી હોય ક્લૅરીનેટ કે મેન્ડલીન, કોઇ પણ વાદ્ય પર તેમની અદ્‍ભૂત પકડ હતી. ખાસ અભિવ્યક્તિઓ, શ્વાસ પરનો કમાલનો કાબુ અને તેમનાં વાદ્યોમાંથી નિપજતાં અનોખા સૂરની તેમની પહેચાન બાબતે સહુ કોઇ એકમત છે.
Memories of Manohari Singh (1931 - 2010)મનોહરી સીંગની ધૂનોનું સંકલન છે.
હિંદી ફિલ્મ સંગીતનાં બે મહત્વનાં પાર્શ્વગાયકો વિષેના બે માહિતિપ્રદ લેખો જોઇએ -
Lata Dinanath Mangeshkar Gramophone Record Museum : A National Heritage Made by Shri Suman Chaurasiya  માં ૨૮૦૦૦થી વધારે રેકર્ડ્સ છે, જેમાં લતા મંગેશકરનાં ગીતોની લગભગ ૬૦૦૦ રેકર્ડ્સ છે.
Beete Hue Dinમાં, શિશિર કૃષ્ણ શર્માના લેખ - Tere Pyar Ka Aasra Chahta Hoon’ - Mahendra Kapoor- માં મહેન્દ્ર કપુરનું સહુથી ધાન ઇન્દોરવાલા સાથે ગાયેલું ૧૯૫૩ની ફિલ્મ 'મદમસ્ત'પહેલું યુગલ ગીત - કિસી કે ઝુલ્મકી તસ્વીર હૈ મઝદૂર કી બસ્તી-  યાદ કરે છે. (એક મજાની આડ વાત - 'મદમસ્ત'ના સંગીતકાર વી. બલસારા અને ધાન ઇંદોરવાલાનું સંયોજન દાંપત્યમાં પરિણમ્યું હતું.) તે ઉપરાંત આ ફિલ્મ પહેલાં એસ. ડી. બાતિશ સાથેની કવ્વાલી 'ઉન્હેં તો વો મુંહ ફેર હમેં આંખેં દીખાતે હૈં" પણ તેમણે ગાયેલ.Mahendra Kapoor's First Film Songમાં શિશિર કૃષ્ણ શર્મા હજૂ વધારે માહિતી ઉમેરે છે - મહેન્દ્ર કપુરનું પહેલું  એકલ ગીત સ્નેહલ ભટકરનાં સંગીતમાં ફિલ્મ 'દીવાલી કી રાત'નું 'તેરે દર કી ભીખ માંગે હૈ દાતા દુનિયા સારી' હતું.
તે પછીનું તેમનું ગીત, પંજાબી ફિલ્મ "હીર"ની અનિલ બિશ્વાસની તર્જમાં એક હીર હતી. આ બધાં ઉપરાંત તેમણે આ ગીતો પણ ગાયાં હતાં :-
૧. ૧૯૫૫ની ફિલ્મ "મધુર મિલન"માં બુલો સી. રાનીનાં સંગીતમાં, મોહમ્મદ રફી, ગીતા દત્ત અને ઓ.આર. ઓઝાના સ્વરોમાં ગવાયેલાં ગીતની કેટલીક પંક્તિઓ.
૨. ૧૯૫૬ની ફિલ્મ "લલકાર" માટે શન્મુખ બાબુએ સ્વરબદ્ધ કરેલ સવિતા બેનરજી સાથેનું યુગલ ગીત 'ઓ બેદર્દી જાને કે ના કર બહાને'. 
હવે આપણે હાલમાં વિદાય થયેલ ફિલ્મ જગતના બહુ જ ખ્યાતનામ એવા સિનેમેટોગ્રાફર વી. કે. મૂર્તી અને બહુ જ નમણી અને ભાવમય મુખમુદ્રાની માલકીન નંદાને અપાયેલી અંજલિઓ જોઇએ.
The Masters : V K Murthyમાં વેંન્કટરામ પંડિત મૂર્તિની 'ગુરૂ દત્તની નજર'તરીકે વી કે મૂર્તિ તરીકે પ્રસ્થાપિત તવા સુધીની સફર ઝૂંપડાંથી મહેલો સુધીની મંજિલની કહાની છે, જેની શરૂઆત તે સમયનાં મૈસુર રજવાડાંમાં ૧૯૨૩થી થયેલ.

વી કે મૂર્તિની ફિલ્માંકન કળા પરની કોઇ પણ વાત 'કાગઝ કે ફૂલ'નાં ગીત વક્તને કિયા ક્યા હસીં સિતમમાં ફિલ્માવાયેલા, પ્રકાશનું બેનમૂન ચાંદરણું પાડતા શેરડાના અદ્‍ભૂત શૉટ વગર પૂરી જ ન થાય, પછી ભલે ને તે વી કે મૂર્તિ પરની કોઇ વાત હોય કે ફિલ્માંકન-ફોટોગ્રાફીની કોઇ પણ વાત હોય કે કોઇ સિનેમેટોગ્રાફર ફિલ્મના નિર્દશકની કલ્પનાને કેમ મૂર્ત કરી આપી શકે તેની વાત હોય !
તે ઉપરાંત વી કે મૂર્તિની કામ અંગે વાત કરતી બીજી અન્ય બે વિડિયો ક્લિપ્સની મુલાકાત લઇએ  -

Ten of my favourite Nanda songs  નંદાનાં જીવન ને કારકીર્દીને યાદ કરીને તેમની વિદાયને અંજલિ આપે છે. નંદાએ કરેલ ફિલ્મોમાં નંદા પર જ ફિલ્માવાયેલાં ઘણાં ગીતો યાદગાર બની રહ્યાં છે
નંદાની યાદમાં યુ ટ્યુબ પર મૂકાયેલી કેટલીક ખાસ વિડીયો ક્લિપ્સ પૈકી બે ક્લિપ્સની અહીં નોંધ લઇશું –

તો વળી, ગુજરાતી વ્યંગ ચિત્રકાર મહેન્દ્ર શાહે નંદાને આ (અનોખી) રીતે અંજલિ આપીઃ 

બ્લૉગોત્સવનાં આ સંસ્કરણમાં આપણા મિત્ર ભગવાન થવરાણીએ હેમંત કુમારે સ્વરબદ્ધ કરેલ ફિલ્મ 'ફરાર' (૧૯૬૫)નું લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું પ્યારકી દાસ્તાં તુમ સુનો તો કહેંને યાદ કર્યું છે. તે ગીતની સાથે મને આ જ ફિલ્મનું દિલ-એ-નાદાં કો સંભાલું તો યાદ આવી ગયું. આમ તો આ ગીત લતા મંગેશકરના નામે છે, પણ ખરેખર સુમન કલ્યાણપુરે તે ગાયું છે તેવું માનનારો પણ એક મોટો વર્ગ છે. આ ફિલ્મનાં બીજાં પણ ગીતોની અહીં નોંધ લઇએ -
ફિલ્મફેર પારીતોષીકમાં ખાડો પડેલાં વર્ષ ૧૯૫૩ અને ૧૯૫૫ પર એક સમીક્ષા ભરી નજર કરી અને જુદી જુદી શ્રેણીઓમાં શ્રેષ્ઠ ગીતને પસંદ કરવાનો પ્રયોગ Songs of Yore હવે ૧૯૫૧નાં વર્ષ માટે Best songs of 1951: And the winners are?  વડે આગળ ધપાવે છે.
૧૯૫૧નાં ગીતોમાંનું "ઠંડી હવાયેં લહરા કે આયેં' તો સહુને યાદ છે જ. ૧૯૩૮ની ફિલ્મ Algiersનું ગીત C’est la vie જ્યારે ચાર્લ્સ બૅયરે ગણગણાવ્યું હશે ત્યારે કોઇને કલ્પના સુધ્ધાં પણ નહીં જોય કે આ ગીત હિંદી ફિલ્મ સંગીતમાં એક અનોખો વારસો મૂકી જશે.
પ્રખ્યાત શાયર અને હિંદી ફિલ્મોના ગીતકાર અસદ ભોપાલીના પૂત્ર ગાલીબખાં તેમની મુલાકાતના પહેલા ભાગમાં અફસાના (૧૯૫૧)નું મુકેશને કંઠે ગવાયેલું ગીત કિસ્મત બીગડી દુનિયા બદલી (હુશ્નલાલ ભગતરામ)ને યાદ કર્યું છે. એ જ મુલાકાતના બીજા ભાગમાં યાદ કરેલ મોહમ્મદ રફીનાં ગીતો - મિસ બોમ્બે (૧૯૪૯)નું હંસરાજ બહલે સવરાંકન કરેલ ઝીંદગી ભર ગમ જુદાઇકા હમેં તડપાયેગાનું પહેલું અને બીજું સ્વરૂપ, અને ગણેશે સ્બરબદ્ધ કરેલ 'એક નારી દો રૂપ'નાં દિલકા સુના સાઝ તરાના ઢૂંઢેગા - દ્વારા આપણને આ સંસ્કરણનાં મોહમ્મદ રફીનાં ગીતો તરફ દોરી જાય છે.
બ્લૉગોત્સવનાં આ સંસ્કરણમાં આપણે મોહમ્મદ રફીને આ ગીતો / લેખ દ્વારા યાદ કરીશું –

આપણી આ સફરને વધારે રોચક અને માહિતીપ્રદ બનાવવા માટે આપનાં સૂચનો અને સુઝાવોની અપેક્ષા સાથે......

Wednesday, April 23, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - એપ્રિલ, ૨૦૧૪


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં એપ્રિલ, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

હાલમાં આપણે વિગતે ચર્ચા કરવા માટે આપણે બિન સંવદિતા / બિન અનુપાલનનો વિષય પસંદ કરેલ છે. માર્ચ ૨૦૧૪નાં સંસ્કરણમાં આપણે બિન સંવદિતા વિષે વાત કરી હતી. 

હવે, આ મહિને આપણે 'બિન અનુપાલન'ની સમજ આપતા લેખો જોઇશું.

  • સમાનાર્થી શબ્દોની ખોજ આપણને અપાલન (non-compliance, non-fulfilment, non-performance) કે અપરિપાલન (non-compliance) કે અનનુપાલન કે અનનુવર્તન જેવા અન્ય પ્રયોગો પણ જોવા મળે છે.
  • બિન અનુપાલન / Non-conformance (ઉર્ફ : અપાલન / non-compliance)
મંજૂરી આપનાર (કે પરંપરાગત પરિસ્થિતિ) અને અમલ કરી રહેલ કોઇ એક વ્યક્તિ કે સમુદાય વચ્ચે નક્કી થયેલ વ્યવસ્થાથી કંઇક અલગ જ થવું એટલે બિન અનુપાલનની સ્થિતિ પેદા થઇ છે તેમ કહી શકાય.
ગુણવત્તા સંચાલનના સંદર્ભમાં "વ્યવસ્થા" સામાન્યતઃ ઉત્પાદન કામગીરીનાં માનક કે પૂર્વનિયોજિત પ્રક્રિયા કે ઉત્પાદનોનાં વિશિષ્ટ વિગતવર્ણન કે દસ્તાવેજીકરણ યોજના કે શ્રેષ્ઠ પ્રક્રિયામાટેનાં આંતરરાષ્ટ્રીય માનકનું પાલન તરીકે સ્વીકારાયેલ છે.
જરૂરિયાતનું અનુપાલન ન થવું (કરવું) એ અવજ્ઞા છે જ્યારે બિનઅનુપાલન એ કોઇ લાક્ષણીકતા કે દસ્તાવેજીકરણ કે પ્રક્રિયામાં રહી ગયેલી ખામી છે જેને પરિણામે કોઇ પણ વસ્તુ કે પ્રવૃત્તિની ગુણવત્તા અસ્વિકાર્ય કે અનિશ્ચિત બની રહે છે : ચોક્કસ જરુરિયાતનું અપાલન કે અપરિપૂર્ણતા.
અપાલન એટલે કોઇ કાયદાઓ કે તેના નિયમોનું પાલન ન અથવું (કરવું).
બિન અનુપાલન એટલે જરૂરિયાત કે માપદંડ (કે માનક) કે પ્રક્રિયાનું અનુપાલન ન થવું (કે કરવું).
ગુગલ પરની શોધખોળને પરિણામે બિનનુપાલન કે અપાલનને લગતી અઢળક માહિતી સાથેના લેખો જોવા મળે છે. આપણે અલગ અલગ વિષયોને લગતા, તે પૈકી કેટલાક લેખોની અહીં નોંધ લઇશું:
પાલન ન કરવું કે થવું કે પાલન કરવામાટે નકાર જવું (કરવો). દર્દી નિયત દવા ન લે કે નિયત સારવારને અનુસરે નહીં તે પરિસ્થિતિઓનો ચિકિત્સાશાસ્ત્રમાં, સામાન્યતઃ, અપાલનનો અર્થ કરવામાં આવે છે.
અપાલન નક્કી કરવાની પ્રક્રિયા એ આંતરરાષ્ટ્રીય આણ્વીક ઉર્જા સંસ્થા (IAEA) સલામતી તંત્રનો તેમ જ અણુશસ્ત્રોના બિનપ્રસાર સલામતી કરાર(NPT)નું પણ મહત્વનું અંગ છે.NPT સલામતી કરારનું અપાલન એ NPTની કલમ III, દરેક પ્રકારની આણ્વીક સામગ્રીને લગતા સલામતી શરતોના સ્વીકારની જવાબદારી અને સંજોગો અનુસાર,અણુશસ્ત્રો સપ્રાપ્ત ન કરવાની જવાબદારીને લગતી કલમ II નું ઉલ્લંઘન માનવામાં આવે છે.
  • અનુપાલન - વધારે પૂછાતા સવાલો - માનવીય સંશોધન સંરક્ષણ કાર્યક્રમ - યેલ યુનિવર્સિટી / Compliance – FAQ - Human Research Protection Program – Yale University 
અપાલન : નિયુક્ત IRB કે કેન્દ્રીય નિયમો કે સંબંધિત સંશોધન નિયમન સંસ્થાગત નીતિ મુજબ પ્રમાણિત સંશોધન યોજનાનું પાલન કરવામાં અસમર્થ રહેતું કોઇ પણ પગલું કે પ્રવૃત્તિ કે શરતચૂક. અપાલન ગૌણથી માંડીને ગંભીર હોઇ શકે છે, પછી ભલેને તે અજાણતાં કે જાણીસમજીને થયેલ હોય, કે પછી એક જ વાર થયેલ હોય કે વારંવાર થયેલ હોય.
વ્યાપારી સંસ્થાઓ દ્વારા નિયમોનું અપાલન બહુ વ્યાપક છે તેમ મનાય છે. તેમ છતાં આ કક્ષાએ અપાલનની માત્રાના વ્યવસ્થિત પૂરાવાઓ બહ અપૂરતા પ્રમાણમાં જોવા મળે છે. આંકડાઓના બે પૂરક સ્ત્રોતોનો બહુ જ અભિનવ ઉપયોગ કરીને, સંસ્થાઓ જોડે સીધો સવાલ ઉઠાવ્યા વિના જ આ લેખ ભારતમાં ફેક્ટરીઝ ઍક્ટનાં અપાલનને આંકડાઓમાં રજૂ કરે છે. લેખમાં જોવામાં આવ્યું છે કે કાયદાનું પાલન કરતાં સંસ્થાનોની સરખામણીમાં અપાલન કરતાં સંસ્થાનોની સંખ્યા લગભગ બમણી છે. વળી,અપાલન કરતી સંસ્થાઓની સંખ્યા કાયદાનાં પાલનમાંથી છટકબારી શોધતી સંસ્થાઓ કરતાં પણ ઘણી વધારે છે. આમ જોઇ શકાય છે કે ભારતમાં "ખોવાઇ ગયેલ મધ્ય ભાગ"માં ફેક્ટરીઝ ઍક્ટનાં અપાલન એ બહુ મહત્વનો મુદ્દો છે. લેખમાં અપાલનનાં મુખ્ય વલણો અને સ્વરૂપોનો અભ્યાસ કરાયો છે, જેના વડે, હજૂ આગળ વિશલેષ્ણાત્મક અને નીતિ વિષયક સંશોધન માટેનાં મુદ્દાઓ પર પણ પ્રકાશ પડે છે.
આ વિષય પર ગુગલ પરની શોધમાં ગુણવત્તા (સંચાલન કે કાર્યક્ષેત્ર કે વ્યવસાય)માં બિન અનુપાલન / અપાલન વિષય પર ઘણા વધારે લેખ પણ જોવા મળે છે. એટલે નજીકનાં ભવિષ્યમાં આ શ્રેણીમાં જ્યારે આપણે એ બાબતે વધારે વિગતે જોઇશું ત્યારે આ વિષય પર વધારે ઉંડાણમાં ઉતરીશું.

આમ હવે આપણે આપણું સુકાન આપણા કેટલાક નિયમિત વિભાગો તરફ ફેરવીએ. આ મહિને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુણવત્તા સંબંધી કાર્ય કરી રહેલ સંસ્થાઓમાં આપણે The Product Development and Management Association (PDMA)ની વાત કરીશું.
PDMA ઉત્પાદન વિકાસ અને મૅનેજમૅન્ટ ક્ષેત્રમાં વ્યસ્ત વ્યાવસાયિકો માટેની વિશ્વની મોખરાની સંસ્થા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદન વિકાસ અને સંચાલનમાં કાર્યરત વ્યક્તિઓ અને સંસ્થાઓની અસરકારકતા સુધારવાનો છે. ઉત્પાદન વિકાસ અને સંચાલનના વ્યાવસાયિક વિકાસમાટેનાં સંસાધનો, માહિતી, સહકાર અને પ્રોત્સાહન પૂરૂં પાડીને આ હેતુ સિધ્ધ કરાઇ રહેલ છે.
નવાં ઉત્પાદનો અને સેવાઓના વિકાસમાં કેટલીક આગવી પ્રવૃત્તિઓનું સંકલન મહ્ત્વનું બની રહે છે. PDMA એ એક જ એવી સંસ્થ છે જે વ્યાવસાયિક વિકાસ માટે શિક્ષણ, અનુભવ, નેટવર્ક અને સન્માન ની તકો પૂરી પાડીને આ પડકાર ઝીલી લેવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
એસોશિએશનની ગતિવિધિઓ પરની તાજી માહિતી મેળવતાં રહેવા માટે PDMA News અને સભ્યો દ્વારા કરાતાં યોગદાનની તાજી માહિતી મેળવતાં રહેવા માટે PDMA Blogની મુલાકાત લેતાં રહીએ.
હવે આગળ વધીએ ASQ TVનાં વૃતાંત Six Sigma ભણી -
Six Sigma એ ગુણવત્તા વિષયમાં બહુ જ પ્રખ્યાત પધ્ધતિ છે. ગુણવત્તા ક્ષેત્રમાંની અન્ય તકનીકોની જેમ જ તેનો ઉપયોગ સંસ્થામાં થતાં પરિવર્તનો અને ઉત્ક્રાંતિની સાથે નિર્ભ્ર રહે છે.આજનાં વ્રુતાંતમાં Six Sigmaના અમલના ફાયદાઓ અને પડકારો; Six Sigma પટ્ટાઓના રંગોને કેમ પારખવા; Six Sigmaના અમલમાં કરાતાં રોકાણ પરનાં સંભવિત વળતર; DMAIC અંગે પાયાની સમજ ની ચર્ચા કરીશું અને "Name That Black Belt" નામની એક બહુ જ મજા પડે તેવી માહિતીપ્રદ રમત પણ રમીશું.
Lean and Six Sigma પરિષદનાં શ્રાવ્યોઃ
ખર્ચાઓ અને બચત
DMAIC [Define, Measure, Analyze, Improve and Control / વ્યાખ્યાયિત કરવું, માપવું, વિશ્લેષણ કરવવું, સુધારવું, અને નિયમન કરવું]
આ મહિનાના ASQ’s Influential Voice છે - શોન આઇઝનઅવર

ચાર્લ્સટન, દક્ષિણ કૅરોલિના સ્થિત શોન આઇઝનઅવર વ્યાપાર પ્રક્રિયા સંચાલન, વ્યૂહાત્મક આયોજન,
સંસ્થાગત પરિવર્તન વ્યવસ્થાપન અને વિશ્વનીયતા એન્જીનીયરીંગમાં નિષ્ણાત છે. ફાર્માસ્યુટીકલ્સ, ધાતુઓ, પેટ્રોકેમીકલ, કાગળ અને ઉર્જા ઉત્પાદન જેવા ઉદ્યોગોમાં તેમણે સુધારણા અભિયાનોને દોરવણી પૂરી પાડી છે.તેઓ GPAlliedમાં શિક્ષણ અને કામગીરી અમલીકરણ સંચાલનના નિયામક છે. સોન "સુધારેલી અંતિમ રેખા વાળી કોર્પોરેટ કામગીરી વિકસાવવી અને ટકાવી રાખવી"ના સંદેશ વાળા તેમના બ્લૉગ Reliability Now પર વિશ્વનીયતા બાબતે પોતાના વિચારો અને અનુભવો વિષે લખતા રહે છે.

તેમના બ્લૉગ પરની એક પૉસ્ટની આપણે વિગતે મુલાકાત કરીશું -

અમલ ન થાય તે શિક્ષણ તો મનોરંજન છે :શિક્ષણ પર વળતર મેળવી આપે તેવી ત્રણ બાબતો / Education Without Application Is Just Entertainment: 3 things that can help create a return on education.
પ્રતિધારણ (Retention): વ્યક્તિમાં કયાં કૌશલ્યો હોવાં જોઇએ, અને તે અંગેનાં શિક્ષણનાં હેતતુઓ શું હોઇ શકે તે ખોળી કાઢવા માટે પૂરતો સમય ફાળવો. આટલું કર્યાથી પ્રશિક્ષણ કાર્યક્રમને સંબંધિત મુદ્દાઓ પર ધ્યામ કેન્દ્રીત કરીને તાલીમાર્થીઓ માટે ખાસ સ્વરૂપે ઘડી શકાય. આમ કરવાથી પ્રશિક્ષણ કાર્યક્રમો અસરકારક બનશે અને તેમાં આવરી લેવાયેલ વિષયોનું જ્ઞાન વધારે સમય સુધી સચવાઈ રહેશે.
અમલ (Application): પ્રશિક્ષણ કાર્યક્રમનાં પર્યાવરણમાં તાલીમાર્થી એક વાર જે કંઇ નવું જૂએ તેનો તરતજ અમલ કરવામાં આવે તો તે અનુભવ કૌશલ્યની કક્ષાએ પહોંચી શકે. આમ કરવાથી પહેલાં કહ્યું તેમ જ્ઞાન વધારે સમય સુધી સચવાઇ પણ રહેશે અને વાસ્તવિક દુનિયાના સફળ ઉદાહરણોને કારણે પરિવર્તનની પ્રક્રિયામાં પણ મદદ થતી રહેશે.
સાંસ્કૃતિક તોડ-જોડ (Culture Manipulation): અગ્રણીઓનાં ખેચાણ અને ત્વરિત અમલની સફળતાવડે સંસ્કૃતિની તોડ-જોડ દ્વારા નિર્ધારીત સ્થિતિએ પહોંચી શકાય છે.
આ મહિને Curious Cat Management Improvement Carnival શ્રેણીમાં નવો લેખ ઉમેરાયેલો નથી. તેથી આપણે ત્યાં Good Process Improvement Practices અને તેની સાથે સંલગ્ન લેખો Change is not ImprovementHow to ImproveWhere to Start ImprovementOperational ExcellenceHow to Manage What You Can’t MeasureMaking Better DecisionsFind the Root Cause Instead of the Person to Blame પર નજર કરીશું.

આપ સહુનાં, સકારાત્મક રચનાત્મકતા સભર, મૂલ્યવાન સૂચનોની અપેક્ષા સહ...