હિંદી
ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ' ૪
/૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં
આપનું સ્વાગત છે.
માર્ચ
૨૦૧૪નાં આ બ્લૉગોત્સવનાં સંસ્કરણનાં પ્રકાશન
સાથે સાથે જ SoY દ્વારા Forgotten
Composers Unforgettable Melodies (9): Lachhiram પણ પ્રકાશીત
થયેલ, તે એક
સુખદ સુયોગ તો છે જ, પણ
તેનાં મૂળમાં રહેલ એક બહુ જ પ્રતિભાશાળી, પણ કિસ્મતે જેમને યારી નથી આપી એવા અનેક સંગીતકારોમાં
અગ્રસ્થાન ધરાવતા સંગીતકાર લચ્છીરામને પણ એક અનોખી યાદાંજલી બની રહેશે. તેમણે બધું
થઇ ને લગભગ વીસેક ફિલ્મો માં સંગીત આપ્યું
હશે, પણ આજના
ઇન્ટરનેટના આટલા સક્રિય સમયમાં પણ તેમનાં ૧૯૫૦ પહેલાંનાં સંગીતને જોવા નથી મળતું, એ પણ (તેમનાં) નસીબની
બલિહારી કહી જ શકાય !
આ
લેખપરની 13 મી ટીપ્પણમાં અરૂણકુમાર દેશમુખ જણાવે છે કે ફિલ્મ ‘મૈં સુહાગન હું’નું લતા
મંગેશકરનું ગીત - અય દિલ મચલ કે ક્યૂં,
રોતા હૈ ઝાર ઝાર ક્યા - એ ફિલ્મમાં લતા મંગેશકરના અવાજમાં એક માત્ર ગીત
છે. લચ્છીરામ લતા પાસે એક ફિલ્મમાં એક જ ગીત ગવરાવતા તેમ જોઇ શકાય છે. લચ્છીરામની
આશા ભોસલેમાટેની પસંદ તે તો આપણે માર્ચ ૨૧૦૪ના સંસ્કરણમાં ઉલ્લેખ કર્યો હતો તે
અશોક દવેના "મૈં
સુહાગન હૂં"ના લેખમાં પણ ભાર પુર્વક આ રીતે નોંધવામાં આવ્યું હતું :
"આમે ય, લતાના આ બેનમૂન ગીત સિવાય લચ્છુએ લતાનો ઉપયોગ ભાગ્યે જ કર્યો છે. આશા એમની ફેવરિટ ગાયિકા હતી"
જેમની
પ્રતિભા પ્રમાણે મળવી જોઇએ તેટલી વાણિજ્યીક સફળતા નથી મળી તેવા સંગીતકારો પૈકી
કેટલાકને યાદ કરતો એક બીજો લેખ, Celebrating
the Uncelebrated: Ten of my favourite songs by lesser-known composers, પણ આ મહિને થયો છે.
પ્રતિભા
અને સફળતાની આ કશમકશને આજે પણ આટલી તિવ્રતા અને ઊંડાણમાં યાદ કરનાર અને ઇન્ટરનેટ
પર દસ્તાવેજીકરણ કરનાર ચાહક વર્ગ મળે છે તે 'પ્રતિભા'નો 'સફળતા' પર વિજય ગણી
શકાય.
હવે, આપણે ગીતોની
અન્ય અનોખી યાદીઓની મુલાકાત કરીએ :
The haunting
music of Hemant Kumar – વારંવાર યાદ
આવનારાં ગીતો તરીકે, આ ગીતો કોઇને કોઇ કારણે યાદમાં જડાઈ જાય છે, આપણે તેમને
વારંવાર ગણગણાવતાં રહીએ છીએ અને આપણી આંખોની સામે એ ગીતો તરી રહેતાં હોય છે, કે પછી કોઇ ગીત
બહુ જ ગહરી લાગણી જગાવી દેતું હોય છે, કે પછી જ્યારે એ ગીત ન પણ સાંભળતાં
હોઇએ ત્યારે પણ તેની છાપ આપણા પર છવાયેલી રહે છે. હેમંત કુમારે સ્વરબધ્ધ કરેલાં
આવાં ૨૨ ગીતો અહીં સાંભળી
શકાશે.
લતા
મંગેશકરે લક્ષ્મીકાંત પ્યારેલાલ માટે ગાયેલાં ગીતોના પહેલા ભાગમાં
૧૯૬૦ના દાયકાનાં અને બીજા
ભાગમાં ૧૯૭૦થી ૧૯૯૬ના ગીતોની સફર માણવા મળશે.
'સિનેમા
નૃત્ય ઘરાના'એ વી.
એસ. મુથુસ્વામી પીલ્લૈપરના પહેલા લેખમાં તમિળ ફિલ્મ 'ચિત્તોડ રાણી પદ્મિનિ (૧૯૬૩)'વૈજયંતિમાલાનાં
ભારત નાટ્યમ નૃત્યની
વાત કરી હતી. [આપણા બ્લૉગોસ્તવના ૮/૨૦૧૩ અંકમાં
પણ એ લેખનો ઉલ્લેખ છે.] તે સમયે થોડો વસવસો હતો કે ફિલ્મના અંત ભાગમાં રાજા સમક્ષ
કરેલાં એક નૃત્યની વીડિયો ક્લિપ મળતી નથી. Found: Vyjayanthimala's Other
Bharatanatyam Dance in Chittor Rani Padmini (1963, Tamil)! હવે એ ખોટ પૂરી કરે છે. કંડાસામી
સેક્કરકુડ્ડી સુબ્બૈઆ પીલ્લૈની યુ ટ્યુબ ચેનલ પર
તે જોવા મળશે.
ફિલ્મ
ખજાનચીમાં એવાં બે નૃત્યો છે જેનાં અદાકારો હજૂ સુધી ઓળખી નથી શકાયા (જો કે ઓળખી
કાઢવાની ઇચ્છા તો છે જ !) અને એક અન્ય ગીત એવું છે જેનાં કેટલાંક
અદાકારો વિષે ગરમા ગરમ ચર્ચા છેડાઇ પડેલ છે. ખજાનચી
(૧૯૪૧)પરની આ પહેલી પૉસ્ટમાં એ રહસ્યાચ્છાદીત ગાયકો અને નર્તીકાઓની વાત માંડી
છે.
The Mystery of the Missing Songsમાં
ફિલ્મમાં પહેલાં ફિલ્માવાયેલાં, પણ પાછળથી કોઇને કોઇ કારણસર ઉડાડી કાઢવામાં
આવેલાં ગીતોને યાદ કર્યાં છે.
‘Ten of my favourite ‘classic
poem’ songs’ માં પૂરેપૂરૂં કે આંશિક પણે, કોઇને
કોઇ ઉચ્ચ કોટિના કવિ / શાયર વડે લખાયેલાં કાવ્યના ફિલ્મનાં ગીત તરીકે થયેલા
ઉપયોગની વાત છે.
My Favourites: Ghoda-Gaadi
Songsમાં ઘોડા દ્વારા ચલાવાતાં વાહનોએ હિંદી ફિલ્મોને જે
કર્ણપ્રિય ગીતો આપ્યાં છે તે્માંનાં
કેટલાંક ગીતોની પસંદ રજૂ કરાઇ છે, જો કે -
-
ઘોડા વડે ચાલતાં કોઇ પણ વાહન , જેમ કે
ગાડી, ટાંગો, વિક્ટોરીયા
કે ગાડું, પર ગીત ગવાયેલું હોવું જોઇએ.
-
આખું ગીત એ વાહનપર જ ફિલ્માવાયેલું
હોવું જોઇએ (આને કારણે 'હાવરા બ્રિજ'નું યે ક્યા કર ડાલા તુને અને 'બાંવરે
નૈન'નું સુન બૈરી બલમ અહીં નથી સમાવી શકાયાં.)
-
ગીતમાં નાયક અને નાયિકા બંને હોવાં
જોઇએ, પછીથી
ભલે ગીત કોઇ એક ગાતું હોય. (આ કારણે આ પૉસ્ટનું
શીર્ષક 'ઘોડો, ઘોડી અને ઘોડાગાડી' રાખવાનું
વિચારેલ.) આ કારણે પણ 'આહ'નું છોટી સી યે ઝીંદગાની અને 'એક ગાંવકી કહાની'નું ઝૂમે
રે નીલા અંબર ઝૂમે રે પણ બાદ થઇ ગયાં છે.
અને
આપણી અપેક્ષા સાચી પડે જ - આ વિષય પર આવી જ એક સ-રસ પૉસ્ટ Ten
of my favourite ghoda-gaadi songs પહેલાં
પણ થઇ છે, જેમાં લેખીકાએ જોયેલાં '૭૦ પહેલાંની ફિલ્મોમાંથી ગીતો હોવાં જ
જોઇએ, પણ તે તે
શરત ઉપરાંત -
૧. પરદા
પર ગીત ગાતી વ્યક્તિ ગીતના ૮૦% હિસ્સામાં તો ઘોડાગાડી પર રહેવી જ જોઇએ (જેને કારણે
અય દિલ હૈ મુશ્કિલ બાદ કરવું પડ્યું
છે).
૨. ઘોડા
વડે ચાલતું કોઇ પણ વાહન - ટાંગો, ગાડી, વિક્ટોરીયા
કે રથ પણ - સ્વીકાર્ય છે, માત્ર ઘોડા પર ગવાતાં ગીતો બાદ.
3. એક જ
ફિલ્મનું એકથી વધારે ગીત ન લેવાવું જોઇએ.
SoY પરની
સચીન દેવ બર્મનની, તેમનાં જુદાંજુદાં પાર્શ્વગાયકોને કેન્દ્રમાં રાખીને ચાલી
રહેલી, શ્રેણી
શમશાદ બેગમની પહેલી મૃત્યુતિથિના પરિપ્રેક્ષ્યમાં, East meets West: Shamshad Begum’s songs by SD Burmanનાં
સ્વરૂપે આગળ વધે છે.
હિંદી ફિલ્મ સંગીત જગતના બહુ
ખ્યાત 'નેપથ્ય' કાર્યકર અને વાદ્યવાદક તરીકે મનોહરી સીંગનાં નામથી ભાગ્યેજ
કોઇ અપરિચિત હશે. અહીં તેમના વિષેની કેટલાક બહુ માહિતીપ્રદ લેખ / ક્લીપ જોઇશું -
The Reed Manમાં મનોહરીદા તેમનાં જીવન, તેમના અનુભવો, તેમના સાથીદારો અને હિંદી ફિલ્મ સંગીતના આનંદમય દિવસોને યાદ કરે છે. [આ પૉસ્ટ અશ્વીન પેનમેંગલોર વડે લખાયેલ મહેમાન લેખ છે. અશ્વીન પેનમેંગ્લોર મૂળે ઇલેક્ટ્રીકલ એન્જીનીયર છે અને એલ એન્ડ ટીની સૉફ્ટવેર અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ક્ષેત્રની ગ્રુપ કંપનીઓમાં લાંબા સમય સુધી ઉચ્ચ કક્ષાએ કામ કર્યા બાદ, હવે નિવૃત્તિમાં તેઓ તેમના જાઝના શોખની મજા માણે છે.]
Manohari Singh - The Charming Pied Piper- સંગીતના જાણકારો અને સામાન્ય ચાહકો જેમનાં વાદ્યના અવાજ સાંભળવા એકઠાં થઇ જતાં - સેક્ષોફોન હોય કે પછી ચાવીવાળી પાશ્ચાત્ય વાંસળી હોય કે પછી હોય ક્લૅરીનેટ કે મેન્ડલીન, કોઇ પણ વાદ્ય પર તેમની અદ્ભૂત પકડ હતી. ખાસ અભિવ્યક્તિઓ, શ્વાસ પરનો કમાલનો કાબુ અને તેમનાં વાદ્યોમાંથી નિપજતાં અનોખા સૂરની તેમની પહેચાન બાબતે સહુ કોઇ એકમત છે.
Memories of Manohari Singh (1931 - 2010)મનોહરી સીંગની ધૂનોનું સંકલન છે.
હિંદી
ફિલ્મ સંગીતનાં બે મહત્વનાં પાર્શ્વગાયકો વિષેના બે માહિતિપ્રદ લેખો જોઇએ -
Lata Dinanath Mangeshkar Gramophone Record Museum : A National Heritage Made by Shri Suman Chaurasiya માં ૨૮૦૦૦થી વધારે રેકર્ડ્સ છે, જેમાં લતા મંગેશકરનાં ગીતોની લગભગ ૬૦૦૦ રેકર્ડ્સ છે.
Beete Hue Dinમાં, શિશિર કૃષ્ણ શર્માના લેખ - Tere Pyar Ka Aasra Chahta Hoon’ - Mahendra Kapoor- માં મહેન્દ્ર કપુરનું સહુથી ધાન ઇન્દોરવાલા સાથે ગાયેલું ૧૯૫૩ની ફિલ્મ 'મદમસ્ત'પહેલું યુગલ ગીત - કિસી કે ઝુલ્મકી તસ્વીર હૈ મઝદૂર કી બસ્તી- યાદ કરે છે. (એક મજાની આડ વાત - 'મદમસ્ત'ના સંગીતકાર વી. બલસારા અને ધાન ઇંદોરવાલાનું સંયોજન દાંપત્યમાં પરિણમ્યું હતું.) તે ઉપરાંત આ ફિલ્મ પહેલાં એસ. ડી. બાતિશ સાથેની કવ્વાલી 'ઉન્હેં તો વો મુંહ ફેર હમેં આંખેં દીખાતે હૈં" પણ તેમણે ગાયેલ.Mahendra Kapoor's First Film Songમાં શિશિર કૃષ્ણ શર્મા હજૂ વધારે માહિતી ઉમેરે છે - મહેન્દ્ર કપુરનું પહેલું એકલ ગીત સ્નેહલ ભટકરનાં સંગીતમાં ફિલ્મ 'દીવાલી કી રાત'નું 'તેરે દર કી ભીખ માંગે હૈ દાતા દુનિયા સારી' હતું.
તે પછીનું તેમનું ગીત, પંજાબી ફિલ્મ "હીર"ની અનિલ બિશ્વાસની તર્જમાં એક હીર હતી. આ બધાં ઉપરાંત તેમણે આ ગીતો પણ ગાયાં હતાં :-
૧. ૧૯૫૫ની ફિલ્મ "મધુર મિલન"માં બુલો સી. રાનીનાં સંગીતમાં, મોહમ્મદ રફી, ગીતા દત્ત અને ઓ.આર. ઓઝાના સ્વરોમાં ગવાયેલાં ગીતની કેટલીક પંક્તિઓ.૨. ૧૯૫૬ની ફિલ્મ "લલકાર" માટે શન્મુખ બાબુએ સ્વરબદ્ધ કરેલ સવિતા બેનરજી સાથેનું યુગલ ગીત 'ઓ બેદર્દી જાને કે ના કર બહાને'.
હવે આપણે હાલમાં વિદાય થયેલ ફિલ્મ જગતના બહુ જ ખ્યાતનામ એવા
સિનેમેટોગ્રાફર વી. કે. મૂર્તી અને બહુ જ નમણી અને ભાવમય મુખમુદ્રાની માલકીન
નંદાને અપાયેલી અંજલિઓ જોઇએ.
The Masters : V K Murthyમાં
વેંન્કટરામ પંડિત મૂર્તિની 'ગુરૂ દત્તની નજર'તરીકે
વી કે મૂર્તિ તરીકે પ્રસ્થાપિત તવા સુધીની સફર ઝૂંપડાંથી મહેલો સુધીની મંજિલની
કહાની છે, જેની શરૂઆત તે સમયનાં મૈસુર રજવાડાંમાં ૧૯૨૩થી થયેલ.
તે
ઉપરાંત વી કે મૂર્તિની કામ અંગે વાત કરતી બીજી અન્ય બે વિડિયો ક્લિપ્સની મુલાકાત લઇએ -
Ten of my favourite Nanda songs નંદાનાં જીવન ને કારકીર્દીને યાદ કરીને
તેમની વિદાયને અંજલિ આપે છે. નંદાએ કરેલ ફિલ્મોમાં નંદા પર જ ફિલ્માવાયેલાં ઘણાં
ગીતો યાદગાર બની રહ્યાં છે
નંદાની યાદમાં યુ ટ્યુબ પર મૂકાયેલી કેટલીક ખાસ વિડીયો
ક્લિપ્સ પૈકી બે ક્લિપ્સની અહીં નોંધ લઇશું –
બ્લૉગોત્સવનાં આ સંસ્કરણમાં આપણા મિત્ર ભગવાન
થવરાણીએ હેમંત કુમારે સ્વરબદ્ધ કરેલ ફિલ્મ 'ફરાર' (૧૯૬૫)નું લતા
મંગેશકરના સ્વરમાં ગવાયેલું પ્યારકી
દાસ્તાં તુમ સુનો તો કહેંને યાદ કર્યું છે. તે ગીતની સાથે મને આ જ ફિલ્મનું દિલ-એ-નાદાં કો સંભાલું તો યાદ આવી ગયું.
આમ તો આ ગીત લતા મંગેશકરના નામે છે, પણ ખરેખર સુમન કલ્યાણપુરે તે ગાયું છે તેવું
માનનારો પણ એક મોટો વર્ગ છે. આ ફિલ્મનાં બીજાં પણ ગીતોની અહીં નોંધ લઇએ -
- શીર્ષક સંગીત અને ટાઈટલ્સ
- લોગ પીતે હૈં લડખડાતે હૈં - હેમંત કુમાર
- યે દિન દયાલ - બેલા મુખરજી
- મેરા કાતિલ - રાનુ મુખરજી
૧૯૫૧નાં ગીતોમાંનું "ઠંડી હવાયેં લહરા કે આયેં' તો સહુને યાદ છે
જ. ૧૯૩૮ની ફિલ્મ Algiersનું ગીત C’est la vie જ્યારે
ચાર્લ્સ બૅયરે ગણગણાવ્યું હશે ત્યારે કોઇને કલ્પના સુધ્ધાં પણ નહીં જોય કે આ ગીત
હિંદી ફિલ્મ સંગીતમાં એક અનોખો વારસો મૂકી જશે.
પ્રખ્યાત
શાયર અને હિંદી ફિલ્મોના ગીતકાર અસદ ભોપાલીના પૂત્ર ગાલીબખાં તેમની મુલાકાતના પહેલા
ભાગમાં અફસાના (૧૯૫૧)નું મુકેશને કંઠે ગવાયેલું ગીત કિસ્મત બીગડી દુનિયા બદલી (હુશ્નલાલ
ભગતરામ)ને યાદ કર્યું છે. એ જ મુલાકાતના બીજા
ભાગમાં યાદ કરેલ મોહમ્મદ રફીનાં ગીતો - મિસ બોમ્બે (૧૯૪૯)નું હંસરાજ બહલે
સવરાંકન કરેલ ઝીંદગી ભર ગમ જુદાઇકા હમેં તડપાયેગાનું પહેલું અને બીજું સ્વરૂપ, અને
ગણેશે સ્બરબદ્ધ કરેલ 'એક નારી
દો રૂપ'નાં દિલકા સુના સાઝ તરાના ઢૂંઢેગા - દ્વારા
આપણને આ સંસ્કરણનાં મોહમ્મદ રફીનાં ગીતો તરફ દોરી જાય છે.
બ્લૉગોત્સવનાં આ સંસ્કરણમાં આપણે મોહમ્મદ રફીને આ ગીતો /
લેખ દ્વારા યાદ કરીશું –
આપણી આ સફરને વધારે રોચક અને માહિતીપ્રદ બનાવવા માટે આપનાં
સૂચનો અને સુઝાવોની અપેક્ષા સાથે......- Pyarelal of Laxmikant Pyarelal speaks on Mohammad Rafi
- ફિલ્મ "દીવાના" (૧૯૫૨) - નૌશાદ અલી -માટે મોહમ્મદ રફી અને અલગથી હબીબ વલી મોહમ્મદ, બંને એ ગાયેલ - તસવીર બનાતા હૂં તેરી ખૂન-એ-જીગર સે
- Mohd Rafi- Association with Bengali Composersમાં મોહમ્મદ રફીનાં પૂર્વના સંગીતકારો સાથેનાં ગીતોની બહુ રસપ્રદ છણાવટ વાંચવા મળે છે.
No comments:
Post a Comment