Wednesday, April 23, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - એપ્રિલ, ૨૦૧૪


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં એપ્રિલ, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

હાલમાં આપણે વિગતે ચર્ચા કરવા માટે આપણે બિન સંવદિતા / બિન અનુપાલનનો વિષય પસંદ કરેલ છે. માર્ચ ૨૦૧૪નાં સંસ્કરણમાં આપણે બિન સંવદિતા વિષે વાત કરી હતી. 

હવે, આ મહિને આપણે 'બિન અનુપાલન'ની સમજ આપતા લેખો જોઇશું.

  • સમાનાર્થી શબ્દોની ખોજ આપણને અપાલન (non-compliance, non-fulfilment, non-performance) કે અપરિપાલન (non-compliance) કે અનનુપાલન કે અનનુવર્તન જેવા અન્ય પ્રયોગો પણ જોવા મળે છે.
  • બિન અનુપાલન / Non-conformance (ઉર્ફ : અપાલન / non-compliance)
મંજૂરી આપનાર (કે પરંપરાગત પરિસ્થિતિ) અને અમલ કરી રહેલ કોઇ એક વ્યક્તિ કે સમુદાય વચ્ચે નક્કી થયેલ વ્યવસ્થાથી કંઇક અલગ જ થવું એટલે બિન અનુપાલનની સ્થિતિ પેદા થઇ છે તેમ કહી શકાય.
ગુણવત્તા સંચાલનના સંદર્ભમાં "વ્યવસ્થા" સામાન્યતઃ ઉત્પાદન કામગીરીનાં માનક કે પૂર્વનિયોજિત પ્રક્રિયા કે ઉત્પાદનોનાં વિશિષ્ટ વિગતવર્ણન કે દસ્તાવેજીકરણ યોજના કે શ્રેષ્ઠ પ્રક્રિયામાટેનાં આંતરરાષ્ટ્રીય માનકનું પાલન તરીકે સ્વીકારાયેલ છે.
જરૂરિયાતનું અનુપાલન ન થવું (કરવું) એ અવજ્ઞા છે જ્યારે બિનઅનુપાલન એ કોઇ લાક્ષણીકતા કે દસ્તાવેજીકરણ કે પ્રક્રિયામાં રહી ગયેલી ખામી છે જેને પરિણામે કોઇ પણ વસ્તુ કે પ્રવૃત્તિની ગુણવત્તા અસ્વિકાર્ય કે અનિશ્ચિત બની રહે છે : ચોક્કસ જરુરિયાતનું અપાલન કે અપરિપૂર્ણતા.
અપાલન એટલે કોઇ કાયદાઓ કે તેના નિયમોનું પાલન ન અથવું (કરવું).
બિન અનુપાલન એટલે જરૂરિયાત કે માપદંડ (કે માનક) કે પ્રક્રિયાનું અનુપાલન ન થવું (કે કરવું).
ગુગલ પરની શોધખોળને પરિણામે બિનનુપાલન કે અપાલનને લગતી અઢળક માહિતી સાથેના લેખો જોવા મળે છે. આપણે અલગ અલગ વિષયોને લગતા, તે પૈકી કેટલાક લેખોની અહીં નોંધ લઇશું:
પાલન ન કરવું કે થવું કે પાલન કરવામાટે નકાર જવું (કરવો). દર્દી નિયત દવા ન લે કે નિયત સારવારને અનુસરે નહીં તે પરિસ્થિતિઓનો ચિકિત્સાશાસ્ત્રમાં, સામાન્યતઃ, અપાલનનો અર્થ કરવામાં આવે છે.
અપાલન નક્કી કરવાની પ્રક્રિયા એ આંતરરાષ્ટ્રીય આણ્વીક ઉર્જા સંસ્થા (IAEA) સલામતી તંત્રનો તેમ જ અણુશસ્ત્રોના બિનપ્રસાર સલામતી કરાર(NPT)નું પણ મહત્વનું અંગ છે.NPT સલામતી કરારનું અપાલન એ NPTની કલમ III, દરેક પ્રકારની આણ્વીક સામગ્રીને લગતા સલામતી શરતોના સ્વીકારની જવાબદારી અને સંજોગો અનુસાર,અણુશસ્ત્રો સપ્રાપ્ત ન કરવાની જવાબદારીને લગતી કલમ II નું ઉલ્લંઘન માનવામાં આવે છે.
  • અનુપાલન - વધારે પૂછાતા સવાલો - માનવીય સંશોધન સંરક્ષણ કાર્યક્રમ - યેલ યુનિવર્સિટી / Compliance – FAQ - Human Research Protection Program – Yale University 
અપાલન : નિયુક્ત IRB કે કેન્દ્રીય નિયમો કે સંબંધિત સંશોધન નિયમન સંસ્થાગત નીતિ મુજબ પ્રમાણિત સંશોધન યોજનાનું પાલન કરવામાં અસમર્થ રહેતું કોઇ પણ પગલું કે પ્રવૃત્તિ કે શરતચૂક. અપાલન ગૌણથી માંડીને ગંભીર હોઇ શકે છે, પછી ભલેને તે અજાણતાં કે જાણીસમજીને થયેલ હોય, કે પછી એક જ વાર થયેલ હોય કે વારંવાર થયેલ હોય.
વ્યાપારી સંસ્થાઓ દ્વારા નિયમોનું અપાલન બહુ વ્યાપક છે તેમ મનાય છે. તેમ છતાં આ કક્ષાએ અપાલનની માત્રાના વ્યવસ્થિત પૂરાવાઓ બહ અપૂરતા પ્રમાણમાં જોવા મળે છે. આંકડાઓના બે પૂરક સ્ત્રોતોનો બહુ જ અભિનવ ઉપયોગ કરીને, સંસ્થાઓ જોડે સીધો સવાલ ઉઠાવ્યા વિના જ આ લેખ ભારતમાં ફેક્ટરીઝ ઍક્ટનાં અપાલનને આંકડાઓમાં રજૂ કરે છે. લેખમાં જોવામાં આવ્યું છે કે કાયદાનું પાલન કરતાં સંસ્થાનોની સરખામણીમાં અપાલન કરતાં સંસ્થાનોની સંખ્યા લગભગ બમણી છે. વળી,અપાલન કરતી સંસ્થાઓની સંખ્યા કાયદાનાં પાલનમાંથી છટકબારી શોધતી સંસ્થાઓ કરતાં પણ ઘણી વધારે છે. આમ જોઇ શકાય છે કે ભારતમાં "ખોવાઇ ગયેલ મધ્ય ભાગ"માં ફેક્ટરીઝ ઍક્ટનાં અપાલન એ બહુ મહત્વનો મુદ્દો છે. લેખમાં અપાલનનાં મુખ્ય વલણો અને સ્વરૂપોનો અભ્યાસ કરાયો છે, જેના વડે, હજૂ આગળ વિશલેષ્ણાત્મક અને નીતિ વિષયક સંશોધન માટેનાં મુદ્દાઓ પર પણ પ્રકાશ પડે છે.
આ વિષય પર ગુગલ પરની શોધમાં ગુણવત્તા (સંચાલન કે કાર્યક્ષેત્ર કે વ્યવસાય)માં બિન અનુપાલન / અપાલન વિષય પર ઘણા વધારે લેખ પણ જોવા મળે છે. એટલે નજીકનાં ભવિષ્યમાં આ શ્રેણીમાં જ્યારે આપણે એ બાબતે વધારે વિગતે જોઇશું ત્યારે આ વિષય પર વધારે ઉંડાણમાં ઉતરીશું.

આમ હવે આપણે આપણું સુકાન આપણા કેટલાક નિયમિત વિભાગો તરફ ફેરવીએ. આ મહિને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુણવત્તા સંબંધી કાર્ય કરી રહેલ સંસ્થાઓમાં આપણે The Product Development and Management Association (PDMA)ની વાત કરીશું.
PDMA ઉત્પાદન વિકાસ અને મૅનેજમૅન્ટ ક્ષેત્રમાં વ્યસ્ત વ્યાવસાયિકો માટેની વિશ્વની મોખરાની સંસ્થા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદન વિકાસ અને સંચાલનમાં કાર્યરત વ્યક્તિઓ અને સંસ્થાઓની અસરકારકતા સુધારવાનો છે. ઉત્પાદન વિકાસ અને સંચાલનના વ્યાવસાયિક વિકાસમાટેનાં સંસાધનો, માહિતી, સહકાર અને પ્રોત્સાહન પૂરૂં પાડીને આ હેતુ સિધ્ધ કરાઇ રહેલ છે.
નવાં ઉત્પાદનો અને સેવાઓના વિકાસમાં કેટલીક આગવી પ્રવૃત્તિઓનું સંકલન મહ્ત્વનું બની રહે છે. PDMA એ એક જ એવી સંસ્થ છે જે વ્યાવસાયિક વિકાસ માટે શિક્ષણ, અનુભવ, નેટવર્ક અને સન્માન ની તકો પૂરી પાડીને આ પડકાર ઝીલી લેવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
એસોશિએશનની ગતિવિધિઓ પરની તાજી માહિતી મેળવતાં રહેવા માટે PDMA News અને સભ્યો દ્વારા કરાતાં યોગદાનની તાજી માહિતી મેળવતાં રહેવા માટે PDMA Blogની મુલાકાત લેતાં રહીએ.
હવે આગળ વધીએ ASQ TVનાં વૃતાંત Six Sigma ભણી -
Six Sigma એ ગુણવત્તા વિષયમાં બહુ જ પ્રખ્યાત પધ્ધતિ છે. ગુણવત્તા ક્ષેત્રમાંની અન્ય તકનીકોની જેમ જ તેનો ઉપયોગ સંસ્થામાં થતાં પરિવર્તનો અને ઉત્ક્રાંતિની સાથે નિર્ભ્ર રહે છે.આજનાં વ્રુતાંતમાં Six Sigmaના અમલના ફાયદાઓ અને પડકારો; Six Sigma પટ્ટાઓના રંગોને કેમ પારખવા; Six Sigmaના અમલમાં કરાતાં રોકાણ પરનાં સંભવિત વળતર; DMAIC અંગે પાયાની સમજ ની ચર્ચા કરીશું અને "Name That Black Belt" નામની એક બહુ જ મજા પડે તેવી માહિતીપ્રદ રમત પણ રમીશું.
Lean and Six Sigma પરિષદનાં શ્રાવ્યોઃ
ખર્ચાઓ અને બચત
DMAIC [Define, Measure, Analyze, Improve and Control / વ્યાખ્યાયિત કરવું, માપવું, વિશ્લેષણ કરવવું, સુધારવું, અને નિયમન કરવું]
આ મહિનાના ASQ’s Influential Voice છે - શોન આઇઝનઅવર

ચાર્લ્સટન, દક્ષિણ કૅરોલિના સ્થિત શોન આઇઝનઅવર વ્યાપાર પ્રક્રિયા સંચાલન, વ્યૂહાત્મક આયોજન,
સંસ્થાગત પરિવર્તન વ્યવસ્થાપન અને વિશ્વનીયતા એન્જીનીયરીંગમાં નિષ્ણાત છે. ફાર્માસ્યુટીકલ્સ, ધાતુઓ, પેટ્રોકેમીકલ, કાગળ અને ઉર્જા ઉત્પાદન જેવા ઉદ્યોગોમાં તેમણે સુધારણા અભિયાનોને દોરવણી પૂરી પાડી છે.તેઓ GPAlliedમાં શિક્ષણ અને કામગીરી અમલીકરણ સંચાલનના નિયામક છે. સોન "સુધારેલી અંતિમ રેખા વાળી કોર્પોરેટ કામગીરી વિકસાવવી અને ટકાવી રાખવી"ના સંદેશ વાળા તેમના બ્લૉગ Reliability Now પર વિશ્વનીયતા બાબતે પોતાના વિચારો અને અનુભવો વિષે લખતા રહે છે.

તેમના બ્લૉગ પરની એક પૉસ્ટની આપણે વિગતે મુલાકાત કરીશું -

અમલ ન થાય તે શિક્ષણ તો મનોરંજન છે :શિક્ષણ પર વળતર મેળવી આપે તેવી ત્રણ બાબતો / Education Without Application Is Just Entertainment: 3 things that can help create a return on education.
પ્રતિધારણ (Retention): વ્યક્તિમાં કયાં કૌશલ્યો હોવાં જોઇએ, અને તે અંગેનાં શિક્ષણનાં હેતતુઓ શું હોઇ શકે તે ખોળી કાઢવા માટે પૂરતો સમય ફાળવો. આટલું કર્યાથી પ્રશિક્ષણ કાર્યક્રમને સંબંધિત મુદ્દાઓ પર ધ્યામ કેન્દ્રીત કરીને તાલીમાર્થીઓ માટે ખાસ સ્વરૂપે ઘડી શકાય. આમ કરવાથી પ્રશિક્ષણ કાર્યક્રમો અસરકારક બનશે અને તેમાં આવરી લેવાયેલ વિષયોનું જ્ઞાન વધારે સમય સુધી સચવાઈ રહેશે.
અમલ (Application): પ્રશિક્ષણ કાર્યક્રમનાં પર્યાવરણમાં તાલીમાર્થી એક વાર જે કંઇ નવું જૂએ તેનો તરતજ અમલ કરવામાં આવે તો તે અનુભવ કૌશલ્યની કક્ષાએ પહોંચી શકે. આમ કરવાથી પહેલાં કહ્યું તેમ જ્ઞાન વધારે સમય સુધી સચવાઇ પણ રહેશે અને વાસ્તવિક દુનિયાના સફળ ઉદાહરણોને કારણે પરિવર્તનની પ્રક્રિયામાં પણ મદદ થતી રહેશે.
સાંસ્કૃતિક તોડ-જોડ (Culture Manipulation): અગ્રણીઓનાં ખેચાણ અને ત્વરિત અમલની સફળતાવડે સંસ્કૃતિની તોડ-જોડ દ્વારા નિર્ધારીત સ્થિતિએ પહોંચી શકાય છે.
આ મહિને Curious Cat Management Improvement Carnival શ્રેણીમાં નવો લેખ ઉમેરાયેલો નથી. તેથી આપણે ત્યાં Good Process Improvement Practices અને તેની સાથે સંલગ્ન લેખો Change is not ImprovementHow to ImproveWhere to Start ImprovementOperational ExcellenceHow to Manage What You Can’t MeasureMaking Better DecisionsFind the Root Cause Instead of the Person to Blame પર નજર કરીશું.

આપ સહુનાં, સકારાત્મક રચનાત્મકતા સભર, મૂલ્યવાન સૂચનોની અપેક્ષા સહ...
Post a Comment