Monday, March 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૩/૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ' ૩ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ માસનાં સંસ્કરણની શરૂઆત આપણે તલત મહમુદ પરના Songs Of Yoreના બે લેખથી કરીશું.
  • પહેલો લેખ - The Mentor and the Protégé: Talat Mahmood songs by Anil Biswasતલત મહમુદના ૯૦મા જન્મદિવસની યાદમાં લખાયો છે. અનિલ બિશ્વાસે તલત મહમુદ સાથે બહુ ગીતો નથી કર્યાં, ખાસ કરીને તલત મહમુદનાં સી. રામચંદ્ર કે ગુલામ મોહમ્મદ કે મદન મોહન દ્વારા કરાયેલાં ગીતોની સંખ્યા સાથે સરખામણી કરીએ તો. પરંતુ તેમ છતાં અનિલ બિશ્વાસનું સ્થાન તલત મહમુદની કારકીર્દીમાં બહુ જ મહ્ત્વનું રહ્યું છે, તે એટલી હદે કે તલત મહમુદનાં ગીતોની વાત નીકળે તો તેમાં અનિલ બિશ્વાસનાં ગીતોની વાત જરૂરથી થશે જ.
  • તલત મહમુદ પરનો Songs Of Yore પર બીજો લેખ - Talat Mahmood’s songs by SD Burman - પણ તલત મહમુદનાં સંગીતકાર સાથેનાં એક એવાં જ આગવાં જોડાણની વાત રજૂ કરે છે. તલત મહમુદનાં એસ ડી બર્મનનાં સંગીત નિદર્શનમાં એકલ ગીતો પંદરેક જેટલાં જ છે - બર્મનદાનાં મોહમ્મદ રફી કે કિશોર કુમારનાં ગીતોની સરખામણીમાં આ આંકડો બહુ ઓછો જણાય. પણ સંખ્યાને અતિક્રમીને તલત-બર્મન ગીતોની અસરની દૃષ્ટિએ જોતાં, એ ગીતોની હિંદી ફિલ્મ ગીતો પરની સમગ્રતયા પડેલી એક આગવી છાપની દૃષ્ટિએ મૂલવવાં જોઇએ. બર્મનદા એ મુકેશ સાથે પણ એ જ રીતે બહુ થોડાં ગીતો કર્યાં છે, પણ તે ગીતો હિંદી ફિલ્મ સંગીતની દુનિયામાં સીમાચિહ્ન બની રહ્યાં છે તેવાં જ બેનમૂન ગીતોનો રસથાળ પ્રસ્તુત લેખમાં માણવા મળે છે.
આ બે લેખ વાંચ્યા પછી, તલત મહમુદ પર તેમનાં સંગીતનાં અવનવાં પાસાંઓની ચર્ચા થ ઇ હોય તેવા લેખો શોધવાની તલપ જાગી ઉઠે તે સ્વાભાવિક છે. જે કંઇ શોધખોળ મેં (ઇન્ટ્ન્ટરનેટ પર)કરી ્તેમાં તલત મહમુદનાં ગીતોનાં સકલનોની ઘણી યાદીઓ જોવા મળે છે. તેમનાં કુલ ગીતો જ બહુ મોટી સંખ્યામાં ન હોવાથી, આ યાદીઓમાં સાંભળવા મળતાં ગીતોથી આપણે જરૂર પરિચિત હશું, પણ તેમના કારકીર્દીના જુદા જુદા સમય ગાળાઓમાં અલગ અલગ સંગીતકારો સાથે તેમનાં ગીતો શી રીતે વિકસતાં રહ્યાં, તે સમયનાં અન્ય ગીતોની સાપેક્ષ એ ગીતોનાં વિશ્લેષણ જેવી તલસ્પર્શી રજૂઆતો બહુ જોવા ન મળી.
આમ આપણે તલત મહમુદ પરથી ધીમેક્થી મોહમ્મદ રફી તરફ સરકી આવ્યાં જ છીએ તો હવે આ મહિનાનાં આ સંસ્કરણમાં મોહમ્મદ રફીનાં ગીતોની સંગત કરી જ લઇએ.
હવે પછીથી આપણે આપણા મિત્ર શ્રી ભગવાન થરવાની એસ એમ એસ કે ઇ-મેલ દ્વારા જે ગીતોની યાદ આપતા રહે છે તેમને પણ આ બ્લૉગોત્સવના મચ પર રજૂ કરતાં રહીશું :
    ચંદ્રમા જા ઉનસે કહે દો - ભરત મિલાપ - લતા મંગેશકર અને મહેન્દ્ર કપુર
    તુમ્હીને દિલ મેરા - એર મેલ (૧૯૬૦) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર - સંગીતકાર - શાર્દુલ ક્વાત્રા
    મજાની વાત એ છે કે, આ માસના મુખ્ય વિષયને અનુરૂપ, અહીં પણ આપણને મોહમ્મદ રફીનું ફિલ્મ ગુલે બકાવલી (૧૯૬૩)નું હંસરાજ બેહલનાં સંગીતનું જો આજ તક હુઆ ના તેમ જ તલત મહમૂદનું સંગીતકાર મનોહરનું ફિલ્મ ચિનગારી (૧૯૫૫)નું જીયુંગા જબ તલક પણ સાંભળવા મળે છે.
હવે આપણે અલગ અલગ વિષયો પર રજૂ થયેલ ગીતોની યાદીઓની પૉસ્ટના નિયમિત વિભાગ તરફ આપણું સુકાન ફેરવીએઃ
  • My Favourites: Songs in Disguise – “જેમાં છદ્મવેશમા નાયક જ જોવા મળે , નાયિકા નહી (સિવાય કે તે યુગલ ગીતમાં છદ્મવેશમાં કે તે સિવાય હાજર હોય) અને વળી નાય્ક ગાતો હોવો જોઇએ, માત્ર પ્રેક્ષક પણ હોવો જોઇએ. અને મારા પૂરતી આ શરતો હજૂ થોડી વધારે અઘરી બનાવવા, એક નાયકનું એક્થી વધારે ગીત નથી સમાવ્યું.
  • Ten of my favourite wind songs – “પવનની વાત કરતાં પવન વિષેનાં ગીતો આપણે સાંભળ્યાં છે. અહીં મારી પસંદગીનાં, કોઇ ચોક્કસ ક્રમમાં નહીં એવાં, ૧૦ ગીતો રજૂ કરેલ છે, જેના માટે શરત એટલી જ રાખી છે કે  ગીત મેં જોયેલી, ૧૦૭૦ પહેલાંની ફિલ્મનું હોવું જોઇએ અને ગીતની પહેલી લીટીમાં  પવન અથવા તેનો સમાનાર્થી શબ્દ (જેમ કે હવા, સબા)હોવો જોઇએ.
  • SoYએ ઑક્ટોબર ૪, ૨૦૧૦ના રોજ Suman Kalyanpur outshines Lata Mangeshkar શિર્ષક હેઠળ એક બહુ જ રસપ્રદ લેખ કર્યો હતો, અહીં આપાણે એ લેખને તેનાં મૂળ વસ્તુ માટે નથી યાદ કરેલ, પણ તે લેખ પરની ચર્ચામાં તાજેતરમાં શ્રી રાકેશ શ્રીવાસ્તવ વડે સુમન કલ્યાણપુરનાં કંઠે ગવાયેલાં ઘણાં યાદગાર ગીતો, અને તે જ રીતે AM વડે સુમન કલ્યાણપુરનાં શંકર જયકિશન વડે સ્વરબદ્ધ કરાયેલાં ગીતો,ની આ મંચ પર નોંધ લેવાનો છે.
  • Magic of Raj Kapoor and Shanker Jaikishenમાં rsbaab રાજ કપુર- શંકર જયકિશનનાં સંયોજનમાં રચાયેલાં ગીતોની આગવી અદાથી રજૂ થતો પૂર્વાલાપ, ઑરકેસ્ટ્રેશનમાં માધુર્ય અને તાલની ગુંથણી, મુખડાની પંક્તિનો ફિલમના અંતમાં નીચે ઉતરતા જતા સૂરમાં પ્રયોગ, દિલને સ્પર્શી જતા ગીતોના શબ્દો, એકદમ સમૃધ્ધ અને ભરેલા અવાજવાળાં વાજીંત્રોનો બખૂબી ઉપયોગ અને (લોકગીતો પર અધારીત) ઝૂમી ઉઠાય તેવાં નૃત્ય ગીતો સભર  શૈલીની ખૂબીઓની બહુ માહિતીપ્રદ છણાવટ કરે છે. શંકર જયકિશન બેલડીએ આ શૈલીને પોતાની અન્ય ફિલ્મોમાં પણ બહુ સફળ પ્રયોગ કરેલ છે.
  • Bollyviewer તેમનું બ્લૉગસ્થળ Old Is Goldથી ખસેડીને Masala Punch પર લઇ ગયા છે. એ પ્રસંગે આપણે તેમના એક જૂના લેખ - જેમાં કોઇ એક પાત્ર ખુદ પિયાનો વગાડતું જ હોય તેવાં My favorite piano-songs -ને યાદ કરીએ.
માર્ચ મહિનો હોળીના ઉત્સવનો મહિનો છે, એટલે હિંદી ફિલ્મોમાં હોળી પર કંઇક  નવો પ્રકાશ કરતા હોય તેવા લેખોની અપેક્ષા રહે.

  • SoY એ આ તકને ઝડપી લઇને સંગમ (૧૯૬૪) ની રજૂઆતનાં હીરક વર્ષમાં, દાઢમાં કાંકરો રાખીને, સમીક્ષાત્મક લેખ A ‘serious’ review of Sangam (1964) in its Golden Jubilee Year  રજૂ કરેલ છે, જેમાં પ્રણય ત્રિકોણની ભૂમિતિની રાજ કપૂરની દૃષ્ટિએ સમજ અને તેમાંથી ફલિત થતા સામાજિક સંદેશના ઉપયોગની રસપ્રદ ચર્ચા કરાઇ છે.
  • Dances on Footpathહોળીની યાદને બે ચિત્રો વડે રંગીન બનાવેલ છે.


























No comments: