Showing posts with label ગુણવત્તા બ્લૉગોત્સવ. Show all posts
Showing posts with label ગુણવત્તા બ્લૉગોત્સવ. Show all posts

Sunday, February 18, 2024

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૨મું - ફેબ્રુઆરી ૨૦૨૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માં સંસ્કરણના ફેબ્રુઆરી ૨૦૨૪ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' પસંદ કરેલ છે.

૨૦૨૩માં આપણે ભાવિ સ્પર્ધાત્મકતા, સતત સુધારણા અને વ્યવસાયનો હેતુ વિષયો માટેની કેટલીક વિચારસરણીઓ બાબતેનાં વલણોની ટુંક ચર્ચા કરી હતી. આજના મણકામાં આપણે ગ્રાહકની અપેક્ષાઓના સંદર્ભમાં ગુણવત્તા સંચાલનની વર્તમાન વિચારસરણીઓ વિશે ટુંક ચર્ચા કરીશું.


ગ્રાહકની અપેક્ષાઓમાં સૌથી મહત્વનું પરિવર્તન ગ્રાહકના સંતોષ બાબતે અલગ પાડતાં ઘટક તરીકે ઉત્પાદનોની ગુણવત્તા ઉપરાંત મૂલ્ય વૃદ્ધિની સાથે અપેક્ષિત કાર્યસિદ્ધિ, સેવા, ડિઝાઈનના તેમનાં મૂલ્યો અને આકાંક્ષાઓનો પડઘો પડે એવા અર્થપૂર્ણ અનુભવો પણ કેન્દ્રમાં આવતા જાય છે. ગ્રાહકો હવે,પહેલેથી છેલ્લે સુધીચીજવસ્તુઓ કે સેવાનું ઝડપથી મળી જવું, ક્ષતિવિહિન સેવાઓ અને વપરાશકાર તરીકે અખંડ વ્યક્તિગત સેવાની અપેક્ષા સેવે છે.

ગ્રાહકની અપેક્ષાઓ હવે ગતિમય બની ગઈ છેઃ એ સતત વિકસ્યા કરે છે. ટેક્નોલોજિઓનો વિકાસ, સામાજિક વલણોની પ્રવાહી ગતિશીલતા અને ઘટના બને તે જ સમયે માહિતીની ઉપલબ્ધી જેવાં અનેક પરિબળો ગ્રાહકોની અપેક્ષા પર અસર કરતાં જ રહે છે.

વધારાનું વાંચન:

  • ખુશ અને વફાદાર ગ્રાહકો મેળવવા માટે મહત્ત્વની Customer Expectations: 10 Key Expectations to remember 
  • Learn why customer expectations are important to understand as a game-changer - Päivi Meriläinen - Services marketing: integrating customer focus across the firm, 3rd European edition નાં ત્રીજાં પ્રકરણના પહેલા ભાગમાંથી મળતાં મહત્ત્વના બોધપાઠ.
  • Understanding customer expectations: Types, management tips, and examples - Zendesk Customer Experience Trends Report 2023  અનુસાર, ૭૩ % ગ્રાહકોને જો વારંવાર સારા અનુભવ થાય તો તેઓ હરીફની પાસે જતાં રહેશે.  customer-first કંપની તરીકેની કાર્યપદ્ધતિની ગોઠવણી ગ્રાહકોને હરીફો તરફના દરવાજાઓ તરફ વળતાં રોકવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે.
  • The Hacker's Guide to Customer Experience - તે શું છે, તેનો અમલ કેમ કરવો અને ચકાસાયેલી નક્કર કાર્યપધ્ધતિઓ વડે તેમાં વૃદ્ધિ કેમ કરવી જેવી એવી ગ્રાહક સંતોષને લગતી ચકાસાયેલી અને ટકોરાબંધ માહિતીઓનું માર્ગદર્શક પુસ્તક
  • How Customer Expectations Are Shaping the Future of the Supply Chain - આજની પુરવઠા સાંકળ પરદા પાછળ ચાલતી જરૂરી કામગીરીઓ માત્ર નથી રહી; તે હવે કંપનીની મહત્ત્વની વ્યુહાત્મક  સંપતિ બની રહેલ છે.  
  • The Future of Supply Chain Quality Management - ગુણવત્તા ૪.૦ ને સમજીને ગ્રાહકોની બદલતી જતી અપેક્ષાઓના સંદર્ભો અને જોડાણોને અગ્રણીઓએ સમજી લઈને ગુણવત્તા ૪.૦ નો ઉપયોગ ગ્રાહક અનુભવને વધુ સમૃદ્ધ બનાવવામાં કરવો  પડશે.
  • (Customer) Experience is everything - ઝડપ, સગવડ, સાતત્ય, મૈત્રીપૂર્ણતા અને માનવીય સ્પર્શ - એટલે કે ટેક્નોલોજિને વધારે માનવસહજ બનાવીને કર્મચારીઓને માટે ગ્રાહક અનુભવ વધારે સારો બનાવવા માટેનું અનુકૂળ  વાતાવરણ તૈયાર કરવું મહત્ત્વનું બનવા લાગ્યું છે.
  • The secret ingredients of great hospitality - Will Guidara|TED@BCG - પોતાનાં ચાર-તારક આધુનિક રેસ્તરામાં, બહારગામનાં ગ્રાહકોને ન્યુ યોર્કના ખાનપાનના અસલ સ્વાદનો અનુભવ કરાવે હૉટ ડોગ બે ડોલરમાં પીરસવાનું નક્કી કર્યા બાદ રેસ્તરાંના માલિક વિલ ગ્યુડારાની જીંદગી બદલી ગઈ.  રમુજી અને દિલખુશ કરતાં આ વ્યક્તવ્યમાં, તમે ગમે તે વ્યવસાયમાં હો તો પણ, માનવ સંબંધોમાં યાદગાર ક્ષણોને ઘડી કાઢતાં ત્રણ કદમોની તેઓ વાત કહે છે.


હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

વધારે સામગ્રી @ Customer Experience

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો એક તાજો સાંદર્ભિક લેખ ધ્યાન પર લઈશું-

  • By Hook or By Crook: ‘જેમ પણ શક્ય હોય તેમ' શબ્દપ્રયોગ સાથે 'સ્પર્ધાત્મક રીતે લાભદાયક પરિસ્થિતિમાં આવવું' કે પછી 'પુરતો ફાયદો ઉઠાવવો' જેવા પ્રયોગો આપણે વારંવાર સાંભળતાં આવ્યાં છીએ. જો કે આવા શબ્દપ્રયોગો વિષે આપણે બહુ સ્પષ્ટ નથી હોતાં. તો વળી, સારા અર્થ માટેનો ફાયદો અને છેતરપીંડી વચેની ભેદરેખા પણ ઘણી વાર બહુ પાતળી બની રહેતી હોય છે. 

ઉત્પાદન પ્રક્રિયામાં ગુણવત્તાને  ભાગોની માપણી કે ચકાસણી કે પ્રક્રિયા નિયમન કે સુધારણા જેવી કોઈ પણ રીતે વર્ણવવામાં આવે, પણ આવી પરિસ્થિતિઓ, પહેલાં અને પછી ગુણવત્તા વિચાર્સરણી મદદરૂપ બની રહે છે. 'સ્પર્ધાત્મક ફાયદાકારકતા' જેવા શબ્દપ્રયોગની સંદિગ્તા જેવી પરિસ્થિતિમાં તો તે આબરૂની રખેવાળી કરવા સુધી પણ કામ આવી શકે છે. 

તે સાથે મને બીજી એક કહેવત  - સીઝરની પત્નીએ ઠપકો મળવાની શક્યતા પણ હોય એવી પરિસ્થિતિથી વેંતનું અંતર જાળવવું જોઈએ - પણ યાદ આવે છે. તેના માટે આપણે ૧૩મી સદીનાં રોમન સામ્રાજ્ય સુધી જવું પડશે.

સીઝરની પત્ની, પોમ્પેઈઆ માટે તેનો અર્થ એ હતો કે ' કોઈ જાણીતી કે  મહત્ત્વની વય્ક્તિ માટે આકર્ષણને નકારાત્મક પ્રસિદ્ધિ મળે તેમ કરવાનું ટળવું જોઇએ. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ વ્યક્તિઓ કે પ્રક્રિયાઓ માટે પણ એવી શંકાશીલ પરિસ્થિતિઓ ન આવે એત્વું કરવું જરૂરી છે, કે જેથી 'અકલ્પ્ય' ન બનવાનું હોય તો પણ આબરૂને ઠેંસ ન પહોંચે.

ગુણવત્તા તો છેતરપીંડી કે સકારાત્મક ફાયદાની સંદિગ્તાની પરિસ્થિતિમાં પણ કામ આવી શકે છે. જેમકે ડીફ્લેટગેટ: Unraveling the Tom Brady DeflateGate” .


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.


Sunday, January 21, 2024

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૨મું - જાન્યુઆરી ૨૦૨૪

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માં સંસ્કરણના જાન્યુઆરી ૨૦૨૪ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' પસંદ કરેલ છે. ખરેખર તો એ વર્ષ ૨૦૨૩ના કેન્દ્રવર્તી વિષય 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ'ને જ આગળ લઈ જાય છે.


૨૦૨૩નું વર્ષ ઘરેથી કામ કરવાની પ્રણાલીના અપ્રગટ કે વણઅપેક્ષિત પ્રવાહો, પ્રવાહી ભૂ-રાજકીય વૈશ્વિક પરિસ્થિતિ, મંદીમય આર્થિક વાતાવરણ વગેરેથી પેદા થતી અનિશ્ચિતતાઓના ઓછાયામાં રહ્યું. વર્ષ ૨૦૨૪ના પ્રારંભમાં આ બધા જ મુદ્દાઓ એટલાને એટલા પ્રસ્તુત રહે છે. [1]

કેવા કેવા ફેરફારો થશે તેની આગાહી કરવી એ બહુ મોટો પડકાર પરવડે છે. આ દિશામાં કેટલી હદે સાચાં પડી શકાય તેનો આધાર વર્ષ દરમ્યાન આપણે વિવિધ ઘટનાઓ અને વિષયો પર લીધેલા નિર્ણયો પર અવલંબે છે. આ અનિશ્ચિતતાઓની અસર ઓછી કરવા માટે ગુણવત્તા સંચાલન વિચારસરણીનો અભિગમ 'શ્રેષ્ઠ પ્રણાલિકા' કાર્યપદ્ધતિને મહત્વ આપવાનો રહ્યો છે. રોજબરોજના વ્યવહારોમાં ચોક્કસ સમસ્યાઓના સૌથી વધારે અસરકારક ઉપાયો તરીકે વપરાતી રીત કે પ્રક્રિયાને શ્રેષ્ઠ પ્રણાલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. આવી પ્રણાલિકાઓ જાળવી રાખવામાં કે તેમને વધારે અસરકારક બનાવવામાં લાંબા ગાળાની સુધારણાઓ માટેની સતત ખોજ અને બદલાતા જતા સંજોગોને પારખી શકવાની ક્ષમતાઓ અને અનુકૂલશીલ પ્રક્રિયાઓ મહત્ત્વનાં ઘટકો બની રહે છે. જેટલું સતત ક્રિયાશીલ ગુણવત્તા સચાલન છે એટલાં જ સતત ક્રિયાશીલ આ પરિવર્તનો અને તેની સાથે કામ લેવાની પ્રક્રિયાઓ છે.

૨૦૨૩ના પ્રારંભમાં આપણે આ પ્રવાહોને ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય માટે મહત્ત્વના ગણ્યા હતાઃ

૧. પેદાશોની તેમજ તંત્રવયસ્થાની ગુણવતા તેમજ ગ્રહકોની અપેક્ષાઓ વિષેની ધારણાઓની સમય સાથે બદલતી જતી સમજ અને તે વિશેના અભિગમોમાં પરિવર્તનો

૨. સતત બદલતી રહેતી વ્યાપાર કાર્યપદ્ધતિઓને કારણે જોખમ સંચાલનમાં સમય સાથે થતા ફેરફારો

૩. સંસ્થાની અંદર અને બહાર જ્ઞાન સહભાગિતા

૪. નિર્ણય લેવા માટે આવશય્ક બાતમીનું વધતું જતું મહત્ત્વ

૫. પુરવઠા સાંકળની ગુણવતા અને ભરોસાપાત્રતામાં સુધારાઓની આવશ્યકતાઓ

૬. ગુણવતા માપદંડોમાં થતા સુધારાઓ અને તેને પરિણામે વ્યક્તિગત તેમ જ સંસ્થાનાં અલગલગ કાર્યક્ષેત્રોને લગતા સંસ્થાગત તકનીકી અને સંબંધિત કર્મચારીઓની કાર્ય ભૂમિકાઓના ફેરફારો

૭. QEHS નાં સંકલનનું વધતું જતું મહત્ત્વ

૮. સંસ્થાગત વ્યુહાત્મક આયોજનના સંદર્ભમાં ગુણવત્તા સંચાલન માટેના દૃષ્ટિકોણનું વધતું મહત્ત્વ

૨૦૨૩માં આપણે ભાવિ સ્પર્ધાત્મકતા, સતત સુધારણા અને વ્યવસાયનો હેતુ વિષયો માટેની કેટલીક વિચારસરણીઓ બાબતેનાં વળણોની ટુંક ચર્ચા કરી હતી. બદલાતા જતા સંજોગોને પારખી શકવાની ક્ષમતાઓ અને અનુકૂલશીલ પ્રક્રિયાઓ વિશે ગુણવત્તા સંચાલકોને મદરૂપ થાય એ રીતે ૨૦૨૪નાં વર્ષમાં આપણે ઉપરોક્ત વલણોનમાનાં મુખ્ય ઘટકોના સંદર્ભમાં આવી ચર્ચા ચાલુ રાખીશું 

વધારાનું વાંચન:

¾    “What does quality management look like in 2025, and how do I prepare for it?” – Gartner webinar

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

આ મહિને આપણે ગ્રેટા કેટ્યુલેન્કોનો લેખ -  Shifting Left in Manufacturing Quality: The future of quality in manufacturing is predictive - વાંચીશું

પુરવઠા સાંકળમાં વિક્ષેપ, ઉત્પાદન ચક્રને વેગવંત બનાવવું, એક તરફ વધતી જતી ઉમરના કર્મચારીગણને ભવિષ્યના પડકારો માટે સક્ષમ રાખવો અને બીજી બાજુ વિજાણુ ટેક્નોલોજિ દ્વારા વધારે વ્યાપક બનતાં જતાં સામાજિક માધ્યમોની અસર હેઠળ ગ્રાહકોની વધી જતી માંગ અને અપેક્ષાઓ  જેવાં દબાણોનો અર્થ એ છે કે ઉત્પાદકોએ ઓછામાં વધુ .., અને તે પણ ઝડપથી, કરવું જોઈશે. ગુણવત્તા સંચાલક ટીમો ઓછાં ખર્ચે વધારે સારી ગુણવત્તા જાળવીને વધારે ઉત્પાદન કેમ કરવું એ અંગેની વધારે ને વધારે મુશ્કેલ સ્થિતિમાં મૂકાતી આવે છે.


ખરી હકીકત તો એ છે કે, ગુણવત્તાયુક્ત ટીમો એવા સાધનો સાથે કામ કરી રહી છે જે આજના ઉત્પાદન વાતાવરણની ઝડપ અને જટિલતા સાથે કામ પાર પાડવાની દૃષ્ટિથી વિચારાઈ જ નથી. સ્ક્રેપ, રિવર્ક કે પહેલા પ્રયાસોથી જ નિપજતી ઉપજ જેવા નિર્ણાયક ગુણવત્તા માપદંડોને અસરકારક તરીકે અમલ કરવા અને તેમની ગુણવત્તાનું સંચાલન કરવા માટે હવે નવી પદ્ધતિઓની જરૂર છે. એટલું જ નહીં, પરંતુ આ નવી પદ્ધતિઓ તેના અમલીકરણના ખર્ચને સરભર કરી શકે તેવી કરકસરયુક્ત પણ હોવી જોઈશે.


આજે ગુણવત્તાનું સંચાલન કરવા માટે વપરાતી પદ્ધતિઓ મોટાભાગે વીસમી સદીમાં વપરાતી હતી. આંકડાકીય પ્રક્રિયા નિયંત્રણ (SPC), નજરે જૉઇને થતી તપાસ અને સ્વચાલન જેવા ક્ષેત્રોમાં સુધારા-વધારા થતા રહ્યા છે, પરંતુ ખામીઓ શોધીને ગુણવતા સુધારવાનો વ્યવસ્થાપન  પાયો હજુ એમનો એમ જ રહ્યો છે.

ગુણવત્તાના બંને તબક્કે પસાર કરીને  કોઈ ખામી વગરનું ઉત્પાદન કરવામાં આવે છે.

પ્રક્રિયા ૩ પર ઉદ્દભવતી ખામી અને અંતિમ ગુણવત્તાના તબક્કે નિષ્ફળતા સાથેનું ઉત્પાદન


ગુણવત્તાનું સંચાલન કરવાની રીતમાં ઘણો વ્યય થઈ રહ્યો છે:

·        મોટા ભાગે ખામીઓ લાંબા સમય પછી શોધાય છે, પરિણામે ઉર્જા અને સામગ્રીનો વ્યય થાય છે

·         ખૂબ મોડેથી શોધાયેલ ખામીઓ બિનજરૂરી સ્ક્રેપ અને પુનઃકાર્યમાં પરિણમે છે

·         પરીક્ષણ અને પ્રક્રિયામાંથી માહિતી સામગ્રી એકત્રિત અને સંગ્રહિત કરવામાં આવે પરંતુ તેનો સંપૂર્ણ ઉપયોગ થતો નથી

·         મૂળ કારણોનાં વિશ્લેષણ માટે ફાળવાતાં સંસાધનો  હંમેશા પ્રક્રિયામાં સુધારાઓ માટે અસરકારક નથી નીવડતાં.

ગુણવત્તાનું સંચાલન કરવાની નવી પદ્ધતિઓએ માત્ર ગુણવત્તા સુધારવાની સાથે સાથે આ અવાંછિત વ્યયોને મોટે પાયે ઘટાડવા બાબતે પણ પ્રદાન કરવું જોઈશે. આ નવા દૃષ્ટિકોણને ભાવિસૂચક ગુણવત્તા (Predictive Quality) કહેવાય છે. હવે ઉત્પાદન પ્રક્રિયાનું, ભાવિસૂચક ગુણવતા સાથે,  ગુણવત્તા વ્યવસ્થાપન તેને તે જ સમયમાં થાય છે..

પરંપરાગત ગુણવત્તા મોડેલ વિ ભાવિસૂચક ગુણવત્તા મોડેલ

ભાવિસૂચક ગુણવત્તાના મોડેલની મદદથી, ઉત્પાદકો ખામીઓ પેદા થતાં પહેલાં જોઈ શકશે અને તે થાય તે પહેલાં જ હસ્તક્ષેપ કરી શકશે. જો હજુ પણ ખામી સર્જાઈ હોય, તો ઉકેલ સ્વયંચાલિત મૂળ કારણ વિશ્લેષણ રિપોર્ટ ચલાવવા માટે ચાલતી પ્રક્રિયા સાથે જ ઝીલાતી રહેતી માહિતી સામગ્રીનો લાભ પણ લઈ શકે છે.  પરિણામે  સમસ્યાનો ઉકેલ શોધતાં હવે કલાકો અને દિવસો જેટલો સમય નહીં લાગે. 

માહિતી સામગ્રી સંગ્રહ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને ક્લાઉડ કમ્પ્યુટિંગ એ ઇન્ડસ્ટ્રી ૪.૦ની ત્રણ અતિ મહત્ત્વની  ટેક્નોલોજિઓ છે. આ ત્રણેને જ્યારે એક્સૂત્રમાં  સંયોજિત કરી શકાય તો આગાહીઓની  ગુણવત્તાનાં સ્વપ્નને જીવંત કરી શકાય.

જોકે, વ્યવહારમાં અસરકારક મૂલ્ય પ્રદાન કરવા  માટે ભાવિસૂચક ગુણવત્તા આવરી લેતી  પહેલોને શોપ ફ્લોર પારિસ્થિતિક તંત્ર વ્યવસ્થા સાથે સક્રિયપણે સંકલિત કરવાની જરૂર રહે છે.
કોઈને ગમે કે ન ગમે, ભાવિસૂચક  ગુણવત્તા આવીને તો રહેશે જ !.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.