ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના જાન્યુઆરી ૨૦૨૪ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના
લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો -
માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' પસંદ કરેલ છે. ખરેખર તો એ વર્ષ ૨૦૨૩ના કેન્દ્રવર્તી
વિષય 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો -
વિશ્લેષણાત્મક સર્વેક્ષણ'ને જ આગળ લઈ જાય છે.
૨૦૨૩નું વર્ષ ઘરેથી કામ કરવાની પ્રણાલીના અપ્રગટ કે વણઅપેક્ષિત પ્રવાહો, પ્રવાહી ભૂ-રાજકીય વૈશ્વિક પરિસ્થિતિઓ, મંદીમય આર્થિક વાતાવરણ વગેરેથી પેદા થતી અનિશ્ચિતતાઓના ઓછાયામાં રહ્યું. વર્ષ ૨૦૨૪ના પ્રારંભમાં આ બધા જ મુદ્દાઓ એટલાને એટલા પ્રસ્તુત રહે છે. [1]
કેવા કેવા ફેરફારો થશે તેની
આગાહી કરવી એ બહુ મોટો પડકાર પરવડે છે. આ દિશામાં કેટલી હદે સાચાં પડી શકાય તેનો
આધાર વર્ષ દરમ્યાન આપણે વિવિધ ઘટનાઓ અને વિષયો પર લીધેલા નિર્ણયો પર અવલંબે છે. આ અનિશ્ચિતતાઓની અસર ઓછી કરવા માટે ગુણવત્તા
સંચાલન વિચારસરણીનો અભિગમ 'શ્રેષ્ઠ પ્રણાલિકા' કાર્યપદ્ધતિને મહત્વ આપવાનો
રહ્યો છે. રોજબરોજના વ્યવહારોમાં ચોક્કસ સમસ્યાઓના સૌથી વધારે અસરકારક ઉપાયો તરીકે
વપરાતી રીત કે પ્રક્રિયાને શ્રેષ્ઠ પ્રણાલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. આવી
પ્રણાલિકાઓ જાળવી રાખવામાં કે તેમને વધારે અસરકારક બનાવવામાં લાંબા ગાળાની
સુધારણાઓ માટેની સતત ખોજ અને બદલાતા જતા સંજોગોને પારખી શકવાની ક્ષમતાઓ અને
અનુકૂલશીલ પ્રક્રિયાઓ મહત્ત્વનાં ઘટકો બની રહે છે. જેટલું સતત ક્રિયાશીલ ગુણવત્તા
સચાલન છે એટલાં જ સતત ક્રિયાશીલ આ પરિવર્તનો અને તેની સાથે કામ લેવાની પ્રક્રિયાઓ
છે.
૨૦૨૩ના પ્રારંભમાં આપણે આ પ્રવાહોને ગુણવત્તા
સંચાલનનાં ભવિષ્ય માટે મહત્ત્વના ગણ્યા હતાઃ
૧. પેદાશોની તેમજ
તંત્રવયસ્થાની ગુણવતા તેમજ ગ્રહકોની અપેક્ષાઓ વિષેની ધારણાઓની સમય સાથે બદલતી જતી
સમજ અને તે વિશેના અભિગમોમાં પરિવર્તનો
૨. સતત બદલતી રહેતી
વ્યાપાર કાર્યપદ્ધતિઓને કારણે જોખમ સંચાલનમાં સમય સાથે થતા ફેરફારો
૩. સંસ્થાની અંદર અને
બહાર જ્ઞાન સહભાગિતા
૪. નિર્ણય લેવા માટે
આવશય્ક બાતમીનું વધતું જતું મહત્ત્વ
૫. પુરવઠા સાંકળની
ગુણવતા અને ભરોસાપાત્રતામાં સુધારાઓની આવશ્યકતાઓ
૬. ગુણવતા માપદંડોમાં
થતા સુધારાઓ અને તેને પરિણામે વ્યક્તિગત તેમ જ સંસ્થાનાં અલગલગ કાર્યક્ષેત્રોને
લગતા સંસ્થાગત તકનીકી અને સંબંધિત કર્મચારીઓની કાર્ય ભૂમિકાઓના ફેરફારો
૭. QEHS નાં સંકલનનું વધતું
જતું મહત્ત્વ
૮. સંસ્થાગત
વ્યુહાત્મક આયોજનના સંદર્ભમાં ગુણવત્તા સંચાલન માટેના દૃષ્ટિકોણનું વધતું મહત્ત્વ
૨૦૨૩માં આપણે ભાવિ સ્પર્ધાત્મકતા, સતત સુધારણા અને વ્યવસાયનો હેતુ વિષયો માટેની
કેટલીક વિચારસરણીઓ બાબતેનાં વળણોની ટુંક ચર્ચા કરી હતી. બદલાતા જતા સંજોગોને પારખી
શકવાની ક્ષમતાઓ અને અનુકૂલશીલ પ્રક્રિયાઓ વિશે ગુણવત્તા સંચાલકોને મદરૂપ થાય એ
રીતે ૨૦૨૪નાં વર્ષમાં આપણે ઉપરોક્ત વલણોનમાનાં મુખ્ય ઘટકોના સંદર્ભમાં આવી ચર્ચા ચાલુ રાખીશું
વધારાનું વાંચન:
¾ “What does quality management look like in 2025, and how do I prepare for it?” – Gartner webinar
હવે આપણે આપણા
નિયમિત વિભાગો તરફ વળીએ.
આ મહિને આપણે ગ્રેટા કેટ્યુલેન્કોનો લેખ - Shifting Left in Manufacturing
Quality: The future of quality in
manufacturing is predictive - વાંચીશું
પુરવઠા સાંકળમાં વિક્ષેપ, ઉત્પાદન ચક્રને વેગવંત બનાવવું, એક તરફ વધતી જતી ઉમરના કર્મચારીગણને ભવિષ્યના પડકારો માટે સક્ષમ રાખવો અને બીજી બાજુ વિજાણુ ટેક્નોલોજિ દ્વારા વધારે વ્યાપક બનતાં જતાં સામાજિક માધ્યમોની અસર હેઠળ ગ્રાહકોની વધી જતી માંગ અને અપેક્ષાઓ જેવાં દબાણોનો અર્થ એ છે કે ઉત્પાદકોએ ઓછામાં વધુ .., અને તે પણ ઝડપથી, કરવું જોઈશે. ગુણવત્તા સંચાલક ટીમો ઓછાં ખર્ચે વધારે સારી ગુણવત્તા જાળવીને વધારે ઉત્પાદન કેમ કરવું એ અંગેની વધારે ને વધારે મુશ્કેલ સ્થિતિમાં મૂકાતી આવે છે.
ખરી હકીકત તો એ છે કે, ગુણવત્તાયુક્ત ટીમો એવા સાધનો
સાથે કામ કરી રહી છે જે આજના ઉત્પાદન વાતાવરણની ઝડપ અને જટિલતા સાથે કામ પાર પાડવાની દૃષ્ટિથી
વિચારાઈ જ નથી. સ્ક્રેપ, રિવર્ક કે પહેલા પ્રયાસોથી જ
નિપજતી ઉપજ જેવા નિર્ણાયક ગુણવત્તા માપદંડોને અસરકારક તરીકે અમલ કરવા અને તેમની
ગુણવત્તાનું સંચાલન કરવા માટે હવે નવી પદ્ધતિઓની જરૂર છે. એટલું જ નહીં, પરંતુ આ નવી પદ્ધતિઓ તેના
અમલીકરણના ખર્ચને સરભર કરી શકે તેવી કરકસરયુક્ત પણ હોવી જોઈશે.
આજે ગુણવત્તાનું સંચાલન કરવા
માટે વપરાતી પદ્ધતિઓ મોટાભાગે વીસમી સદીમાં વપરાતી હતી. આંકડાકીય પ્રક્રિયા
નિયંત્રણ (SPC), નજરે જૉઇને થતી તપાસ અને
સ્વચાલન જેવા ક્ષેત્રોમાં સુધારા-વધારા થતા રહ્યા છે, પરંતુ ખામીઓ શોધીને ગુણવતા
સુધારવાનો વ્યવસ્થાપન પાયો હજુ એમનો એમ જ રહ્યો છે.
પ્રક્રિયા ૩ પર ઉદ્દભવતી ખામી અને અંતિમ ગુણવત્તાના તબક્કે નિષ્ફળતા સાથેનું ઉત્પાદન
ગુણવત્તાનું સંચાલન કરવાની રીતમાં
ઘણો વ્યય થઈ રહ્યો છે:
·
મોટા ભાગે ખામીઓ લાંબા સમય પછી શોધાય છે, પરિણામે ઉર્જા અને સામગ્રીનો
વ્યય થાય છે
·
ખૂબ મોડેથી શોધાયેલ ખામીઓ
બિનજરૂરી સ્ક્રેપ અને પુનઃકાર્યમાં પરિણમે છે
·
પરીક્ષણ અને પ્રક્રિયામાંથી
માહિતી સામગ્રી એકત્રિત અને સંગ્રહિત કરવામાં આવે પરંતુ તેનો સંપૂર્ણ ઉપયોગ થતો
નથી
·
મૂળ કારણોનાં વિશ્લેષણ માટે
ફાળવાતાં સંસાધનો હંમેશા પ્રક્રિયામાં સુધારાઓ
માટે અસરકારક નથી નીવડતાં.
ગુણવત્તાનું સંચાલન કરવાની નવી
પદ્ધતિઓએ માત્ર ગુણવત્તા સુધારવાની સાથે સાથે આ અવાંછિત વ્યયોને મોટે પાયે ઘટાડવા
બાબતે પણ પ્રદાન કરવું જોઈશે. આ નવા દૃષ્ટિકોણને ભાવિસૂચક
ગુણવત્તા (Predictive
Quality) કહેવાય છે. હવે ઉત્પાદન પ્રક્રિયાનું, ભાવિસૂચક ગુણવતા સાથે, ગુણવત્તા વ્યવસ્થાપન તેને તે જ
સમયમાં થાય છે..
પરંપરાગત ગુણવત્તા મોડેલ વિ ભાવિસૂચક ગુણવત્તા મોડેલ
ભાવિસૂચક ગુણવત્તાના મોડેલની
મદદથી, ઉત્પાદકો ખામીઓ પેદા થતાં
પહેલાં જોઈ શકશે અને તે થાય તે પહેલાં જ હસ્તક્ષેપ કરી શકશે. જો હજુ પણ ખામી
સર્જાઈ હોય, તો ઉકેલ સ્વયંચાલિત મૂળ કારણ
વિશ્લેષણ રિપોર્ટ ચલાવવા માટે ચાલતી પ્રક્રિયા સાથે જ ઝીલાતી રહેતી માહિતી સામગ્રીનો લાભ પણ લઈ શકે છે. પરિણામે સમસ્યાનો ઉકેલ શોધતાં હવે
કલાકો અને દિવસો જેટલો સમય નહીં લાગે.
માહિતી સામગ્રી સંગ્રહ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને ક્લાઉડ
કમ્પ્યુટિંગ એ ઇન્ડસ્ટ્રી ૪.૦ની ત્રણ અતિ મહત્ત્વની ટેક્નોલોજિઓ છે. આ ત્રણેને
જ્યારે એક્સૂત્રમાં સંયોજિત કરી શકાય તો આગાહીઓની ગુણવત્તાનાં સ્વપ્નને જીવંત કરી
શકાય.
જોકે, વ્યવહારમાં અસરકારક મૂલ્ય
પ્રદાન કરવા માટે ભાવિસૂચક ગુણવત્તા આવરી
લેતી પહેલોને શોપ ફ્લોર પારિસ્થિતિક
તંત્ર વ્યવસ્થા સાથે સક્રિયપણે સંકલિત કરવાની જરૂર રહે છે.
કોઈને ગમે કે ન ગમે, ભાવિસૂચક ગુણવત્તા આવીને તો રહેશે જ !.
ગુણવત્તા
સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં
ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની
ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન
/ અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં
દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment