Showing posts with label G M Durrani. Show all posts
Showing posts with label G M Durrani. Show all posts

Sunday, July 2, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો : પુરૂષ સૉલો ગીતો - જી એમ દુર્રાની અને સુરેન્દ્ર



૧૯૪૮નાં વર્ષમાં મોહમ્મદ રફી અને મૂકેશ પછી પુરૂષ સૉલો ગીતોમાં સંખ્યાની દૃષ્ટિએ નોંધપાત્ર હાજરી જી એમ દુર્રાની અને સુરેન્દ્રની જોવા મળે છે.
જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો
પ્યારકી શમા કો તક઼દીર બૂઝાતી ક્યોં હૈ - આજ કી રાત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ 
દિલ ફિદા કરતે હૈ, ક઼ુરબાન જિગર કરતે હૈ - આઝાદી કી રાહ પર - જી ડી કપૂર - સાહિર લુધ્યાનવી
અબ કિસકો સુનાને ચલી તૂ ગ઼મકા ફસાના - દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ કૈસર 
બુઝ ગયા દિલ કા દીયા ગ઼મ કે અંધેરે છા ગયે - લાલ દુપટ્ટા - જ્ઞાન દત્ત - મનોહર ખન્ના 

સુરેન્દ્રનાં સૉલો ગીતો
જલે ક્યોં પરવાના - અનોખી અદા - નૌશાદ અલી - અન્જુમ પીલીભીતી
બડે ભોલેભાલે હૈ - અનોખી અદા - નૌશાદ અલી - અન્જુમ પીલીભીતી
જબ દિલ ન હો પહલૂમેં તો જીને કા મઝા ક્યા હૈ - દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ કૈસર
અબ હમ કો ભૂલા દો ભૂલા દો કહતે હૈ - દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ કૈસર 
દુશ્વાર ઝમાને મેં ગરીબોંકા ગુજર હૈ દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ કૈસર
દિલ આને કે ઢંગ નિરાલે હૈ - મેરી કહાની - દત્તા કોરેગાંવકર - નખ્શાબ કરાચવી 
દિલ તડપ કર રહ ગયા હસરત મચલ કર રહ ગયી - મેરી કહાની - દત્તા કોરેગાંવકર - નખ્શાબ જરાચવી 
દિલ કો તુમ્હારી યાદ ને આ કર હીલા દિયા - મેરી કહાની - દત્તા કોરેગાંવકર - અન્જુમ પીલીભીતી 


હવે પછીના અંકમાં આપણે અન્ય પુરુષ ગાયકોનાં સૉલો ગીતો સાંભળીશું.

Thursday, May 19, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - પુરુષ સૉલો ગીતો - જી એમ દુર્રાની + તલત મહમૂદ



૧૯૪૯નાં હિંદી ફિલ્મનાં ગીતો વિષેની ચર્ચાની શરૂઆત આપણે સૉલો પુરૂષ ગીતોથી કરીશું. સમગ્ર ચર્ચા દરમ્યાને જે ગીત મારા માટે સાવ અજાણ છે કે બહુ જ ઓછું સાંભળેલ છે તેની તો વિડીયો મૂકી છે, પરંતુ જે ગીતો ત્યારે (અને અત્યારે પણ) જાણીતાં છે એવાં ગીતોની ક્લિપ હાયપરલિંક કરેલ છે. દરેક વિભાગનાં આજે પણ એક વાર તો સાંભળવાં ગમે એવાં ગીતોને એક વાર અહીં અલગથી ગ્રંથસ્થ કર્યા પછી એ વિભાગનાં આ વર્ષનાં ગીતોની મારી દૃષ્ટિએ કરેલ સમીક્ષા રજૂ કરીશું.
આ વર્ષનાં ગીતોની જે કાચી યાદી બનાવી તેમાં, આમ તો પુરુષ સૉલો ગીતોની સંખ્યા સ્ત્રી સૉલો ગીતોની સરખામણીમાં પાતળી પડતી જ જોવા મળે છે. સમગ્રતયા,પાંચ પુરૂષ ગાયકોનાં ગીતો  અહીં નોંધપાત્ર જણાયાં છે.
આજના અંકમાં આપણે જી એમ દુર્રાની અને તલત મહમૂદનાં સૉલો ગીતો સાંભળીશું.
જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો

જિગર કે ટુકડે, યે દિલ કે ટુકડે - આઈયે - નાશાદ (મૂળ નામ શૌકત અલી હૈદરી) - નક઼્શાબ જરાચવી

ઈતની સી કહાની હૈ ઈતના સા મેરા અફસાના - આઈયે - નાશાદ - નક઼્શાબ જરાચવી  

નઝરોંસે મિલી નઝરેં, દિલ હો ગયા દિવાના - આઈયે -  નાશાદ - નક઼્શાબ જરાચવી  


ઝિંદગાની કા મઝા શાદી મેં હૈ - અપરાધી - સુધીર ફડકે - અમર વર્મા 

પી આયે આ કર ચલે ગયે - બાઝાર - શ્યામ સુંદર - વલી સાહેબ 

યે રાહેં મોહબ્બત કાટોંસે ભરી હૈ - સાવન ભાદોં - હુસ્નલાલ ભગતરામ - રવિન્દ્ર દવે   

 

તલત મહમૂદનાં સૉલો ગીતો
આ વર્ષનાં ગીતોમાં આપણે જે ઓળખીએ છે તે તલત મહમૂદના મૃદુ સ્વરની હાજરી તો કાને ચડે જ છે. પરંતુ ગીતોની સંખ્યા સિવાય પણ ગણનાપાત્ર ગાયક તરીકેની પહેચાન પ્રસ્થાપિત થવા માટે હજૂ ૧૯૫૦વાળા અનિલ બિશ્વાસના 'આરઝૂ' સ્પર્શની ઉણપ વર્તાય છે. તે ઉપરાંત અહીં જે સૉલો ગીતો લીધાં છે એવી ત્રણમાંથી બે  ફિલ્મોનાં સંગીતકાર મૂળે કલકત્તાના છે તે વાત પણ આકસ્મિક તો ન જ ગણાય.
તેરી ગલી સે બહુત... દિલ પર કિસી કા તીર-એ-નઝર ખા કે રહ ગયે - રાખી - હુસ્નલાલ ભગતરામ - શર્શાર સૈલાની   

જો બીત ગયા સો બીત ગયા અને દિન બીત ચલે - સ્વયં સિદ્ધ - પ્રફુલ્લ કુમાર ચૌધરી - ભવાની પ્રસાદ મિશ્રા  

હાય યે મૈને ક્યા કિયા - સમાપ્તિ - તિમિર બરન - પંડિત ભુષણ

મન કી નૈના બોલ રહી હૈ - સમાપ્તિ - તિમિર બરન - પંડિત ભુષણ  
  

હવે પછી, આપણે સુરેન્દ્રનાં સૉલો ગીતોની સાથે સાથે એકલ દોકલ સંખ્યા વાળાં અન્ય ગાયકોનાં સૉલો ગીતો સાંભળીશું.

Tuesday, November 3, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૫) : પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી ગાયકોનાં યાદગાર યુગલ ગીતો



Best songs of 1950: And the winners are?ની ચર્ચામાં આપણે પુરુષ-સ્ત્રી યુગલ ગીતો સાંભળી ચૂક્યાં છીએ. આ વર્ષનાં ગીતોની એક ખાસિયત એ કહી શકાય કે પુરુષ + પુરુષ અને સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોની સંખ્યા નોંધપાત્ર કહી શકાય તેવાં પ્રમાણમાં રહી છે.
પુરુષ-પુરુષ ગાયકોનાં યાદગાર યુગલ ગીતો
અહીં રજૂ કરાયેલાં પુરુષ-પુરૂષ યુગલ ગીતો બે મિત્રોની નોંક ઝોંક,મજાક-મસ્તીની જ આસપાસ રચાયાં છે. જો કે ગીતોમાં ગાયકોની જોડીઓમાં અનોખાપણું જરૂર છે.
મુકેશ + જી એમ દુર્રાની - ઐસેમેં જો કોઈ છમ સે આ જાએ - હંસતે આંસૂ - શેવાન રીઝવી - ગુલામ મોહમ્મદ 
 મોહમ્મદ રફી + રાજા ગુલ - એક ચક્કર પાંઓમેં હૈ, એક ચક્કર સરમેં હૈ - શાદીકી રાત - સર્શાર સૈલાની - પંડિત ગોબિંદરામ
ચીતળકર + મોહમ્મદ રફી - કહનેવાલે સચ કહ ગયે હૈ - નિરાલા - પી એલ સંતોષી - સી રામચંદ્ર
ચીતળકર + મોહમ્મદ રફી - અરે કિસ્મતકા સિતારા ચમકા....સબ કુછ દેતા છપ્પડ ફાડકર દેતા - સંગીતા - પી એલ સંતોષી - સી રામચંદ્ર
સ્ત્રી-સ્ત્રી ગાયકોનાં યાદગાર યુગલ ગીતો
ગીતોની સંખ્યા અને વૈવિધ્યની દૃષ્ટિએ ૧૯૫૦નું વર્ષ સ્ત્રી-સ્ત્રી  યુગલ ગીતો માટે યાદગાર કહી શકાય, તો વળી કેટલાંક  ગીતો તો માત્ર આ ગીતોની કક્ષામાં જ નહીં, પણ બધાં જ પ્રકારનાં ગીતોમાં પણ અગ્રેસર બની રહે તેવાં પણ રહ્યાં છે.
શમશાદ બેગમ + લતા મંગેશકર -  કિસીકે દિલમેં રહના થા - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ
લતા મંગેશકર + શમશાદ બેગમ - કસકે કમર હોજા તૈયાર - સંગ્રામ - પી એલ સંતોષી - સી રામચંદ્ર  
[આડ વાત : ગીતને પર્દા પર સાવ નાનાં-સાં શશી કપૂર અને તબસ્સુમે ભજવ્યું છે.]
લતા મંગેશકર + ઉમા દેવી - ન જાને ક્યોં ગભરા રહી હો, નઝર કુછ બહકી - માંગ - પ્રકાશ - ગુલામ મોહમ્મદ 
લતા મંગેશકર, ગીતા રોય અને કોરસ - પનઘટ પર ન જૈયો ઘુંઘટ ઉતાર કે - રાજ મુકુટ - ભરત વ્યાસ - ગોબિંદરામ 
લતા મંગેશકર + અમીરબાઈ કર્ણાટકી - ગોરે ગોરે ઓ બાંકે છોરે - સમાધિ - રાજેન્દ્ર કૃષ્ણ - સી રામચંદ્ર 
લતા મંગેશકર + સરસ્વતી રાણે - જબ દિલકો સતાયે ગમ, છેડ સખી સરગમ - સરગમ - પી એલ સંતોષી - સી રામચંદ્ર
લતા મંગેશકર + સરસ્વતી રાણે - તિનક તિન તાની.. દો દિનકી જિંદગાની - સરગમ - પી એલ સંતોષી - સી રામચંદ્ર
લતા મંગેશકર + રાજ કુમારી - હમ આહ ભી કરતે હૈં - નઝરને લૂટ લિયા - વફા - હસરત જયપુરી - વિનોદ 
ગીતા રોય + મીના કપૂર - મૈને બાલમ સે - આધી રાત - રાજેન્દ્ર કૃષ્ણ - હંસરાજ બહલ 
ગીતા રોય + સુરૈયા - પ્રીતકા નાતા જોડનેવાલે - અફસર - નરેન્દ્ર શર્મા - એસ ડી બર્મન
ગીતા રોય + આશા ભોસલે - મૌસમ હૈ નમકીન સાંવરીયા , આ જા રે - બીવી - નઝીમ પાણીપતી - અઝીઝ હિન્દી 
ગીતા રોય + ઝોહરાબાઈ અંબાલેવાલી - એક તરફ જલ રહા દીપક….પ્રીત કા ગીત - શ્યામ બાબુ પાઠક 
મુબારક બેગમ + સુલોચના કદમ - શામ હુઈ ઔર દીપ જલે...આકાશ પે તારે નાચેંગે - બસેરા - સરદાર ઈલ્હમ - એમ એ રૌફ

[મુબારક બેગમ અને સુલોચના કદમની જોડીનું ગીત બહુ જ અસામાન્ય સંયોજન કહી શકાય, પણ આ ગીતની ઑડિયો કે વિડીયો લિંક મળી શકી નથી.]

રાજ કુમારી + લલિતા દેઉલકર - મોરા ભોલા સા બાલમા રે, નહી સમઝે હમારે ઈશારે - ખામોશ સિપાહી - ડી એન મધોક - હંસરાજ બહલ  


ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૬) : યાદગાર ત્રિપુટી અને ત્રિપુટી+ ગીતો