Showing posts with label Jaidev. Show all posts
Showing posts with label Jaidev. Show all posts

Sunday, September 5, 2021

સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો : ત્રણ ફિલ્મોનો સંગાથ

સાહિર લુધિયાનવી એક એવા ગીતકાર હતા જે ગીતના બોલનાં માનસન્માનની વાત આવે ત્યારે ભલભલા મીરની સાથે બાખડી પડવા સુધી અચકાતા નહીં. ગીતના બોલનું મહત્ત્વ સંગીત અને ગાયકી જેટલું જ છે તેમ તેઓ દૃઢપણે માનતા, અને બીજાં પાસે મનાવતા પણ. એમના સમયના એ એક માત્ર એવા ગીતકાર  હતા જે પોતાનાં ગીતો માટે રોયલ્ટી માગતા અને મેળવતા. માત્ર કહેવા પુરતું ઓછું દેખાય એટલે લતા મંગેશકરને મળતી રોયલ્ટી કરતાં એક જ રૂપિયો રોયલ્ટી ઓછી લેવા બાબતે તેમનો આગ્રહ એ સમયે બહુ જ ગરમાગરમ ચર્ચાઓ સ્વરૂપે ફિલ્મ જગતમાં જોવા મળતો. હિંદી ફિલ્મ જગત જેવા વ્યવસાયમાં જ્યાં સંબંધોની અસર કોઇની સફળતા કે નિષ્ફળતા પર બહુ મોટું પરિબળ ગણાતી, ત્યાં જયદેવ કે એસ ડી બર્મન જેવા તેમના કેટલાય અતિશય મહત્ત્વના સંબંધો ગીતના બોલનાં પ્રાધાન્યની વેદી બલિ બની ગયા હતા.  પરંતુ આમ છતાં એ નિઃશંક જ રહ્યું કે  પણ કોઈ પણ નિર્માણ ગૃહ, કે સંગીતકાર, માટે સાહિર લુધિયાનવી સાથેનું જોડાણ ગમે ત્યારે વટાવી શકાય એવી નકદ હુંડી જ બની રહેતું. સાહિરનો સાથ છૂટ્યા પછી જયદેવ અને એન દત્તા જેવા ખુબ જ પ્રભાવશાળી સંગીતકારોની કારકિર્દીઓને પણ જે ફટકો પડ્યો તેની અસર કાયમી જ બની રહી.

જયદેવ (જન્મ: ૩-૮-૧૯૩૯ । અવસાન: ૬-૧-૧૯૮૭) અને સાહિર લુધિયાનવી તેમની યુવાનીના શરૂઆતનાં કેટલાંક વર્ષો લુધિયાણામાં સાથે ગાળ્યાં હતાં. પોતપોતાની વ્યાવસાયિક કારકિર્દીઓની ખોજે તેમને અલગ અલગ રસ્તે મોકલી દીધા હતા તે કારકિર્દીઓને જ રસ્તે તેઓ ચેતન આનંદની ફિલ્મ 'જોરૂકા ભાઈ' (૧૯૫૫)માં ભેગા થયા. આ મિલાપ બહુ જ દીર્ઘ કાળ સુધી ફળદાયક સહયોગમાં પરિણમશે તેમ બધાંનું માનવું હતું. પરંતુ બાહ્ય સંજોગોએ બન્નેનાં સ્વમાનના ટકરાવની પરિસ્થિતિ પેદા કરી અને આ સહયોગનું બાળમરણ થશે તેમ લાગ્યું. નિયતિએ તેમને 'હમ દોનો' (૧૯૬૧)માં ફરી એક વાર એક કર્યા. ફિલ્મનાં ગીતો અને સંગીતે સમગ્ર ફિલ્મને એક અલગ જ આયામ બક્ષી દીધો. તે પછી 'મુઝે જીને દો' (૧૯૬૩) માં 'હમ દોનો'ના પાયા પર ઇમારત ચણાય તે પહેલાં જ ફરી એક વાર બન્નેનાં સ્વમાને જયદેવ-સાહિરના સહયોગની ઇમારતને કાયમ માટે ધરાશાયી કરી દીધી. 'લૈલા મજનુ (૧૯૭૬) માં જયદેવે મદન મોહનનું અધુરૂં કામ પુરૂં કરવા પુરતું સાહિર સાથે કામ કર્યું, પરંતુ તે માત્ર વ્યાવસાયિક ઔપચારિકતા જ બની રહી.   

સુરમઈ રાત હૈ સિતારે હૈ, આજ દોનોં જહાન હમારે હૈ, સુબહકા ઈંતઝાર કૌન કરે - જોરૂકા ભાઈ (૧૯૫૫) - લતા મંગેશકર – સંગીત: જયદેવ


ફિર યે રૂત યે સમાં મીલે ન મીલે
આરઝૂ કા ચમન ખીલે ન ખીલે
વક઼તકા ઐતબાર કૌન કરે
 
લે ભી લો હમકો અપની બાહોંમેં
રૂહ બેચૈન હૈ નિગાહોંમેં
ઈલ્તીજ઼ા બાર બાર કૌન કરે

નયી રાત ઢલતી જાતી હૈ
રૂહ ગમ સે પીઘલતી જાતી હૈ
તેરી ઝુલ્ફોંસે પ્યાર કૌન કરે

સુરમઈ રાત ઢલતી જાતી હૈ, રૂહ ગ઼મસે પીઘલતી જાતી હૈ, તેરી ઝુલ્ફોંસે પ્યાર કૌન કરે, અબ તેરા ઈંતજ઼ાર કૌન કરે - જોરૂકા ભાઈ (૧૯૫૫) - તલત મહમુદ - સંગીત: જયદેવ

તુમકો અપના બનાકે દેખ લિયા
એક બાર આઝમાકે દેખ લિયા
બાર બાર ઐતબાર કૌન કરે

અય દિલ-એ-ઝાર સૌગવાર ન હો
ઉનકી ચાહતમેં બેક઼રાર ન હો
બદનસીબોંએ પ્યાર કૌન કરે

અભી ન જાઓ છોડ કે દિલ અભી ભરા નહીં - હમ દોનો (૧૯૬૧) - મોહમ્મદ રફી, આશા ભોસલે – સંગીત: જયદેવ

અભી અભી તો આઈ હો, બહાર બન કે છાઇ હો
હવા જરા મહક તો લે, નજ઼ર જરા બહક તો લે
યે શામ ઢલ તો લે જરા, યે દિલ જરા સંભલ તો લે
મૈં થોડી દેર જી તો લું,
નશે કે ઘુંટ પી તો લું
અભી તો કુછ કહા નહીં અભી તો કુછ સુના નહીં

સિતારે ઝિલમિલા ઉઠે,
ચરાગ જ઼્ગમગ ઉઠે
બસ અબ ન મુઝકો રોકના ….. …..
ન બઢકે રાહ રોકના ….
અગર મૈં રૂક ગઈ તો જા ન પાઉંગી કભી
યહી કહોગે તુમ સદા કે દિલ અભી નહીં ભરા
જો ખતમ હો કિસી જગહ યે ઐસા સિલસિલા નહી

અધુરી આસ અધુરી પ્યાસ છોડકર
જો રોજ઼ યું હી જાઓગી તો કિસ તરફ નિભાઓગી
કે જિંદગીકી રાહ પર, જવાં દિલોંકી ચાહમેં
કઈ ઐસે મકામ આયેંગે, જો હમકો આજમાયેંગે
બુરા ન માનો બાતકા યે પ્યાર હૈ ગિલા નહીં

હાં, યહી કહોગે તુમ સદા કે દિલ અભી ભરા નહીં

હાં. દિલ અભી ભરા નહીં નહીં નહીં નહીં નહીં

માંગમેં ભર લે રંગ સખી …. મિલન રીતુ આ ગયી…. જાએંગી તો ઉન સંગ જો લગે તોહે પ્યારે, મિલન રીતુ આ ગયી - મુઝે જીને દો (૧૯૬૧) - આશા ભોસલે, સાથીઓ - સંગીત જયદેવ

કોઈ ચાંદી કે રથમેં આયા હૈ
મેરે બાબુલ….મેરે બાબુલ કી રાજધાની મેં
મૈં ઉસે દેખતી હું છુપ છુપ કર
એક હલચલ સી મચી હૈ જવાનીમેં
તડકે એક એક અંગ સખી રી
આજ ખુશી કે મારે, મિલન રીતુ આ ગયી

સુર્ખ ચુડા હૈ મેરી બાહોંમેં
સુર્ખ જોડા મેરે બદન પર હૈ
સબકી નઝરેં મેરે ચહેરે પર
ઔર મેરી નઝર સજન પર હૈ
મચલી જાયે ઉમંગે સખી રી
ધડકન કરે ઈશારે, મિલન રીતુ આ ગયી

મેરી ડોલી સજા રહે હૈ કહાર
ફુલ બિખરે હુએ હૈ રાહોંમેં
જિનકી બાહોંકી આરઝુ થી મુઝે
જા રહી હું મૈં ઉનકી બાહોંમેં
અંગના લાગે તગ સખી રી
પિયા જબ બાંહ પસારે, મિલન રીતુ આ ગયી

રાત ભી હૈ કુછ ભીગી ભીગી… ચાંદ ભી હૈ કુછ મદ્ધમ મદ્ધમ…. તુમ આઓ તો આંખેં ખોલે સોયી હુઈ પાયલકી છમ છમ - મુઝે જીને દો (૧૯૬૩) - લતા મંગેશકર – સંગીત: જયદેવ

કિસકો બતાએં કૈસે બતાએં
આજ અજબ હૈ દિલ કા આલમ
ચૈન ભી કુછ હલકા હલકા
દર્દ ભી હૈ કુછ મદ્ધમ મદ્ધમ
 
તપતે દિલ પર યું ગીરતી હૈ
તેરી નજ઼ર સે પ્યાર કી શબનમ
જલતે હુએ જંગલ પર જૈસે
બરખા બરસે રૂક રૂક થમ થમ

હોશમેં થોડી બેહોશી હૈ
…. …… …….. ……. …..
બેહોશી મેં હૈ હોશ કમ કમ
…. …… …….. ……. …..
તુઝકો પાનેકી કોશીશમેં
…. …… …….. ……. …..
દોનોં જહાં સે ખો ગએ હમ
…. …… …….. ……. …..
છમ છમ છમ છમ છમ

મદન મોહન (જન્મ: ૨૫-૬-૧૯૨૪ । અવસાન: ૧૪-૭-૧૯૭૫) અને સાહિર લુધિયાનવીનો સંગાથ માત્ર ત્રણ જ ફિલ્મો - રેલ્વે પ્લેટફોર્મ (૧૯૫૪), ગ઼ઝલ (૧૯૬૪) અને લૈલા મજનુ (૧૯૭૬) - પુરતો થયો. પણ એ દરેક ફિલ્મોમાં સાહિરના બોલને મદન મોહનના સંગીતે પુરેપુરો ન્યાય કરી આપ્યો. અહીં જે ગીતોની વિગતે વાત કરીશું તે ઉપરાંત, આ સંદર્ભે, ગ઼ઝલ (૧૯૬૪)ની ત્રણ ગ઼ઝલોનું ઉદાહરણ જ પુરતું  થઈ રહેશે.

'ફિર કિસે પેશ કરૂં'નો સાહિર લુધિયાનવીએ આ ત્રણ અલગ અલગ ભાવની અલગ અલગ રચનાઓમાં રદ્દીફ[1] તરીકે અદ્‍ભૂત પ્રયોગ કર્યો છે, અને એટલી જ માવજતથી મદન મોહને ત્રણે ત્રણ રચનાઓએ અલગ અલગ પ્રકારની બાંધણીમાં જીવંત કરી છે -

ચાંદ મદ્ધમ હૈ આસમાં ચુપ હૈ, નીંદ કી ગોદમેં જહાં ચુપ હૈ - રેલ્વે પ્લેટફોર્મ (૧૯૫૫) - લતા મંગેશકર – સંગીત: મદન મોહન

દૂર વાદી મેં દુધિયા બાદલ
જ઼ુક કે પર્બત કો પ્યાર કરતે હૈં
દિલમેં નાકામ હસરતેં લેકર
હમ તેરા ઈન્તઝાર કરતે હૈં

ઈન બહારોં કે સાયેમેં આજા
ફિર મોહબ્બત જવાં રહે ન રહે
જ઼િંદગી તેરે નામુરાદોં પર
કલ તલક઼ મેહરબાં રહે ના રહે

રોજ઼ કી તરહ આજ ભી તારે
સુબહ કી ગર્દમેં ન ખો જાયે
આ તેરે ગ઼મમેં જાગતી આંખેં
કમ સે કમ એક રાત સો જાયેં

જિયા ખો ગયા હો તેરા હો ગયા, મૈં કહું તો કિસે કહું, જિયા ખો ગયા - રેલ્વે પ્લેટફોર્મ (૧૯૫૫) - લતા મંગેશકર – સંગીત: મદન મોહન

ગૈર હૈ ફિર ભી તુ મુઝકો અપના લગે
તેરી હર બાત ચાહતકા સપના લગે
ઉઠતે ઉઠતે જ઼ુકું, જ઼ુકતે જ઼ુકતે ઉઠું,

ઔર ટકરા ગઈ દો નિગાહેં
ફુલ સે ખીલ ગયે દિલ સે દિલ મિલ ગયે
જૈસે મિલતી હૈ મંઝિલ સે રાહેં

મુજ઼કો અપને સે ભી લાજ આને લગી
મૈં અકેલે અકેલે છુપ છુપ કે ગાને લગી

મુઝે યે ફૂલ ન દે તુઝકો તેરી દિલબરી ક઼સમ, યે કુછ ભી નહીં….તેરે હોઠોંકી તાજ઼ગીકી ક઼સમ - ગ઼ઝલ (૧૯૬૪) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર – સંગીત: મદન મોહન

નજ઼ર હસીં હો તો જલવે હસીં લગતે હૈ
મૈં કુછ નહીં હું મુઝે હુસ્ન કી ક઼સમ

તુ એક સાઝ હૈ છેડા નહીં કિસીને જિસે
તેરે બદનમેં છુપી નરમ રાગની કી ક઼સમ

યે રાગની તેરે દિલમેં હૈ મેરે તનમેં નહીં
પરખનેવાલે મુજ઼ે તેરી સાદગી કી ક઼સમ

ગ઼ઝલ કા લૌચ હૈ તુ નઝ્મકા શબાબ હૈ તુ
યકીન કર મુઝે મેરી શાયરી હી કી ક઼સમ

ઉનસે નઝરેં મીલી ઔર હિજ઼ાબ આ ગયા, જ઼િંદગીમેં એક નયા ઇન્ક઼િલાબ આ ગયા  - ગ઼ઝલ (૧૯૬૪) - લતા મંગેશકર, મિનુ પુરુષોત્તમ – સંગીત: મદન મોહન

બેખબર થે ઉમ્ર કે તક઼ાજ઼ોં સે હમ
હમકો માલુમ ન થા ઐસે ભી દિન આયેંગે
આઈના દેખે તો આપ અપને સે શરમાયેંગે
…. ….. ….. …. ….. …..
બેખબર થે ઉમ્ર કે તક઼ાજ઼ૉ સે હમ
આજ જાના કે સચમુચ શબાબ આ ગયા

આંખ ઝુકતી હૈ ક્યોં સાંસ રૂકતી હૈ ક્યોં
ઈન સવાલોંકા ખુદ સે જવાબ આ ગયા

દિલ કે આને કો હમ કિસ તરહ રોકતે
જિસપે આના થા ખાના ખરાબ આ ગયા

ઈસ રેશમી પાઝેબકી ઝનકાર કે સદક઼ે, …. જિસને પહનાઈ હૈ ઉસ દિલદાર કે સદક઼ે - લૈ્લા મજનુ (૧૯૭૬) - લતા મંગેશકર, મોહમ્મદ રફી – સંગીત: મદન મોહન

ઉસ જ઼ુલ્ફ કે ક઼ુરબાં લબ-ઓ-રુખ઼સાર કે સદક઼ે
હર જલ્વા થા ઈક શોલા હુસ્ન-એ-યાર કે સદક઼ે

જવાની માંગતી થી યે હસીન ઝનકાર બરસોં સે
તમન્ના બુન રહી થી ધડકનોંકે તાર બરસોં સે
….. …… …… ……
છુપ છુપ કે આનેવાલે તેરે પ્યાર કે સદક઼ે

જવાની સો રહી થી હુસ્નકી રંગીન પનાહોંમેં
ચુરા લાયે હમ ઉનકે નાજ઼નીં જલવે નિગાહોંમેં
….. …… …… …… ……….
કિસ્મત સે જો હુવા હૈ ઉસ દીદાર કે સદક઼ે
…….. ……. …… ……..

 ઉસ જ઼ુલ્ફ કે કુરબાં રૂખ઼્સાર કે સદ્ક઼ે

નજ઼ર લહરા રહી હૈ જિસ્મ પે મસ્તી સી છાયી હૈ
દુબારા દેખને કી શૌક઼ને હલચલ મચાઈ હૈ
….. …… ……. ………. ……
દિલકો જો લગ ગયા હૈ ઉસ આજ઼ારકે સદક઼ે

યે દિવાને કી ઝિદ હૈ ….અપને દિવાને કી ખાતિર આ - લૈલા મજનુ (૧૯૭૬) -મોહમ્મદ રફી - સંગીત જયદેવ

જહાંમેં ક઼ૈસ જ઼િંદા હૈ
તો લૈલા મર નહીં સકતી

યે દા'વા આજ
દુનિયા ભરસે
મનવાનેકે લિયે આ

…. ….. ….. . ….. ….. ……

તેરે દર સે મૈં ખાલી લૌટ જાઉં, ક્યા ક઼યામત હૈ
તુ મેરી રૂહ કા ઝબા મેરી જ઼ાન-એ-ઈબાદત હૈ
જ઼બીન-એ-શૌક઼ કે
સજદોંકો અપનાને કી
ખાતિર આ

સાહિરના જયદેવ અને મદન મોહનના સંગાથમાં, તેમની શાયરીને બે દાયકાઓ સાથે જોડતી 'લૈલા મજનુ (૧૯૭૬)ની આ કડી આપણને સાહિરની શૈલી પર આ બે દાયકાઓ દરમ્યાન થયેલ ફિલ્મ સંગીતનાં પોતમાં થયેલ ફેરફારોની અસર સમજવાની અનેરી તક આપે છે. જોકે લૈલા મજનુ જેવો અરબી સંસ્કૃતિનો વિષય અને સાહિરનાં પદ્યને ખરેખર સંગીતથી જીવંત કરી આપનાર બે સંગીતકારો - જયદેવ અને મદન મોહન-ની હજુ બે દાયકા પછીની એટલી સજ્જ હાજરી, ને કારણે સાહિરને તેમના અસલ રંગમાં બની રહેવાની પુરેપુરી મોકળાશ મળી રહી છે એ વાત નિઃશંક છે.

હવે પછી સાહિર લુધિયાનવીના રાહુલ દેવ બર્મન સાથેના ચાર ફિલ્મોના સંગાથ દરમ્યાન રચાયેલાં પ્રેમાનુરાગનાં ગીતોને યાદ કરીશું.



[1] રદીફ઼ (અરબી: رديف) પર્શિયન, તુર્કી અને ઉર્દુ શાયરીનાં બંધારણનો નિયમ છે જેના અનુસાર ગ઼ઝલમાં દરેક શેર (કે બેત)ની દરેક બે પંક્તિઓની જોડીનો અંત એક સમાન શબ્દ (શબ્દસમુહો) સ્વરૂપે થવો જોઈએ. આમ આ દર બે પંક્તિના અંતમાં દોહરાતા શબ્દ(સમુહ)ને ગ઼ઝલની રદીફ઼ કહે છે. (માહિતી સૌજન્ય વિકીપિડીયા)

Sunday, January 10, 2021

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી, ૨૦૨૧

 જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૨ - ૧૯૭૩

જયદેવ (વર્મા) - જન્મ ૩ ઓગસ્ટ ૧૯૧૯ । અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭ - ને વધારે યાદ એવા સંગીતકાર તરીકે કરાય છે જેમણે શાસ્ત્રીય અને લોક સંગીતને પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યાં. તેમની આ ખાસિયતે જ કદાચ તેમને સંગીતકાર તરીકે સફળ સંગીતકારોની મનાતી વાડાબંધી દ્વારા પ્રેરીત તથાકથિત અસફળતા કે નસીબની ઉંધી ચાલના સામા પ્રવાહમાં પોતાની સર્જકતાને ટકાવી રાખવાનું બળ પુરૂં પાડ્યું. 

તેમની સક્રિય કારકિર્દી દરમ્યાન તેમને ફાળે આવેલી ફિલ્મોના પ્રકારના અનુસાર જો તેમની કારકિર્દીનાં વર્ષોને વર્ગીકૃત કરીએ તો કંઈક આવું ચિત્ર નિપજે -

  • ૧૯૫૫થી ૧૯૫૯નો જોરૂ કા ગુલામ, સમુંદરી ડાકુ, અંજલિ અને રાત કે રાહી જેવી ફિલ્મો વડે સ્થાન જમાવવા માટેના સંઘર્ષનો સમય,
  • ૧૯૬૧થી ૧૯૬૩નો પહેલી સફળતાનો હમ દોનો, કિનારે કિનારે અને મુઝે જીને દો જેવી સફળ ફિલ્મોનો સમય 
  • ૧૯૬૪થી ૧૯૭૧ નો નાનાં બજેટની નૈહર છૂટલ જાયે, હમારે ગમસે મત ખેલો,જિયો ઔર જિને દો, સપના, એક બુલબુલા પાની કા, શાદી કર લો,  દો બુંદ પાની જેવી ફિલ્મો માટે વધારે યોગ્ય એવી છાપ હેઠળનો સર્જન સમય,
  • ૧૯૭૧થી  ૧૯૭૩નો રેશ્મા ઔર શેરા જેવી જાણીતાં બૅનરની અને તે સાથે એક થી રીતા, ભાવનામાન જાઈયે અને પ્રેમ પર્બત જેવી ઓછાં બજેટવાળી ફિલ્મોનાં સંગીત દ્વારા નવપલ્લવિત થવાનો સમય, અને
  • ૧૯૭૪ થી - ગમન અને અનકહી જેવી સંગીત માટે રાષ્ટ્રીય ઍવોર્ડ વિજેતા ફિલ્મોનાં સર્જન સાથે - અંત ભણી વહી રહેલો સમય

આવા ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

આપણે યાદ કરી ચુક્યાં છીએ

આજના આ અંકમાં આપણે જયદેવ દ્વારા રચિત ૧૯૭૨ની ભાવના અને માન જાઈયે અને ૧૯૭૩ની પ્રેમ પર્બતનાં ગીતોને યાદ કરીશું. 'ભાવના' અને માન જાઈયે' નાના બજેટની ફિલ્મો હતી તે અને અન્ય કારણોસર નિષ્ફળ ફિલ્મો લાંબી હરોળમા જઈ પડી. ૧૯૭૩ની 'પ્રેમ પર્બત' જનસામાન્યને નજરમાં રાખીને નહોતી બની એમ કહી શકાય, પણ ગુણવત્તા સિવાયનાંં જ માત્ર અને માત્ર વાણિજ્યિક પરિબળોને કારણે નિષ્ફળ બની ગઈ તેવો સર્વસામાન્ય મત છે. 'પ્રેમ પર્બત'નાં ગીતો એ સમયે વિવેચકો અને સામાન્ય શ્રોતા બન્નેને ખુબ પસંદ રહ્યાં હતા, ફિલ્મ સફળ રહી હોત તો આ ગીતોને પણ યાદગાર સફળ ગીતોની હરોળમાં સ્થાન મળત. આ કારણોસર, આ ફિલ્મોનાં જેટલાં ગીતોની યુ ટ્યુબ પર ક્લિપ મળી છે તે બધાં અહી સમાવી લીધાં છે.

ભાવના (૧૯૭૨)

ફિલ્મનાં મુખ્ય પાત્રોની ભૂમિકા દેવ કુમાર, સોનિયા સહાની, પદ્મા ખન્ના વગેરે એ ભજવી હતી.

ફિર મિલેંગી કહીં ઐસી તન્હાઈયાં - મુકેશ, આશા ભોસલે – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

ભલા ભોળા જણાતા મુકેશની સાથે તરવરાટભર્યા સ્વરમાં આશા ભોસલે જોડાઈને બહુ સરળ ભાવ અને ધુનમાં રચાયેલું સંવાદમય યુગલ ગીત સર્જે છે. ભલા ભાઈના 'ક્યા ઈરાદા હૈ?' સવાલના જવાબમાં મસ્તીખોર જવાબ વડે ગીતમાંનો રોમાંસ ખીલી ઊઠે છે.

મેરી ઈલ્તિજા હૈ સાક઼ી, બસ ઈલ્તીજા હૈ સાક઼ીયા તુ ભી આ - આશા ભોસલે – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

ઓછામાં ઓછાં વાદ્યો, થોડી સંકુલ ગીત બાંધણીમાં શાસ્ત્રીય કે લોક સંગીતનો આધાર લઈને ગીતની રચના એ હવે જયદેવની આગવી ઓળખ બની ગયેલ છે. આ ગીતનો મૂળભૂત પ્રકાર મુજરા ગીતનો છે, પણ જયદેવ તેને પોતાની શૈલીમાં રજૂ કરે છે.

બન્ને અંતરાની વાદ્ય સજ્જા જયદેવની વાદ્યસજ્જાનાં કૌશલ્યની સાહેદી પૂરે છે.

મૈં તેરી દાસી તુ મેરા દાતા - સુમન કલ્યાણપુર – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

ગીત મૂળતંઃ એક ભજન છે એટલે બોલ કે બાંધણીમાં, અનુક્રમે, નકશ લ્યાલપુરી કે જયદેવની આગવી છાંટ વર્તાવાથી વધારે અનાવશ્યક સંકુલતા સહજપણે નથી વર્તાતી.

યે દુનિયા વો દુનિયા હૈ જહાં ઈન્સાન કી કોઈ કિમત નહી - મોહમ્મદ રફી – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત જણાય છે. મોહમ્મદ રફી બહુ સરળતાથી ગાતા  જરૂર જણાય, પણ ગીત ગાવું ખાસ્સું કઠિન છે.

આશા ભોસલે અને ઉષા મગેશકરનાં એક સ્ત્રી-સ્ત્રી યુગલ ગીત - હમ હૈ વહાં, તસ્સવુર ભી તેરા જહાં ન પહુંચે - ની યુ ટ્યુબ લિંક નથી મળી શકી.

માન જાઈયે (૧૯૭૨)

બી આર ઈશારા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓ રાકેશ પાંડે અને રેહાના સુલ્તાનની છે અને જલાલ આઘાની પણ ખાસ ભુમિકા હતી.

ઓ મિતવા… બદરા છાયે રે કારે કજરા રે - લતા મંગેશકર – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

'મિતવા'ને ગીતના પૂર્વાલાપમાં ઉપયોગમાં લીધેલ છે. ગાયકીની દૃષ્ટિએ થોડી કઠીન કહી શકાય એવી રચનાને કારણે ગીતનું માધુર્ય નથી ઓછું થતું અનુભવાતું.

લે ચલો, લે ચલો, અબ કહીં ભી લે ચલો, સોચ લો, સોચ લો, એક તરહ ભી સોચ લો  - મુકેશ, વાણી જયરામ – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

મુકેશની સથે યુગલ સ્વર તરીકે વાણી જયરામના સ્વરનો પ્રયોગ જયદેવ અસરકારક કાર્યદક્ષતાથી રજૂ કરે છે.

યે વહી ગીત હૈ જિસકો મૈને ધડકનોમેં બસાયા હૈ - કિશોર કુમાર – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

પ્રેમપાત્રની હાજરી અનુભવતાં રહીને જલાલ આઘાએ એકપાત્રીય અભિનય દ્વારા આ પ્રણય ગીતને જીવંત કર્યું છે. ગીતને વૉલ્ત્ઝ લયમાં સજાવાયું છે.



પ્રેમ પર્બત (૧૯૭૩)

ઊંચે લોગ અને પરાયા ધન જેવી સફળ પ્રયોગાત્મક ફિલ્મો અને સન્યાસી અને બેઈમાન જેવી વાણિજ્યિક હેતુપ્રધાન ફિલ્મોના દિગ્દર્શક વેદ રાહી આ ફિલ્મના દિગ્દર્શક છે. એક અનાથ બાળ ૯રએહાના સુલ્તાન)ની લાગણીઓ તેના પ્રૌઢ વયના પતિ (નાન અપળશીકર) અને જંગલ્ખાતાં એક અધિકારી (સતીશ કૌશલ) વચ્ચેનાં દ્વંદ્વમાં ફસાય છે એ પ્રકારનું આ ફિલ્મનું કથાવસ્તુ છે. ફિલ્મ પુરી થયા સુધીમાં નાણા પ્રવાહની સખત ખેંચને કારણે ફિલ્મને નાણાં ધીરનારે ફિલ્મની પ્રિંટ્સ પડાવી લીધી હતી, તેથી ફિલ્મના પ્રસારને અવળી અસર થઈ. જો ફિલ્મ થોડે ઘણે અંશે પણ ચાલી શકી હોત, તો ફિલ્મનાં ગીતોની સફળતા અનેક ગણી વધી ગઈ હોત.

યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે,મુઝે ઘેર લેતે હૈ બાહોં કે સાયે  - લતા મંગેશકર – ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

રાગ પહાડીમાંસજાવાયેલ આ ગીત એ સમયે ખુબ લોકપ્રિય રહ્યું હતું. ગીતમાં સંતુરવાદન શિવ કુમાર શર્મા અને વાંસળીવાદન હરિપ્રસાદ ચૌરસિયાએ સંભાળ્યું ઃએ, જે જયદેવની ઉચ્ચ ગુણવત્તા માટેની ચીવટની શાખ પૂરે છે.

યે નીર કહાં સે બરસે હૈ… યે બદરી કહાંસે આઈ હૈ - લતા મંગેશકર – ગીતકાર: પદ્મા સચદેવ

પદ્મા સચદેવ (જન્મ ૧૯૪૦) ડોગરી ભાષાનાં ખ્યાતનામ કવયિત્રી છે. તેમણે પછીથી આંખી દેખીં (૧૯૭૮, સંગીત: જે પી કૌશિક)માં મોહમમ્દ રફી અને સુલક્ષણા પંડિતના સ્વરનાં જાણીતાં યુગલ ગીત - સોના રેતુઝે કૈસે મિલું'  અને ગીતકાર યોગેશ સથે ફિલ્મ સાહસ (૧૯૭૯, સંગીત: આમીન સંગીત) માટે પણ ગીતો લખ્યાં છે.

પ્રસ્તુત ગીતમાં લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતની લાક્ષણિકતાઓને માધુર્યસભર રીતે વણી લેવામાં આવેલ  છે જેને કારણે ગીતના બોલમાં કુદરતની નિશ્રામાં નાયિકાના મનના ભાવ નીખરી રહે છે.

મેરા છોટા સા ઘરબાર ….મેરે અંગના મેં મેર છોટા સા ઘરબાર – ગીતકાર: પદ્મા સચદેવ

ગીતના બોલ નાયિકાનાં પોતાનાં ઘરના સ્વપ્નને વાચા આપે છે. ગીતની બિનપરંપરાગત શૈલીમાં બાંધણી વડે આ સ્વપ્નને જયદેવ એક કસુત્રી સંવાદની જેમ, માધુર્યને જરા પણ ઝાંખપ ન લાગે તે રીતે, જીવંત કરે છે.

રાત પિયા કે સંગ જાગી રે સખી… ચૈન પડા જો અંગ લાગી રે સખી - મીનૂ પુરુષોત્તમ – ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

મીનૂ પુરુષોત્તમના ફાળે બી / સી ગ્રેડની ફિલ્મોનાં સ્ત્રી યુગલ ગીતો ગાવાનું વધારે આવ્યું તેમનું સૌથી વધારે યાદગાર ગીત પણ એક એવું જ યુગલ ગીત - હઝૂરેવાલા જો હો ઇજ઼ાજ઼ત (યે રાત ફિર ન આયેગી, ૧૦૬૦ - આશ અભોસલે સાથે - સંગીતકાર ઓ પી નય્યર) ગણવામાં આવે છે.

પોતાના પ્રિયજન સાથે લાંબા વિરહ બાદ મિલનની જે મધુર ક્ષણો મળી તેનું લોકસંગીત શૈલીમાં હૂદયંગમ  વર્ણન ઝીલવા માટે જયદેવે મીનૂ પુરુષોત્તમના સ્વર પર પસંદગી ઉતારી છે. ગીત સાંભળવું જેટલું ગમે તેવું છે તેટલા જ શૃંગારમય તેના બોલ છે, જેને અહીં રજૂ કરવાની લાલચ રોકી નથી શકાતી.

સૈયાંજીને જાદૂ ફેરા

બાહોંકા ડાલા ઘેરા

અંચરા જો ખીંચા મેરા 

ગોદ પિયા કી તંગ લાગી રે સખી.


સૈયાજીને ડાકા ડાલા

ઉલજ઼ા જો લટોંમે બાલા

બીખરી ગલેકી માલા

ભડકી બદનકી જ્વાલા 

દેવધનુષ લાગી રે સખી 


ગજરા સુહાના ટૂટા

કજરા નયન કા છૂટા 

સબ તન ભયા રે ઝૂઠા 

જિતના સતાયા લૂટા

ઔર ભી બાંકે અંગ લાગી રે સખી

 

જયદેવની સક્રિય કારકીર્દીની યાદોને જીવંત કરતી આપણી આ સફરમાં અહી આપણે એક વાર્ષિક વિરામ લઈશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, January 12, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી, ૨૦૨૦


જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૧
જયદેવ (વર્મા) - જન્મ ૩ ઓગસ્ટ ૧૯૧૯ । અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭ -ને તેમનાં જન્મ શતાબ્દીનાં વર્ષમાં
એવા સંગીતકાર તરીકે યાદ કરાઈ રહ્ય છે જેમણે શાસ્ત્રીય સંગીત તેમ જ લોક સંગીતને પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યું. તેમની ફિલ્મોમાટે એક તરફ જ્યારે નાણાંની જોગવાઈઓ સંકડાતી જણાતી ત્યારે તેમણે ભુપિન્દર, દિલરાજ કૌર, હરિહરન, છાયા ગાંગુલી, પિનાસ મસાણી કે રૂના લૈલા જેવાં ગાયકોને તક આપવાના, અને બીજી તરફ પરવીન સુલ્તાના, લક્ષ્મી શંકર કે ભીમસેન જોશી જેવાં શાસ્ત્રીય ગાયકો પાસે ગીતો ગવડાવવાના પ્રયોગો પણ કર્યા.
હિંદી ફિલ્મોના સંગીતકારોમાંથી સંગીતકાર તરીકે ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો - રેશમા ઉર શેરા (૧૯૭૨), ગમન (૧૯૭૯) અને અનકહી (૧૯૮૫)=થી નવાજાયેલા એક માત્ર સંગીતકાર હોવા છતાં અમુક અપવાદરૂપ ફિલ્મોને બાદ કરતાં તે હિંદી ફિલ્મ જગતે તેમને મુખ્ય ધારાની ફિલ્મોના સંગીતકાર તરીકે પોતાનું સ્થાન ન આપ્યું.
આવા ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે. તેમની સૌથી વધારે સફળ ફિલ્મો સાથે સંકલાયેલો ગણાય તેવાં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમનાં ગીતોની યાદ ૨૦૧૮માં તાજી કર્યા બાદ, ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતોને આપણે યાદ કર્યાં હતાં. આજે હવે અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ૧૯૭૧નાં વર્ષનાં ગીતોને આપણે યાદ કરીશું. આજની ફિલ્મોમાંથી બે - દો બુંદ પાની અને રેશ્મા ઔર શેરા - રાજસ્થાનની પૃષ્ઠભૂપર બનેલ છે જ્યારે ત્રીજી ફિલ્મ - એક થી રીટા -  શહેરી વાતાવરણની હાસ્યપ્રધાન થ્રીલર ફિલ્મ છે.
નિષ્ફળ રહેલી ફિલ્મોમાં સફળ રહેલું જયદેવનું સંગીત
૧૯૭૧
દો બુંદ પાની
ખ્વાજા અહમદ અબ્બાસ દ્વારા લખાયેલ, નિર્મિત અને દિગ્દર્શીત 'દો બૂંદ પાની' રાજસ્થાનનાં ગ્રામીણ પરિવેશમાં ફિલ્માવાયેલ આર્થિક વિકાસ યોજનાઓનાં સંકુલ સામાજિક અને માનવીય સમીકરણોની કહાની છે. ફિલ્મનાં કથાવસ્તુ દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં કાયમી ઉપાય તરીકે બંધાઈ રહેલ ડેમને લગતા પ્રશ્નોની આસપાસ વિકસે છે. ફિલ્મમાં સિમી ગરેવાલ, જલાલ આગા, મધુ ચંદા મુખ્ય ભૂમિકાઓમાં છે. કિરણ કુમાર આ ફિલ્મથી પદાર્પણ કરી રહ્યા છે. ફિલ્મને ૧૯૭૨નો નરગીસ દત્ત રાષ્ટ્રીય એકીકરણનો શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળેલ છે. ફિલ્મમાં જયદેવનાં સંગીતને 'અદ્‍ભૂત' દરજ્જાનું ગણાયું હતું. ફિલ્મ જોકે ટિકિટબારી પર નિષ્ફળ રહી હતી.
બન્ની તેરી બિંદીયા કે લે લું બલ્લૈયાં - લક્ષ્મી શંકર – ગીતકાર: બાલકવિ બૈરાગી
જયદેવે ગીતની બાંધણી પરંપરાગત લોકગીતની તરજ પર બહુ સરળ ધુનમાં કરી છે. અંતરાનાં સંગીતમાં શરણાઈના કરૂણ સ્વર પ્રયોગ લગ્નપ્રસંગોએ શરણાઇ-નગારાંવાદનની પરંપરાને અનુસરે છે.
ગીતનાં ઓડીયો વર્ઝનમાં બન્ને અંતરા સાંભળવા મળે છે.

જા રી પવનીયા પિયા કે દેસ જા - આશા ભોસલે – ગીતકાર: કૈફી આઝમી
પ્રિયતમાના સંદેશને શબ્દ દેહ આપવામાં કૈફી આઝમી તેમની કાવ્યકૌશલ્ય કળાના બધા રંગ ઠાલવી દે છે -
તન મન પ્યાસા, પ્યાસી નજરીયાં,
પ્યાસી પ્યાસી ગગરીયાં,
અમ્બર પ્યાસા, ધરતી પ્યાસી,
પ્યાસી સારી નગરીયાં
જયદેવે ગીતની અંદર ઘુંટાતા વિરહની પ્યાસના ભાવને જીવંત કરવા માટે આશા ભોસલેના સ્વરનો ઉપયોગ કર્યો છે. અંતરા સાથે જોવા મળતાં દૃશ્યો ડેમનાં બાંધકામ સાથે નાયિકાના વિરહને વણી લે છે.

પીતલકી મેરી ગાગરી દિલડીસે મોલ મંગાયી રે = પરવીન સુલ્તાના, મિનુ પુરૂષોત્તમ – ગીતકાર: કૈફી આઝમી
રાજસ્થાની ગ્રામીણ સામાજિક જીવનને જયદેવે બહુ જ સરળતાથી રાજસ્થાની માંડ લોકગીતની બાંધણીમાં જડી દીધું છે. પરવીન સુલ્તાના અને મિનુ પુરુષોત્તમના યુગલ સ્વરોનો પ્રયોગ ગીતને વાસ્તવિકતાની અનોખી આભા બક્ષે છે.
ગીતનાં ઓડીયો વર્ઝનમાં સ્પષ્ટ ધ્વનિકરણની સાથે એક વધારાના અંતરાનો પણ લાભ મળે છે.

ગીતનું બહુ જ કરૂણ ભાવનું, પરવીન સુલ્તાનાના એકલ સ્વરનું પણ એક સ્વરૂપ છે.

અપને વતનમેં આજ દો બુંદ પાની  નહીં - મુકેશ, મિનુ પુરૂષોત્તમ – ગીતકાર: કૈફી આઝમી
ગીતના બોલ અને પર્દા પરનાં દૃશ્યોમાં દુકાળને કારણે ગામડાંઓમાંથી લોકોની પાણીનાં નવા સ્રોય=તની શોધમાટે થઈ રહેલ હિજ઼રતની વ્યથા અનુભવાય છે.

રેશમા ઔર શેરા
રેશમા ઔર શેરા સુનિલ દત્ત દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ હતી. ફિલ્મ્નું  શુટીંગ જેસમલ્મેર અને તેની આસપાસ કરવામાં આવ્યું હતું. રોમિઓ-જુલિએટની વાર્તાને સમાંતર ભારતમાં પણ અનેક લોકકથાઓ પડી છે, તેવી જ લોકકથાનાં પોતમાં રાજપુત કબીલાઓ વચ્ચેનાં પેઢી દર પેઢી ચાલ્યાં આવતાં વેરની વચ્ચે બે યુવાન હૈયાંની પાંગરતી અને રોળાતી પ્રેમકથાની આસપાસ ફિલ્મ વણી લેવાઈ છે.
ફિલ્મને આંતરરાષ્ટ્રીય  કક્ષાએ બહુ સ્વીકૃતિ મળી હતી   ફિલ્મની ફિલ્મોગ્રાફીની જેમ જયદેવનાં સંગીતમાં પણ રાજસ્થાની પરિવેશ ઘુંટાએલો જોવા મળે છે. તૂ ચંદા મૈં ચાંદબી (ગીતકાર :બાલ કવિ બૈરાગી) અને એક મીઠી સી ચુભન (ગીતકાર: ઉધ્ધવ કુમાર) જેવાં લતા મંગેશકરનાં અદ્‍ભુત સૉલો ગીતોની સાથે ફિલ્મનાં સંગીતને ૧૯૭૨નો રાષ્ટ્રીય પુરસ્કાર અપાયો હતો.
આડ વાત 
'ઝંઝીર'ની ભૂમિકા માટે અમિતાભ બ્ચ્ચનને મળેલી બેહિસાબ સફળતા પહેલાં તેમણે જે સશક્ત પાત્રો ભજવ્યાં હતાં તેમાં 'રેશમા ઔર શેરા'માં તેમણે ભજવેલ સુનિલ દત્તના ગુંગા નાના ભાઈની ભૂમિકાનું પણ આગવું સ્થાન રહ્યું છે.
જબ સે લગન લગાયી.. ઉમર ભર નીંદ ન આયી - આશા ભોસલે – ગીતકાર: નીરજ
પ્રેમમાં પડેલી નાયિકાની મીઠી ફરિયાદને આશા ભોસલે બહુ સહજતાથી રમતી મેલે છે.

તૌબા તૌબા મેરી તૌબા.. એક તો યે ભરપુર જવાની ઉસ પર યે તનહાઈ - આશા ભોસલે – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
પદ્મા ખન્ના પર ફિલ્માવાયેલ આ મુજરા નૃત્ય ગીતને જયદેવે અભિનવ તાલ અને અંતરાનાં વાદ્યસંગીત સાથે સજાવ્યું છે.

ઝાલિમ મેરી શરાબમેં યે ક્યા મિલા દિયા - મન્ના ડે અને સાથી – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
કવ્વાલી ઢાળમાં સજાવાયેલ આ ગીતમાં ૧૨ વર્ષનો નાનકડો સંજય દત્ત પણ ફિલ્મ અભિનય ક્ષેત્રે પદાર્પણ કરે છે.

એક થી રીટા
એક થી રીટા એક્શન હાસ્યપ્રધાન થ્રીલર છે. ફિલ્મનું દિગ્દર્શન રૂપ કે શોરીએ સંભાળ્યું છે. ફિલ્મ તેમની ૧૯૪૯ની ખુબ જ સફળ નીવડેલી 'એક થી લડકી'ની પુનઃઆવૃતિ છે.'એક થી લડકી'નાં વિનોદ દ્વારા રચાયેલાં ગીતોએ પણ ઘૂમ મચાવેલી (લારા લપ્પા લારા લપ્પા લાઈ લપજા યાદ આવે છેને !) પરંતુ સફળતાનું એ સમીકરણ હવે ફરીથી કામયાબ નથી નીવડ્યું. 'એક થી રીટા'નું તો જયદેવના અઠંગ ચાહકો સિવાય કદાચ કોઈને નામ પણ ખબર નહીં હોય. મારા માટે પણ આ ફિલ્મનાં ગીતો પહેલી જ વાર સાંભળવાનું થયું છે. ફિલ્મમાં વિનોદ મહેરા, તનુજા અને આઈ એસ જોહર મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મમાં દસ ગીત છે, એટલે આપણે તેમાંથી કેટલાંક પ્રતિનિધિ ગીતો જ અહીં પસંદ કર્યાં છે.
હો બલમા બેઈમાન ન માને - મન્ના ડે અને સરલા કપૂર – ગીતકાર: વિકલ સાકેતી
ગીત ભોજપુરી શૈલીમાં ગૂંથવામાં આવ્યું છે. જયદેવે સરલા કપૂર જેવાં સાવ નવાં જ ગાયિકાને તક આપવાનો પ્રયોગ પણ કરી લીધો છે.

બાતોં બાતોં મેં બાત બઢતી હૈ.. યે હૈં પ્યાર કે નઝારે  - આશા ભોસલે, જગજિત સિંઘ – ગીતકાર: પ્રેમ જાલંધરી
પિકનિક જેવા પ્રસંગે છેડછાડ પ્રકારનું આ ગીત છે. છોકરીઓ દ્વારા કરાતી છેડછાડનો જવાબ છેલ્લા અંતરામાં જગજિત સિંધના સ્વરમાં છે. જગજિત સિંધનું આ પહેલવહેલું રેકોર્ડૅડ ગીત ગણાય છે.

પાની મેં જો હમ ડૂબે, તો ડૂબતે ગયે હૈરાની મેં.. વાહ વાહ લછ્છી તેરા પલ્લુ લટકે - આશા ભોસલે, સરલા કપૂર – ગીતકાર: સર્શાર શૈલાની
નદી કે તળાવને કિનારે યુવાન સખીઓ એકઠી થઈને મસ્તીમાં ગીત ગાતી હશે તેમ જણાઈ આવે છે. ગીતના હળવા ભાવને જયદેવે બહુ સહજતાથી ધુનમાં વણી લીધેલ છે.

ગૈર ફિલ્મી ગીતો
આપણે 'એક થી રીટા'નાં બીજાં બે ગીતો તરફ આગળ વધીએ તે પહેલાં ૧૯૭૧માં જયદેવે રચેલાં બે ગૈર ફિલ્મી ગીતોની પણ નોંધ લેવાનું ન ચૂકવું જોઈએ.
કારવાં ગુજ઼રા કિયા હમ રાહગુજ઼ર દેખા કિયે - આશા ભોસલે – ગીતકાર: ફાની બદાયુની (મૂળ નામ શૌકત અલી ખાન)
ગીતમાં જયદેવ અવર્ણનીય ભાવ સર્જી રહે છે.

જયતે જયતે સત્યમેવ જયતે - લતા મંગેશકર - ગીતકાર: ઉધ્ધવ કુમાર
સત્યનો જય થાઓ જેવા મુશ્કેલ વિષયને બહુ સહેલાઈથી હોઠ પર લાવી આપે એવી ધુન જયદેવે રચી છે.

હવે 'એક થી રીટા'નાં બે ગીતો પર પાછાં ફરીશું. બન્ને ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં છે. આમ આપણા દરેક અંકને મોહમ્મદ રફીનાં ગીતથી પુરો કરવાની પ્રથા પણ જળવાઈ રહે છે.
જો પ્યાર પર ભી જો હો શક઼ તો કર લો દિલ સાફ બેશક઼, દરીન-એ-શક઼ દરીઅ-એ-શક઼ - આશા ભોસલે સાથે - ગીતકાર પ્રેમ જાલંધરી
પરિણય હવે એવા તબક્કે પહોંચી ચૂક્યો છે કે હો જરા સરખા પણ શકની ક્યાંય પણ ગુંજાઈશ હોય તો તેને બેશક઼ સાફ કરી લેવો જોઈએ એમ બન્ને યુવા પ્રેમીઓ આમને સામને કબૂલે છે.

હૈ શોર યે ગલી ગલી કે વો જવાન હો ચલી – ગીતકાર: સ્રર્શાર શૈલાની
જેના પર પોતાની નજર અને દિલ અટક્યાં છે તે હવે પુરબહાર યૌવનમાં ખીલી ઉઠી છે તેવી દિલફેંક લાગણીઓને જયદેવે રમતી મૂકી છે. ગીતની બાંધણી જોકે સરળ નથી પણ મોહમ્મદ રફી એ બધા ઉતાર ચડાવ અને આડાવળા વળાંકોંમાંથી સરસરાટ નીકળતા રહે છે.

છેક ૧૯૭૧ સુધી પણ જયદેવે મોહમ્મદ રફીનો આટલો સહજ ઉપયોગ કર્યો છે તે સહર્ષ નોંધ સાથે જયદેવની ફિલ્મ સંગીત કારકીર્દીની સફર આપણે હવે પછીના અંકમાં પણ આગળ ચલાવીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.