Showing posts with label Multiple Versions of a Song. Show all posts
Showing posts with label Multiple Versions of a Song. Show all posts

Sunday, June 3, 2018

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૯ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૪]


મુખડાના કેટલાક શબ્દો એક સરખા હોય પણ બાકીનું ગીત સાવ અલગ હોય, ફિલ્મ અલગ હોય, ગીતની રજૂઆત પણ સાવ  જ અલગ હોય એ પ્રકારનાં ગીતો આપણે ત્રણ અંકથી સાંભળી રહ્યાં છીએ. બીજા અને ત્રીજા અંકમાં મૂળ વિષયમાંથી ફૂટી નીકળતી કેડીઓની સફર કરી લીધા બાદ આપણે મૂળ વિષય પર ફરીથી આવીશું.

એક ચતુર નાર કરકે સિંગાર - ઝૂલા (૧૯૪૧)- ગાયક અશોક કુમાર - સંગીતકાર: સરસ્વતી દેવી - ગીતકાર: પ્રદીપ

આ ગીતના મુખડા પરથી પ્રેરિત પડોશન (૧૯૬૮) ગીતને પૅરોડી કહેવી કે પ્રસંગવશાત નાવીન્યપૂર્ણ રજૂઆત કહેવી તે મુશ્કેલ  છે કારણકે કિશોરકુમારે ઘણા જાણીતા કલાકારોનાં જાણીતાં ગીતોને સાવ અનોખી રીતે પેશ કર્યાં છે. 

મુઝે લગા સોલવા સાલ, હાય મૈંતો મર ગયી - મશાલ (૧૯૫૦) – ગાયિકા: શમશાદ બેગમ- સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: પ્રદીપ
યુવાની ફુટવામાં સોળમું વર્ષ બેસે કે વીતે તેનો એક અલગ રોમાંચ હોય છે.

દેખો મુઝે લગા સોલવા સાલ - સોલવા સાલ (૧૯૫૮) – ગાયક: મોહમ્મદ રફી, આશા ભોસલે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
અહીં પણ ગીતની રજૂઆત તો ગ્રામ્ય નૃત્યના સ્વરૂપે છે, સંદર્ભ પણ થોડો જૂદો છે, પરંતુ મૂળ વાત તો સોળમા વર્ષના રોમાંચની જ છે.
કિશોરાવસ્થામાંથી યુવાનીમાં કદમ રાખતાં જે અદમ્ય ભાવનાઓનાં ઘોડાપૂર છૂટે છે તેને હોલીવૂડનાં સંગીતમય ક્લાસિક 'સાઉન્ડ ઑવ મ્યુઝિક'નાં ગીત I am Sixteen Going on Seventeen  માં બહુ જ ઉત્કટ સ્વરૂપે ઝીલી લેવામાં આવેલ છે.

અય મેરે હમસફર, ક્યા તુઝે હૈ ખબર મેરા દિલ લે ગયી, તેરી પહલી નઝર - માલકિન (૧૯૫૩) – ગાયક: તલત મહમૂદ – સંગીતકાર: રોશન ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
અહીં હમસફર નાયિકાની પહેલી નઝર નાયકનું દિલ લઈ ગઈ છે.

અય મેરે હમસફર રોક તૂ અપની નઝર ના દેખ ઈસ ક઼દર યે દિલ હૈ બડા બેસબર - છબીલી (૧૯૬૦) – ગાયિકા: નુતન – સંગીતકાર: સ્નેહલ ભાટકર - ગીતકાર રતન
આ ગીતમાં હવે નાયિકા અને નાયકની ભૂમિકા બદલી ગઈ છે, નાયક હમસફરની નઝર નાયિકાનાં દિલને અધીરૂં કરી મૂકે છે.
બન્ને ગીતોમાં નાયિકા નુતન છે.
પ્રીતમ આન મિલો - ગૈરફિલ્મી ગીત – ગાયક: સી એચ આત્મા – સંગીતકાર: ઓ પી નય્યર ગીતકાર: સરોજિની મોહિની નય્યર
ઓ પી નય્યર જ્યારે કામની તલાશમાં હતા ત્યારે તેમણે આ ગીતની રચના કરેલી.
 અને તે પછી મિ. એન્ડ મિસિસ ૫૫માં આ જ મુખડા સાથે આ ગીતને સાવ જ નવા અંદાઝમાં ફિલ્માવાયું હતું.
તે પછી ગુલઝારે તેમની ૧૯૮૨ની ફિલ્મ 'અંગૂર'માં આ મુખડાન પૅરોડીના હજૂ એક નવા અંદાજમાં તેમના સહસંગીતકાર સપન ચક્રવર્તીના સૂરમાં ગવાયેલ ગીતમાં વણી લીધો.
આડવાત
'અંગૂર' પણ ગુલઝારના એક સમયના ગુરૂ બિમલ રોયની ફિલ્મ 'દો દૂની ચાર'નું જ સર્જનાત્મક વર્ઝન હતી. તો દો દૂની ચાર'ની પ્રેરણા શેક્સપીયરનું કોમેડી નાટક  હતું.
આ ગીતને ઘણા ગાયકોએ લાઈવ પ્રોગ્રામમાં પોતપોતાના અંદાજમાં પણ રજૂ કરેલ છે, એવો એક સ-રસ અંદાજમાં પાકીસ્તાની ગ઼ઝલ ગાયક નદીમની રજૂઆત

રૂખ સે પરદા તો હટા ઝરા - શાહી મહેમાન (૧૯૫૫) - ગાયક મોહમ્મદ રફી સંગીતકાર બિપિન બાબુલ ગીતકાર અન્જુમ જયપુરી
ગીતની રચના સાવ જ અનોખી રીતે કરાઈ છે.
પાકીસ્તાની ગાયિકાએ મુખડામાં થોડા ફેરફાર સાથે 'રૂખ સે અબ અપને હટા દો' સાવ અલગ અંદાજમાં રજૂ કરેલ છે.
જગજિત સિંધે 'રૂખસે પરદા ઊઠા દે ઝરા સાક઼િયા'ના સ્વરૂપે મુખડાને પ્રયોજેલ છે.
કદાચ સૌથી જાણીતો પ્રયોગ 'મેરે હૂઝૂર'(૧૯૬૮)માં મોહમ્મદ રફીએ ગાયેલ શંકર જયકિશને સ્વરબધ્ધ કરેલ હસરત જયપુરીની રચના 'રૂખ સે નક઼ાબ હટા દો મેરે હૂઝૂર' છે. 



લગભગ સરખા મુખડા પર રચાયેલાં અલગ અલગ ગીતોની આ લેખમાળામાં હજૂ પણ બેક મણકા છે, જે હવે પછીના અંકોમાં સાંભળીશું.

Sunday, May 6, 2018

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૯ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૩]


મુખડાના બોલ લગભગ એ જ રહે પણ બાકી આખું ગીત નવી રીતે જ રજૂ કરાયું હોય એ પ્રકારનાં હિંદી ફિલ્મી ગીતો આપણે છેલ્લા બે અંકથી સાંભળી રહ્યાં છીએ. પહેલા મણકામાં આપણી ગાડી આપણા મૂળ વિષયના ટ્રેક પર હતી, પરંતુ બીજામણકામાં સંગીતકાર રોશનના આ દિશામાં થયેલા પ્રયોગોને સાંભળવા આપણે થોડી આડવાત પર ચડી ગયાં હતા.
આજના અંકમાં એ આડવાતની પણ આડવાતની કેડી પર આપણે થોડું ચાલી આવીશું.
ગયા અંકમાં આપણે 'નિગાહેં મિલાનેકો જી ચાહતા હૈ' એ બોલ પર આધારિત મુખડા પરની 'પરાઈ આગ(૧૯૪૮), તે પછી એ જ વર્ષમાં 'કરવટ' અને પછીથી રોશનની 'દિલ હી તો હૈ(૧૯૬૩)ની બહુ જ લોકપ્રિય રચનાઓ સ્સંબળી હતી. એ સમયે આપણે નોંધ કરી હતી કે માત્ર 'જી ચાહતા હૈ' બોલ પર  પણ બહુ જૂદા જૂદા જૂદા પ્રકારનીરચનાઓ મળી શકે છે. અહીં જે રચનાઓ પસંદ કરી છે તેમાં 'જી ચાહતા હૈ'નો આસહ્ય ભલે 'નિગાહેં' મેળવવાનો ન હોય પણ વાંચિત પરિણામ તો પ્રેમમાં પડવાનું જ ગણી શકાય તેવાં ગીતો લીદેલં છે. આમ કરવાથી યુ ટ્યુબ પર સર્ચ કરતાં બીજાં બે એક ભક્તિભાવનાં ગીતો પણ જોવા મળશે તે આપણે હાલ પૂરતાં બાકાત રાખ્યાં છે.
મોહબ્બત લૂટાને કો જી ચાહતા હૈ, જી વાહતા હૈ, જવાની લૂટાને કો જી ચાહતા હૈ.. - અમર આશા (૧૯૪૭) – ગાયિકા: પારો દેવી – સંગીતકાર: શાંતિ કુમાર- ગીતકાર: કાબિલ અમૃતસરી
અહીં પોતાના પ્રિય પાત્ર પર નાયિકા અદલોદલ ફિદા છે અને પોતાની પાસે જે કંઈ છે તે ઓળઘોળ કરવા રાજી છે.

તેરે નાઝ ઊઠાને કો જી ચાહતા હૈ, તુઝે ઢૂંઢ લાનેકો જી ચાહતા હૈ - ગૃહસ્થી (૧૯૪૮)- ગાયક: મૂકેશ અને શમશાદ બેગમ – સંગીતકાર: ગુલામ મોહમ્મદ – ગીતકાર: શકીલ બદાયુની

તેને ફરીથી ખોળીને તેના નાઝ ઊઠાવવા માટે જી ચાહતા હૈ...એ દિવસોની કેવી મજા હતી.. બસ એ દિવસો પાછા બોલાવવા જી ચાહતા હૈ....એ શ્રધ્ધા દાવ પર લગાવવા જી ચાહતા હૈ....
અને છેલ્લે એ દિવસોની યાદ તાજી કરતાં કરતાં એક આંસુ પાડી દેવા જી ચાહતા હૈ... ત્યારે ફરીથી શ્રધ્ધાને અજમાવવા જી ચાહતા હૈ...

તુમ્હારે બુલાને કો જી ચાહતા હૈ... મુક઼્દ્દર બનાનેકો જી ચાહતા હૈ - લાડલી (૧૯૪૯) – ગાયિકા: લતા મંગેશકર – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: બેહ્ઝાદ લખનવી

બસ એક વાર તું બોલાવ, પછી મારૂં નસીબ અજમાવવા, તારી સાથે આવવાની સંભાવનાઓની ખુશીઓને કારણે મુસ્કરાવા...તારા પ્રેમમાં હું કેટલી ખોવાઈ ગઈ છું... કેટકેટલું બતાવવા જી ચાહતા હૈ
જી ચાહતા હૈ આજ કહી દૂર જાઈએ, દુનિયા પુકારતી રહે વાપસ ન આઈયે - ચંદ્રકાંતા (૧૯૫૬) – ગાયક: મોહમ્મદ રફી, આશા ભોસલે – સંગીતકાર: એન દત્તા – ગીતકાર: સાહિર લુધ્યાનવી

પ્રેમી યુગલ દુનિયાની બધી પળોજણોથી ઍટલે દૂર જતાં રહેવા માગે છે.. જ્યાં કુદરતનાં સાન્નિધ્યમાં એકમેક સાથે ઓતપ્રોત થઈ જવા મળે એમ જી ચાહતા હૈ
જી ચાહતા હૈ ચૂમ લું અપની નઝ઼ર કો મૈં - બરસાતકી રાત (૧૯૬૦) - ગાયકો : આશા ભોસલે, સુધા મલ્હોત્રા, બંદે હસન, બલબીર – સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
કવ્વાલીની રચનામાં ગીતકાર જી ચાહતા હૈને તકિયા કલામ રૂપે રજૂ કરે છે પણ તેમાં મૂળ સુર એ નઝરને ચૂમી લેવાનો છે જે.. તેના ચાંદ સા ચહેરાને ચૂમીને આવી હોય... જેની એક પલક ફરતાં જ બેહિસાબ ઝુલ્મ થઈ પડે..જેને કીધે બુઝાયે ન બુઝે અને લગાયે ન લગે એવો આતિશ-એ-ઈશ્ક઼ પ્રજ્વળી ઊઠે..
જી ચાહતા હૈ ઈસ દુનિયા કો મૈં હસતે હસતે ઠુકરા દૂં - ભાવના (૧૯૭૨) – ગાયક: મોહમ્મદ રફી – સંગીતકાર: જયદેવ - ગીતકાર નક઼્શ લ્યાલપુરી
મક્કારી અને દેખાડાઓથી ભરેલી આ દુનિયાને ઠુકરાવી દેવા જી ચાહતા હૈ...

‘જી ચાહતા હૈ’ શબ્દપ્રયોગ મુખડામાં કરીને જૂદા જૂદા ભાવ રજૂ કરતાં કેટલાંક ગીતો '૭૦ના દાયકા પછીની ફિલ્મોમાં પણ રજૂ કરાયાં છે, પરંતુ હાલ પુરતાં આપણે તેમને પણ અહીં નથી સમાવ્યાં.

આજના અંકની સમાપ્તિ પહેલાં 'જી ચાહતા હૈ' શબ્દપ[રયોગ કરતી બે ગૈર ફિલ્મી રચનાઓ પણ સાંભળીએ.



જબ ભી જી ચાહતા હૈ, તેરા મયખાના યાદ આતા હૈ - ગાયક: નુસર્રત અલી ફતેહ ખાન
આ સુફી કલામમાં મુખ્ય ભાર 'યાદ આતા હૈ' પર છે, જેનો પ્રારંભ 'જી ચાહતા હૈ'થી થાય છે.

ન અબ મુસ્કરાને કો જી ચાહતા હૈ,..ન આંસુ બહાનેકો જી ચાહતા હૈ - ગાયક: સી એચ આત્મા - સંગીતકાર: મુરલી મનોહર સ્વરૂપ - ગીતકાર: જીગર મોરાદાબાદી

'જી ચાહતા હૈ' શબ્દપ્રયોગ પર આપણે અહીં સાંભળેલાં ગીતોમાંનેં આ એક માત્ર ગીત છે જેમાં વિરહનો ગ઼મ વણાયેલો છે.
અને છેલ્લે, ફિલ્મનું શીર્ષક 'જી ચાહતા હૈ' હોય અને તેનાં એક નહીં પણ બે ગીતોના મુખડામાં  એ શીર્ષક સમાવી લેવાયાં હોય એવાં બે ગીતો -

ક્યા કહને માશાઅલ્લા નઝર તીર આપકી, જી ચાહતા હૈ તસ્વીર ખીંચ લૂં આપકી - જી ચાહતા હૈ (૧૯૬૪) - ગાયક મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર- સંગીતકાર કલ્યાણજી આણંદજી - ગીતકાર હસરત જયપુરી

ગીતનો મૂળ ભાવ ભાલે 'જી ચાહતા હૈ'નો નથી, પરંતુ તે તસ્વીર ખેંચવામાં પરિણામે ઍઅત્લો તો જી ચાહતા હૈ...

આ જ ગીતનું એક જોડકું વર્ઝન પણ છે જે મોહમ્મદ રફીના સ્વરમાં છે જેમાં પણ તસવીર ખેંચવા માટે જી ચાહતા હૈ' વડે રૂસણાંને મનામણાંમાં ફેરવવાની મહેનત છે.

મુખડામાં મોટા ભાગના શબ્દપ્રયોગ સરખા હોય પણ ગીત અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ અંદાજમાં રજૂ કરયાં હોય તેવાં હજૂ કેટલાંક ગીતો હવે પછીના અંકમાં સાંભળીશું.

Sunday, April 8, 2018

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૯ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું :: [૨]


ગીતના મુખડાના ભગ સરખા બોલવાળાં, જૂદી જૂદી ફિલ્મોમાં, મોટા ભાગે અલગ જ ધૂન પર રચાયેલાં ગીતોની આપણી આ સફર ગયા અંકમાં એક્દમ સીધા પાટા પર સડસડાટ આગળ વધ્યે જતી હતી.

આજના અંકમાં એ જ વિષયને આગળ તો ચલાવીશું, પણ થોડા જૂદા અંદાજમાં.

આજના અંકનું મુખ્ય પાત્ર છે સંગીતકાર રોશન(લાલ નાગરથ).

એક જ મુખડા પર અલગ અલગ ફિલ્મોમાં ગીત રચના કરીને બીજી વારનાં ગીતને અદ્‍ભૂત સફળતા મળી હોય એવાં ગીતોનાં લગભગ બધાં જ ઉદાહરણ રોશનના ચોપડે બોલે છે.

ગરજત બરસત ભીજત આયી લો - મલ્હાર (૧૯૫૧) -

ઈન્દીવરના બોલને લતા મંગેશકરના સ્વરમાં સજીને આ વર્ષા ઋતુનું ગીત ઘણું જ મનભાવન બન્યું છે. પરંતુ તેને ફિલ્મનાં ટાઈટલ્સમાં વાપર્યું છે એવાં કોઈ અકળ કારણોસર એ ગીત આ જ મુખડામા થોડા ફેરફાર કરીને બનાવાયેલ અનુગામી ગીત જેટલું લોકપ્રિય ન થયું.

ગરજત બરસત સાવન આયો રે - બરસાતકી રાત (૧૯૬૦)

'બરસાતકી રાત'માં સાહિર લુધ્યાનવી સાથે સહયોગ કરીને એ જ ધુન પર મુખડાના બોલ અને બાકીના શબ્દો નવેસરથી લખીને સુમન કલ્યાણપુર અને કમલ બારોટના યુગલ સ્વરોમાં પૅકેજ કર્યું તેવો જાણે જાદુ થયો હોય એમ આ ગીત ફિલ્મનાં ટાઈટલ્સમાં જ વપરાયું હોવા છતાં ફિલ્મનાં અન્ય અતિલોકપ્રિય થયેલાં ગીતો સાથે ખભેખભા મેળવીને લોકચાહના મેળવતું થઈ ગયું.


નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ

મુખડાના આટલા શબ્દો પરથી કવ્વાલીની શૈલીમાં પહેલું ગીત ૧૯૪૮ની ફિલ્મ 'પરાઈ આગ'માં સાંભળવા મળે છે. તન્વીર નક઼્વીના બોલને ગુલામ મોહમ્મદે મોહમ્મદ રફીના સ્વરમાં કવ્વલીના અનોખા અંદાજમાં સંગીતમાં વણી લીધા હતા.
એ પછીનાં જ વર્ષમાં 'કરવટ' ફિલ્મમાં હંસરાજ બહલે સૈફુદ્દીન સૈફે લખેલ આ શબ્દોથી શરૂ થતા મુખડાની રચનાને બે જૂદા જૂદા ગાયકોના સૉલો અવાજનાં જોડીદાર ગીત તરીકે સ્વરબધ્ધ કર્યું.

પુરુષ સ્વર સતીષ બત્રાનો છે

અને સ્ત્રી સ્વર પારો દેવીનો.

એ પછી ૧૯૬૩માં સાહિર લુધ્યાનવીએ આ શબ્દોને ફરી એક વાર ઓપ આપ્યો. આ વખતે તેમાં એક સાખી પણ ઊમેરીઃ

... राज़ की बात है

मेहफ़िल में कहें या न कहें

बस गया है कोई इस दिल में कहें या न कहें

कहें या न कहें ...


રોશને આશા ભોસલેના સ્વરમાં કવ્વાલીને સંગીતબધ્ધ કરી.

આડ વાત

આપણા મૂળ થીમને થોડો વધારે ખેંચીએ, તો અહીં પ્રસ્તુત મુખડાના બોલ પૈકી 'જી ચાહતા હૈ' પર બીજાં ગીતોની શોધ કરવાથી એક અલગ જ પૉસ્ટ માટેની સામગ્રી મળી રહે એટલાં ગીતો મળી રહે છે. એટલે એ ગીતો આપણે હવે પછીના અંકમાં જોઈશું.

આપણી ગાડીને થોડા જૂદા પાટે ચડાવવાનું માટેનું ઈંધણ હવે રોશન સાહેબ આપણને પૂરૂં પાડશે.

ઉપર જોયેલાં ઉદાહરણોમાં આપણે જોયું રોશનના પણ બીજી વારનાં એ જ મુખડા પરનાં ગીતો વધારે ઝળક્યાં. આટલી વાત પરથી બીજાં બે એક એવાં ગીત પણ યાદ આવે છે જેમાં ગીતની ધૂનનો બીજી વારનો પ્રયોગ અધધ સફળ રહ્યો હોય.

જેમ કે-

તેરા દિલ કહાં હૈ - ચાંદની ચોક (૧૯૫૪) – ગાયક:: આશા ભોસલે
આ પ્રયોગને ધારી સફળતા ન મળી.

ફરીથી એ જ ધૂનને ૧૨ વર્ષ પછી, ફિલ્મ 'મમતા'માં લતા મંગેશકરના સ્વરમાં 'રહેના રહે હમ મહેકા કરેંગે'ના સ્વરૂપે પ્રયોજી, જેની સફળતા તો આજે પણ લોકો યાદ કરે છે. આ જ ગીતને ફિલ્મની માંગ અનુસાર સુમન કલ્યાણપુર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં પણ ફિલ્માવાયું , પણ તે પાછું સફળ ન રહ્યું.

આ ધુન પરની હજૂ વધારે રસપ્રદ આડવાત પર ઉતરી જતાં પહેલાં આ જ બોલમાં થોડા ફેરફાર સાથે એક વધારે ગીત પણ બન્યું હતું.

રહેં ના રહેં ચાહે હમ તુમ - એક લડકી બેશરમ સી (૧૯૭૪) – ગાયક: કિશોરકુમાર અને લતા મંગેશકર – સંગીતકાર: બપ્પી લાહિરી

આડવાત

૧) આ ધૂનનું ઘેલું ઘણા સંગીતકારોને લાગ્યું છે.

હિંદી ફિલ્મ સંગીતમાં તેનો સૌથી જાણીતો પ્રયોગ ૧૯૫૧ની ફિલ્મ 'નૌજવાન'માં એસ ડી બર્મને ઠંડી હવાએં લહરાકે આયે ગીતમાં કર્યો. એસ ડી બર્મનનું કહેવું રહ્યું છે કે તેમણે પણ આ ગીત એક હોટેલમાં ઓર્કેસ્ટ્રા બેંડ દ્વારા વગાડાતી સાંભળી હતી.

એ પછીથી વર્ષાનુક્રમ પ્રમાણે 'ચાંદની ચોક'ના ઉપરોક્ત પ્રયોગ પછી મદન મોહને ૧૯૬૪માં 'આપકી પરછાઈયાં’માં મોહમ્મદ રફીના સ્વરમાં આ ધુનને બહુ જ અનોખી રીતે યહી હૈ તમન્ના તેરે દર કે સામને મેરી જાન જાયે માં રજૂ કરી.

આર ડી બર્મને તો ૧૯૮૧ની 'નરમ ગરમ'માં હમેં રાસ્તોકી જરૂરત નહીં હૈ , ૧૯૮૩માં 'અગર તુમ ન હોતે'માં હમેં ઔર જીનેકી ચાહતમાં થોડી વધારે સફળતાથી અને પછીથી ત્રીજી વાર હજૂ વધારે સફળ રીતે ૧૯૮૫ની 'સાગર'માં સાગર કિનારે દિલ યે પુકારે માં કર્યો .

૨. શ્રી ભગવાન થાવરાણીની વેબ ગુર્જરી પરની શ્રેણી 'હૈ સબસે મધુર ગીત' માંનો 'મૈને બુલાયા ઔર તુમ યાદ આયે' પરનો લેખ યાદ કરીશું તો યાદ આવશે કે 'રહે ના રહે હમ'ના પૂર્વાલાપનાં સંગીતનો પ્રેરણા સ્ત્રોત રૉન ગુડવીનની પ્રખ્યાત ધૂન 'રીટર્ન ટુ પેરેડાઈઝ' હોવાનું પણ કહી શકાય.

આપણા હિંદી સંગીતકારોની સર્જકતાની એ ખૂબી રહી છે કે તેમનો મૂળ પ્રેરણા સ્ત્રોત ગમે તો રહ્યો હોય, પણ તેઓ તેને જે રીતે પ્રસ્તુત કર્યું છે તેમાં નકલ કરી હોવાની છાંટ તો જતાય જોવા ન મળે. દરેકનું પોતાનું આગવું યોગદાન તો જરૂરથી જોવા મળશે જ.

'બરસાતકી રાત'થી શરૂ કરેલા આજના આ લેખનો અંત પંણ 'બરસાતકી રાત'થી કરીએ.

એ ફિલ્મની કવ્વાલી 'ન તો કારવાંકી તલાશ હૈ, ન તો હમસફરકી તલાશ હૈ' આપણે અ બધાંએ અનેકવાર સાંભળી હશે.
આ કવ્વાલીની પ્રેરણા સાથે પણ અનેક વાતો જોડાયેલી છે જે શ્રી બીરેન કોઠારીએ ક્યુંકિ યે ઈશ્ક ઈશ્ક હૈ, ઈશ્ક ઈશ્ક! દ્વારા તેમના બ્લૉગ પર બહુ જ રસમય રીતે રજૂ કરેલ છે. એ પ્રેરણા સ્વરૂપ કવ્વાલી સાંભળતાં પહેલાં બીરેનભઈના એ લેખને વાંચી જઈએ.

બસ, હવે મૂળ કવ્વાલી પણ સાંભળીએ -

ન તો બુતકડેકી તલબ - ઉસ્તાદ ફતેહ અલીખા અને ઉસ્તાદ ફતેહ અલી ખાન - તેમના એક કાર્યક્રમમાં લાઈવ


અને એ જ બંદિશની થોડી હટકે રજૂઆત - નુસર્રત ફતે અલી ખાનના સ્વરમાં

મુખડાના એ જ બોલ પર અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ રીતે રચાયેલ વિવિધ બંદિશોની આ લેખંમાળાના આવતા મણકામાં 'જી ચાહતા હૈ' શબ્દપ્રયોગવાળી  કેટલીક રચાનાઓને સાંભળ્યા પછીથી આપણી ગાડીને આ સફરના છેલ્લા પડાવ માટે મૂળ ટ્રેક પર લઈ આવીશું.