મુખડાના કેટલાક શબ્દો એક સરખા હોય પણ બાકીનું ગીત સાવ અલગ હોય, ફિલ્મ અલગ હોય, ગીતની રજૂઆત પણ સાવ જ અલગ હોય એ પ્રકારનાં ગીતો આપણે ત્રણ અંકથી સાંભળી રહ્યાં છીએ. બીજા અને ત્રીજા અંકમાં મૂળ વિષયમાંથી ફૂટી નીકળતી કેડીઓની સફર કરી લીધા બાદ આપણે મૂળ વિષય પર ફરીથી આવીશું.
એક ચતુર નાર કરકે સિંગાર - ઝૂલા (૧૯૪૧)- ગાયક અશોક કુમાર - સંગીતકાર: સરસ્વતી દેવી - ગીતકાર: પ્રદીપ
આ ગીતના મુખડા પરથી પ્રેરિત પડોશન (૧૯૬૮) ગીતને પૅરોડી કહેવી કે પ્રસંગવશાત
નાવીન્યપૂર્ણ રજૂઆત કહેવી તે મુશ્કેલ છે
કારણકે કિશોરકુમારે ઘણા જાણીતા કલાકારોનાં જાણીતાં ગીતોને સાવ અનોખી રીતે પેશ
કર્યાં છે.
મુઝે લગા સોલવા સાલ, હાય મૈંતો મર ગયી - મશાલ (૧૯૫૦) – ગાયિકા: શમશાદ બેગમ- સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: પ્રદીપ
યુવાની ફુટવામાં સોળમું વર્ષ બેસે કે વીતે તેનો એક અલગ રોમાંચ હોય છે.
દેખો મુઝે લગા સોલવા સાલ - સોલવા સાલ (૧૯૫૮) – ગાયક: મોહમ્મદ રફી, આશા ભોસલે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
અહીં પણ ગીતની રજૂઆત તો ગ્રામ્ય નૃત્યના સ્વરૂપે છે, સંદર્ભ પણ થોડો જૂદો છે,
પરંતુ મૂળ વાત તો
સોળમા વર્ષના રોમાંચની જ છે.
કિશોરાવસ્થામાંથી યુવાનીમાં કદમ રાખતાં જે અદમ્ય ભાવનાઓનાં ઘોડાપૂર છૂટે છે
તેને હોલીવૂડનાં સંગીતમય ક્લાસિક 'સાઉન્ડ ઑવ મ્યુઝિક'નાં ગીત I
am Sixteen Going on Seventeen માં બહુ જ ઉત્કટ
સ્વરૂપે ઝીલી લેવામાં આવેલ છે.
અય
મેરે હમસફર, ક્યા તુઝે હૈ ખબર મેરા દિલ લે ગયી, તેરી
પહલી નઝર -
માલકિન (૧૯૫૩) – ગાયક:
તલત મહમૂદ – સંગીતકાર:
રોશન – ગીતકાર:
રાજેન્દ્ર કૃષ્ણ
અહીં
હમસફર નાયિકાની પહેલી નઝર નાયકનું દિલ લઈ ગઈ છે.
અય
મેરે હમસફર રોક તૂ અપની નઝર ના દેખ ઈસ ક઼દર યે દિલ હૈ બડા બેસબર - છબીલી (૧૯૬૦) – ગાયિકા: નુતન – સંગીતકાર: સ્નેહલ ભાટકર - ગીતકાર
રતન
આ
ગીતમાં હવે નાયિકા અને નાયકની ભૂમિકા બદલી ગઈ છે, નાયક હમસફરની નઝર નાયિકાનાં
દિલને અધીરૂં કરી મૂકે છે.
બન્ને
ગીતોમાં નાયિકા નુતન છે.
પ્રીતમ
આન મિલો - ગૈરફિલ્મી ગીત – ગાયક: સી એચ આત્મા – સંગીતકાર: ઓ પી નય્યર –
ગીતકાર: સરોજિની મોહિની નય્યર
ઓ
પી નય્યર જ્યારે કામની તલાશમાં હતા ત્યારે તેમણે આ ગીતની રચના કરેલી.
અને
તે પછી મિ. એન્ડ મિસિસ ૫૫માં આ જ મુખડા સાથે આ ગીતને સાવ જ નવા અંદાઝમાં ફિલ્માવાયું હતું.
તે
પછી ગુલઝારે તેમની ૧૯૮૨ની ફિલ્મ 'અંગૂર'માં આ મુખડાન પૅરોડીના હજૂ એક નવા અંદાજમાં તેમના સહસંગીતકાર
સપન ચક્રવર્તીના સૂરમાં ગવાયેલ ગીતમાં વણી લીધો.
આડવાત'અંગૂર' પણ ગુલઝારના એક સમયના ગુરૂ બિમલ રોયની ફિલ્મ 'દો દૂની ચાર'નું જ સર્જનાત્મક વર્ઝન હતી. તો દો દૂની ચાર'ની પ્રેરણા શેક્સપીયરનું કોમેડી નાટક હતું.
આ
ગીતને ઘણા ગાયકોએ લાઈવ પ્રોગ્રામમાં પોતપોતાના અંદાજમાં પણ રજૂ કરેલ છે, એવો એક સ-રસ અંદાજમાં
પાકીસ્તાની ગ઼ઝલ ગાયક નદીમની રજૂઆત
રૂખ સે પરદા તો હટા ઝરા - શાહી મહેમાન (૧૯૫૫) - ગાયક
મોહમ્મદ રફી સંગીતકાર બિપિન બાબુલ ગીતકાર અન્જુમ જયપુરી
ગીતની રચના સાવ જ અનોખી રીતે કરાઈ છે.
પાકીસ્તાની ગાયિકાએ મુખડામાં થોડા ફેરફાર સાથે 'રૂખ સે અબ અપને હટા દો' સાવ અલગ અંદાજમાં રજૂ કરેલ છે.
જગજિત સિંધે 'રૂખસે પરદા ઊઠા દે ઝરા સાક઼િયા'ના સ્વરૂપે મુખડાને પ્રયોજેલ
છે.
કદાચ સૌથી જાણીતો પ્રયોગ 'મેરે
હૂઝૂર'(૧૯૬૮)માં મોહમ્મદ રફીએ ગાયેલ
શંકર જયકિશને સ્વરબધ્ધ કરેલ હસરત જયપુરીની રચના 'રૂખ
સે નક઼ાબ હટા દો મેરે હૂઝૂર'
છે.
લગભગ સરખા મુખડા પર રચાયેલાં
અલગ અલગ ગીતોની આ લેખમાળામાં હજૂ પણ બેક મણકા છે, જે
હવે પછીના અંકોમાં સાંભળીશું.
No comments:
Post a Comment