આંગળીને
વેઢે ગણવા બેસવાની જરૂરત ન રહે એટલાં ઓછાં ૧૯૪૭નાં વર્ષમાટેનાં ગીતો એટલી વાર સાંભળ્યાં હશે જેને કારણે કયું
ગીત ગમે છે કે નહીં તે સ્વાભાવિકપણે નક્કી કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો ઘણી
મોટી સંખ્યા એવી છે કે જે અહીં ચર્ચાની એરણે લેતાં પહેલાં એ ગીત સાંભળ્યું ન હોય.
આમ માંડ બે એક વાર સાંભળ્યા પછી મને ગમતાં ગીતો પસંદ કરવામાં ખરેખર સારૂં ગીત
ધ્યાન બહાર રહી ગયું હોય એવી શક્યતાઓ ઘણી વધારે છે.
મારી
એ મર્યાદાને સ્વીકારીને જ હવે હું 'મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો'ને રજૂ કરી રહ્યો છું:
મોહમ્મદ રફી - હમ કો તુમ્હારા હી આશરા તુમ હમારે હો ન હો - સાજન – સંગીતકાર: સી રામચંદ્ર ગીતકાર: મોતી બી એ
સુરેન્દ્ર - ક્યોં તુ મુઝ સે રૂઠ ગયી આઠોં પહર દિલ યહી પુકારે - મંઝધાર - સંગીતકાર: જ્ઞાન દત્ત - ગીતકાર: શમ્સ લખનવી
જી એમ દુર્રાની - એક બેવફાને શીશ-એ-દિલ ચુર ચુર કર દિયા - એક રોઝ - સંગીતકાર: શ્યામ સુંદર - ગીતકાર: સર્શાર સલાની
સુરેન્દ્ર - ક્યોં તુ મુઝ સે રૂઠ ગયી આઠોં પહર દિલ યહી પુકારે - મંઝધાર - સંગીતકાર: જ્ઞાન દત્ત - ગીતકાર: શમ્સ લખનવી
કે એલ સાયગલ - ટૂટ ગયે સબ સપને મેરે. યે દો નૈના સાવન ભાદોં બરસે સાંઝ સવેરે - પરવાના - સંગીતકાર: ખુર્શીદ અન્વર - ગીતકાર: ડી એન મધોક
રાજ કપૂર –
ઓ દુનિયા કે રહનેવાલો બોલો કહાં ગયા ચિતચોર, કહાં ગયા ચિતચોર - દિલકી રાની - સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: વાય એન જોશી
આ
બધાં ગીતોમાંથી મને જે સૌથી વધારે પસંદ પડ્યું છે એ ગીત છે - કે એલ સાયગલ - ટૂટ ગયે સબ સપને મેરે. યે દો નૈના સાવન ભાદોં બરસે સાંઝ સવેરે
સોંગ્સ ઑવ યોર પર ૧૯૪૭નાં પુરુષ સૉલો ગીતોની સમીક્ષા - Best songs of 1947: Wrap Up 1 - પ્રકાશિત થવાથી કરેલ ઉમેરો:હવે પછીથી આપણી ચર્ચાની એરણે ૧૯૪૭નાં સ્ત્રી સૉલો ગીતોને સાંભળીશું.
૧૯૪૭નાં વર્ષ માટે શ્રેષ્ઠ ગાયક તરીકે કે એલ સાયગલની વરણી કરવામાં આવે છે. તેમનાં અય ફૂલ હંસ કે બાગમેં કલીયાં ખીલાયેજા ને શ્રેષ્ઠ ગીત તરીકે પસંદ કરાયું છે. મોહમ્મદ રફીને તેમનાં સીમાચિહ્ન ગીત હમકો તુમ્હારા હી આશરા માટે ખાસ પારિતોષિક આપવાનું નક્કી થયું છે અને આખાં વર્ષમાં નોંધપાત્ર ગીતો દ્વારા જેમની હાજરી રહી છે તેવા મુકેશને પણ ખાસ યાદ કરાયા છે.૧૯૪૭નાં ગીતોનાં બધાં જ પુરુષ સૉલો ગીતોને લગતી પોસ્ટ્સ ચર્ચાની એરણે - ૧૯૪૭નાં ગીતો @ Songs of Yore - પુરુષ સૉલો ગીતો પર ક્લિક કરવાથી એકસાથે વાંચી / ડાઉનલૉડ કરી શકાશે.
No comments:
Post a Comment