Showing posts with label Songs - 1949. Show all posts
Showing posts with label Songs - 1949. Show all posts

Thursday, February 16, 2017

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે : મને સૌથી વધુ ગમેલાં યુગલ ગીતો



હિંદી ફિલ્મનાં ગીતોમાં મારો લગાવ કંઈક અંશે યુગલ ગીતો તરફ વધારે રહ્યો છે. તેમાં ૧૯૪૯નાં યુગલ ગીતોમાં વૈવિધ્ય, ગુણવત્તા, લોકપ્રિયતા અને ગાયકોની શૈલીમાં જે વિપુલતા છે તેને કારણે મને સૌથી વધારે ગમતાં યુગલ ગીતો પસંદ કરવાનું જેટલું અઘરૂં બને છે એટલું જ  આનંદદાયક પણ બની અર્હે છે.
પુરુષ-સ્ત્રી યુગલ ગીતો
અહીં મોહમ્મદ તેમ જ મુકેશનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો વધારે જોવા મળે તેને મારી સંગીતની મર્યાદિત સમજને કારણે સીમિત થતી પસંદગીની મર્યાદા ગણવા અનુરોધ છે.
મોહમ્મદ રફી + લતા મંગેશકર - યું તો આપસમેં બીગડતે રહતે હૈં, ખફ઼ા હોતે હૈં - અંદાઝ - નૌશાદ - મજરૂહ સુલ્તાનપુરી
મોહમ્મદ રફી + લતા મંગેશકર - મિલ મિલ કે ગાયેંગે હો દો દિલ - દુલારી - નૌશાદ - શકીલ બદાયુની 
મોહમ્મદ રફી + લતા મંગેશકર - જરા તુમને દેખા તો પ્યાર આ ગયા - જલતરંગ - હુસ્નલાલ ભગતરામ - કૈફી ઈરફાની
મોહમ્મદ રફી + લતા મંગેશકર - સાજનકી ઓટ લેકે, હાથોંમેં હાથ દેકે - ઝેવરાત - હંસરાજ બહલ - હબીબ સરહદી
મોહમ્મદ રફી + લતા મંગેશકર - અય દિલ ના મુઝે યાદ દિલા બાતેં પુરાની - સાવન આયા રે - ખેમચંદ પ્રકાશ - ભરત વ્યાસ
મુકેશ + લતા મંગેશકર - છોડ ગયે બાલમ મુઝે હાય અકેલા છોડ ગયે - બરસાત - શંકર જયકિશન - હસરત જયપુરી
મુકેશ + લતા મંગેશકર - યે દુનિયા હૈ...યહાં દિલકા લગાના કિસકો આતા હૈ - શાયર - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
મુકેશ + શમશાદ બેગમ - તૂ મહલોંમેં રહનેવાલી, મૈં કુટીયામેં રહનેવાલા - શબનમ - એસ ડી બર્મન - ક઼મર જલાલાબાદી -
મુકેશ  + શમશાદ બેગમ - મૈને દેખી જગકી રીત સબ જૂઠે હો ગયે - સુનહરે દિન - જ્ઞાન દત્ત - ડી એન મધોક
મુકેશ + સુરૈયા - બદરાકી છાંઓ તલે નન્હીં નહીં બુંદીયાં - લેખ - કૃષ્ણ દયાલ - રઘુપત રોય
મુકેશ  + ગીતા રોય - કિસ્મતમેં બીછડના થા હુઈ ક્યોં તુમસે મુલાકાત રેશબનમ - એસ ડી બર્મન - ક઼મર જલાલાબાદી 
ચીતળકર + શમશાદ બેગમ - મેરે પિયા ગયે રંગુન કિયા હૈ વહાં સે ટેલીફૂન - પતંગા - સી રામચંદ્ર - રાજેન્દ્ર કૃષ્ણ
કરણ દિવાન + લતા મંગેશકર - દુનિયા હમારે પ્યારકી યૂંહી જવાં રહે, મૈં ભી વહાં રહું જહાં સાજન મેરા રહે - લાહોર - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ
શ્યામ + સુરૈયા - તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, તૂં મેરા રાગ મૈં તેરી રાગની - દિલ્લગી - નૌશાદ - શકીલ બદાયુની
શંકર દાસગુપ્તા + સુરૈયા - ચાહે કીતની કઠીન ડગર હો, હમ કદમ બઢાયેંગે જાયેંગે - જીત - અનિલ બિશ્વાસ - પ્રેમ ધવન
અન્ય યુગલ ગીતો
સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો અને ત્રિપુટી ગીતોમાંના ઘણાં ગીતો બહુ સાંભળેલાં ન હોવાને કારણે તેમનો સારી રીતે પરિચય પણ હવે જ થઈ રહ્યો છે. એટલે આ ગીતોમાં પસંદગીનો માપદંડ ગીતોની આજ સુધી બની રહેલી લોકપ્રિયતાને જ લીધો છે.
લતા મંગેશકર + શમશાદ બેગમ - ડર ના મોહબ્બત કર લે - અંદાઝ - નૌશાદ - મજરૂહ સુલ્તાનપુરી
લતા મંગેશકર + પ્રેમલતા - છૂપ છૂપ ખડે હો ઝરૂર કોઈ બાત હૈ - બડી બહન - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી  
જોહરાબાઈ અંબાલેવાલી + રાજકુમારી - છૂન છૂન ઘુંઘરીયાં બોલે, યે રાત ફિર ના આયેગી, જવાની બીત  જાયેગી - મહલ - ખેમચંદ પ્રકાશ - નક્શબ જરાચવી
મોહમ્મદ રફી, જી એમ દુર્રાની, લતા મંગેશકર - લારા લપ્પા લારા લપ્પા લઈ રખવા - એક થી લડકી - વિનોદ - અઝીઝ કશ્મીરી
આટલાં ગીતોમાંથી મને સૌથી વધારે ગમેલાં ગીતો પસંદ કરવાનું હજૂ વધારે મુશ્કેલ બની ગયું છે. એટલે મેં મોહમ્મદ રફી, મુકેશ  અને અન્ય એમ ત્રણ પ્રકારનાં યુગલ ગીતોમાંથી એકએક ગીત પર પસંદગી ઉતારી છે.
મોહમ્મદ રફી + લતા મંગેશકર - જરા તુમને દેખા તો પ્યાર આ ગયા - જલતરંગ - હુસ્નલાલ ભગતરામ - કૈફી ઈરફાની
મુકેશ  + શમશાદ બેગમ - મૈને દેખી જગકી રીત સબ જૂઠે હો ગયે - સુનહરે દિન - જ્ઞાન દત્ત - ડી એન મધોક
કરણ દિવાન + લતા મંગેશકર - દુનિયા હમારે પ્યારકી યૂંહી જવાં રહે, મૈં ભી વહાં રહું જહાં સાજન મેરા રહે - લાહોર - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ
Best songs of 1949: Wrap Up 4 માં સોંગ્સ ઑફ યોર દ્વાર બધાં મંતવ્યોને ધ્યાનમાં રાખીને તેમની પોતાની પસંદગી રજૂ કરવામાં અવી છે. 

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે શ્રેણીના અંત રૂપે હવે પછીના અંકમાં આપણે મને સૌથી વધારે પસંદ પડેલા સંગીતકારોની વાત કરીશું

Thursday, February 9, 2017

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે : યુગલ ગીતો - પુરુષ-પુરુષ યુગલ ગીતો અને ત્રિપુટી/ત્રિપુટી+ગીતો



હિંદી ફિલ્મોમાં દરેક શક્ય સીચ્યુએશનને અનુરૂપ પુરુષ-પુરુષ યુગલ ગીતો પણ બનતાં જ રહ્યાં છે.સ્ત્રી-પુરુષ  યુગલ ગીતો જેટલી લોકપ્રિયતા તો અપેક્ષિત ન જ હોય, પણ સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોના પ્રમાણમાં પણ મોટા ભાગે લોકપ્રિયતા ઓછી મળી હોવા છતાં પણ પુરુષ-પુરુષ યુગલ ગીતોના પ્રકાર પર પ્રયોગો થતા જ રહ્યા છે.
૧૯૪૯નાં વર્ષમાં એક જ ફિલ્મમાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતનું બીજું પુરુષ-પુરુષ યુગલ ગીત વર્ઝન છે તે એક બહુ જવલ્લે થતો યોગાનુયોગ છે.
દુનિયાવાલો મુઝે બતાઓ ક્યા હૈ સચ્ચા પ્યાર - બાલમ - મોહમ્મદ રફી, એસ ડી બાતિશ - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી 

આપણે આ ગીતનું લતા મંગેશકર+સુરૈયાનું વર્ઝન સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોમાં સાંભળી ચૂક્યાં છીએ.

એ જ રીત એક જ જોડીનાં એક જ વર્ષમાં એકથી વધારે યુગલ ગીત હોય તેવું પણ માન ૧૯૪૯નાં વર્ષને ફાળે રહે છે.
હર ઐશ હૈ દુનિયામેં અમીરોંકી - કનીઝ - મોહમ્મદ રફી, એસ ડી બાતિશ - ગુલામ હૈદર - હસરત લખનવી
૧૯૪૯નું વર્ષ માત્ર આટલો જ રેકર્ડ  પોતાને અંકે કરીને સંતોષ માની લે તેમ નથી. આ વર્ષમાં મોહમ્મદ રફી અને મુકેશનાં પણ બે યુગલ ગીતો છે.
જલે જલનેવાલે હમકો જૈસે મોમબત્તી - ચિલ્મન - મોહમ્મદ રફી, મુકેશ - હનુમાન પ્રસાદ - પી એલ સંતોષી  
બાત તો કુછ ભી નહીં, દિલ હૈ કે ભર આયા - ઠેસ - મોહમ્મદ રફી, મુકેશ - સ્નેહલ (વી જી )ભાટકર - કિદાર શર્મા 
આ ઉપરાંત બીજાં પણ બે પુરુષ-પુરુષ ગીતો જોવા મળે છે જેની નેટપરથી સાભળવા મળી શકે તેવી વ્યવસ્થા નેટમિત્રો હજૂ સુધી કરી નથી શક્યા.
દિલકી બસ્તી અજીબ બસ્તી હૈ - ભૂલ ભૂલૈયા - એ આર ઓઝા, ભોલા - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર
તેરી જુરુવા લગે ભોલી હો રાજા - શોહરત - મોહમ્મદ રફી, ખાન મસ્તાના - અઝીઝ (હિન્દવી) - ગુલશન જમાન
ત્રિપુટી/ત્રિપુટી+ગીતો
હિંદી ફિલ્મોમાં ત્રિપુટી કે ત્રિપુટી+ ગીતોનું પણ એક ચોક્કસ સ્થાન રહ્યું છે. આ પ્રકારનાં ગીતોમાંના બહુ મોટી સંખ્યામાં ગીતો ખાસ્સાં લોકપ્રિય પણ થતાં રહ્યાં છે. સંખ્યા અને લોકપ્રિયતા અમે બન્ને દૃષ્ટિએ ૧૯૪૯ પણ અપવાદ નથી.
છલ્લા દે તેરી નિશાની તેરી મહેરબાની - બાઝાર - મોહમ્મદ રફી, સતીશ બત્રા, શમશાદ બેગમ, - શ્યામ સુંદર - ક઼મર જલાલાબાદી 
શર્માને હસીનો કો આયા હૈ શબાબ ઉનકા - ભોલી - એસ ડી બાતિશ, ચંદુ શિવદાસાની, શમશાદ બેગમ - પંડિત ગોવીંદ રામ - ઈશ્વર ચંદ્ર કપૂર -

(ગીતની શ્રાવ્ય ડીજિટલ કૉપી નૅટ પર મળી નથી શકી.)

હસીનો કી અદાયે ભી... યે ભોલી સુરતવાલે - ચાર દિન - મોહમ્મદ રફી, એસ ડી બાતિશ, રાજકુમારી - શ્યામ સુંદર - શકીલ બદાયુની 
આ ગીતનું એક બીજું વર્ઝન ઇક઼બાલ, જોહરાબાઈ અંબાલેવાલી અને લતા મંગેશકરના સ્વરોમાં  પણ છે.
લારા લપ્પા લારા લપ્પા લાઈ રખવા - એક થી લડકી - મોહમ્મદ રફી, જી એમ દુર્રાની, લતા મંગેશકર - વિનોદ - અઝીઝ કશ્મીરી 
હમ ચલે દૂર હમ ચલે દૂર .. દિલ હુઆ ચૂર.. હૈયા હો - એક થી લડકી - મોહમ્મદ રફી, સતીશ બત્રા, લતા મંગેશકર , એક અજ્ઞાત ગાયક - વિનોદ - અઝીઝ કશ્મીરી 
નમસ્તેજી, નમસ્તેજી, હમારા તુમારા જીવન બીતે હંસતે હંસતે જી - નાચ - મોહમ્મદ રફી, જોહરાબાઈ અંબાલેવાલી, શમશાદ બેગમ - હુસ્નલાલ ભગતરામ નઝીમ પાનીપતી  
લબ પે ફરીયાદ હૈ, દિલ બરબાદ હૈ - નાચ - મોહમ્મદ રફી, ગીતા રોય - લતા મંગેશકર - હુસ્નલાલ ભગતરામ મુલ્કરાજ ભાકરી 
ક્યું કરતા મન જવાનીકા તુ એક બુલબુલા - નાચ - મોહમ્મદ રફી,ગીતા રોય, લતા મંગેશકર હુસ્નલાલ ભગતરામ - મુલ્કરાજ ભાકરી 
નમસ્તે (૪) પહલે તો હો ગઈ નમસ્તે - પતંગા - ચીતળકર, મોહમ્મદ રફી, મોહનતારા, શમશાદ બેગમ - સી રામચંદ્ર - રાજેન્દ્ર કૃષ્ણ 
મેરે ઘર આગે હૈ દો દો ગલીયાં - રિમઝિમ - કિશોરકુમાર, મોહના, શમશાદ બેગમ - ખેમચંદ પ્રકાશ - પી એલ સંતોષી 
મેરે પાસ આઓ મેરે ભોલે સજન - રોશની - ચીતળકર, મોહમ્મદ રફી, લતા મંગેશકર, શમશાદ બેગમ - સી રામચંદ્ર પી એલ સંતોષી 
કલીયોંમેં જવાની આયીં કલીયા લગી ફૂલને,ચીકબુમ ચીકબુમ, ચીકબુમ - રોશની - મોહમ્મદ રફી,ચીતળકર, શમશાદ બેગમ - સી રામચંદ્ર - પી એલ સંતોષી
હમ મસ્ત દિલોં કો લેકર ચલી મસ્તી મેં ચલી મોટર - સુનહરે દિન - ખાન મસ્તાના, જી એમ દુર્રાની, શમશાદ બેગમ, કલ્યાણી - જ્ઞાન દત્ત - શેખર એમ. એ.

૧૯૪૯નાં વર્ષનાં યુગલ ગીતોની સમૃધ્ધ અને (અહીં રજૂઆતની દૃષ્ટિએ)દીર્ઘ સફરનો અંત આવતા અંકે કરીશું