Thursday, February 9, 2017

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે : યુગલ ગીતો - પુરુષ-પુરુષ યુગલ ગીતો અને ત્રિપુટી/ત્રિપુટી+ગીતો



હિંદી ફિલ્મોમાં દરેક શક્ય સીચ્યુએશનને અનુરૂપ પુરુષ-પુરુષ યુગલ ગીતો પણ બનતાં જ રહ્યાં છે.સ્ત્રી-પુરુષ  યુગલ ગીતો જેટલી લોકપ્રિયતા તો અપેક્ષિત ન જ હોય, પણ સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોના પ્રમાણમાં પણ મોટા ભાગે લોકપ્રિયતા ઓછી મળી હોવા છતાં પણ પુરુષ-પુરુષ યુગલ ગીતોના પ્રકાર પર પ્રયોગો થતા જ રહ્યા છે.
૧૯૪૯નાં વર્ષમાં એક જ ફિલ્મમાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતનું બીજું પુરુષ-પુરુષ યુગલ ગીત વર્ઝન છે તે એક બહુ જવલ્લે થતો યોગાનુયોગ છે.
દુનિયાવાલો મુઝે બતાઓ ક્યા હૈ સચ્ચા પ્યાર - બાલમ - મોહમ્મદ રફી, એસ ડી બાતિશ - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી 

આપણે આ ગીતનું લતા મંગેશકર+સુરૈયાનું વર્ઝન સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોમાં સાંભળી ચૂક્યાં છીએ.

એ જ રીત એક જ જોડીનાં એક જ વર્ષમાં એકથી વધારે યુગલ ગીત હોય તેવું પણ માન ૧૯૪૯નાં વર્ષને ફાળે રહે છે.
હર ઐશ હૈ દુનિયામેં અમીરોંકી - કનીઝ - મોહમ્મદ રફી, એસ ડી બાતિશ - ગુલામ હૈદર - હસરત લખનવી
૧૯૪૯નું વર્ષ માત્ર આટલો જ રેકર્ડ  પોતાને અંકે કરીને સંતોષ માની લે તેમ નથી. આ વર્ષમાં મોહમ્મદ રફી અને મુકેશનાં પણ બે યુગલ ગીતો છે.
જલે જલનેવાલે હમકો જૈસે મોમબત્તી - ચિલ્મન - મોહમ્મદ રફી, મુકેશ - હનુમાન પ્રસાદ - પી એલ સંતોષી  
બાત તો કુછ ભી નહીં, દિલ હૈ કે ભર આયા - ઠેસ - મોહમ્મદ રફી, મુકેશ - સ્નેહલ (વી જી )ભાટકર - કિદાર શર્મા 
આ ઉપરાંત બીજાં પણ બે પુરુષ-પુરુષ ગીતો જોવા મળે છે જેની નેટપરથી સાભળવા મળી શકે તેવી વ્યવસ્થા નેટમિત્રો હજૂ સુધી કરી નથી શક્યા.
દિલકી બસ્તી અજીબ બસ્તી હૈ - ભૂલ ભૂલૈયા - એ આર ઓઝા, ભોલા - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર
તેરી જુરુવા લગે ભોલી હો રાજા - શોહરત - મોહમ્મદ રફી, ખાન મસ્તાના - અઝીઝ (હિન્દવી) - ગુલશન જમાન
ત્રિપુટી/ત્રિપુટી+ગીતો
હિંદી ફિલ્મોમાં ત્રિપુટી કે ત્રિપુટી+ ગીતોનું પણ એક ચોક્કસ સ્થાન રહ્યું છે. આ પ્રકારનાં ગીતોમાંના બહુ મોટી સંખ્યામાં ગીતો ખાસ્સાં લોકપ્રિય પણ થતાં રહ્યાં છે. સંખ્યા અને લોકપ્રિયતા અમે બન્ને દૃષ્ટિએ ૧૯૪૯ પણ અપવાદ નથી.
છલ્લા દે તેરી નિશાની તેરી મહેરબાની - બાઝાર - મોહમ્મદ રફી, સતીશ બત્રા, શમશાદ બેગમ, - શ્યામ સુંદર - ક઼મર જલાલાબાદી 
શર્માને હસીનો કો આયા હૈ શબાબ ઉનકા - ભોલી - એસ ડી બાતિશ, ચંદુ શિવદાસાની, શમશાદ બેગમ - પંડિત ગોવીંદ રામ - ઈશ્વર ચંદ્ર કપૂર -

(ગીતની શ્રાવ્ય ડીજિટલ કૉપી નૅટ પર મળી નથી શકી.)

હસીનો કી અદાયે ભી... યે ભોલી સુરતવાલે - ચાર દિન - મોહમ્મદ રફી, એસ ડી બાતિશ, રાજકુમારી - શ્યામ સુંદર - શકીલ બદાયુની 
આ ગીતનું એક બીજું વર્ઝન ઇક઼બાલ, જોહરાબાઈ અંબાલેવાલી અને લતા મંગેશકરના સ્વરોમાં  પણ છે.
લારા લપ્પા લારા લપ્પા લાઈ રખવા - એક થી લડકી - મોહમ્મદ રફી, જી એમ દુર્રાની, લતા મંગેશકર - વિનોદ - અઝીઝ કશ્મીરી 
હમ ચલે દૂર હમ ચલે દૂર .. દિલ હુઆ ચૂર.. હૈયા હો - એક થી લડકી - મોહમ્મદ રફી, સતીશ બત્રા, લતા મંગેશકર , એક અજ્ઞાત ગાયક - વિનોદ - અઝીઝ કશ્મીરી 
નમસ્તેજી, નમસ્તેજી, હમારા તુમારા જીવન બીતે હંસતે હંસતે જી - નાચ - મોહમ્મદ રફી, જોહરાબાઈ અંબાલેવાલી, શમશાદ બેગમ - હુસ્નલાલ ભગતરામ નઝીમ પાનીપતી  
લબ પે ફરીયાદ હૈ, દિલ બરબાદ હૈ - નાચ - મોહમ્મદ રફી, ગીતા રોય - લતા મંગેશકર - હુસ્નલાલ ભગતરામ મુલ્કરાજ ભાકરી 
ક્યું કરતા મન જવાનીકા તુ એક બુલબુલા - નાચ - મોહમ્મદ રફી,ગીતા રોય, લતા મંગેશકર હુસ્નલાલ ભગતરામ - મુલ્કરાજ ભાકરી 
નમસ્તે (૪) પહલે તો હો ગઈ નમસ્તે - પતંગા - ચીતળકર, મોહમ્મદ રફી, મોહનતારા, શમશાદ બેગમ - સી રામચંદ્ર - રાજેન્દ્ર કૃષ્ણ 
મેરે ઘર આગે હૈ દો દો ગલીયાં - રિમઝિમ - કિશોરકુમાર, મોહના, શમશાદ બેગમ - ખેમચંદ પ્રકાશ - પી એલ સંતોષી 
મેરે પાસ આઓ મેરે ભોલે સજન - રોશની - ચીતળકર, મોહમ્મદ રફી, લતા મંગેશકર, શમશાદ બેગમ - સી રામચંદ્ર પી એલ સંતોષી 
કલીયોંમેં જવાની આયીં કલીયા લગી ફૂલને,ચીકબુમ ચીકબુમ, ચીકબુમ - રોશની - મોહમ્મદ રફી,ચીતળકર, શમશાદ બેગમ - સી રામચંદ્ર - પી એલ સંતોષી
હમ મસ્ત દિલોં કો લેકર ચલી મસ્તી મેં ચલી મોટર - સુનહરે દિન - ખાન મસ્તાના, જી એમ દુર્રાની, શમશાદ બેગમ, કલ્યાણી - જ્ઞાન દત્ત - શેખર એમ. એ.

૧૯૪૯નાં વર્ષનાં યુગલ ગીતોની સમૃધ્ધ અને (અહીં રજૂઆતની દૃષ્ટિએ)દીર્ઘ સફરનો અંત આવતા અંકે કરીશું

No comments: