હિંદી ફિલ્મનાં
ગીતોમાં મારો લગાવ કંઈક અંશે યુગલ ગીતો તરફ વધારે રહ્યો છે. તેમાં ૧૯૪૯નાં યુગલ
ગીતોમાં વૈવિધ્ય, ગુણવત્તા, લોકપ્રિયતા અને ગાયકોની શૈલીમાં જે વિપુલતા છે તેને કારણે મને સૌથી
વધારે ગમતાં યુગલ ગીતો પસંદ કરવાનું જેટલું અઘરૂં બને છે એટલું જ આનંદદાયક પણ બની અર્હે છે.
પુરુષ-સ્ત્રી યુગલ ગીતો
અહીં મોહમ્મદ
તેમ જ મુકેશનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો વધારે જોવા મળે તેને મારી સંગીતની
મર્યાદિત સમજને કારણે સીમિત થતી પસંદગીની મર્યાદા ગણવા અનુરોધ છે.
મોહમ્મદ રફી + લતા મંગેશકર - યું તો આપસમેં બીગડતે રહતે હૈં, ખફ઼ા હોતે હૈં - અંદાઝ - નૌશાદ - મજરૂહ સુલ્તાનપુરી
મોહમ્મદ રફી + લતા મંગેશકર - અય દિલ ના મુઝે યાદ દિલા બાતેં પુરાની - સાવન આયા રે - ખેમચંદ પ્રકાશ - ભરત વ્યાસ
મુકેશ + લતા મંગેશકર - યે દુનિયા હૈ...યહાં દિલકા લગાના કિસકો આતા હૈ - શાયર - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
મુકેશ + શમશાદ બેગમ - તૂ મહલોંમેં રહનેવાલી, મૈં કુટીયામેં
રહનેવાલા - શબનમ - એસ ડી બર્મન - ક઼મર
જલાલાબાદી -
મુકેશ + ગીતા રોય - કિસ્મતમેં બીછડના થા હુઈ ક્યોં તુમસે મુલાકાત રે– શબનમ - એસ ડી બર્મન - ક઼મર જલાલાબાદી
ચીતળકર + શમશાદ બેગમ - મેરે પિયા ગયે રંગુન કિયા હૈ વહાં સે ટેલીફૂન - પતંગા - સી રામચંદ્ર - રાજેન્દ્ર કૃષ્ણ
કરણ દિવાન + લતા મંગેશકર - દુનિયા હમારે પ્યારકી યૂંહી જવાં રહે, મૈં ભી વહાં રહું જહાં સાજન મેરા રહે - લાહોર - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ
શ્યામ + સુરૈયા - તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, તૂં મેરા રાગ મૈં તેરી રાગની - દિલ્લગી - નૌશાદ - શકીલ બદાયુની
શંકર દાસગુપ્તા + સુરૈયા - ચાહે કીતની કઠીન ડગર હો, હમ કદમ બઢાયેંગે
જાયેંગે - જીત - અનિલ બિશ્વાસ - પ્રેમ ધવન
અન્ય યુગલ ગીતો
સ્ત્રી-સ્ત્રી
યુગલ ગીતો અને ત્રિપુટી ગીતોમાંના ઘણાં ગીતો બહુ સાંભળેલાં ન હોવાને કારણે તેમનો
સારી રીતે પરિચય પણ હવે જ થઈ રહ્યો છે. એટલે આ ગીતોમાં પસંદગીનો માપદંડ ગીતોની આજ
સુધી બની રહેલી લોકપ્રિયતાને જ લીધો છે.
લતા મંગેશકર + પ્રેમલતા - છૂપ છૂપ ખડે હો ઝરૂર કોઈ બાત હૈ - બડી બહન - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી
જોહરાબાઈ અંબાલેવાલી + રાજકુમારી - છૂન છૂન ઘુંઘરીયાં બોલે, યે રાત ફિર ના
આયેગી, જવાની બીત જાયેગી - મહલ - ખેમચંદ પ્રકાશ - નક્શબ જરાચવી
મોહમ્મદ રફી, જી એમ દુર્રાની, લતા મંગેશકર - લારા લપ્પા લારા લપ્પા લઈ રખવા - એક થી લડકી - વિનોદ - અઝીઝ કશ્મીરી
આટલાં ગીતોમાંથી
મને સૌથી વધારે ગમેલાં ગીતો પસંદ કરવાનું હજૂ વધારે મુશ્કેલ બની ગયું છે. એટલે મેં
મોહમ્મદ રફી, મુકેશ
અને અન્ય એમ ત્રણ પ્રકારનાં યુગલ ગીતોમાંથી એકએક ગીત પર પસંદગી ઉતારી છે.
કરણ દિવાન + લતા મંગેશકર - દુનિયા હમારે પ્યારકી યૂંહી જવાં રહે, મૈં ભી વહાં રહું જહાં સાજન મેરા રહે - લાહોર - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ
Best songs of 1949: Wrap Up 4 માં સોંગ્સ ઑફ યોર દ્વાર બધાં મંતવ્યોને ધ્યાનમાં રાખીને તેમની
પોતાની પસંદગી રજૂ કરવામાં અવી છે.
૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે શ્રેણીના અંત રૂપે હવે પછીના અંકમાં આપણે મને સૌથી વધારે પસંદ પડેલા સંગીતકારોની વાત કરીશું
No comments:
Post a Comment