Showing posts with label Songs -1951. Show all posts
Showing posts with label Songs -1951. Show all posts

Friday, June 6, 2014

૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો : ચર્ચાને એરણે - શ્રેષ્ઠ સ્ત્રી પાર્શ્વગાયક - લતા મંગેશકર



વર્ષ ૧૯૫૧ લતા મંગેશકરનાં ગીતો માટે કદાચ સહુથી વધારે યાદગાર વર્ષોમાં મોખરે રહેવાનું શ્રેય ધરાવી શકે છે.
અનિલ બિશ્વાસ                      - આરામ          - બલમવા નાદાન.. બલમવા જા જા જા
                                                 - બડી બહૂ       - બદલી તેરી નઝર તો નઝારે બદલ ગયે
                                                 - તરાના           - બેઈમાન તોરે નૈનવા નિંદીયાં ન આયે
                                                                         -  મોસે રૂઠ ગયો, મોરા સાંવરિયા
શંકર - જયકિશન                    - આવારા         - જબ સે બલમ ઘર આયે
                                                                         - આ જાઓ તડપતે હૈં અરમાં
                                                                         - એક બેવફા સે પ્યાર કિયા, ઉસસે નઝરકો ચાર કિયા
                                                 - બાદલ           - દો દિન કે લિયે મહેમાન યહાં
                                                                         -  આજ માને, આજ માને ના મોરા જિયા
                                                                         -  ઉનસે પ્યાર હો ગયા
                                                 - કાલી ઘટા     - હમ સે ન પૂછો કોઇ પ્યાર ક્યા હૈ
                                                 - નગીના         - તૂને હાયે મેરે ઝખ્મ-એ-જીગરકો છૂ લિયા
                                                                        - કૈસી ખુશી કી રાત, બલમ મેરે સાથ જિયા લહરાયે રે
                                                                        - હમસે કોઇ પ્યાર કરો
મદન મોહન                          - અદા          - સાંવરી સૂરત મન ભાયી રે પિયા
                                                                        -  પ્રિતમ મેરી દુનિયામેં દો દિન તો રહે હોતે
હુસ્નલાલ - ભગતરામ             - અફસાના     - ખુશીયોં કે દિન મનાયે જા.. અભી તો મૈં જવાન હૂં
                                                                        - વો પાસ ભી રહકર પાસ નહીં, હમ દૂર ભી રહકર દૂર રહેં
સી. રામચન્દ્ર                      - અલબેલા    - બલમા બડા નાદાન રે
                                                                      - ધીરે સે આજા રી અખિયનમેં નિંદિયાં આજા તૂ આજા
                                                                      - દિલ ધડકે નઝર શરમાયે તો સમઝો પ્યાર હો ગયા
એસ ડી બર્મન                - બુઝદીલ     - ઝન ઝન ઝન ઝન પાયલ બાજે
                                                                     - રોતે રોતે ગુઝર ગયી રાત રે
                                                - નૌજવાન    - ઠંડી હવાયેં, લહરા કે આયેં
                                                                     - દિલકા દર્દ ન જાને દુનિયા, જાને દિલ તડપાના
                                                 - સઝા        - તુમ ન જાને કિસ જહાં મેં ખો ગયે
નૌશાદ                        - દીદાર      - લે જા મેરી દુઆએં લે જા પરદેશ જાનેવાલે
                                                                     - તૂ કૌન હૈ કહ દે બાલમ
                                                                     - દુનિયાને તેરી દુનિયાવાલે સુખચૈન હમારા છીન લિયા
                                                - જાદૂ         - ગિન ગિન તારે મૈં હાર ગઈ રાતકો
                                                                     - લો પ્યારકી હો ગઈ જીત બલમ હમ તેરે હો ગયે
સજ્જાદ હુસૈન                 - સૈંયાં       - ખયાલોમેં તુમ હો
                                                 - હલચલ    - એક ઝૂઠી સી તસલ્લી વો મુઝે દે કે ચલે
                                                                     - આજ મેરે નસીબને મુઝકો રૂલા દિયા
                                                                      - હાયે સદકે તેરે ઓ બાંકે મેરે
રોશન                        - હમ લોગ     - બહે અખિયોંસે ધાર, જિયા મેરા બેકરાર
                                                                      - છુન છુન બાજે પાયલ મોરી, આ જા ચોરી ચોરી
                                                                      - ચલી જા... છોડ કે દુનિયા, ગમોંકી દુનિયા
                                                - મલ્હાર        - ગરજત બરસત ભીજત (શીર્ષક ગીત)
જમાલ સેન                   - શોખીયાં      - સપના બન સાજન આયે  
લતા મંગેશકર સિવાયની સ્ત્રી પાર્શ્વગાયિકાઓમાં આ ગીતોની ટક્કર લઇ શકે તેવાં ગીતો માત્ર બાઝી (ગીતા દત્ત) અને બહાર (શમશાદ બેગમ)નાં ગીતો જ ગણી શકાય છે.  આ બંને ફિલ્મો એસ ડી બર્મને સ્વરબધ્ધ કરેલ છે.
આમ લતા મંગેશકરનું પ્રથમ હરોળના બધા જ સંગીતકારોની સાથે સ્થાન નિશ્વિત બની ચૂકેલું જણાય છે.
આ બધાં જ ગીતોમાંથી મારી પસંદનુ શ્રેષ્ઠ ગીત પસંદ કરવું એ  અતિશય કપરૂં હે એમ કહેવું તો સહેલું છે..... એટલે સામાન્ય રીતે બહુ સાંભળવા ન મળતું હોય, પણ અચાનક યાદ આવી જ ગયા કરતું હોય તેવાં ગીત - તૂને હાયે મેરે ઝખ્મ-એ-જીગરકો છૂ લિયા -પર આજે પસંદગી ઉતારીશ.

ખુશીયોં કે દિન મનાયે જા.. અભી તો મૈં જવાન હૂં નાં ચીરયૌવન માટે તો એ ગીતને વારંવાર સાંભળીને જ ન્યાય થઇ શકે.

Monday, June 2, 2014

૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો : ચર્ચાને એરણે - શ્રેષ્ઠ સ્ત્રી પાર્શ્વગાયક - લતા મંગેશકર સિવાયનાં ગાયકો





આપણા મિત્ર શ્રી એન. વેંકટરામન તેમની આંકડાકીય સમીક્ષામાં જણાવે છે કે ૧૯૫૧નાં વર્ષનાં કુલ ગીતો પૈકી  લગભગ ૫૦ ગીતો સ્ત્રી-એકલ-ગીતો છે. તેમાંથી પણ ૪૦ % જેટલાં ગીતો તો લતા મંગેશકરના ફાળે જાય તેવાં પગરણ તો ૧૯૫૧થી જ દેખાવા લાગ્યાં છે.
બાકીનાં ૬૦ % ગીતોમાં શમશાદ બેગમ, ગીતા દત્ત અને આશા ભોસલેને ફાળે, ત્રણે ય મળીને, ૩૫ % ગીતો અંકે થયેલાં જોવા મળે છે. સુરૈયા અને સુલોચના કદમને ફાળે ૮ % જેટલાં ગીતો હતાં, જ્યારે બીજાં ૧૦ % અમીરબાઇ કર્ણાટકી, માલતી પાંડે, મીના કપૂર, રાજ કુમારી, મુબારક બેગમ અને ઉમાદેવી એમ છ ગાયિકાઓને ફાળે રહ્યાં છે.બાકી રહેલ ૭ % ગીતો ૨૫ અન્ય ગાયિકાઓ ગાયાં છે. બધું મળીને ૩૭ જેટલી ગાયિકાઓ કાર્યરત રહેલ છે.
આજે આપણે લતા મંગેશકર સિવાયની સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં નોંધપાત્ર ગીતોની વાત કરીશું.
પારૂલ ઘોષ -     પન્નાલાલ ઘોષ - આંદોલન          - પ્રભુ ચરણોંમેં આયા પુજારી
શમશાદ બેગમ - શંકર જયકિશન - આવારા         - એક દો તીન આ જા મૌસમ હૈ રંગીન
                         - એસ ડી બર્મન   - બહાર               - દુનિયા કા મઝા લે લો
                         - સજ્જાદ હુસૈન - સૈયાં                   - મેરી જાન મુહબ્બત કરો ચુપકે ચુપકે
ગીતા દત્ત           - એસ ડી બર્મન - બાઝી              - આજ કી રાત પિયા દિલ ન તોડો
સુલોચના કદમ    - પ્રેમ નાથ         - બડે ભૈયા       - ઘડી ઘડી દિલ ભર આયે
                                                                                  - સદા ખુશ રહે તૂ
                              -શમી                    - દામાદ        - દિલ મેરા ચૈન ન પાયે
                              - શ્યામ સુંદર      - મુખડા            - અખિયાં મિલાકે અખિયોંકી નીંદ ચુરા કે ન જા
રાજકુમારી            - અનિલ બિશ્વાસ - બડી બહૂ         - રમય્યા બિન નીંદ ન આવે
                            -  સજ્જાદ હુસૈન        - હલચલ          - કોઇ કિસ તરહ રાઝ  ઉલ્ફત કો છિપાયે
સુરૈયા                   - અનિલ બિશ્વાસ - દો સિતારે     - હો મેરે દિલકી ધડકન મેં યે કૌન સમા ગયા
                             - જમાલ સેન     - શોખિયાં             - રાતોં કી નીંદ છીન લી
અમીરબાઇ કર્ણાટકી - જ્ઞાન દત્ત   - ઘાયલ            - યે નઝરેં યે નઝરેં મિલાકર બચાકર તો દેખો
આશા ભોસલે     - નિસાર બઝ્મી – ગઝબ              - નઝર મિલા કે મુસ્કા કે
સંધ્યા મુખર્જી     - એસ ડી બર્મન - સઝા                - યે બાત કોઇ સમઝાએ રે
આ સમગ્ર યાદી જોતાં લતા મગેશકરનાં આધિપત્યને પડકારવા માટે જ બીજી ગાયિકાઓનાં ગીતો અહીં મૂક્યાં છે તેવું કદાચ જણાશે ! મહદ્‍ અંશે, એ વાતમાં તથ્ય પણ જણાય છે.
'૫૦નો દાયકો પૂરો થતાં સુધીમાં તો લતા મંગેશકરની ઇજારાશાહી રંગ લાવતી જણાય છે. અન્ય ગાયિકાઓને, મોટા ભાગે, તે સમયના પ્રથમ પંક્તિમાં ન હોય તેવા સંગીતકારો જ પસંદ કરે - તેમને ફાળે આવેલી ફિલ્મોનાં બજૅટ પણ ટાંચાં જ હોય, તેથી લતા મંગેશકરની  કીમત અને વ્યસ્તતાને કારણે તેઓએ બીજા વિકલ્પ શોધવા જ પડે -  એ ચલણ પણ પ્રસ્થાપિત થતું જણાય છે ? જો કે એમ થવા છતાં કુલ્લ સ્રી પાર્શ્વગાયિકાઓ વડે ગવાયેલાં ૬૦ % ગીતોમાંથી, માત્ર ગીતા દત્ત (એસ ડી બર્મનનાં સંગીત સાથે 'બાઝી') અને શમશાદ બેગમ(એસ ડી બર્મનનાં સંગીત સાથે 'બહાર' અને 'આવારા'નું એક માત્ર ગીત) લોકપ્રિયતાનો માપદંડ પણ પસાર કરી શકે તે વાતનું આશ્ચર્ય રહે છે.
ગીતા દત્ત અને શમશાદ બેગમનાં આ લોકભોગ્ય બનેલાં ગીતો લતા મંગેશકરના સ્વરની એકાદ નબળી કડીનો લાભ લઇ રહ્યાં હોય તેમ પણ બન્યું હશે? આવતાં વર્ષોમાં આશા ભોસલેએ લતા મંગેશકર સાથે સ્પર્ધા કરવાને બદલે, તેમના સ્વરની રેંજમાંની એ નબળી કડીને દ્વિપક્ષી ઇજારાશાહીમાં પોતાનું સ્થાન બીજે નંબરે નિશ્ચિત કરવામાં વાપરી એમ પણ કહી શકાય ખરૂં?
આવી ચર્ચા તો સંગીતનું જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ જ કરી શકે, આપણી પાસે તો કંઇક પ્રશ્નો અને તેમના સંભવિત જવાબો હોઇ શકે.
આ ઉપરાંત ૧૯૫૧નાં વર્ષમાં એક એવી ફિમ પણ જોવા મળે છે જેનાં (એક સિવાય) બધાં જ સ્ત્રી-એકલ-ગીતો મુબારક બેગમે ગાયાં હોય.
 ફિલ્મ છે  -ફૂલોં કે હાર, અને તેના સંગીતકાર છે - હંસરાજ બહલ. અને એ ગીતો છે :


            [નોંધ :એક ગીત સિવાય અન્ય ગીતોની વેબ કડી મળી નથી.]
આ ઉપરાંત ફિલ્મમાં મુબારક બેગમનાં બે યુગલ ગીતો છે. શમશાદ બેગમના અવાજમાં એક એક્લ ગીત અને સાથીઓ સાથેનાં બે ગીતો છે.