Showing posts with label Songs of 1943. Show all posts
Showing posts with label Songs of 1943. Show all posts

Thursday, November 10, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - જયશ્રી, બેબી માધુરી, વિશ્ની લાલ, વાસંતી, ગૌહર સુલ્તાના અને અન્ય ગાયિકાઓ

 

જયશ્રીનાં સૉલો ગીતો

વર્ષ ૧૯૪૩નાં બે સૉલો ગીતો = જીવનકી નાવ ના ડોલે, હાં તેરે હૈ તેરે હવાલે અને મેરે બાબાને બાત મેરી સુન લી (શકુંતલા)  Memorable Songs of 1943માં આવરી લેવાયાં છે.

કમલ હૈ મેરે સામનેકમલ હૈ મેરે સાથ - શકુંતલા - ગીતકાર: દીવાન શરાર - સંગીત: વસંત દેસાઈ

ઝૂલુંગી ઝૂલુંગી જીવન ભર તે જીવન ઝૂલા  - શકુંતલા ગીતકાર: રતન પિયા - સંગીત: વસંત દેસાઈ

બેબી માધુરીનાં સૉલો ગીતો

ઔરત હૈ એક કહાની - વિશ્વાસ - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: ફિરોઝ નિઝામી

ભોજન કે નજારે હૈ = વિશ્વાસ - ગીતકાર: મુન્શી શામ જિલાની સંગીત: ફિરોઝ નિઝામી

વિશ્ની લાલનાં સૉલો ગીતો

બરબાદ હૈ હમ, યે કિસ્મત હમારી - ચિરાગ - ગીતકાર: પંડિત ઈન્દ્ર  - સંગીત: ખેમચંદ પ્રકાશ

જોગન તેરી નગરી કહાં, તુ કૌન સી ગલીયાં ચલી - ક઼ુરબાની - ગીતકાર: વલી સાહબ - સંગીત: ખેમચંદ પ્રકાશ

વાસંતીનાં સૉલો ગીતો

કહાં કાલા કાલા, મૈં તેરા મતવાલા બંસરીવાલા - ભક્ત રાજ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: સી રામચંદ્ર

હિંદિ ફિલ્મ ગીત કોશની નોંધ મુજબ આ ગીત ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું.

કૈસા સુંદર સમા સુહાના, આહા આહા - ભક્ત રાજ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: સી રામચંદ્ર

ગૌહર સુલ્તાનાનાં સૉલો ગીતો 

શબનમ ક્યું નીર બહાયે (ઈશારા) Memorable Songs of 1943માં આવરી લેવાયું છે.

હમેં ગમ દે કે ન જાઓ સાજન, મોરે આઓ સાજન - ઈશારા - ગીતકાર: ડી એન મધોક - સંગીત: ખુર્શીદ અન્વર

મીનાક્ષીનાં સૉલો ગીતો - આંખ મિલતે હી મોહબ્બત હો ગઈ, પ્યાર કરને કો તૈયાર  અને બીજલી ચમકને લગી, લગી રામા બીજલી ચમકને લગી (આંખકી શર્મ - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત:  વસંત દેસાઈ)  Memorable Songs of 1943માં આવરી લેવાયાં છે.

વર્ષ ૧૯૪૩ માટેનાં સ્ત્રી સૉલો ગીતોની હવે લાંબી પુંછડી આવી રહી છે.

જે ગાયિકાઓનાં માત્ર એક  જ સૉલૉ ગીત મળી શકયાં છે તે આ મુજબ છે.

કે સુંદરમાનું  સૉલો ગીત એક બેવફાસે પ્યાર કિયા, હાય યે ક્યા કિયા (દુનિયા દિવાની - ગીતકાર: અર્શદ ગુજરાતી - સંગીત: કે નારાયણ) Memorable Songs of 1943માં આવરી લેવાયું છે. આ જ ફિલ્મનું બીજું એક સૉલો ગીત, ઉમ્મીદ નહીં વસી સે દિલશાદ કરેંગે - નથી મળી શક્યું.

વૃજમાલા - સાંવરે સતા ના, બાંસરી બજા ના - ગૌરી - ગીતકાર: કેદાર શર્મા - સંગીત: ખેમચંદ પ્રકાશ 

અંજલી દેવી - યે કૈસા હૈ ધરમ તુમ્હારા, યે કૈસા ઈન્સાન - આગે કદમ - ગીતકાર: કૈલાશ મતવાલા - સંગીત: માસ્ટર માધવ લાલ / રામચંદ્ર પાલ (?)

કલ્યાણી - ક્યોં દિલ મીલા હમારા જવાબ દો - કોશિશ - ? - સંગીત: બશીર દહલવી

તે ઉપરાંત આ સૉલો ગીતો - મનુઆ કાહે ફિર તડપાયે - બિનોતા રોય (ગીતકાર: અખ્તર ચુગતાઈ), અલબેલા મસ્તાના એક હંસ કા જોડા - સુપ્રોવા સરકાર (ગીતકાર: પંડિત ભુષણ) અને  જીવન હૈ બેકાર બીના તુમ્હારે - અજ્ઞાત ગાયિકા (બધા ગીતોઃ ફિલ્મ વાપસ; સંગીત: આર સી બોરાલ)  માં આવરી લેવાયાં છે.

આ ઉપરાંત મુમતાઝ શાન્તી (બદલતી દુનિયા - ૩ ગીતો), શાન્તા આપ્ટે (દુહાઈ - ૨ ગીતો), ગૌહર સુલ્તાના (ઇશારા - ૩ ગીતો), રમોલા (મનચલી - ૩ ગીતો), આરતી બોઝ અને દીન અગાંધી,(બન્નેનાં પરાયા ધન માટે એક એક ગીતો)  જેવાં ગાયિકાઓ જેમનાં ગીતો હિંદી ફિલ્મ ગીત કોશમાં નોંધાયા હોવા છતાં યુ ટ્યુબ પર અપલોડ કરનાર વર્ગની બહુ જુનાં ગીતો મેળવી શકવાની બહુ આશ્ચર્યજનક ક્ષમતાની પહોંચની બહાર રહી જવા પામ્યાં છે.

વળી, આ ઉપરાંત પણ હજુ કોઈ રડ્યાંખડ્યાં સ્ત્રી સૉલો ગીત મારી નજરમાં ન આવ્યાં હોય તેમ બનવાની શકયતા પણ છે. પરંતુ, ૧૯૪૩ નાં વર્ષ માટેનાં મારાં સાવ નગણ્ય જ્ઞાનની તે મર્યાદા સ્વીકારીને ૧૯૪૩ નાં સ્ત્રી સૉલો ગીતોની એરણે લીધેલી આ ચર્ચાને અહીં પુરી કરૂં છું.

Thursday, November 3, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - માધુરી, જહાંઆરા કજ્જન, રામ દુલારી

માધુરીનાં  સૉલો ગીતો

હિંદી ફિલ્મ ગીત કોશમાં વર્ષ ૧૯૪૩ માટે જે કંઈ ગીતો માધુરીનાં નામે દર્શાવાયાં છે તે બધાં ગીતો યુ ટ્યુબ પર અપલોડ કરનાર શાલિન ભટ્ટ રાજ્કુમારીના સ્વરમાં છે તેમ જણાવે છે.

'વકીલ સાહબ'નું એક ગીત ડિજિટલ સ્વરૂપમાં નથી મળ્યું.

ચરનોંકી દાસી હું મૈં, ઘર કી લાજ સંભાલુંગી - વકીલ સાહબ – ગીતકાર: ? – સંગીત: પી. મધુકર

આયા આયા ખુશીકા દિન આયા  - વકીલ સાહબ – ગીતકાર: ? – સંગીત: અન્ના સાહેબ મૈંકર / પી. મધુકર (?)

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયકો તરીકે માધુરી અને ખાન મસ્તાના દર્શાવાયાં છે, પરંતુ આ ક્લિપમાં સ્ત્રી ગાયિકા (રાજકુમારી?) અને સાથીઓના સ્વર જ સાંભળવા મળે છે.

હંસ લે હંસ લે મન તુ હંસ લે - વકીલ સાહબ – ગીતકાર: ? – સંગીત: અન્ના સાહેબ મૈંકર / પી. મધુકર (?)

દિયા સલાઈ  ….લાઉં દિયાસલાઈ - વકીલ સાહબ – ગીતકાર: ? – સંગીત: અન્ના સાહેબ મૈંકર / પી. મધુકર (?)

જહાંઆરા કજ્જનનાં  સૉલો ગીતો

હિંદી ફિલ્મ ગીતકોશમાં મિસ કજ્જન તરીકે નામ દર્શાવાયું છે.

કાહે નેહા લગાએ સૈંયા અને તુમ્હરે દર્શન કો નૈના તરસ ગયે (પ્રાર્થના, સંગીત સરસ્વતી દેવી)  Memorable Songs of 1943 માં આવરી લેવાયાં છે.

આજા સાજન આજા સાજન સુની સિજરીયા - પ્રાર્થના  - ગીતકાર: ડૉ. સફદર 'આહ' – સંગીત: સરસ્વતી દેવી 

મોહબ્બત કા રાસ્તા દિખાયા હોતા - પ્રાર્થના  - ગીતકાર: ડૉ. સફદર 'આહ' – સંગીત: સરસ્વતી દેવી

એક ધુંધલા સા મોહબ્બત કા હૈ નક્શા બાકી - પ્રાર્થના  - ગીતકાર: ડૉ. સફદર 'આહ' – સંગીત: સરસ્વતી દેવી

રામ દુલારીનાં  સૉલો ગીતો

દર્દ-એ-ગમ ઉલ્ફત સે લબ્રેજ હૈ પૈમાના, આંખોસે કોઈ પઢ ના લે - મનચલી - ગીતકાર: જી એ ચિસ્તી  /કશ્યપ (?) - સંગીત: જી એ ચિસ્તી

ચાહના હમકો તો ઉસે ચાહિયે, વો હમેં ચાહે તો ફિર ક્યા ચાહિયે - મનચલી - ગીતકાર: જી એ ચિસ્તી  /કશ્યપ (?) - સંગીત: જી એ ચિસ્તી

મેરા જો હાલ હો સો હો, બર્ક઼-એ-નજ઼ર ગીરાયે જા - મનચલી - ગીતકાર: જી એ ચિસ્તી  /કશ્યપ (?) - સંગીત: જી એ ચિસ્તી

Thursday, October 20, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - સ્નેહાપ્રભા પ્રધાન, નિર્મલા, રાધારાની

 સ્નેહાપ્રભા પ્રધાનનાં સૉલો ગીતો

આ નયા તરાના ગાયેં, આ જગમેં આગ લગાએ - ભાગ ૧ અને ૨ - નયા તરાના - કોરસ સાથે - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી

યાદ કોઈ આ રહા હૈ - નયા તરાના - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી

મેરે પ્રાણોંમેં બસ કે રહે, નૈનોં સે દૂર ક્યું - નયા તરાના - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી

આઈ મીરા પ્રભુ કે પાસ, નૈનન કે સાગર મેં લેકર દર્શનકી પ્યાસ - નયા તરાના - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી

નિર્મલાનાં સૉલો ગીતો

૧૯૪૩નાં વર્ષ માટે નિર્મલાનું એક સૉલો ગીત - ઓ મોરે સૈયાં, જિયા કલ્પાયે ચૈન ન આ યે (કાનુન) - ઇન્ટરનેટ પર નથી મળી શક્યું.

બોલો બોલો રે સજનવા મૈં તેરી ક્યા - કાનુન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

સુનો ફરિયાદ મેરી સુનો ફરિયાદ મેરી - કાનુન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

સૈયાં ખડે મોરે દ્વાર કાર કરૂં કા કરૂં - કાનુન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

રાધા રાનીનાં સૉલો ગીતો

૧૯૪૩નાં વર્ષ માટે રાધા રાનીએ 'પરાયા ધન' માટે ગાયેલં ૫ સૉલો ગીતો ઇન્ટરનેટ પર નથી મળી શક્યાં.

મનમોહન મુખડા મોડ ગયે ઔર બસે બિદેસ, રોતી વૃશભાન કુમારી (કાશીનાથ) Memorable Songs of 1943 માં સમાવી લેવાયું છે. 

મેરે દુખોંકી રૈના કટી, સુખ ચૈન ભરી ભોર સુહાની આઈ રે - કાશીનાથ - ગીતકાર: પંડિત ભુષ્ણ - સંગીત: પંકજ મલ્લિક

બન કે પંછી  …. તુમ કિસ ઔર સિધારે - કાશીનાથ - ગીતકાર: પંડિત ભુષ્ણ - સંગીત: પંકજ મલ્લિક

હિંદી ફિલ્મ ગીત કોશમાં આ ગીત માટેનાં ગાયિકાની ઓળખ નથી કરાઈ.

Thursday, October 13, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - શમશાદ બેગમ

શમશાદ બેગમનાં સૉલો ગીતો

વર્ષ ૧૯૪૩ માટે શમશાદ બેગમનાં બે સૉલો ગીતો - બલમવા રે, સજનવા રે અને જબ સે નૈના સે નૈના લાગે (પૂંજી, સંગીત ગુલામ હૈદર) Memorable Songs of 1943 માં આવરી લેવાયાં છે.

હુસ્ન કી યે મહેરબાની ફિર કહાં - પગલી – ગીતકાર: ક઼મર જલાલાબાદી / મેલારામ 'વફ઼ા' (?) – સંગીત: અમીર અલી 

ઉમ્મીદ તડપતી હૈ, રોતી હૈ તમન્નાએં - પગલી – ગીતકાર: ક઼મર જલાલાબાદી / મેલારામ 'વફ઼ા' (?) – સંગીત: અમીર અલી

હિંદી ફિલ્મ ગીત કોશ શમશાદ બેગમને ગાયિકા તરીકે નોંધે છે, જ્યારે હિંદી ગીતમાલા નસીમ અખતરને ગાયિકા તરીકે નોંધે છે.

ઓ ભુલનેવાલે મૈં તુઝે કૈસે ભુલાઉં  - પગલી – ગીતકાર: ક઼મર જલાલાબાદી / મેલારામ 'વફ઼ા' (?) - સંગીત: પંડિત ગોવિંદ રામ

ગા રી સખી મન કે તારાનોં સે - પગલી - ગીતકાર: આરઝૂ લખનવી - સંગીત:રશીદ અત્રે

અપલોડર Melody is Queen - RAJAએ દર્શાવેલ ગીતકાર અને સંગીતકાર અહીં દર્શાવેલ છે.

અબ કોઈ  ટૂટે દિલ કા સહારા ન રહા - પૂંજી - ? - સંગીત: ગુલામ હૈદર

હિંદી ફિલ્મ ગીત કોશે ગાયિકાની નોંધ નથી બતાવી, એટલે અહીં અપલોડર  Melody is Queen - RAJA દ્વારા દ્રશાવેલ ગાયિકા સ્વીકારી લીધેલ છે.

ગાડી વાલે દુપટ્ટા ઉડા જાએ - પૂંજી - સાથીઓ સાથે -? - સંગીત: ગુલામ હૈદર

ઝલક દીખા કર છીપી ચાંદની - પૂંજી - ? - સંગીત: ગુલામ હૈદર

શીશે કે નહીં ટુકડે, ટુકડે હૈ મેરે દિલ કે - પૂંજી - ? - સંગીત: ગુલામ હૈદર

બાબુ દરોગાજી કૌન કસૂર પર ધર લે સૈંયા મોર- તક઼દીર - ગીતકાર: માઈકલ કાદરી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ

મેરા મૈકા હુઆ સસુરાલ મોહે દોનોં તરફ કા ખયાલ - તક઼દીર - ગીતકાર: માઈકલ કાદરી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ

Thursday, October 6, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - નૂરજહાં, સુરૈયા, ખુર્શીદ

 નૂરજહાંનાં સૉલો ગીતો

વર્ષ ૧૯૪૩ માટે નુર જહાંના 'દુહાઈ'નાં બે અને 'નાદાન;નાં (એક જોડીયાંગીત સહિતનાં) ત્રણ સૉલો ગીત યુ ટ્યુબ પર મળી નથી શક્યાં, તો Memorable Songs of 1943 માં 'નાદાન'નાં દિલ દું કે ના દું અને રોશની અપની ઊમંગો કી મિટાકર ચલ દિયે આવરી લેવાયાં છે.

અબ તો નહીં દુનિયા મેં કહીં અપના ઠિકાના - નાદાન - ગીતકાર: જિયા સરહદી - સંગીત: દત્તા કોરેગાંવકર


એક અનોખા ગમ એક અનોખી મુસીબત હો ગયી - નાદાન - ગીતકાર: જિયા સરહદી - સંગીત: દત્તા કોરેગાંવકર

જિન્હેં કરના થા આબાદ વો બરબાદ હૈ - નૌકર - ગીતકાર: અખ્તર સેરાની - સંગીત: રફીક઼ ગઝનવી



સુરૈયાનાં સૉલો ગીતો

વર્ષ ૧૯૪૩ માટે સુરૈયાનાં એક તુ હો એક મૈં હું ઔર નદીકા કિનારા હો (કાનુન), આ મોરે સાંવરે સૈંયા મોરા જિયા લહરાયે અને મોરી ગલી, મોરે રાજા મોરી કસમ આજા રે (સંજોગ) Memorable Songs of 1943માં આવરી લેવાયાં છે.

'કાનુન'અને'સંજોગ' માટે નૌશાદે સુરૈયાનો સ્વર મહેતાબ માટે પાર્શ્વ ગાયન તરીકે પ્રયોજેલ છે. આજે હવે કદાચ નવાઈ લાગે પણ ૧૯૪૩માં સુરૈયા માત્ર ૧૩ વર્ષનાં હતાં અને મહેતાબ માંડ ૧૭-૧૮ વર્ષનાં.

પનઘટ પે, પનઘટ પે મુરલિયા બાજે - ઈશારા - ગીતકાર: ડી એન મધોક - સંગીત: ખુર્શીદ અન્વર

કોઈ ચુટકી સી મેરે દિલ મેં લિયે જાયે - સંજોગ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

ખુર્શીદનાં  સૉલો ગીતો

વર્ષ ૧૯૪૩ માટે ખુર્શીદનાં કોયલિયા કાહે બોલે રી, મોરા નાજ઼ુક નાજ઼ુક જિયરા અને આંખોં કે ખેલ ખેલમેં આંખેં કોઈ ચુરાકે લે ગયા (નર્સ) અને અબ રાજા ભયે મોરે બાલમ વો દિન ભુલ ગયે, બરસો રે બરસો કાલે બદરવા, ઘટા ઘનઘોર મોર મચાયે શોર અને હો દુખીયા જિયરા રોતે નૈના (આ ગીતનું સંગીત બુલો સી રાનીએ આપ્યું હતું એમ હિંદી ફિલ્મ ગીત કોશ નોંધે છે. Memorable Songs of 1943માં આવરી લેવાયેલ છે. તદુપરાંત 'નર્સ'નું એક ગીત યુ ટ્યુબ પર મળેલ નથી.

કહાની બન ગયી મોરી તુમ સંગ આંખ મીલાની - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત

મેરે દિલ કી સુનો પુકાર, દિલ મોરા બોલ રહા હૈ - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત


Sunday, September 25, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - સરદાર અખ્તર, પારૂલ ઘોષ, લીલા સાવંત

 સરદાર અખ્તરનાં સૉલો ગીતો

હર ચીઝ યહાં કી હૈ તસલ્લી કા સહારા, તુમ પ્યારે જબ દિલ કો - ફેશન - ગીતકાર: આરઝુ લખનવી - સંગીત:  શાંતિ કુમાર

દિલકો દુખા કે બાર બાર, કહતે હૈ કે મુસ્કુરાયે જા - ફેશન - ગીતકાર: આરઝુ લખનવી - સંગીત:  શાંતિ કુમાર

કડવા ફલ નેકી કા નિકલા, ક્યા સમજ઼તે થે કયા નિકલા - ફેશન - ગીતકાર: આરઝુ લખનવી - સંગીત:  શાંતિ કુમાર

જો ન કિસી કા બન સકે - ફેશન - ગીતકાર: આરઝુ લખનવી - સંગીત:  શાંતિ કુમાર

પારૂલ ઘોષનાં સૉલો ગીતો

૧૯૪૩નાં વરષ માટે પારૂલ ઘોષનાં અય વાદ-એ-સબા ઈઠલાતી ન જા, મેરા ગુંચા-એ-દિલ તો સુખ ગયા અને મૈં ઉનકી બન જાઉં (હમારી બાત), પપીહા રે મેરે પિયા સે કહિયો જા (કિસ્મત), આયે ભી વો, ગયે ભી વો, ખત્મ ફસાના હો ગયા (નમસ્તે) એટલાં સૉલો ગીતો  Memorable Songs of 1943 માં આવરી લેવાયાં છે.

ચશ્મ-એ-પુરન્નમ બહા કે દેખ લિયા. હાલ-એ-દિલ સુના કે દેખ લિયા - મુસ્કુરાહટ - ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર - સંગીત: સી રામચંદ્ર

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયકના નામની નોંધ નથી, પણ જૂની ફિલ્મોનાં ગીતોના બહુ અભ્યાસી સદાનંદ કામથ આ ગીત પારૂલ ઘોષ વડે ગવાયેલું છે તેમ નોંધે છે.

દિલ લગે ના લગે, મોરા મન લગે ન લગે….નકટાઈવાલે બાબુ - નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

આઓ જી કભી આઓ જી…..દિલકે સિતાર પર તેરે ગીત ગાઉં મૈં - નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

આજ પહલું મેં દર્દ સા ક્યા હૈ - સવાલ - ગીતકાર: વલી સાહબ -  પન્નાલાલ ઘોષ

અજય યુવરાજે આ ગીતની ક્લિપમાં આયે ભી વો ગયે ભી વોહ પણ જોડી દીધું છે.

લીલા સાવંતનાં સૉલો ગીતો

લીલા સાવંતનું ૧૯૪૩ માટેનું એક સૉલો ગીત, સોઝ-એ-ગમ (નઈ ઝિંદગી) નેટ પર મળી નથી શક્યું.

મોરે જુબના પે આઈ બહાર રે,, દેખો દેખો ના લાગે નજ઼રીયા - દાવત - ગીતકાર:  તન્વીર લખનવી - સંગીત: વસંત કુમાર

મસ્તીકે તરાનોંસે ઉમ્મીદોંકો જગા દે - મોહબ્બત કી જીત - ગીતકાર: એહસાન રિઝ્વી - સંગીત: વસંત કુમાર

તેરે નન્હે ગિરધારીને હાયે મટકી મોરી ફોડી - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત

જીવન સપના જગ સપનેકી છાયા - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત