Saturday, June 6, 2015

સચીન દેવ બર્મન અને મોહમ્મદ રફી : દેવ આનંદ માટે ગવાયેલાં સોલો ગીતો (૧)


clip_image002clip_image004clip_image006

હિંદી ફિલ્મના સમયના સુવર્ણ કાળની ત્રિમુર્તિ તરીકે દિલીપ કુમાર, રાજ કપુર અને દેવ આનંદની કારકીર્દી દરમ્યાન ફિલ્મ સંગીત પણ હિમાલયની ઊંચાઇઓ સર કરતું રહ્યું. દિલીપ કુમાર સાથે સંગીતકાર તરીકે નૌશાદ અને ગાયક તરીકે મોહમ્મદ રફીનાં આગવાં સમીકરણની જેમ રાજ કપુર સાથે શંકર જયકિશન અને મુકેશનાં નામ લેવાય તો દેવ આનંદ સાથે સચીન દેવ બર્મનની સાથે જેટલું કિશોર કુમારનું નામ લેવાય એટલું જ આદરથી મોહમ્મદ રફીનું પણ નામ લેવાતું રહ્યું છે. જો કે સુવર્ણ કાળની ખૂબી એ છે કે આ ત્રિમુર્તિનાં અન્ય સંગીતકારો કે ગાયકો સાથેનાં ગીતો સંખ્યામાં આછાં પાતળાં જરૂર રહ્યાં હશે, પણ ગીતોની ગુણવત્તા કે લોકચાહનામાં આ ગીતો તસુ ભાર પણ ઊણાં નથી ઉતર્યાં. વેબ ગુર્જરી પરની ફિલ્મ સંગીતની સફરમાં આપણે આવી અલગ અલગ મેળવણીની લુત્ફ માણવાના જલસા કરીશું.

અનિલ બિશ્વાસનાં રચાયેલાં ગીતોની સફર આપણે ખેડી જ રહ્યાં છીએ. તેની સમાંતરે જ આપણે હિંદી ફિલ્મ સંગીત જગતના એક બહુ જ ખ્યાત, બહુ આયામી એવા સચીન દેવ બર્મનનાં ગીતોની પણ કેડીઓ કંડારવાનું, આ સાથે, શરૂ કરી છીએ. સચીન દેવ બર્મને રચેલાં ગીતોમાંથી આપણે તેમનાં રચેલાં પુરુષ સોલો અને યુગલ ગીતોથી આપણી સફરની શરૂઆત કરીશું.

સચીન દેવ બર્મને બધું મળીને લગભગ ૧૬૯ જેટલાં પુરુષ સોલો ગીતો હિંદી ફિલ્મો માટે રચ્યાં છે , જે પૈકી કિશોર કુમાર માટે કુલ ૧૧૫માંથી ૫૩ અને મોહમ્મદ રફી માટ કુલ ૯૦માંથી ૪૫ સોલો ગીતોની રચનાઓ કરી. આ સિવાય સચીન દેવ બર્મને એ સમયના અન્ય અગ્રણી પુરુષ ગાયકોમાં મન્નાડે (કુલ ૩૯માંથી ૨૪ સોલો ગીતો), તલત મહમુદ (૧૪માંથી ૧૦), હેમંત કુમાર (૧૪માં ૧૦), મુકેશ (૧૨માંથી ૪)નો પણ એટલી જ સહજતાથી ઉપયોગ કરવાની સાથે પોતાના જ અવાજમાં કુલ ૧૪માંથી ૧૦ સોલો ગીતો પણ હિંદી ફિલ્મ જગતને આપ્યાં છે.

આજે આપણે સચીન દેવ બર્મને દેવ આનંદ માટે રચેલાં મોહમ્મદ રફીનાં સોલો ગીતોની વાત કરીશું.

મોહમ્મ્દ રફી પાસે પહેલું (સોલો) ગીત ૧૯૪૭માં ગવડાવ્યા બાદ, જેને નિયમને બદલે અપવાદ વધારે ગણી શકાય એ રીતે સચીન દેવ બર્મન મોહમ્મદ રફીનો સોલો ગીતો માટે જ બહુ અલપ ઝલપ ઉપયોગ કરતા રહ્યા હતા, તેમાં પણ દેવ આનંદ માટે તેમની પસંદ તલત મહમુદ કે હેમંત કુમાર કે પછી કિશોર કુમારની જ રહી હતી. મોહમ્મદ રફીનો કદા ક્વચિત તેઓ ઉપયોગ દેવ આનંદ પર ફિલ્માવાયેલાં યુગલ ગીતોમાં બખુબી કરતા રહ્યા, પણ દેવ આનંદ પર ફિલ્માવાયેલાં સોલો ગીત માટે આપણે છેક ૧૯૫૮ સુધી રાહ જોવી પડશે.
કાલા પાની (૧૯૫૮) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
હમ બેખુદીમેં તુમકો પુકારે ચલે ગયે
સચીન દેવ બર્મને પોતાના જ અવાજમાં ગાયેલાં બંગાળી ગીત - ગમ ભુલેચી
-ને અહીં સાવ જ નવા અંદાજમાં રજૂ કર્યું.

આ ગીત દેવ આનંદ માટેનાં પાર્શ્વ ગાયનની દૃષ્ટિએ તો એક અનોખું પ્રકરણ રચી જ રહ્યું, પણ તે સાથે સચીન દેવ બર્મનનાં સ્વર નિયોજનમાં મોહમ્મદ રફીનાં સ્થાનને એક નવી ઊંચાઇએ લઇ જનારું પણ બની રહ્યું.
સોલવા સાલ (૧૯૫૮) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
યહી તો હૈ વોહ
રફીની ગાયકીમાં યુવાનોની તોફાની મસ્તીની છાંટ દેવ આનંદની રોમેન્ટીક નાયકની છાપને વધારે રોમાંચક કરી મૂકે છે

આ ફિલ્મમાં પણ જેને ફિલ્મનું મુખ્ય ગીત કહી શકાય તેવું ગીત - હૈ અપના દિલ તો આવારા (જે ફિલ્મમાં બે અલગ અલગ સિચ્યુએશનમાં ઉપયોગમાં લેવાયું છે) - હજૂ પણ દેવ આનંદના (એક સમયના) પાર્શ્વઅવાજ હેમંત કુમારના સ્વરમાં જ છે. આ ગીત ત્યારે પણ બહુ જ લોકપ્રિય થયું હતું, અને આજે પણ યાદ કરાય છે, તેથી જે કંઇ વ્યવસ્થા થઇ તે યોગ્ય પણ હતી જ એટલું તો સ્વીકારવું પડે !
બમ્બઇકા બાબુ (૧૯૬૦) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી
સાથી ન કોઇ મંઝિલ
હિંદી ફિલ્મ સંગીતનાં સીમા ચિહ્ન રૂપ ગીતોમાં સ્થાન પામતાં ગીતો હવે સચીન દેવ બર્મન - મોહમ્મદ રફીનાં સંયોજન માટે સ્વાભાવિક ઘટના બનવા લાગ્યાં હતાં.

સચીન દેવ બર્મનની પ્રયોગલક્ષીતા પણ અચરજ પમાડે તેવી રહી છે. આ ફિલ્મમાં મુખ્ય ધારાનાં કહી શકાય તેવાં ગીતોમાં મોહમ્મદ રફીના અવાજની લાક્ષણિકતાઓનો બહુ જ અસરકારક ઉપયોગ કરવા ઉપરાંત થોડી અલગ સિચ્યુએશનનાં દેવ આનંદ પરનાં ગીત તક ધૂમ તક ધૂમ બાજેમાં મન્ના ડેનો અને બેકગ્રાઉંડ ગીતની - ચલ રી સજની અબ ક્યા સોચે - સિચ્યુએશનમાં મુકેશનો પણ તેમણે ઉપયોગ કર્યો છે.
એક કે બાદ એક (૧૯૬૦) - ગીતકાર : કૈફી આઝમી
ઠુમક ઠુમક ઠુમક હાયે ચલી તૂ કીધર
એક વાર ફરીથી દેવ આનંદની રોમેન્ટીક ઇમેજને બરકરાર કરતું ચુલબુલું ગીત, જેમાં રફીને પણ તેમની ગાયકીની અદાઓને રજૂ કરવા માટેનું પૂરતું ખુલ્લું મેદાન મળી ગયું છે.

ચલી યે ફૌજ હમારી રે
બાળ સહજ મસ્તીની હરકતો કરવામાં પણ મોહમ્મદ રફી કંઇ ક્મ નહોતા...

કાલા બાઝાર (૧૯૬૦) - ગીતકાર : શૈલેન્દ્ર
ખોયા ખોયા ચાંદ ખુલા આસમાં
મોહમ્મદ રફીએ તેમના અવાજની લયને સહારે આપણને પણ ખુલ્લાં આકાશની નીચે વિહરવાના અનુભવની મજા માણતાં કરી મૂક્યાં છે.

અપની તો હર આહ એક તૂફાન હૈ
અહીં તો મોહમ્મદ રફીના અવાજની મખમલી શરારતોએ તોફાન મચાવી દીધાં છે..

સુરજકે જૈસી ગોલાઇ.... તેરી ધૂમ હર કહીં

એ સમયે ફિલ્મોનાં પ્રિમિયરની કેવી ધમાકેદાર રજૂઆત થતી, તે યાદ કરાવી આપે છે આ ગીત. ગીતની શરૂઆતની ક્લિપમાં ફિલમ જગતની બડી બડી હસ્તીઓને તેમની યુવાનીમાં જોવાનો એક આ વધારાનો લ્હાવો છે.

ફિલ્મ સંગીતના ઇતિહાસકારો નોંધે છે કે આ ફિલ્મથી દેવ આનંદની ફિલ્મ પ્રોડક્શન કંપની 'નવકેતન'ની આ ફિલ્મમાં દેવ આનંદના મુખ્ય પાર્શ્વ અવાજ રૂપે મોહમ્મદ રફી આરૂઢ થઈ ચૂક્યા ગણાય. સચીન દેવ બર્મન કોઇ અકળ કારણોસર પ્રયોગો તો કરતા જ રહે છે. અહીં પણ તેમણે યુગલ ગીતમાં મન્ના ડેના સ્વરનો (બખૂબી) ઉપયોગ કર્યો.
જો કે આપણે એ સુવર્ણ ભૂતકાળનાં આટલાં વર્ષો પછીના આજના તબક્કે કોઇ સમીક્ષાત્મક કે તુલનાત્મક પરિક્ષણમાં ઉતરવાને બદલે સંગીતની ખૂબીઓને માણવા પ્રત્યે જ વધારે ધ્યાન આપવાનું પસંદ કરીશું. સચીન દેવ બર્મન હવે પછી મોહમ્મદ રફીના સ્વરનો દેવ આનંદ માટે ઉપયોગની આ રસપ્રદ અને અતિ કર્ણપ્રિય સફરનો સંગાથ ૨૦-૬-૨૦૧૫ના રોજના ભાગ (૨)માં ચાલુ રાખીશું.
આ લેખ માટે મૂળ ભૂત વિચારમાટે Rafi’s best songs by SD Burmanનો સહૃદય આભાર.....

Sunday, May 31, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૫_૨૦૧૫



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
શશી કપૂરને એનાયત થયેલો દાદાસહેબ ફાળકે ખિતાબ તેમને ૧૦મી મે, ૨૦૧૫ના રોજ મુંબઈમાં અપાયો.

Ten of my favourite Shashi Kapoor songs, તેમજ લેખનાં વાચકોએ ઉમેરેલાં ગીતો દાદાસાહેબ ફાલકે ખિતાબ શશી કપૂરને અપાવાના કાર્યક્રમની યાદમાં તેમણે પર્દા પર રજૂ કરેલાં સૉલો ગીતોને રજૂ કરે છે.
Remembering Sunil Dutt ….. with a song list!માંથી આપણે પ્રમાણમાં ઓછાં સાંભળવા મળતાં એવા આ બે ગીતની અહીં નોંધ લઇશું :

આ ઉપરાંત મને પણ થોડાં બીજાં ગીતો યાદ આવે છે, જેમાં સુનિલ દત્ત જૂદા જૂદા મુડમાં જોવા મળે છેઃ

હવે આપણે આપણા નિયમિત બ્લૉગ્સની મુલાકાત લઇએ :
જે ગીતોમાં જૂદાંજૂદાં સંગીત વાદ્યોનું પ્રાધાન્ય રહ્યું છે તેવા લેખોનો સિલસિલો Ten of my favourite percussion instrument songs માં આગળ ચાલે છે. આ પહેલાં ડસ્ટેડ ઑફ પર આપણે સ્ત્રી પિયાનોવાદકો, પુરુષ પિયાનોવાદકો અને તંતુવાદ્યોને કેન્દ્રમાં રાખતા લેખો વાંચી ચૂક્યાં છીએ. એટલે સ્વાભાવિક છે થાપ મારીને વગાડતાં વાદ્યો પરનો લેખ બહુ પાછળ ન રહે.
ફિલ્મ જગતમાં પદાર્પણનાં ૧૦૦ વર્ષ નિનિત્તે આ વર્ષમાં નૌશાદને આગવી રીતે જ અંજલિ આપવાની શરૂ કરાયેલી સફરમાં રાજૂ ભારતનનાં 'નૌશાદનામા'  \Raju Bharatan’s ‘Naushadnama’પરની ચર્ચા અનોખી જ ભાત કંડારે છે.
ફિલ્મોમાં કૅબ્રે નૃત્યો માત્ર હિંદી ફિલ્મોમાં જ જોવા મળે છે તેમ નથી તે વાતની પ્રતિતિ A Few Favorite Cabaret Dances From Lollywood કરાવી આપે છે.
raat bhi hai kuchh bheegi bheegi .. LATA MANGESHKAR .. A New Lookમાં ગીતનાં વિડીયોને અપાયેલ નવીન સ્વરૂપ મૂળ ગીતના અસલી દૃશ્યોના મિજાજને રજૂ કરવામાં સફળ નથી રહેલ.
 “Pehle To Ho Gai Namaste Namaste” -  Mohana માં કોંકણી ગોવાનાં અનેકાનેક કાળાકારોની પરંપરાનો મરતબો જાળવી રાખેલ મોહનાની જીવનકથા યાદ કરાઇ છે. ૧૯૪૦ના દશકના અંત ભાગમાં તેમણે હિંદી પર્દા પર પ્રવેશ કર્યો.દસ વર્ષની બહુ લાંબી ન કહી શકાય તેવી કારકીર્દીમાં તેમણે લગભગ ડઝનેક ફિલ્મોમાં પોતાની અભિનય / નૃત્ય કળાને રજૂ કરી. ફિલ્મના પર્દા પર તેમનાં પહેલાં કદમ વિશ્વ મેહરાની સાથે 'આગ'(૧૯૪૮)નાં ગીત રાતકો જી ચમકે તારે (શમશાદ બેગમ - રામ ગાંગુલી)માં જોવાં મળ્યાં હતાં.
શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક, શ્રેષ્ઠ સ્ત્રી પાર્શ્વગાયક, શ્રેષ્ઠ યુગલગીત, શ્રેષ્ઠ સંગીતકાર જેવાં વિવિધ પાસાંઓની દષ્ટિએ કોઇ એક વર્ષનાં ગીતોની સમીક્ષા કરવાની પ્રથા Best songs of 1950: And the winners are? માં આગળ વધે છે. આ પહેલાં 1955, 1953    અને 1951 વર્ષોની આવી ચર્ચા બહુ જ રસપ્રદ અને અવનવી કેડીઓ કોરતી બની રહી છે. આપણે પણ આપણા વિચારો આગળ જતાં,ક્રમવાર,જણાવીશું.
ઇસ્તંબુલની છોકરીઓનો ઑર્કેસ્ટ્રા / ઉગુર હૅગન /અનામી વાદકો, ટોરન્ટો / ચીની કારાઓકે વર્ઝન અને અહમત કોનું અવારે એવાં Awara Hoon from Turkey to Toronto: five versions of the classic Raj Kapoor song ને Nate Rabe એ રજૂ કર્યાં છે, જે YT channelપર પણ સાંભળી શકાશે.
ગયે મહિને આપણે Gaddeswarup's blogની મુલાકાત લેવાનું ચૂકી ગયા હતા. જો કે તેનો બદલો આ મહિને ધમાકેદાર રીતે વળી ગયો છેઃ

Songs from Mr and Mrs 55, some with subtitles - in Upperstall - ગુરૂ દત્તની કોઈ પણ ફિલ્મની માફક 'મિ. અને મિસિસ ૫૫'નાં પણ ઓ પી નય્યરનાં રણઝણાટ કરતાં ગીતો ફિલ્મનું એક સબળ જમા પાસું હતું. આ દરેક અફલાતુન ગીત અહીં રજૂ કરાયું છે. તેમાં વળી ગુરૂ દત્તની ફિલ્માંકનની અનોખી શૈલી ભળે એટલે હિંદી ફિલ્મ સંગીતની એક સદાબહાર ઘડી આપણી યાદમાં અંકિત થઇ જાય છે.
ગુરૂ દત્તના પુત્ર સ્વ. અરૂણ દત્તની મદદથી આપણને Mr and Mrs 55: The Stillsમાણવાનો પણ અનેરો લાભ મળી ગયો છે.
How A Buffalo Changed Waheeda Rehman’s Destiny!\ એક ભેંસે વહીદા રહેમાનનાં નસીબનું પાંદડું બદલી નાખ્યુંમાં જે મૂળ વાત છે તે હવે કદાચ ઘણી જાણીતી થ ઇ ચૂકી છે, પણ તેમ છતાં એટલી જ રસપ્રદ પણ બની રહી છે... જો કે આ પૉસ્ટની ખરી મજા તો તેના અંતમાં છે...'મિસઅમ્મા (તમિળમાં 'મિસ્સીઅમ્મા') પછીથી હિંદીમાં 'મિસ મેરીનાં સ્વરૂપે રૂપાંતરિત થયેલ. શિવાજી ગણેશન અને મીના કુમારીની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ એ સમયે ખૂબ ચાલી હતી. તેનાં ગીતો આજે પણ ફિલ્મી ગીતોના ચાહકોને ડોલાવી ઊઠે છે.અને અબ્રાર અલવી અને ગુરૂ દત્તે જોયેલાં રોજુલુ મારાયી ગીતે વહીદા રહેમાન માટે તો ફિલ્મ જગતના પર્દાઓ ખોલી જ નાખ્યા, થોડા સમય બાદ સચીન દેવ બર્મનને 'બંબઈ કા બાબુ' (૧૯૬૦)નાં દેખને ભોલા હૈ દિલકા સલોનાની પ્રેરણા તરીકે હિંદી ફિલ્મમાં નવજીવન પામ્યું. [આ વાતનો આપણે  આપણા બ્લૉગોત્સવનાં ફેબ્રુઆરી ૨૦૧૫નાં સંસ્કરણમાંHappy Birthday, Waheeda j ની મુલાકત લેતી વખતે કર્યો હતો ...]
A Shamshad Begum song from Namoona 1949.Dancer?  માં શોધ તો છે ટમ ટમ સે  જાંકો ન રાણીજી (શમશાદ બેગમ સી. રામચંદ્ર)માં નૃત્ય કરતી અદાકરાની. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કિશોર શાહૂ, કામિની કૌશલ અને દેવ આનંદની હતી.
Class struggle in Bollywood films -  હિંદી સિનેમાનાં ૧૦૦ વર્ષ નિમિત્તે, અહીં વાત છે ચેતન આનંદની ૧૯૪૬ની ફિલ્મ 'નીચા નગર'ની. યુટ્યુબ પર આ ફિલ્મ @  https://www.youtube.com/watch?v=Zi4vJQC-QJU પર જોઇ શકાય છે.મિનાઇએ ફિલ્મમાં ઝોહરા સેગલનાં શંકર શૈલીનાં નૃત્યોનીની ચર્ચા Zohra Segal's Shankar-Style Choreography in Neecha Nagar (Hindi, 1946) માં અલગથી કરી છે. ફિલ્મમા આ બે નૃત્યો અહીં ઉલ્લેખ કરેલ વિડીયો ક્લિપ માં @૩ અને ૧૪.૪૦ પર જોવા મળે છે. Dustedoffએ કરેલા રીવ્યૂમાં તો વળી એવો ઉલ્લેખ છે કે સત્યજીત રે એ જ્યારે આ ફિલ્મ જોઇ ત્યારે તેમને ચેતન આનંદના મદદનીશ બનવાનું મન થઇ આવ્યું હતું. નવાઇની એક વાત એ છે કે આઉટલુક પર પ્રકાશિત થયેલ Lal Salaam On Screen  લેખમાં સમાજના વર્ગ ઘર્ષણ, મજૂર હક્કો અને યુનિયનોની વાત કરતી દસ શ્રેષ્ઠ હિંદી ફિલ્મોમાં આ ફિલ્મને સ્થાન આપવાનું ચૂકી જવાયું છે.
ફિલ્મનું એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર થાય ત્યારે તેનાં ઘણાં ગીતોનું પણ બેઠ્ઠું રૂપાંતરણ થતું રહ્યું છે. આવું એક વધારે ઉદાહરણ Similar songs different music directors માં રજૂ કરાયું છે. એનટીઆરનાં 'જયસિમ્હા'નાં ગીત મનસીના (સાવિત્રી એસ જાનકી)નું તેના પરથી જ બનેલી હિંદી ફિલ્મ જય સિંધ (૧૯૫૯)માં લતા-ઉષા મંગેશકરના સ્વરોમાં સંગીતકાર રમેશ નાયડુએ મન સૂના તેરે બિન હોયે રેમાં રૂપાંતરણ કરી આપ્યું.
Aziz Mian Sings Qawwali- Mira Bhajan - અઝીઝ મિયાંએ મીરાબાઈનું ભજન એ રી મૈં તો પ્રેમ દિવાની મેરા દરદ ન જાને કોઇને કવ્વાલીની શૈલીમાં પેશ કર્યું છે.
The Plough & The Gunમાં નમ્રતા જોશીનું કહેવું છે કે ૧૯૬૫ની (પાકિસ્તાન સાથેની) લડાઇ વિષે હિંદી ફિલ્મો બહુ ખાસ ધ્યાન નથી અપાયું એમ કહી શકાય. જો કે મનોજ કુમારની 'ઉપકાર' આ મહેણું ટાળે છે.'ઉપકાર' સિવાય ક્યાંક ક્યાં છ્ટી છવાયી વાત થતી જોવા મળે છે . જેમ કે જે. ઓમ પ્રકાશની આક્રમણ (૧૯૭૫). ફિલ્મ ૧૯૭૧ની લડાઈના સમયે થતા પ્રેમની વાત છે, જેમાં પિતા અશોક કુમાર તેના પુત્રની ૧૯૬૫ની લડાઈ વખતે થયેલી વીરગતિને યાદ કરે છે.ની પશાદભૂ પર રચાઈ છે. પ્રેમ પુજારી (૧૯૭૦)ની શરૂઆત 'ખેમ કરણની આસપાસ'નાં ગામમાંથી થાય છે, અને પછી આખી દુનિયા ફરીને અંતમાં તે વિસ્તારમાં થયેલ ટેંકયુધ્ધમાં પહોંચી જાય છે. કેમેરાની બધી જ કોશીશ છતાં પાકિસ્તાની ટેંકો મૂળે ભારતની છે તેમ દેખાઇ આવે છે. જો કે ફિલ રજૂ થઇ ત્યારે ૧૯૭૧ની લડાઈના ઓળા દેખાતા હતા એટલે, સચિન દેવ બર્મનનાં બહુ સરસ સંગીતમાં વણેલો પાકિસ્તાન સાથે શાંતિનો સંદેશ લોકોને ઓછો પસંદ  આવ્યો...ફિલ્મો ઉપરાંત ૧૯૮૦ના અંતમાં ચેતન આનંદની ટીવી સિરીયલ 'પરમ વીર ચક્ર'માં ૧૯૬૫ની લડાઈ દરમ્યાન એનાયત થયેલ માત્ર બે પરમ વીર ચક્ર પર બે હપ્તા થયા હતા. પોતાની પોના ઘોડેસ્વાર રેજીમેંન્ટની આગેવાની કરતાં લે.કર્નલ એ બી તારાપોરવાલા ટેંક યુધ્ધમાં વીરગતિ પામ્યા હતા , જ્યારે હવાલદાર મેજર અબ્દુલ હમીદે તેની આરસીએલ બંદુકથી પાકિસ્તાની ટેંકોને ધ્વસ્ત કરી હતી. સિરીયલમાં તારાપોરવાલાનો કિરદાર અસલમ ખાને અને અબ્દુલ હમીદનો કીરદાર નસીરૂદ્દીન શાહે નિભાવ્યો હતો.
હવે આપણા મિત્રોએ આ મહિને યાદ કરેલાં ગીતોની મજા માણીએ……
સમીર ધોળકિયા :

  • ઠહરીયે હોશમેં આ લૂં તો ચલે જાઇએગા - મોહબ્બત ઈસકો કહતે હૈં - ખય્યમ - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર (આ ગીત સાથે યાદ આવી જાય છે ૧૯૭૦ના મધ્ય પછીના એ દિવસો જ્યારે અમે મિત્રોએ રેકોર્ડ પ્લેયરની નવી નવી ખરીદીઓ કરી હતી અને રેકર્ડ્સ ખરીદવની બાબતમાં હરીફાઇ થતી. !!)
  • સદાના કામથે Chupke chupke raat din aansoo bahaana yaad haiને મૌલાના હસરત મોહનીની ૬૪મી મૃત્યુ તિથિના અવસરે યાદ કરેલ છે. તેમણે ગુલામ અલીએ ગાયેલાં વર્ઝનને બદલે ટીવી સિરીયલ કહકશાં (૧૯૯૨)માં જગજિત સિંગનાં ગાયેલ વર્ઝનને રજૂ કરવાનું પસંદ કરેલ છે. સિરીયલમાં મૌલાના હસરત મોહનીની ભૂમિકા ફારૂક઼ શેખ અને પાછળથી તેમની પત્ની બનતી તેમની પ્રિયતામાની ભૂમિકા દિપ્તી નવલે નિભાવી છે. માત્ર શ્રાવ્ય વર્ઝન પણ અપલોડ થયેલ છે.
  • તુમ્હીંને દિલ મેરા - એર મેઈલ (૧૯૬૦) - સાર્દુલ ક્વાત્રા - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર - ફિલ્મનું નામ ભલે સાવ અજાણ્યું લાગે પણ ધૂન તો ઓ પી નય્યરને મળતી આવે છે તે નક્કી.
  • દર્દકી અય રાત ગૂઝર જા - બાગી - મદન મોહન - લતા મંગેશકર - મદન મોહને અંતરામાં માત્ર મેંડલીનનો જ પ્રયોગ કરીને ધૂનને ચીરઃયાદગાર બનાવેલ છે.
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી ના શબ્દોને દિલીપ ધોળકિયાએ ત્યારે જે અલ્લડતાથી રોમાંટીક સ્વરદેહ આપ્યો તે જ માર્દવ પ્રગલ્લભતાથી ગઇ કાલે ભાવ ભરી દીધો.
મે ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં


                                                                                                                     પ્રકાશિત થયેલ છે.
અંતમાં, આપણા બ્લૉગોત્સવની પરંપરા મુજબ મોહમ્મદ રફી પરના કેટલાક ખાસ લેખો  કે તેમનાં બહુ જ અનોખાં ગીતોને યાદ કરીએ –
મહમ્મદ રફીનાં બે અલગ અંદાજમાં ગાવાયેલાં મસ્તીભર્યાં ગીતો

દિલ દેકે દેખો (૧૯૫૯) જૂદાં જૂદાં લોકોને જૂદાં જૂદાં કારણોસર ગમ્યું હતું. ફિલ્મનાં ગીતોની વાત પણ કંઇક અનોખી કહી શકાય એવી રહી હતી. આપણે મોહમ્મદ રફીનાં એવાં ત્રણ ગીતની વાત કરીશું જે કોઇ પશ્ચિની ગીત પરથી પ્રેરિત થયાં હતાં. સંગીતકારની સર્જનાત્મકતા અને રફીની કમાલને કારણે મૂલ ગીત ગમે કે પછી આપણાં આ ગીતો ગમે એ સવાલ મીઠી મૂંઝવણ જરૂર પેદા કરી આપશે.

આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........