Tuesday, December 27, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે : યુગલ ગીતો - અન્ય ગાયિકાઓનાં પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતો



આપણે પુરુષ-સ્ત્રી ગાયકોનાં યુગલ ગીતોમાં મોહમ્મદ રફીનાં લતા મંગેશકર સાથે તેમજ શમશાદ બેગમ, સુરૈયા અને અન્ય ગાયિકાઓ સાથેનાં, મુકેશનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં અને શમશાદ બેગમનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતો સાંભળી ચૂંક્યાં છીએ.

૧૯૪૯નાં પુરુષ-સ્ત્રી યુગલ ગીતોની શ્રેણીમાં આજે આપણે ગીતા રોય, જેવાં 'અન્ય' ગાયિકાઓનાં 'અન્ય'ગાયકો સાથેનાં યુગલ ગીતો સાંભળીશું.

                          ગીતા રોય + અન્ય પુરુષ ગાયકો

ફિલ્મના સંગીતકારની પોતાની આગવી શૈલી અને ફિલ્મની જરૂરિયાત અનુસાર ગીતા રોયનાં અન્ય પુર્ષ ગાયકો સાથેનાં યુગલ ગીતો જૂદા જૂદા ભાવ અનુસાર રચાયાં હોય તેવું જણાશે.

કદમ હૈ રાહ-એ-ઉલ્ફત મેં નાજ઼ૂક દિલ હૈ દિલ કી બસ્તી - દિલકી બસ્તી - જી એમ દુર્રાની સાથે - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
યહી દિલ કી બસ્તી, દિલકી બસ્તી - દિલકી બસ્તી - જી એમ દુર્રાની સાથે - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
કામ કરો ભાઈ કામ કરો, જગમેં અપના કામ કરો - જીત - વિનોદ સાથે - શ્યામ બાબુ પાઠક - પ્રેમ ધવન

કહને કો હૈ તૈયાર, મગર કૈસે કહેં હમ - કમલ - સુરેન્દ્ર સાથે - એસ ડી બર્મન - જી એસ નેપાલી

મૈં અંગૂરકી બેલ પિયા મોરે - કરવટ - એસ ડી બાતિશ સાથે - હંસ રાજ બહલ - સૈદ-ઉદ-દિન 'સૈફ'
જિંદગી હૈ દિલ્લગી દિલ્લગી હૈ જિંદગી - નણંદ ભોજાઈ - એ આર ઓઝા સાથે - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર

'નણંદ ભોજાઈ' મૂળે ગુજરાતીમાં બનેલ હતી, જેનું સંગીત અવિનાશ વ્યાસે સ્વરબદ્ધ કરેલ હતું. અહીં આ જ સીચ્યુએશન માટે તેમણે સાવ જ જૂદી રીતે ગીતને રજૂ કરેલ છે - જિંદગી છે દિલ્લગી 
મેરે મન મેં ડોલ આંખોંમેં ડોલ મતવારી સજનિયા - નઝારે - જી એમ દુર્રાની સાથે - બુલો સી રાની
ધન્ય હૈ ધન્ય હૈ અવધપુરી, ધન્ય વહાં કી ફુલવારી - રામ વિવાહ - મન્ના ડે સાથે - શંકર રાવ વ્યાસ - મોતી, બી એ
પહેન ચુ નરિયા કાલી જ઼્લમિલ જ઼િલમિલ દીયોવાલી - રોશની - ચીતળકર સાથે - સી રામચંદ્ર - પી એલ સંતોષી

                          લતા મંગેશકર + અન્ય પુરુષ ગાયકો

મોહમ્મદ રફી અને મુકેશ સિવાયના અન્ય પુરુષ ગાયકો સાથે લતા મંગેશકરનાં યુગલ ગીતોની સંખ્યા ઓછી છે. આ ઘટનાને મુખ્ય ધારાનાં ગાયકોનો જૂદો પ્રવાહ બનવાની ઘટના કહેવી કે કેમ તે કદાચ વહેલું પડે. જો કે લોકપ્રિયતાની દૃષ્ટિએ લતા મંગેશકરનાં કરણ દિવાન સાથેનાં શ્યામ સુંદરે 'લાહોર' માટે સંગીતબધ્ધ કરેલ ગીતો જરા પણ પાછળ નથી રહ્યાં તેને અપવાદ ગણીને પણ નોંધ તો લેવી રહી.

હાયે છોરે કી બાત બડી બેવફા, બેવફા સે કોઈ દિલ લગાયે ના - ચાંદની રાત - જી એમ દુર્રાની સાથે - નૌશાદ અલી - શકીલ બદાયુની
તુમ સોચ રહી હો - ગર્લ્સ સ્કૂલ - શંકર દાસગુપ્તા સાથે - અનિલ બિશ્વાસ - પ્રદીપ
દુનિયા હમારે પ્યારકી યુંહી જવાં રહે, મૈંભી વહાં રહું જહાં સાજન મેરા રહે - લાહોર - કરણ દિવાન સાથે - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ
સુનો સાજન મેરી બાત - લાહોર - કરણ દિવાન સાથે - શ્યામ સુંદર - અઝીઝ કશ્મીરી

                                 સુરૈયા + અન્ય પુરુષ ગાયકો

સુરૈયાનાં પણ અન્ય પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતો પણ સદાબહાર કક્ષાનાં જ હતાં.

જાલીમ જમાના મુઝકો તુમ સે છૂડા રહા હૈ - દિલ્લગી - શ્યામ સાથે - નૌશાદ - શકીલ બદાયુની

તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, મૈં તેરા રાગ તૂ મેરી રાગીની - દિલ્લગી - શ્યામ સાથે - નૌશાદ - શકીલ બદાયુની
ચાહે કિતની કઠીન ડગર હો, હમ કદમ બઢાતે જાયેંગે – જીત – શંકર દાસગુપ્તા સાથે - અનિલ બિશ્વાસ - પ્રેમ ધવન


હવે પછીના અંકમાં આપણે હજૂ સુધી ન આવરી લેવાયેલ 'અન્ય' પુરુષ-'અન્ય' સ્ત્રી યુગલ ગીતો સાંભળીશું.


Sunday, December 25, 2016

સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત - ૧૯૪૪-૪૮ ǁ ૨ ǁ



સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનાં સૉલો ગીતની શ્રેણીમાં ૧૯૪૪થી ૧૯૪૮ના પહેલા પાંચ વર્ષના અંતરાલનાં ૧૯૪૪, ૧૯૪૫ અને ૧૯૪૬એમ પહેલાં ત્રણ વર્ષ દરમ્યાન રજૂ થયેલ ફિલ્મોમાં ફિલ્માવાયેલાં સૉલો ગીતો આપણે સાંભળી ચૂક્યાં છીએ. આજે હવે ૧૯૪૭ અને ૧૯૪૮ એમ પહેલાં પાંચ વર્ષના અંતરાલનાં છેલ્લાં બે વર્ષમાં મોહમ્મદ રફી પાસે જે સંગીતકારોએ પહેલી વાર સૉલો ગીત ગવડાવ્યાં એ ફિલ્મોનાં મોહમ્મદ રફીનાં સૉલો ગીતો સાંભળીશું.
૧૯૪૭
દત્તા દવજેકર મરાઠી ફિલ્મ જગતમાં બહુ જાણીતું નામ હતું. તેમણે હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણ 'આપકી સેવામેં'થી કર્યું હતું. આ ફિલ્મના નામે આ સિવાય પણ ઘણા મહત્ત્વના રેકર્ડ બોલે છે. લતા મંગેશકરે તેમનું પહેલું હિંદી ફિલ્મ ગીત પા લાગૂં કર જોરી રે આ ફિલ્મ માટે ગાયું. ફિલ્મનાં ગીતો મહિપાલે લખ્યાં છે જેમને પાછળથી ધાર્મિક ફિલ્મોના હીરો અને વી. શાંતારામની ૧૯૫૯ની ફિલ્મ 'નવરંગ'ના કવિ તરીકે આપણે વધારે ઓળખીએ છીએ. પ્રસ્તુત ગીતમાં મોહમ્મદ રફીએ પોતાની પ્રેમિકાને મળવા બેકરાર પ્રેમીની તડપને ઊંચા સ્વરનાં બહુ નિયંત્રિત ગાયનમાં ઝીલી છે. આપણામાંના મૉટાં ભાગનાં લોકોએ ગીત કદાચ પહેલી જ વાર સાંભળ્યું હશે, પરંતુ આજે પણ એ એટલું તરોતાજ઼ા લાગે છે.
આ પછી બીજે જ વર્ષે આવેલી 'અદાલત'માં પણ દત્તા દવજેકરે મોહમ્મદ રફી પાસે બે સૉલો ગીત ગવડાવ્યાં છે.
હજૂ વધારે મજાનો યોગાનુયોગ એ છે કે નવેમ્બર (૧૫મી તારીખ) દત્તા દવજેકરના પણ જન્મદિનનો મહિનો છે.
મેરી આંખો કે તારે યે ફૂલ સુહાયે 

નરેશ ભટ્ટાચાર્ય'ડાક બંગલા'નાં મુકેશ સાથેના એક યુગલ ગીત સહિત બધાં જ ગીતો સુરૈયાનાં સ્વરમાં રચ્યાં છે, સિવાય કે મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલું પ્રસ્તુત ગીત. ડી એન મધોકે લખેલ આ ગીત સાંભળવું જેટલું ગમે છે તેટલું જ સાથે ગણગણવું થોડું અઘરૂં પણ લાગે છે.
જબ જબ બૈઠે દિલ ભર આયે ઔર લબ સે નિકલે હાયે, સોચો કિસીસે પ્યાર હો ગયા 

એસ ડી બર્મન પણ મોહમ્મદ રફી સાથે સૉલો ગીતનું ખાતુ 'દો ભાઈ'માં ખોલે છે. મોહમ્મદ રફીએ રાજા મહેંદી અલી ખાનના બોલને પૂરો ન્યાય કર્યો છે. આ જ ફિલ્મનાં ગીતા દત્તનાં 'મેરા સુંદર સપના બીત ગયા'ની બેહદ લોકચાહનાએ આ ગીતને ભૂલાવે ભલે ચડાવી દીધું છે, પરંતુ હવે પછીના મોહમ્મદ રફીના અવાજની ખૂબીઓની છડી તો આ ગીતમાં પણ સાંભળવા તો મળે જ છે.
દુનીયામેં મેરી આજ અંધેરા હી અંધેરા 

(શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે ખ્યાતનામ તબલાવાદક ઉસ્તાદ અલ્લા રખા તરીકે જાણીતા) એ આર ક઼ુરેશી અત્યાર સુધીમાં હિંદી ફિલ્મ સંગીતના ક્ષેત્રે પણ ખાસ્સું જાણીતું નામ થઈ ચૂક્યા હતા. 'મલિકા'નાં મેરી દિલરૂબા મેરે પાસ આના ગાયક બાબતે બહુ વિવાદ થયેલો જોવા મળે છે. એટલે ગીતના બોલ પરની લિંક દ્વારા ગીત સાંભળીશું જરૂર, પણ આપણા આજના વિષય માટે આપણે નોંધ તો તન્વીર નક્વીએ લખેલ મોહમ્મદ રફીનાં જ નામે અચૂક પણે બોલતાં આ ગીતની જ લઈશું.
દસ ના જાયેં તુજ઼કો ઝુલ્ફેં કાલીયાં  

ખેમચંદ પ્રકાશે મોહમ્મદ રફીને અરૂણકુમાર અને મન્ના ડે સાથે 'સમાજ કો બદલ ડાલો'નાં ત્રિપુટી ગીત - આજી મત પૂછો બાત કૉલેજ અલબેલી-માં લીધા. આ ગીતમાં પણ મોહમ્મદ રફીએ પોતાની પંક્તિઓ પરદા પર પોતે જ ગાઈ હતી.
પંડિત રમાકાંત પૈંગનકર-કર્નાડ મોહમ્મદ રફી પાસે રફીનું સૌ પહેલું વિદાય ગીત 'શાદી સે પહેલે' માટે ગવડાવ્યું. ગીતના લેખક છે પંડિત મુખરામ શર્મા. રફી-લતાનાં સૌ પહેલાં યુગલ ગીત - ચલો હો ગયી તૈયાર -નો રેકર્ડ પણ આ ફિલ્મના નામે બોલે છે.  
ચલી સાજન કે ઘર ચલી 

બી એસ ઠાકુર મોહમ્મદ રફીની પછીનાં વર્ષોમાં જે લાક્ષણિક શૈલી થવાની હતી એ અંદાજમાં શકીલ બદાયુનીએ લખેલ દાર્શનિક ભાવનું ગીત 'શાંતિ' માટે ગવડાવે છે. યુ ટ્યુબ પર એક બીજું ગીત - તોહે જાના હંસતે હંસતે- પણ સાંભળવા મળે છે, જેનો હિંદી ગીતમાલા સિવાય બીજો દસ્તાવેજી આધાર મળતો નથી.
જીવન હૈ અનમોલ મુસાફિર, જીવન હૈ અનમોલ
અઝીઝ ખાને પણ 'ઊઠો જાગો'નાં એક માત્ર સૉલો ગીત માટે મોહમ્મદ રફીને પસંદ કર્યા છે.
પ્રેમકી નૈયા ડોલ રહી હૈ 

૧૯૪૮
આપણા વિષયના સંદર્ભમાં ૧૯૪૮નું વર્ષ પણ ઘણું ફળદાયી જણાય છે.
રાજ કપૂરની પહેલી ફિલ્મ 'આગ'ના સંગીતકાર રામ ગાંગુલીએ મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગ તો કર્યો છે, પણ એ ગીત શમશાદ બેગમ સાથેનું યુગલ ગીત - સોલહ બરસ કી ભયી ઉમરીયા - છે. ગીતનાં ફિલ્માંકનમાં રાજ કપૂરની ગીત રજૂ કરવાની અનોખી શૈલીનો સ્પર્શ જોવા મળે છે.
૧૯૪૪ની 'ગાંવકી ગોરી'નાં યુગલ ગીતથી મોહમ્મદ રફીની હિંદી ફિલ્મ કારકીર્દીના શ્રીગણેશ કર્યા પછી શ્યામ સુદર 'એક્ટ્રેસ'માટે મોહમ્મદ રફીને બે સૉલો ગીત ફાળવે છે.બન્ને ગીતો થોડાં વિસારે ચડ્યાં હતાં, પરંતુ ફરી એક વાર સાંભળ્યા બાદ બે ગીતમાંથી એક ગીતને પસંદ કરવાનું અઘરૂં પડતું હતું. અજય યુવરાજે બન્ને ગીતોને એક જ ક્લિપમાં સમાવી આપીને મારૂં કામ આસાન કરી આપ્યું.
અય દિલ મેરી આહોંમેં ઈતના તો અસર આયે
નાયક તો ગીત ગાતાં પહેલાં જ પાર્ટીમાં હાજ રહેલ લોકોને જણાવી દે છે કે આજ સુધી જગવીતી સંભળાવતો આવ્યો છેં, પણ આજે આપવીતી સંભળાવીશ.નાયકને આશા છે કે તેની આંખ પરની પટ્ટી ખૂલે ત્યારે તસવીર તો 'ઉનકી' જ નજરે ચડે.
હમ અપને દિલકા ફસાના ઉન્હે સુના ન સકે
હિંદી ફિલ્મોનું લાક્ષણિક બની ગયેલું પાર્ટી ગીત. પાર્ટીનાં બધાં મહેમાનોની હાજરીમાં નાયક સીધો જ નાયિકાને સંદેશો પાઠવે,પણ  છેલ્લે તાળીઓથી ગીતને તો મહેમાનો જ વધાવી લે.
મોહમ્મદ રફી સાથેનાં તેમના બહુ ફળદાયી સંગાથનું ખાતું એક સૉલો અને ગીતા દત્ત સાથેનાં એક યુગલ ગીતથી હંસ રાજ બહલ 'ચુનરીયા'માં ખોલે છે. આ બન્નેનાં સંયોજનમાં ભવિષ્યમાં મળનાર બહુ સમૃધ્ધ ફાલનો સ્પષ્ટ ખ્યાલ પ્રસ્તુત સૉલો ગીતમાંથી મળી રહે છે.
સબ કુછ લુટાયા હમને મર કર તેરી ગલીમેં 
શૌકત હુસૈન દહેલવી (ઉર્ફ નાશાદ) મોહમ્મદ રફીનાં 'ભગ્ન હૃદય'ના આગવા ગાયન પ્રકારની કેડીનાં મંડાણ 'જીને દો'નાં શેવાન રીઝ્વીનાં લખેલ ગીતથી કરે છે.
ડૂબી નૈયા આકે કિનારે  
'મેરે લાલ'માટે પુરુષોતમ મહિપાલનાં ગીતને મોહમ્મદ રફીનાં સૉલો તરીકે તર્જબધ્ધ કરે છે.
બુજ઼ ગયા દીપ ઘીર ગયા અંધેરા ક્યોત કહાંસે લાઉં 
'પરાઈ આગ'માં હવે ગુલામ મોહમ્મદ પણ મોહમ્મદ રફીના સૉલો ગીતનું ખોલું ખોલે છે. તન્વીર નક્વીના આ ગીતના મુખડાની શરૂઆત સાંભળતાં મૉટા ભાગે તો સાહિર લુધ્યાનવીએ ૧૯૬૩ની ફિલ્મ 'દિલ હી તો હૈ' માટે રોશને સ્વરબધ્ધ કરેલ આશા ભોસલેનું કવ્વાલી શૈલીનું વધારે લોકપ્રિય ગીત યાદ આવી જાય.
નીગાહેં મિલાને કો જી ચાહતા હૈ 
હુસ્નલાલ ભગતરામ પણ તેમના ચોપડામાં મોહમ્મદ રફીનાં ગીતોનું ખાતું મોટા આંકડા સાથે ખોલે છે. ફિલ્મમાં સુરૈયાનાં બીજાં બહુ જ લોકપ્રિય નીવડેલ ગીતોની વચ્ચે પણ ક઼મર જલાલાબાદીએ લખેલ આ સૉલો ગીત સીધું જ સદાબહાર ગીતની કક્ષામાં સથાન પામી ચૂંક્યું હતું.
ઈક દિલ કે ટુકડે હજ઼ાર હુએ, કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા 
ધૂમી ખાન પણ આપણી ફિલ્મ સંગીતની મર્યાદિત જાણ માટે નવું નામ કહી શકાય. 'રેહનુમા'માટે મોહમ્મદ રફીનાં તેમણે બે ગીતો રચ્યાં, જેમાનું એક તો ઈબાદત છે - સુલ્તાન-એ-મદીના. હબીબ સરહદીએ લખેલ બીજું ગીત કરૂણ ભાવનુંગીત છે.
કિસ્મત સે કોઈ ક્યા બોલે
અમીરબાઈ કર્ણાટકીને આપણે એક સિધ્ધ પાર્શ્વગાયક તરીકે વધારે ઓળખીયે છીએ. 'શહનાઝ' એક માત્ર ફિલ્મ છે જેના માટે તેમણે સંગીત પણ આપ્યું હતું. ફિલ્મમાં મોહમ્મદ રફીનાં બે સૉલો અને અમીરબાઈ સાથે જ ત્રણ યુગલ ગીતો છે. બન્ને સૉલો ગીતોમાં મોહમ્મદ રફી જૂદા જૂદા અંદાજમાં પેશ આવે છે.
મોહબ્બતમેં ખુદાયા ઐસે ગુઝરે જિંદગી અપની (ગીતકાર અમીર ઉસ્માની)
અય દિલ તુઝે નીંદ ના આયી તમામ રાત (ગીતકાર અખ્તર પીલભીતી)
મોહમ્મદ રફીની કારકીર્દીનાં ૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષની પાંચ વર્ષની સફરમાં તેમણે ૨૯ સંગીતકારો માટે પહેલી વાર સૉલો ગીત ગાયાં. આંકડાની દૃષ્ટિએ જોઈએ તો ૧૯૪૮માં દસ સંગીતકાર, ૧૯૪૭ અને ૧૯૪૬ એમ બન્ને વર્ષોમાં આઠ આઠ સંગીતકાર અને ૧૯૪૫માં ત્રણ સંગીતકારોએ તેમને તક આપી. ૧૯૪૪નાં પહેલાં જ વર્ષમાં શ્યામ સુંદર અને નૌશાદ અલીએ એમને જે તક આપી એ બન્ને યુગલ ગીત હતાં. શ્યામ સુંદર આપણી આજની યાદીમાં ફરી વાર ૧૯૪૮માં મોહમ્મદ રફી માટે (લોકપ્રિય) સૉલો ગીતો રચી ચૂક્યા છે, પરંતુ જેમની સાથે રફીનો એક દીર્ઘ સંગાથ થયો એ નૌશાદે હજૂ તેમના માટે સૉલો ગીત નથી બનાવ્યું.
આમ એકંદરે મોહમ્મદ રફીની કારકીર્દી હવે ગતિ પકડી રહી હોય તેમ ચોક્કસપણે જણાય છે.
આપણી આ શ્રેણીના અંતના પડાવે આપણે મોહમ્મદ રફીનું એક હંમેશાં રૂંવાડાં ઊભાં કરી દેતું દેશપ્રેમનું ગીત સાંભળીએ.
૧૯૪૮ની "શહીદ" માટે રાજા મહેંદી અલી ખાનના બોલને ગુલામ હૈદરે સ્વરબદ્ધ કરેલ છે. 'શહીદ'ની વિદાયને વર્ણવતાં આ વર્ઝનમાં શહાદતને અપ્રતિમ અંજલિ અપાઈ છે.
વતનકી રાહમેં વતન કે નૌજવાન શહીદ હો, પુકારતે યે જમીનોઆસમાં શહીદ હો