Tuesday, December 27, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે : યુગલ ગીતો - અન્ય ગાયિકાઓનાં પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતોઆપણે પુરુષ-સ્ત્રી ગાયકોનાં યુગલ ગીતોમાં મોહમ્મદ રફીનાં લતા મંગેશકર સાથે તેમજ શમશાદ બેગમ, સુરૈયા અને અન્ય ગાયિકાઓ સાથેનાં, મુકેશનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં અને શમશાદ બેગમનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતો સાંભળી ચૂંક્યાં છીએ.

૧૯૪૯નાં પુરુષ-સ્ત્રી યુગલ ગીતોની શ્રેણીમાં આજે આપણે ગીતા રોય, જેવાં 'અન્ય' ગાયિકાઓનાં 'અન્ય'ગાયકો સાથેનાં યુગલ ગીતો સાંભળીશું.

                          ગીતા રોય + અન્ય પુરુષ ગાયકો

ફિલ્મના સંગીતકારની પોતાની આગવી શૈલી અને ફિલ્મની જરૂરિયાત અનુસાર ગીતા રોયનાં અન્ય પુર્ષ ગાયકો સાથેનાં યુગલ ગીતો જૂદા જૂદા ભાવ અનુસાર રચાયાં હોય તેવું જણાશે.

કદમ હૈ રાહ-એ-ઉલ્ફત મેં નાજ઼ૂક દિલ હૈ દિલ કી બસ્તી - દિલકી બસ્તી - જી એમ દુર્રાની સાથે - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
યહી દિલ કી બસ્તી, દિલકી બસ્તી - દિલકી બસ્તી - જી એમ દુર્રાની સાથે - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
કામ કરો ભાઈ કામ કરો, જગમેં અપના કામ કરો - જીત - વિનોદ સાથે - શ્યામ બાબુ પાઠક - પ્રેમ ધવન

કહને કો હૈ તૈયાર, મગર કૈસે કહેં હમ - કમલ - સુરેન્દ્ર સાથે - એસ ડી બર્મન - જી એસ નેપાલી

મૈં અંગૂરકી બેલ પિયા મોરે - કરવટ - એસ ડી બાતિશ સાથે - હંસ રાજ બહલ - સૈદ-ઉદ-દિન 'સૈફ'
જિંદગી હૈ દિલ્લગી દિલ્લગી હૈ જિંદગી - નણંદ ભોજાઈ - એ આર ઓઝા સાથે - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર

'નણંદ ભોજાઈ' મૂળે ગુજરાતીમાં બનેલ હતી, જેનું સંગીત અવિનાશ વ્યાસે સ્વરબદ્ધ કરેલ હતું. અહીં આ જ સીચ્યુએશન માટે તેમણે સાવ જ જૂદી રીતે ગીતને રજૂ કરેલ છે - જિંદગી છે દિલ્લગી 
મેરે મન મેં ડોલ આંખોંમેં ડોલ મતવારી સજનિયા - નઝારે - જી એમ દુર્રાની સાથે - બુલો સી રાની
ધન્ય હૈ ધન્ય હૈ અવધપુરી, ધન્ય વહાં કી ફુલવારી - રામ વિવાહ - મન્ના ડે સાથે - શંકર રાવ વ્યાસ - મોતી, બી એ
પહેન ચુ નરિયા કાલી જ઼્લમિલ જ઼િલમિલ દીયોવાલી - રોશની - ચીતળકર સાથે - સી રામચંદ્ર - પી એલ સંતોષી

                          લતા મંગેશકર + અન્ય પુરુષ ગાયકો

મોહમ્મદ રફી અને મુકેશ સિવાયના અન્ય પુરુષ ગાયકો સાથે લતા મંગેશકરનાં યુગલ ગીતોની સંખ્યા ઓછી છે. આ ઘટનાને મુખ્ય ધારાનાં ગાયકોનો જૂદો પ્રવાહ બનવાની ઘટના કહેવી કે કેમ તે કદાચ વહેલું પડે. જો કે લોકપ્રિયતાની દૃષ્ટિએ લતા મંગેશકરનાં કરણ દિવાન સાથેનાં શ્યામ સુંદરે 'લાહોર' માટે સંગીતબધ્ધ કરેલ ગીતો જરા પણ પાછળ નથી રહ્યાં તેને અપવાદ ગણીને પણ નોંધ તો લેવી રહી.

હાયે છોરે કી બાત બડી બેવફા, બેવફા સે કોઈ દિલ લગાયે ના - ચાંદની રાત - જી એમ દુર્રાની સાથે - નૌશાદ અલી - શકીલ બદાયુની
તુમ સોચ રહી હો - ગર્લ્સ સ્કૂલ - શંકર દાસગુપ્તા સાથે - અનિલ બિશ્વાસ - પ્રદીપ
દુનિયા હમારે પ્યારકી યુંહી જવાં રહે, મૈંભી વહાં રહું જહાં સાજન મેરા રહે - લાહોર - કરણ દિવાન સાથે - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ
સુનો સાજન મેરી બાત - લાહોર - કરણ દિવાન સાથે - શ્યામ સુંદર - અઝીઝ કશ્મીરી

                                 સુરૈયા + અન્ય પુરુષ ગાયકો

સુરૈયાનાં પણ અન્ય પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતો પણ સદાબહાર કક્ષાનાં જ હતાં.

જાલીમ જમાના મુઝકો તુમ સે છૂડા રહા હૈ - દિલ્લગી - શ્યામ સાથે - નૌશાદ - શકીલ બદાયુની

તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, મૈં તેરા રાગ તૂ મેરી રાગીની - દિલ્લગી - શ્યામ સાથે - નૌશાદ - શકીલ બદાયુની
ચાહે કિતની કઠીન ડગર હો, હમ કદમ બઢાતે જાયેંગે – જીત – શંકર દાસગુપ્તા સાથે - અનિલ બિશ્વાસ - પ્રેમ ધવન


હવે પછીના અંકમાં આપણે હજૂ સુધી ન આવરી લેવાયેલ 'અન્ય' પુરુષ-'અન્ય' સ્ત્રી યુગલ ગીતો સાંભળીશું.


Post a Comment