હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૧૨_૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આજના અંકની શરૂઆત કટાક્ષસભર પૅરૉડીઓથી કરીશું.
૮મી નવેમ્બરે વિમુદ્રીકરણની જાહેરાત થયા પછી જાહેર પ્રસારણ
માધ્યમો પર આર્થિક, સામાજિક અને
રાજકીય ચર્ચાઓની ભરમાર છે તો સામાજિક માધ્યમો પર કટાક્ષ ઠલવાયા કરે છે. આવાં
વાતાવરણમાં ફિલ્મી ગીતો અણબોટ્યાં તો ન જ રહે! You've never heard the demonetized
version of this famous song from Guru Dutt's 'Pyaasa'. અને
એનાં જેવાં પૅરૉડી
ગીતોના કુટિર ઉદ્યોગની એક અદની
પેદાશના ફાલની નોંધ તો લેવી
જ રહી..
आगे आती थी हाले दिल पे हँसी
अब किसी बात पर नहीं आती
अब किसी बात पर नहीं आती
પાંચમી ડીસેમ્બરે જે. જયલલિતાની જિંદગી સાથેની લાંબી
લડાઇઓનાં છેલ્લાં પ્રકરણનું છેલ્લું પાનું પૂરૂં થયું. તેમની ફિલ્મ કારકીર્દી વિષે
પણ જાહેર પ્રસાર માધ્યમોમાં ખાસ અંજલિ લેખો થયા. તેમની એક માત્ર હિંદી ફિલ્મ, તેમનાં વ્યક્ત્તિત્ત્વ અને તેમની તમિળ અને તેલુગુમાં બનેલી બે
ફિલ્મોનાં હિંદી ફિલ્મ કનેક્શનને રજૂ કરતા ત્રણ પ્રતિનિધિ લેખોની અહીં નોંધ લઈશું.
- Dharmendra Remembers Co-Star Jayalalithaa In Her Only Hindi Film માં તેમની એક માત્ર હિંદી ફિલ્મ ઈજ઼્જ઼ત (૧૯૬૮)ના સહનાયક ધર્મેન્દ્ર તેમની આદીવાસી છોકરીના કિલકિલાટીયણ,બોલકી ભૂમિકાને યાદ કરે છે. તેમના દ્વારા અભિનિત જાગી બદનમેં જ્વાલા સૈંયા તૂને ક્યા કર ડાલા અને રૂક જા જરા બાબુ રે બાબુ રે એ બે ગીતો ત્યારે લોકપ્રિય થયાં હતાં
- When Jayalalithaa sang ‘Aaja Sanam madhur chandni’ on Simi Garewal’s showમાં સિમિ ગરેવાલ તેમનાં બાળપણ, તેમની ફિલ્મની કારકીર્દી, રાજકારણની સફર જેવાં વિવિધ પાસાંઓ પર જયલલિતા સાથે ચર્ચા છેડે છે. ચર્ચા દરમ્યાન સિમિ જયલલિતાની અંગત પસંદમાં નરી કોન્ટ્રાક્ટર અને શમ્મી કપૂરની વાત કરતાં કરતાં તેમની પાસે તેમને ગમતું "આ જા સનમ મધુર ચાંદનીમેં હમ" પણ ગણગણાવી લે છે. આખો ઇન્ટરવ્યુ અહીં જોઈ શકાય છે.
- ગયા મહિનાના આપણા બ્લૉગોત્સવમાં આપણે 'વોહ કૌન થી?' અને તેના પૂર્વાપરના સંબંધોને યાદ કરતા કરણ બાલીના લેખ The debt that Indian cinema owes to Wilkie Collins and his ‘The Woman in White’ - નો ઉલ્લેખ કર્યો હતો. તેના પરથી તમિળ અને તેલુગુમાં બનેલી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા જયલલિતાએ ભજવી હતી. આ ત્રણેય ફિલ્મોનાં સમાન ધુન પરથી બનેલાં ગીતોને એક ફિલ્મનાં અનેક સ્વરૂપ – “વોહ કૌન થી?” અને તેનાં પૂર્વજ અને અનુજ સંસ્કરણોમાં યાદ કરેલ છે.
Wadia and Nadia: How love kicked in
pre-Bollywood filmdom - નાદીઆ જે. બી. હોમીવાડીઆની શોધ
હતાં. હોમી (૨૨ મે, ૧૯૧૧ - ૧૦
ડીસેમ્બર,૨૦૦૪)એ સ્કૉટીશ
ઉચ્ચારણ ધરાવતાં આ મેમસા'બને એક પહેચાન
આપી. જાણીતા ફિલ્મ સિધ્ધાંતરચયિતા અને સંગ્રહરક્ષક અમૃત ગંગરનું કહેવું છે 'હોમી ને ખ્યાલ આવી ગયો હતો કે નાદીઆની ભાષા તેમનું 'શરીર સૌષ્ઠવ' છે. તેમણે તેમની
હિંદી ઉચ્ચારણની મુશ્કેલીને ધ્યાનમાં લઈને તેમનાં પાત્રોને કમસે કમ સંવાદો આપ્યા.'
૧૯૫૫ની ફિલ્મ 'કાર્નીવલ ક્વીન'નાં એક દૃશ્યમાં મેરી એન ઈવાન્સ ઉર્ફ નીડર નાદીઆ |
Happy Birthday Dharmendra: As he turns
81, we bring you his various filmi moods - ધર્મેન્દ્ર કદાચ
એવા પહેલા પુરુષ ફિલ્મસ્ટાર હશે જેમણે 'ફૂલ ઔર પથ્થર'નાં ગીતમા ઉઘાડી છાતી દેખાડવાનો ચીલો પડ્યો.અનુપમા (૧૯૬૬)થી
સત્યકામ(૧૯૬૯)માં તેમણે એક અભિનેતા તરીકે પોતાની જગ્યા બનાવી. તેમની બીજે બધે
મારધાડવાળી છાપની સામે હૃષીકેશ મુખર્જીની 'ચુપકે ચુપકે'માં માર્મિક
હાસ્યપ્રધાન ભૂમિકા પણ કરી.
MS Subbulakshmi: A journey from Kunjamma
to Meera
માં એન. વેંકટરામન એમ
એસ સુબ્બલક્ષ્મીને તેમની જન્મ શતાબ્દિની અંજલી આપે છે.
'વિસરતી યાદો...સદા યાદ
રહેતાં ગીતો’ના ડીસેમ્બર, ૨૦૧૬ના અંકમાં કોઇ પણ સંગીતકાર સાથે મોહમ્મદ રફીએ ૧૯૪૪થી ૧૯૪૭ દરમ્યાન પહેલવહેલી
વાર જે ફિલ્મમાં સૉલો ગીત ગાયું હોય તેવાં ગીતો રજૂ કરાયાં હતાં. આ જ લેખના
ઉત્તરાર્ધના સ્વરૂપે ૧૯૪૭ અને ૧૯૪૮ એમ પહેલાં પાંચ વર્ષના અંતરાલનાં છેલ્લાં
બે વર્ષમાં મોહમ્મદ રફી પાસે જે સંગીતકારોએ પહેલી વાર સૉલો ગીત ગવડાવ્યાં એ
ફિલ્મોનાં મોહમ્મદ રફીનાં સૉલો ગીતોની નોંધ લીધેલ છે.
હિંદી ફિલ્મોની 'સદાબહાર ત્રિપુટી'ના બે અદકેરા તારલાઓ - દિલીપ કુમાર અને રાજકપૂર-ની પણ જન્મ તિથિઓ ડીસેમ્બરમાં છે -
15 Songs of Shailendra: The Art of Simply
Expressing Deepest Thoughts - શૈલેન્દ્રની મૃત્યુતિથિએ અંતરા નંદા મોંડલ અને પીયૂષ શર્માએ શૈલેન્દ્રનાં
ગીતોના ખજાનામાંથી ૧૫ જૂદા જૂદા ભાવોની સૂક્ષ્મ રજૂઆત કરતાં ગીતો અલગ તારવ્યાં છે.
કરણ બાલીએ Sitara Devi: The Twinkling Starમાં સીતારા
દેવીની ૨૫મી નવેમ્બરના રોજની બીજી મૃત્યુ તિથિની અંજલિરૂપ લેખમાં સીતારા દેવીની કારકીર્દીને
આલેખી છે. અલ હિલાલ (૧૯૩૫), અછૂત (૧૯૪૦), પાગલ (૧૯૪૦) અને આજ કા હિન્દુસ્તાન(૧૯૪૦), રોટી (૧૯૪૨), યજમાન(૧૯૪૩)
જેવી યાદગાર ફિલ્મોએ સીતારા દેવીની અભિનયકળાને યાદગાર બનાવી છે. અંજલિ (૧૯૫૭)માં તેમનાં નાગ
નૃત્ય કે મધર ઈન્ડિયા (૧૯૫૭)માં તેમનાં
હોળી નૃત્ય વડે તેમની શાસ્ત્રીય નૃત્યની પારંગતા લોકચાહના પામતી રહી
છે.
કરણ બાલીએ પી સી બરૂઆનું પણ
શબ્દચિત્ર આલેખ્યું છે. તેમણે રચેલાં ઘણાં સદાબહાર ગીતો પૈકી કે એલ સાયગલે ગાયેલું
'ઝીંદગી'નું સો જા રાજકુમારી તો બધાંને યાદ
જ હશે. તેમણે કે એલ સાયગલના સ્વરમાં રચેલાં દેવદાસ (૧૯૩૫)નાં ગીતો પણ અમર થઈ ગયાં
છે.
હવે અન્ય વિષયો પરની પૉસ્ટ્સની મુલાકાત લઈએ:
Shyam Benegal’s ‘Ankur’ and the beginning of a film
movement - સંગીતા દત્તા દ્વારા કરાયેલો પુસ્તક પરિચય - શ્યામ બેનેગલનાં કોલેજનાં
વર્ષોમાં લખાયેલ સ્ક્રિપ્ટના પાયા પર તેમની ફિલ્મ જગતના અગ્રણી વાસ્તવવાદી તરીકેની
ઝળહળતી કારકીર્દી રચાઈ.
Smita Patil as a child: Mischievous, adventurous,
emotional and an excellent mimic - મૈથિલી રાવનું કહેવું છે કે ૧૩મી ડીસેમ્બરે જેમની મૃત્યુ તિથિ છે
તેવાં સ્મિતા પાટિલની જીવનકથા પરથી જાણવા મળે છે કે તે બહુ જ 'પ્રેમમયી' હતાં.
More Delicious Chutney Covers of Hindi
Film Songs
- 'ચટની' ગીતોનો પરિચય કરાવતા લેખ પછીના લેખમાં આ
પ્રકારનાં બીજાં ગીતો રજૂ કરાયાં છે. પૉસ્ટના લેખક હવે આ પ્રકારનાં ગીતો સમયે સમયે
મૂકવા ધારે છે.
Southern Spice in Hindi Music - દક્ષિણ ભારતનાં સંગીતની જે મુખ્ય ખાસીયતો હિંદી
ફિલ્મોનાં ગીતોમાં વણી લેવાતી રહી છે તેને કારણે એમ કહી શકાય કે હિંદી ફિલ્મના
ભાણાંમાં દક્ષિણ ભારતીય મસાલાઓએ સ્વાદ ઉમેર્યો છે.એક ગીત છોડીને બાકીનાં ૧૯૪૦થી '૬૦ દરમ્યાનનાં આવાં ૧૨ હિંદી ફિલ્મ ગીતો સાંભળવા માટે ક્લિક
કરો LINK TO PLAYLIST FOR
SOUTHERN SPICE IN HINDI FILM MUSIC.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં
શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના ડીસેમ્બર, ૨૦૧૬ના લેખો:
- સંગીતકારોની સૂરીલી સહધર્મચારિણીઓ
- બારમા મહિનામાં જન્મનારા બારમાસી અભિનેતાઓ
- એકમાત્ર આગમનની અતિથિ અભિનેત્રીઓ
- એક સંગીતકાર ચાર ગાયકો : અપવાદરૂપ સુરીલો સંગાથ
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના
લેખોમાં ડીસેમ્બર, ૨૦૧૬થી હિંદી
ફિલ્મ સંગીતના પિતામહ અનિલ બિશ્વાસ પરના લેખોની શ્રેણી શરૂ થયેલ છે :
- ચાલો કરીએ વાત હવે ભીષ્મ પિતામહ સંગીતકારની....
- અખૂટ પ્રતિભાના સ્વામી, પ્રબળ પુરુષાર્થી પરંતુ નસીબના રંક પુરવાર થયા
- ઝંડે ખાને કયા ગીત માટે અનિલદાને બિરદાવ્યા હતા?
દર મહિનાના છેલ્લા શુક્રવારે આજની
ટીનેજર પેઢીને ગમતાં ગીતોની વાત કરવાની પરંપરા છેલ્લા થોડા સમયથી એક યા બીજા કારણે ખોરંભે પડી ગઈ હતી. યોગાનુયોગે,આજે વર્ષના છેલ્લા શુક્રવારે યાદ
કરીએે સલીમ સુલેમાનનું પહેલું હિટ ગીત.....
ડીસેમ્બર, ૨૦૧૬માં વેબ
ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
- જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૯)
- સવારી ગીતો
- બંદિશ એક, રૂપ અનેક: (૨૬): એઇ રી આલી પિયા બીન
- વિરહગાન
- આયે તુમ યાદ મુઝે – ૮
પ્રકાશિત થયેલ
છે.
તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ સબસે મધુર વો ગીત'માં શૈલેન્દ્રનાં ગીત નાચ રે ધરતીકે પ્યારે તેરે અરમાનોંકી દુનિયા સામને હૈ રે નો રસાસ્વાદ માણવા મળશે.
રજનીકુમાર પંડ્યાએ વીસનગર-ઊંઝાના ભવાઈ
કલાકારોને લઇને જૂનાગઢના મરચા-મસાલાના સામાન્ય વેપારી શિવલાલ તન્નાએ બનાવેલી અને
કમનસીબે સાવ જ ભૂલાઇ
ગયેલી પ્રથમ ગુજરાતી આર્ટ ફિલ્મ ‘બહુરૂપી'ના સર્જનની
કેટલીક યાદોને તાજી કરી છે..
આજના અંકની સમાપ્તિ કરતી વખતે મોહમ્મદ રફી પરની એક લઘુ
ફિલ્મ - Part 1| Part 2 | Part 3. - પર નજર કરીએ.
૨૦૧૭નું વર્ષ આપ સૌ માટે સુમધુરપણે આનંદદાયી હો
તેવી શુભેચ્છાઓ સાથે........
No comments:
Post a Comment