૧૯૪૯નાં પુરુષ-
સ્ત્રી યુગલ ગીતોમાં મોહમ્મદ રફીનાં લતા મંગેશકર સાથે તેમજ શમશાદ બેગમ, સુરૈયા અને અન્ય ગાયિકાઓ સાથેનાં, મુકેશનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં અને શમશાદ બેગમનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતો તેમ જ સુવર્ણ યુગમાં પણ જાણીતાં રહેલાં સ્ત્રી ગાયકો સાથે
અન્ય પુરુષ ગાયકોનાં યુગલ ગીતો સુધી આપણી સફર પહોંચી છે.
હિંદી ફિલ્મ ગીત કોશની મદદથી ૧૯૧૪૯નાં યુગલ ગીતોની યાદી બનાવતી વખતે આપણે જેમને વીન્ટેજ એરાનાં સ્ત્રી ગાયકો તરીકે સામાન્યતઃ ઓળખીએ છીએ એવાં ગાયિકાઓનાં પણ ઘણાં ગીતો મળી આવ્યાં છે. તે ઉપરાંત જેમને જાણીતા ગાયકોની શ્રેણીમાં મૂકીએ એવા ગાયકો સાથે આજના સમયમાં ઓછાં જાણીતાં ગાયકોનાં યુગલ ગીતો પણ મળી આવે છે. આમ થવા પાછળ એક કારણ તો એ હોઈ શકે કે મુખ્ય ધારામાં વધારે પ્રચલિત ગાયકો સિવાય ક્યાં તો ખુદ અભિનય કરતાં ગાયકો કાર્યરત છે કે પછી વીન્ટેજ એરાની આથમતી અસરના વર્ષમાં જે કેટલાંક ગાયકો હજૂ પણ કાર્યરત રહ્યાં છે તે કારણ હોય. કેટલાંક યુગલ ગીતો એવાં પણ મળે છે જેમાં ખુદ સંગીતકારે જ ગાવાનું પસંદ કર્યું હોય. આ સંગીતકારો પછીથી ન તો સંગીતકાર તરીકે ન તો ગાયક તરીકે ટકી શક્યા છે તે પણ નોંધ લેવા લાયક બાબત છે. એકાદ ગીત એવું પણ મળ્યું છે જેમાં ગીતકારે પણ ગાવાનું પસંદ કરેલ હોય. સ્વાભાવિક છે આ પ્રકારનાં બધાં જ ગીતો માટે યુ ટ્યુબ લિંક ન મળે.
અમીરબાઈ કર્ણાટકી અને અન્ય પુરુષ ગાયકો
સૈયાં સે બીછડે હૈ હો મોરે રામ - ચાંદની રાત - સાદત સાથે - નૌશાદ અલી - શકીલ બદાયુની
રાજ કુમારી અને અન્ય પુરુષ ગાયકો
રામ કસમ મૈં ઘૂંઘટ કા પટ ના ખોલું - બાઝાર - સતીશ બાત્રા સાથે - શ્યામ સુંદર - ક઼મર જલાલાબાદી
મીના કપૂર અને અન્ય પુરુષ ગાયકો
ટૂટ ગયી મનકી બીના - અનન્યા - જે એસ કશ્યપ સાથે - રામ પ્રસાદ - જે એસ કશ્યપ
સુપ્રભા સરકાર અને તલત મહમૂદનું યુગલ ગીત
રંગીન બહારેં હૈ, યેહ રંગીન બહારેં - સમ્પત્તિ - તલત મહમૂદ સાથે - તિમિર બરન - પંડિત ભુષણ
તુમ એક નઝર દેખ ચૂકે , એક નઝર ઔર - દૌલત - શંકર દાસગુપ્તા સાથે - હનુમાન પ્રસાદ - ક઼મર જલાલાબાદી
પારો અને રાજા ગુલ નું યુગલ ગીત
ફરીયાદ ન કરના - ઘરાના - રાજા ગુલ સાથે - મોહમ્મદ શફી
પ્રેમલતા અને શૌકત નું યુગલ ગીત
તેરા બુઢાપા ઉમર મેરી બાલી - ઘરાના - શૌકત સાથે - મોહમ્મદ શફી - આલમ સ્યાહપોશ
હવે પછીના અંકમાં આપણે સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment