Sunday, December 31, 2017

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૨_૨૦૧૭



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ૧૨_૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
ડીસેમ્બર ૨૦૧૭નો મહિનો હિંદી ફિલ્મ સંગીત સાથે સંકળાયેલ બહુ બધી વ્યક્તિઓની જન્મ તિથિ કે સંવત્સરીનો મહિનો છે.
પરંતુ આજના આપણા આ અંકની શરૂઆતમાં એ સંવત્સરીઓમાં એક ઉમેરો થતાં અવસાનની નોંધ લઈને.. ૪થી ડીસેમ્બરે શશી કપૂરે આ દુનિયાની અંતિમ વિદાય લીધી. પરિણામે Muhammad Rafi’s birthday, in the presence ofShashi Kapoor in the heaven. શશી કપૂર અને મોહમ્મદ રફીનો પહેલ વહેલો સંગાથ થયો ફિલ્મ 'યે દિલ કિસકો દૂં' (૧૯૬૩, સંગીતકાર ઈક઼બાક ક઼ુરેશી, ગીતકાર ક઼મર જલાલાબાદી)માં લગભગ અડધો ડઝન ગીતો દ્વારા. આ ગીતો પૈકી ૪ યુગલ ગીતો અહીં અને બે સૉલો ગીતો આજના લેખના અંતમાં યાદ કર્યાં છે:
§  કિતની હસીન હો તુમ - આશા ભોસલે સાથે
શશી કપૂરનાં અભિનેતા તરીકેનાં વિવિધ પાસાંઓ તેમ જ ફિલ્મ નિર્માતા તરીકેના આગવા અભિગમ વિષે પણ જૂદી જૂદી અંજલિઓમાં વૈવિધ્યપૂર્ણ ઉલ્લેખ થયેલ છે
          Traversing the Two Worlds of Mainstream and Art: Shashi Kapoor’s Unexampled Journey - Antara Nanda Mondal -શશી કપૂરે હિંદી સિનેમામાં આગવી કેડી કંડારી. જેમાં તેમણે મુખ્ય પ્રવાહ તેમ જ સમાંતર ફિલ્મોની સાથે આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં ખૂબ દૃઢ સંકલ્પ અને દક્ષતાથી કામ કર્યું.
          7 Films That Prove Shashi Kapoor Was Way Ahead of His Time વાણિજ્યિક ફિલ્મોમાં ખૂબ કમાણી અને નામ મેળવવા છતાં પણ શશી કપૂરે અભિનેતા અને નિર્માતા તરીકે સમયથી બહુ આગળ કહી શકાય એવી ફિલ્મોમાં જે કામ કર્યું તે ૭ ફિલ્મો - ધર્મપુત્ર (૧૯૬૧) । સિધ્ધાર્થ (૧૯૭૨) । સત્ય્મ શિવમ સુંદરમ (૧૯૭૭) । કલયુગ (૧૯૮૦) । ન્યુ દિલ્હી ટાઈમ્સ (૯૧૮૪) । ઉત્સવ (૧૯૮૪) । સેમી એન્ડ રોઝી ગેટ લેઈડ (૧૯૯૪)-ને  ખાલિદ મોહમ્મદ યાદ કરે છે.
          Shashi Kapoor loses and finds himself in ‘Tum Bin’ from ‘Pyar Ka Mausam’  - Archana Nathan - નાસીર હુસૈનની ફિલ્મમાં આર ડી બર્મને સ્વરબધ્ધ કરેલ આ ગીત બહુ મહત્ત્વના પ્રસંગોએ મુકાયું છે. 
          The Final Curtainલેખિકાનું કહેવું છે કે પાંચ વર્ષ પહેલાં શશી કપૂર પર લખેલા એક લેખમાં કહ્યુમ હતું કે મને તેમનાં મૂત્યુ વિષે નહીં પણ તેમનાં જીવન વિષે લખવું ગમે છે. મેં એ મુજબ કર્યું પણ છે. પરંતુ સુવર્ણ યુગના એક ખુબ-ચાહત પામેલા એક અભિનેતાનાં મૃત્યુને કારણે એ યુગનાં વધુ એક પ્રકરણનો અંત થયો છે.
          Shashi Kapoor: The Cinematic Journey of a Phalke Award Winner by Karan Baliમર્ચન્ટ - આઈવરી સાથેના સહયોગને કારણે ધ હાઉસહોલ્ડર (૧૯૬૩), શેક્સપીયરવાલા (૧૯૬૫), બોમ્બે ટૉકી (૧૯૭) અને હીટ એન્ડ ડસ્ટ (૧૯૮૩) તેમજ સિધ્ધાર્થ (૧૯૭૨), સૅમી અને રોઝી ગિટ લેઈડ (૧૯૮૪) તેમ જ સાઈડ સ્ટ્રીટ (૧૯૮૮) જેવી ફિલ્મોમાં શશી કપૂર બહુ પહેલેથી આંતરરાષ્ટ્રીય પરદા પર પણ નામ કાઢી શક્યા હાતા.
          શશી કપૂરની યાદમાં મધુલિકા લિડ્ડલે તેની બે ફિલ્મો - A Matter of Innocence (1967)  અને Mohabbat Isko Kehte Hain (1965) નો પરિચય રજૂ કર્યો છે.


અને હવે ડીસેમ્બર મહિનાની અન્ય અંજલિઓ સાથે આપણે પણ જોડાઈએ
દિલીપ કુમાર

The Many Moods of Dilip Kumar - દિલીપ કુમાર એક અદ્‍ભૂત કલાકાર હતા. તેઓ ભલે ટ્રેજેડી કિંગ કહેવાતા, પણ તેઓ કોમેડી અને રોમાંસમાં પણ એટલા જ સહજ રહ્યા છે. રોમાંસની બાબતે તેમની પહોંચ જોવી હોય તો 'તરાના'નું બેઈમાન તોરે નૈનવા જોવું રહ્યું.

નૌશાદ:

  • Always Aashiqana With Naushad Ali’s Music માં નૌશાદની જન્મ તિથિ (૨૫ ડીસેમ્બર)ના ઉપલક્ષ્યમાં તેમનાં યાદગાર ગીતોને યાદ કરાયાં છે.
  • Aawaz De Kahaan Hai: The Golden Music of Naushad - નૌશાદની નિયતિ સંગીતમાં સંગીત વડે સંગીતમય થવામાં હતી. પીયૂષ શર્મા તેમની સંગીત સફરની ઝાંખી કરાવે છે.
  • NAUSHAD-Once All of India was crazy about his Melodies. - આ વિચક્ષણ સંગીતકારે 'અંદાઝ', 'મેલા'માં મૂકેશ કે 'બાબુલ'માં તલત મહમૂદને દિલીપ કુમારના અવાજ તરીકે સાંગોપાંગ રજૂ કર્યા. પણ એવું લાગે છે કે સાથે સાથે  તો ખાનગીમાં રફીને અંગદ કુદકા માટે તિયાર કરી રહ્યા હ્તા. 'અનમોલ ઘડી'(૧૯૪૬)નાં સૉલો તેરા ખિલૌના તૂટા'થી શરૂ કરીને, ૧૯૫૨ની 'બૌજુ બાવરા'ની સફળતાના તરાપે  ઉડન ખટોલા (૧૯૫૫)નાં ઓ દૂર કે મુસાફિર હમકો ભી સાથ લે લે સુધીમાં રફીએ ઘણું અંતર કાપી કાઢ્યું.

નૂર જહાં:

  • Noor Jehan, the Original ‘Chandni Raatein’ Singer -૨૩ ડીસેમ્બરે નૂર જહાંની ૧૭મી સંવત્સરીના ઉપલક્ષ્યમાં તેમનાં અવર્ણનીય સંગીતની ઝાંખી કરીએ. 
  • The journey of singing great Noor Jehan in Bollywood - મુંબઈ હિંદી ફિલ્મ જગતમાં નૂર જહાંની આખરી ફિલ્મ 'મિર્ઝા સાહિબાન' (૧૯૪૭) હતી જેમાં પૃથ્વી રાજ કપૂરના ભાઈ ત્રિલોક કપૂર નાયકની ભૂમિકામાં હતા.

My Favourites by Shailendra (30 ઓગસ્ટ ૧૯૨૭ -૧૪ ડીસેમ્બર ૧૯૬૬) - શૈલેન્દ્ર એ નૌશાદ અને ઓ પી નય્યર જેવા અપવાદ બાદ કરતાં લગભગ બધાજ સંગીતકારો સાથે કામ કર્યું હતું.
Remembering Meena Kapoor- મીના કપૂરનું ૨૩ નવેમ્બર, ૨૦૧૭ના રોજ દેહાવસાન થયું.તેમની છેલ્લી ફિલ્મ ૧૯૬૫માં રજૂ થયેલ 'છોટી છોટી બાતેં' હતી.
Chalte Chalte Mere Yeh Geet Yaad Rakhna: Bappi Lahiri’s Melodious Hits - ૨૭મી નવેમ્બરના રોજ બપ્પી લાહિરીએ ૬૫ વર્ષ પૂરાંકર્યાં. ૧૯૭૩માં રજૂ ત્ય્હયેલ તેમની પહેલી ફિલ્મ 'નન્હા શિકારી'થી શરૂ થયેલ તેમની સફરને ૪૫ વર્ષનાં વહાણાં વહી ગયાં.પીયૂષ શર્મા આપણને તેમનાં સંગીતની સફરની યાદ તાજી કરાવે છે.
ગૂગલે ૨૭ ડીસેમ્બરના મિર્ઝ ગ઼ાલિબની ૨૨૦મી જન્મતિથિને યાદ કરી-

આ પ્રંસંગે બીજી પણ પૉસ્ટ્સ પ્રકાશિત થઈ છે
          The debt owed by Gulzar’s lyrics to Mirza Ghalib - Manish Gaekwad - હિંદી ફિલ્મ સંગીતનાં સુજ્ઞ વાચકોને જાણ તો છે જ કે 'મૌસમ'નું ગીત 'દિલ ઢૂંઢતા હૈ ફિર વોહી' ગ઼ાલિબના શેર પરથી પ્રેરીત છે. આ વિડીયો ક્લિપમાં ગુલઝાર અને આશા ભોસલે ગીતની માર્મિક બાબતોની છણાવટ કરે છે.

આપણા આ બ્ળોગોત્સવ તેમજ આ બ્ળોગ પર ડીસેમ્બરનું ખાસ મહત્ત્વ મોહમ્મદ રફીના જન્મ દિવસને કારણે પણ રહ્યું છે.
ડીસેમ્બર, ૨૦૧૭માં વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે ગાયેલ પહેલ વહેલાં સૉલો ગીતની યાદ આપણે તાજી કરીએ છીએ. ૨૦૧૭નાં વર્ષમાં આપણે મોહમ્મદ રફીની કારકીર્દીનાં ૧૯૪૯ , ૧૯૫૦-૧૯૫૧ અને ૧૯૫૨-૧૯૫૩ એમ ૧૯૪૯થી ૧૯૫૩નાં બીજાં પાંચ વર્ષનાં આવાં પહેલ વહેલાં સૉલૉ ગીત યાદ કર્યાં.
આ ઉપરાંત


અને હવે આપણે અન્ય વિષયો પરની પોસ્ટ્સની મુલાકાત કરીશું
માં રવિન્દ્ર કેળકરે ઓ પી નય્યરની સંગીત સફરનાં ત્રણ વધારે પાસાં રજૂ કરેલ છે.
Beauties bond over baubles in ‘Mann Kyun Behka’ from ‘Utsav’ - Nandini Ramnath - ગીરીશ કર્નાડ દિગ્દર્શિત ફિલ્મ 'ઉત્સવ'નાં લક્ષ્મીકાન્ત પ્યારેલાલ રચિત આ ગીતમાં રેખા અને અનુરાધા પટેલ ચિત્તાક્રર્ષક રહે છે.
Ten of my favourite ‘Unusual Singer’ songs એટલે એવાં ગીતો જે -
-     જેના ગાયક નહીં પણ  પરદા પર રજૂ કરતા કળાકાર કંઈક અંશે અસામાન્ય હોય, અને /અથવા 
-     પરદા પર રજૂ કરતા કળાકાર ચહેરો જાણીતો હોય પણ ફિલ્મમાં ગીત ગાવાનું તેમના ભાગે સમાન્યપણે ન આવતું હોય.
“Nazar Lagi Tore Bangle Par” and Zarina Begum - બેગમ અખ્તરનાં શિષ્યા ઝરીના બેગમે કાલા પાનીનાં ગીત તરીકે આપણે જેને સાંભળતાં આવ્યાં છીએ તે બહુ પહેલાં ગાયું છે.

સોંગ્સ ઑવ યોરની Best songs of year  શ્રેણીની સફરમાં આપણે ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર ના સ્ત્રી સૉલો ગીતોના બીજા પડાવની સફરમાં લતા મંગેશકરનાં સૉલો ગીતોનો પહેલો ભાગ સાંભળી રહ્યાં છીએ સાંભળ્યા બાદ હવે બીજો અને ત્રીજો ભાગ સાંભળ્યો. તે પછી. મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો થી ૧૯૪૮નાં સ્ત્રી સૉલો ગીતોના પડાવની સફરને પૂરી કરેલ છે.. યુગલ ગીતોના ત્રીજા પડાવનાં પહેલાં પગથિયે સ્ત્રી-પુરુષ યુગલ ગીતોમાં મૂકેશનાં તેમ જ મોહમ્મદ રફીનાં યુગલ ગીતો આપણે સાંભળ્યાં
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ડીસેમ્બર, ૨૦૧૭ના લેખો:


'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ હાલમાં વનરાજ ભાટિયા પર લેખમળા કરી રહ્યા છે.....


અને મહિના છેલ્લા શુક્રવારના યુવા પેઢી માટેના તેમના લેખ:
ડીસેમ્બર, ૨૦૧૭માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:


આપણા કોઈ પણ અંકના અંતમાં મોહમ્મદ રફીને લગતા લેખો આપણે લેતાં હોઈએ છીએ, તે આજે તો અંકના મધ્યમાં આપણે લઈ લીધા. આજ અંકની શરૂઆતમાં મોહમ્મદ રફીના જન્મ દિવસે શશી કપૂરની હાજરીને યાદ કરતાં 'યે દિલ કિસકો દૂં'નાં યુગલ ગીતો આપણે સાંભળ્યા પછી અંકના અંતમાં એ ફિલ્મનાં મોહમ્મદ રફીનાં બે સૉલો ગીતો સાંભળીએ
યે દિલ કિસકો દૂં 

મેરા દિલ તુમ પે આ ગયા, મેરે પહલૂ સે દિલ ગયા

૨૦૧૭નાં નાતાલના તહેવારોની ખુશીઓને મમળાવતાં, The Christmas Celebration in Hindi Films માં હિંદી ફિલ્મોમાં આપણને હાસ્ય પીરસી જનારાં ખ્રિસ્તી પાત્રોને યાદ કરીએ, અને એ જ ખુશી આપ સૌને ૨૦૧૮નાં વર્ષમાં પણ મળે એ  શુભેચ્છાઓ સાથે …….