Showing posts with label હિંદી ફિલ્મ સંગીત બ્લૉગોત્સવ. Show all posts
Showing posts with label હિંદી ફિલ્મ સંગીત બ્લૉગોત્સવ. Show all posts

Wednesday, January 31, 2024

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૨ – મણકો : ૧_૨૦૨૪

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના મા સંપુટના મણકા - _૨૦૨૪માં આપનું સ્વાગત છે.


૨૦૨૪ નું વર્ષ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનું વર્ષ [જન્મઃ ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ । ઈંતકાલઃ ૩૧ જુલાઈ, ૧૯૮૦] છે. તે નિમિત્તે અલગ અલગ પ્રકારની ઉજવણીઓ આખું વર્ષ થતી રહેશે.  આપણે દર મહિને તેમાંની ચુંટેલી ઉજવણીઓને અહીં રજુ કરીશું.

Woh Jab Yaad Aaye - મોહમ્મદ રફીની જન્મ શતાબ્દી કાર્યક્રમોનો પ્રારંભ 


મોહમ્મદ રફીનાં ૧૯૪૪ અને ૪૫નાં ગીતોની યાદ તાજી કરીને  Rafi’s Birth Centenary Year begins

સોંગ્સ ઑફ યોર ઉજવણીની શરૂઆત Mohammad Rafi from A to Z દ્વારા  કરે છે. હંસ જાખડ તેમાં પોતાને પસંદ ગીતોની યાદી ઉમેરે છે.

(નોંધઃ આ લેખમાળામાં સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત થતા લેખોનો ગુજરાતી અનુવાદ પણ સમાંતરે પ્રકાશિત કરવાનું આયોજન છે. તે પૈકી સૌ પ્રથમ લેખ મોહમ્મદ રફી - '' થી 'ઝેડ' પરથી શરૂ થતાં સૉલો ગીતો [૧} છે.)

Md. Rafi – A Singer Who Seldom Spoke - મોહમ્મદ રફીનો પોતાનો અવાજ સાંભળવા મળે એવા ઇન્ટરવ્યુ શોધવા બેસીએ તો બે કે ત્રણથી વધારે નહીં મળે. હિંદી ફિલ્મ જગતની લગભગ દરેક હસ્તીના ઇન્ટરવ્યુ કરી ચુકનાર અમીન સાયાનીને મોહમ્મદ રફીનો ઇન્ટરવ્યુ કરવાની તક નહોતી મળતી.  દરેક સવાલનો જવાબ પોતાનાં ગીતોથી આપવાની પોતાની શરતે, જ્યારે  માંડ માંડ  તેમણે હા પાડી ત્યારે બહુ મોડું થઈ ચુક્યું હતું. આ ઇન્ટરવ્યુ થઈ શકે તે પહેલાં જ તેમણે દુનિયાના આ ફાની મંચ પરથી વિદાય લઈ લીધી. આટલા ઓછાબોલા ઇન્સાન હતા એ !

Sanjeev Ramabhadran - Remembering the Rafi-Naushad Duo: આ આલાપ પરથી ગીત ઓળખી શકાય છે ને ?


આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું
 –

મહેફિલમેં તેરીએ રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણી રામનાં ભજનોની યાદી @ II Jai Shree Ram II વડે કરી.

Qamar Jalalabadi: The Unforgettable Lyricistહુસ્નલાલ ભગતરામ, કલ્યાણજી આણંદજી, ઓ પી નય્યર વગેરે સાથે અનેક ચિરકાલીન ગીતોના રચયિતા ક઼મર જલાલાબાદીનાં ગીતોની સફર ડી પી રંગને યોજી છે.

Rafi sings for Composers from Bengal – part I માં અનિલ બિશ્વાસ, સલીલ ચૌધરી અને હેમંત કુમારે રચેલાં મોહમ્મદ રફીનાં ગીતોને યાદ કર્યા  Part II માં એસ ડી બર્મન અને મોહમ્મદ રફીના લગભગ ૧૦૦ ગીતોના સંગાથને યાદ કર્યો. હવે Part III  માં આર ડી બર્મનની ૩૦મી પુણ્ય્તિથીની યાદમાં મોહમ્મદ રફીનાં તેમણે સંગીતબદ્ધ કરેલાં કેટલાંક ગીતો યાદ કરાયાં છે. 

The Sculptors of Film Songs (11) Goody Seerwai: Arrangers and Musicians શ્રેણીમાં આ પહેલાં Sebastian D’ Souza, Anthony Gonsalves, Enoch Daniels, Kishore Desai  Manohari Singh,  S Hazara Singh,  V Balsara, Ramlal , Dattaram  અને Van Shipley આવરી લેવાયેલ છે

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૯મા સંસ્કરણના જાન્યુઆરી ૨૦૨૪ના અંકમાં  જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૮ નાં ગીતો યાદ કર્યાં છે.  સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

§  ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§  ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને,

§  ૨૦૨૨માં ૧૯૭૪ - ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓનેઅને

§  ૨૦૨૩માં વર્ષ ૧૯૭૬ - ૧૯૭૭ની ફિલ્મો લૈલા મજનુઆલાપ અને ઘર્રૌંદામાં  જયદેવની બીજી ઈનિંગ્સ નવપલ્લિત થતી રચનાઓ

સાંભળી  ચૂક્યાં છીએ.

તસ્વીરો દ્વારા Celebrating cinema:


હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

The Postlude Songs - અનુલાપ ગીતના અંતમાં આવતું સંગીત છે. ફિલ્મોમાં અનુલાપવાળાં ગીતો બહુ ઓછાં છે. જોકે જે જે સંગીતકારોએ ફિલ્મી ગીતોમાં અનુલાપ પયોજેલ છે તે બધા પ્રયોગો સ - રસ છે.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

·       This actress was the star of India’s first ever sequel made in 1940s, did her own


action decades before Akshay Kumar and Ajay Devgn  - ફીયરલેસ નાદીયાના ૧૧૬મા જનમ દિવસના સંદર્ભમાં તેમની ૧૯૩૫ની ફિલ્મ 'હંટરવાલી'ની અનુગામી ફિલ્મ એક દશકા બાદ આવી. એ ફિલ્મથી નાદીયાની કારકિર્દીને નવજીવન બક્ષેલ હતું.

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

જાન્યુઆરી ૨૦૨૪માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યા ગીતો૧૮: अपने लिए जिये तो क्या जिये

શીર્ષક આવરતા ગીતો – 

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં સ્ટેશન માસ્ટર (૧૯૪૨)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને સિતારને  લગતાં કેટલાંક ગીતો પહેલા ભાગમાં રજૂ કરે છે..

ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. મહિને આરઝૂ લખનવી, બેહઝાદ લખનવી, નક્શ્બ ઝરાચવી અને અખ્તર શિરાની ની ગઝલો પેશ કરે છે.

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૪માં આપણે મોહમ્મદ રફી વિશે અન્ય લોકોએ જે કંઈ કહ્યું છે તેની યાદી બનાવીશું.

Classic Legends Mohammad Rafi – Javed Akhtar



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.