Showing posts with label Amirbai Karnataki. Show all posts
Showing posts with label Amirbai Karnataki. Show all posts

Thursday, July 12, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અમીરબાઈ કર્ણાટકી [૧]


કર્ણાટકમાંથી આવ્યા છતાં ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે પાર્શ્વગાયનમાં પણ વિન્ટેજ એરાનાં સ્ત્રી પાર્શ્વગાયકોમાં અમીરબાઈ કર્ણાટકી ઘણું મોટું નામ છે. ૧૯૪૭માં તેમનાં સૉલો ગીતોની સંખ્યા અને વૈવિધ્ય આ વાતની સાહેદી પૂરે છે. આ વર્ષે તેમનાં સી રામચંદ્ર કે નૌશાદ - અમીરબાઈ નૌશાદની ફિલ્મ 'એલાન'માં મુખ્ય ગાયિકા છે - ગીતોથી એ પણ સાબિત થાય છે કે નવી પેઢીના સંગીતકારોની શૈલી સાથે પણ બહુ સરળતાની પોતાના સ્વરને ઢાળી શક્યાં હતાં.
તેમની કારકીર્દીનો આલેખ ૧૯૪૭નાં વર્ષમાં ટોચ પર પહોંચેલો માનવામાં આવે છે. આપણે પણ તેમનાં ગીતોની સંખ્યાને ન્યાય આપવા માટે તેમનાં ૧૯૪૭નાં સૉલો ગીતોને બે પૉસ્ટ્સમાં વહેંચી નાખ્યાં છે.

તુમ્હારી યાદ કો દિલ સે ભૂલાકે આયી હૂં - બીતે દિન - સંગીતકાર:  એ દિનકર રાવ - 
સો જા...સો ગઈ મનકી આસ રે - બીતે દિન - સંગીતકાર:  એમ એ રૌફ
અગર તુમ ન મિલતે અગર તુમ આતે - બીતે દિન - સંગીતકાર:  એમ એ રૌફ 
મેરે દિલકી તરાહ હૈ સિતાર તાર તાર - બીતે દિન - સંગીતકાર:  એ દિનકર રાવ 
ઘનઘોર ઘટા ઘનઘોર ઘટા ફિર છાયી - બીતે દિન - સંગીતકાર:  એ દિનકર રાવ 
દિન કભી ઐસે ભી આયેંગે કિસે માલૂમ થા - દિવાની - સંગીતકાર: જ્ઞાન દત્ત - ગીતકાર: શમ્સ અઝીમાબાદી 
કટ રહી હૈ બેક઼સીમેં હર ઘડી તેરે બગૈર - દિવાની - સંગીતકાર: જ્ઞાન દત્ત - ગીતકાર: શમ્સ અઝીમાબાદી  
અલ્લાહ નિગહબાન તેરા અલ્લાહ નિગહબાન - એલાન - સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: ઝીયા સરહદી 
આયી યે અઝલ ઝિંદગી, ગ઼મકા ઝમાના ટલ ગયા - એલાન - સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર:  ઝીયા સરહદી
કુછ ઔર સિતમ હોંગે...રોતે હુએ આયેં હૈ, રોતે હુએ જાયેંગે - એલાન - સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: ઝીયા સરહદી
ઈન્સાન કી તહઝીબ પે એહસાન હમારા - એલાન - સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર:  ઝીયા સરહદી
તીર લગા તીર હાયે ક્યા કરૂં લૂટ ગયી તક઼દીર હાયે ક્યા કરૂં - કિસ્મત કા સિતારા - સંગીતકાર: અલ્લા રખ્ખા ક઼ુરૈશી - ગીતકાર:  રૂપબાની 
મૈં જાનતી હું ન આઓગે કભી પિયા - લીલા - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર:  જી એસ નેપાલી 
ઓ પ્રીતમ પ્યારે છોડ ચલી ઘરબાર - લીલા - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર:  જી એસ નેપાલી
 

અમીરબાઈ કર્ણાટકીનાં ૧૯૪૭નાં જે સૉલો ગીતોની સૉફ્ટ લિંક નથી મળી તે યાદી પણ ઘણી લાંબી છે –

  • આજ મેરી કિસ્મત કા સિતારા ચમકા - દિવાની - સંગીતકાર:  જ્ઞાન દત્ત - ગીતકાર: શમ્સ અઝીમાબાદી
  • હંસતી જા બલ ખાતી જા દર્દ કિસી કા - દિવાની - સંગીતકાર:  જ્ઞાન દત્ત - ગીતકાર: શમ્સ અઝીમાબાદી
  • દેખો દેખો જી જવાની ઊડી જાયે નઝર લલચાયે - હાતીમતાઈ - સંગીતકાર:   એ કુમાર
  • નઝર મીઠી મીઠી અદા પ્યારી પ્યારી - હાતીમતાઈ - સંગીતકાર:  એ કુમાર
  • ઈન પૈમાનોં મેં આલી ક્યા ચીઝ છલકાતી રહેતી હૈ - કૌન પરદેસી - સંગીતકાર:  અલી હુસ્સૈન મુરાદાબાદી - ગીતકાર: મુઝ્તર બહઝાદી 
  • દિન ખુશી કે યાદ આ કર રહ ગયે, હમ ફક્ત આંસુ બહા કર રહ ગયે - કૌન પરદેસી - સંગીતકાર:  અલી હુસ્સૈન મુરાદાબાદી - ગીતકાર: મુઝ્તર બહઝાદી
  • ચૈન પાઓગે ના આરામ કહી પાઓગે, યાદ રખના મુઝે ભુલ કે પછતાઓગે - કૌન પરદેસી - સંગીતકાર:  અલી હુસ્સૈન મુરાદાબાદી - ગીતકાર: મુઝ્તર બહઝાદી
આવતા અઠવાડીયે આપણે અમીરબાઈ કર્ણાટકીનાં ૧૯૪૭નાં સૉલો ગીતોનો બીજો, બાકી રહેતો, ભાગ ચર્ચાની એરણે સાંભળીશું 

Tuesday, January 3, 2017

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે : યુગલ ગીતો - હજૂ સુધી ન આવરી લેવાયેલ 'અન્ય' પુરુષ-'અન્ય' સ્ત્રી યુગલ ગીતો



૧૯૪૯નાં પુરુષ- સ્ત્રી યુગલ ગીતોમાં મોહમ્મદ રફીનાં લતા મંગેશકર સાથે તેમજ શમશાદ બેગમ, સુરૈયા અને અન્ય ગાયિકાઓ સાથેનાં, મુકેશનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં અને શમશાદ બેગમનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતો તેમ જ સુવર્ણ યુગમાં પણ જાણીતાં રહેલાં સ્ત્રી ગાયકો સાથે અન્ય પુરુષ ગાયકોનાં યુગલ ગીતો સુધી આપણી સફર પહોંચી છે.

હિંદી ફિલ્મ ગીત કોશની મદદથી ૧૯૧૪૯નાં યુગલ ગીતોની યાદી બનાવતી વખતે આપણે જેમને વીન્ટેજ એરાનાં સ્ત્રી ગાયકો તરીકે સામાન્યતઃ ઓળખીએ છીએ એવાં ગાયિકાઓનાં પણ ઘણાં ગીતો મળી આવ્યાં છે. તે ઉપરાંત જેમને જાણીતા ગાયકોની શ્રેણીમાં મૂકીએ એવા ગાયકો સાથે આજના સમયમાં ઓછાં જાણીતાં ગાયકોનાં યુગલ ગીતો પણ મળી આવે છે. આમ થવા પાછળ એક કારણ તો એ હોઈ શકે કે મુખ્ય ધારામાં વધારે પ્રચલિત ગાયકો સિવાય ક્યાં તો ખુદ અભિનય કરતાં ગાયકો કાર્યરત છે કે પછી વીન્ટેજ એરાની આથમતી અસરના વર્ષમાં જે કેટલાંક ગાયકો હજૂ પણ કાર્યરત રહ્યાં છે તે કારણ હોય. કેટલાંક યુગલ ગીતો એવાં પણ મળે છે જેમાં ખુદ સંગીતકારે જ ગાવાનું પસંદ કર્યું હોય. આ સંગીતકારો પછીથી ન તો સંગીતકાર તરીકે ન તો ગાયક તરીકે ટકી શક્યા છે તે પણ નોંધ લેવા લાયક બાબત છે. એકાદ ગીત એવું પણ મળ્યું છે જેમાં ગીતકારે પણ ગાવાનું પસંદ કરેલ હોય. સ્વાભાવિક છે આ પ્રકારનાં બધાં જ ગીતો માટે યુ ટ્યુબ લિંક ન મળે.

              અમીરબાઈ કર્ણાટકી અને અન્ય પુરુષ ગાયકો

સૈયાં સે બીછડે હૈ હો મોરે રામ - ચાંદની રાત - સાદત સાથે - નૌશાદ અલી - શકીલ બદાયુની
ક્યોં સેંટ લગાયા હૈ - નેકી ઔર બદી - ફીરોઝ દસ્તુર સાથે - રોશન - કેદાર શર્મા

                           રાજ કુમારી અને અન્ય પુરુષ ગાયકો

રામ કસમ મૈં ઘૂંઘટ કા પટ ના ખોલું - બાઝાર - સતીશ બાત્રા સાથે - શ્યામ સુંદર - ક઼મર જલાલાબાદી
જમુના તટ પર નટવર ગીરધર શ્યામ બાંસુરી બજાયે - નેકી ઔર બદી - ફીરોઝ દસ્તુર સાથે - રોશન - કેદાર શર્મા

                           મીના કપૂર અને અન્ય પુરુષ ગાયકો
ટૂટ ગયી મનકી બીના - અનન્યા - જે એસ કશ્યપ સાથે - રામ પ્રસાદ - જે એસ કશ્યપ
પ્યારા પ્યારા હૈ સમા, માય ડીઅર, કમ ટુ મી - કમલ - મોતીલાલ સાથે - એસ ડી બર્મન - રાજા મેંહદી અલી ખાન

                    સુપ્રભા સરકાર અને તલત મહમૂદનું યુગલ ગીત

રંગીન બહારેં હૈ, યેહ રંગીન બહારેં - સમ્પત્તિ - તલત મહમૂદ સાથે - તિમિર બરન - પંડિત ભુષણ
        જોહરાબાઈ અંબાલેવાલી અને શંકર દાસગુપ્તાનું યુગલ ગીત

તુમ એક નઝર દેખ ચૂકે , એક નઝર ઔર - દૌલત - શંકર દાસગુપ્તા સાથે - હનુમાન પ્રસાદ - ક઼મર જલાલાબાદી

પારો અને રાજા ગુલ નું યુગલ ગીત

ફરીયાદ ન કરના - ઘરાના - રાજા ગુલ સાથે - મોહમ્મદ શફી

                            પ્રેમલતા અને શૌકત નું યુગલ ગીત

તેરા બુઢાપા ઉમર મેરી બાલી - ઘરાના - શૌકત સાથે - મોહમ્મદ શફી - આલમ સ્યાહપોશ


હવે પછીના અંકમાં આપણે સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો સાંભળીશું.